< Mui 36 >

1 Iso (eno dio da Idome) ea mano fi da hagudu dedei.
એસાવ એટલે અદોમની વંશાવળી આ છે.
2 Iso da Ga: ina: ne uda lai. Amo da A: ida (Hidaide dunu Ilone idiwi) amola Ouholibama (A: ina [Haifaide dunu Sibeone ea mano] amo idiwi),
એસાવે કનાનીઓની દીકરીઓ સાથે લગ્ન કર્યા. આ તેની પત્નીઓ હતી: આદા જે એલોન હિત્તીની દીકરી; ઓહોલીબામાહ જે સિબયોન હિવ્વીની દીકરી અનાની દીકરી હતી,
3 amola Isiama: ile idiwi Basemade (Neba: iode eya).
અને બાસમાથ જે ઇશ્માએલની દીકરી, નબાયોથની બહેન.
4 A: ida da Elifa: se lalelegei. Basemade da Leuele lalelegei.
આદાએ એસાવને માટે અલિફાઝને જન્મ આપ્યો અને બાસમાથે રેઉએલને જન્મ આપ્યો.
5 Ouholibama da Yeuse, Yalame amola Gola lalelegei. Amo Iso ea mano huluane da Ga: ina: ne soge ganodini lalelegei.
ઓહોલીબામાહએ યેઉશ, યાલામ તથા કોરાને જન્મ આપ્યાં. એસાવને કનાન દેશમાં જે દીકરા જન્મ્યા હતા તેઓ એ હતા.
6 Amalalu, Iso da ea uda, egefe, idiwi, ea fi huluane, ea lai gebo, amola ea liligi huluane e da Ga: ina: ne sogega lai, amo huluane lale, ea eya Ya: igobe amo yolesili asili, soge enoga asi.
એસાવ તેની પત્નીઓ, તેના દીકરા, તેની દીકરીઓ, તેના ઘરના સર્વ લોકો, તેનાં સર્વ જાનવરો, તથા તેની સર્વ માલમિલકત જે તેણે કનાન દેશમાં મેળવી હતી, તે સર્વ લઈને તેના ભાઈ યાકૂબની પાસેથી બીજા દેશમાં ગયો.
7 Bai soge amoga e amola Ya: igobe amoga esalu da fonobahadi ba: i. Lai gebo fi da bagade heda: iba: le, ela gilisili esalumu da hamedei ba: i.
તેણે આમ કર્યું કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે તેઓ એકસાથે રહી શકે તેમ ન હતું. જે દેશમાં તેઓ રહેતા હતા ત્યાં તેઓનાં જાનવરોને લીધે તેઓને કોઈ આશરો ન મળ્યો.
8 Amaiba: le, Iso da Idome goumi sogega esalu.
તેથી એસાવ એટલે જે અદોમ કહેવાય છે તેણે સેઈર પહાડ પર જઈને વસવાટ કર્યો.
9 Iso amo Idome dunu ilia eda, amo ea mano da agoane.
સેઈર પહાડ પરના અદોમી લોકના પૂર્વજ, એસાવની વંશાવળી આ પ્રમાણે છે.
10 Iso idua A: ida da ema dunu mano afae lai amo Elifa: se. Elifa: se da dunu manolali lalelegei amo Dimane, Ouma, Sifou, Ga: idame, amola Giha: se. Uda eno amo Dimina da ema eno mano lai amo A: malege. Iso idua Basemade da ema dunu mano lalelegei amo Leuele. Leuele da dunu mano biyaduyale lai amo Na: ihade, Sila, Siama amola Misa.
૧૦એસાવના દીકરાઓ: એસાવની પત્ની આદાનો દીકરો અલિફાઝ; અને એસાવની પત્ની બાસમાથનો દીકરો રેઉએલ.
૧૧તેમાન, ઓમાર, સફો, ગાતામ તથા કનાઝ એ અલિફાઝના દીકરા હતા.
૧૨એસાવના દીકરા અલિફાઝની ઉપપત્ની તિમ્ના હતી, તેણે અલિફાઝને માટે અમાલેકને જન્મ આપ્યો. એસાવની પત્ની આદાના દીકરા એ છે.
૧૩રેઉએલના દીકરા આ છે: નાહાથ, ઝેરાહ, શામ્મા તથા મિઝઝા. આ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા.
14 Iso idua Ouholibama da dunu mano udiana lalelegei amo Yeuse, Yalame amola Gola.
૧૪સિબયોનની દીકરી અનાની દીકરી ઓહોલીબામાહ જે એસાવની પત્ની હતી તેના દીકરા આ છે: તેણે યેઉશ, યાલામ તથા કોરાને જન્મ આપ્યો.
15 Iso ea dunu fifi misi da agoane. Iso ea magobo mano Elifa: se da amo hagudu dedei fi ilima eda esalu amo Dimane, Ouma, Sifou amola Gina: se,
૧૫એસાવના વંશજોનાં સરદારો આ હતાં: એસાવના જ્યેષ્ઠ દીકરા અલિફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફો, કનાઝ,
16 Gola, Gadame amola A: malege. Amo huluane da Iso idua A: ida ea mano.
૧૬કોરા, ગાતામ તથા અમાલેક હતા. જે સરદારો અલિફાઝથી અદોમ દેશમાં થયા તેઓ એ છે. તેઓ આદાના પૌત્રો હતા.
17 Iso ea mano Leuele amo ema mabe fi da Na: ihade, Sila, Siama amola Misa. Amo huluane da Iso idua Ba: sema: de ea mano.
૧૭એસાવના દીકરા રેઉએલના કુટુંબો આ છે: નાહાથ, ઝેરાહ, શામ્મા, મિઝઝા. એ વંશજો રેઉએલથી અદોમ દેશમાં થયા. એ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા.
18 Iso ea fi amo e da idua Ouholibama (A: ina idiwi) amoga lai da Yeuese, Yalame amola Gola.
૧૮એસાવની પત્ની ઓહોલીબામાહના દીકરા આ છે: યેઉશ, યાલામ, કોરા. એ સરદારોને એસાવની પત્ની ઓહોલીબામાહ જે અનાની દીકરી હતી તેણે જન્મ આપ્યાં હતા.
19 Amo fi huluane da Iso egaga fi dunu.
૧૯એસાવના દીકરા અને તેઓના સરદારો આ છે.
20 Musa: fi Idome soge ganodini da afafane fifi misi hamoi. Ilia eda da Sie (Holaide dunu). Amo ea mano fifi misi da Louda: ine, Sahouba: le, Sibiane, A:ina, Disione, Ise amola Disia: ne.
૨૦સેઈર હોરીના દીકરા જે દેશના રહેવાસીઓ હતા તેઓ આ છે: લોટાન, શોબાલ, સિબયોન, અના,
૨૧દિશોન, એસેર તથા દિશાન. તે સેઈર હોરીઓના કુટુંબનાં સરદારો જે અદોમ દેશમાં થયા એ હતા.
22 Louda: ine ea mano fi da Houlai amola Hima: ne. (Louda: ine ea dalusi da Dimina)
૨૨લોટાનના દીકરા હોરી તથા હોમામ હતા. તિમ્ના લોટાનની બહેન હતી.
23 Siouba: le ea mano fifi misi da A: lafa: ne, Ma: naha: de, Iba: le, Sifou amola Ouna: me.
૨૩શોબાલના દીકરા આ છે, એટલે આલ્વાન, માનાહાથ, એબાલ, શફો તથા ઓનામ.
24 Sibione da mano aduna lai amo A: iya amola A: ina. (A: ina da wadela: i hafoga: i soge ganodini ea eda ea dougi ouligilaloba, gia: i hano uli dogoi gilisi ba: i.)
૨૪સિબયોનના દીકરા આ છે, એટલે એયાહ તથા અના, જેને તેના પિતા સિબોનનાં ગધેડાં ચરાવતાં અરણ્યમાં ગરમ પાણીનાં ઝરા મળ્યા હતા તે એ છે.
25 A: ina ea mano da Disione amola Disione ea mano fifi misi da Hemeda: ne, Eseba: ne, Idela: ne amola Gila: ne. A: ina ea uda mano da Ouholibama.
૨૫અનાનાં સંતાનો આ છે: દિશોન તથા અનાની દીકરી ઓહોલીબામાહ.
૨૬દિશોનના દીકરા આ છે; હેમ્દાન, એશ્બાન, યિથ્રાન તથા ખરાન.
27 Ise ea mano fifi misi da Bilihane, Sa: iafa: ne, amola A: iga: ne.
૨૭એસેરના દીકરા આ છે; બિલ્હાન, ઝાવાન, તથા અકાન.
28 Disia: ne ea mano fi da Ase amola A: ila: ne.
૨૮દિશાનના દીકરા આ છે; ઉસ તથા આરાન.
29 Houlaide fi Idome soge ganodini esalu da Louda: ine, Sahouba: le, Sibiane, A:ina, Disione, Ise amola Disia: ne.
૨૯હોરીઓના સરદારો આ છે; લોટાન, શોબાલ, સિબયોન તથા અના.
૩૦દિશોન, એસેર, દિશાન; સેઈર દેશમાં સરદારોની યાદી પ્રમાણે હોરીઓનું કુટુંબ એ છે.
31 Isala: ili soge da hina bagade hame galu. Amo esoga, Idome soge ganodini, hagudu dedei dunu da hina bagade esalu. hina bagade dio Ilia Soge 1 Bila (Bio ea mano) Dinihaba 2 Youbabe (Sila ea mano) Bosala 3 Husia: me Dima: ne 4 Ha: ida: de (Bidade ea mano. E da Moua: be soge ganodini Midianaide dunu fi fanelegei.) Ea soge da...A: ifide 5 Sa: mila Ma: saliga 6 Siole Lihoubode (Hano Bega Gala) 7 Bale Ha: ina: ne (A: gabo ea mano) 8 Ha: idade (ea uda da Mehedabele amo Ma: idalede ea mano amola Mesa: iha: be ea aowa) Ea soge da...Ba: ie
૩૧ઇઝરાયલીઓ પર કોઈ રાજાએ રાજ્ય કર્યા પહેલા અદોમ દેશમાં જે રાજાઓ રાજ્ય કરતા હતા તે આ છે:
૩૨બેઓરનો દીકરો બેલા અદોમમાં રાજ્ય કરતો હતો અને તેના શહેરનું નામ દિનહાબા હતું.
૩૩જયારે બેલા મૃત્યુ પામ્યો, ત્યારે તેની જગ્યાએ બોસરામાંના ઝેરાહનો દીકરો યોબાબ રાજા થયો.
૩૪જયારે યોબાબ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ તેમાન દેશના હુશામે રાજ કર્યું.
૩૫જયારે હુશામ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબના પ્રદેશમાં મિદ્યાનીઓને હરાવ્યા હતા. તેના શહેરનું નામ અવીથ હતું.
૩૬જ્યારે હદાદ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ માસરેકામાંના સામ્લાએ રાજ કર્યું.
૩૭જયારે સામ્લા મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ નદી પાસેના રહોબોથના શાઉલે રાજ કર્યું.
૩૮જયારે શાઉલ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ આખ્બોરના દીકરા બાલ-હનાને રાજ કર્યું.
૩૯જયારે આખ્બોરનો દીકરો બાલ-હનાન મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ હદારે રાજ કર્યું. તેના શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે માટ્રેદની દીકરી, મેઝાહાબની પૌત્રી હતી.
40 Iso egaga fi da Idome fi hagudu dedei. Ilia dio da Dimina, A:lifa, Yidede, Ouholibama, Ila, Bainone, Gina: se, Dima: ne, Mibisa, Magadiele amola Ila: mea. Amo fi huluane da ilia esalebe soge amoga ilia fi dio asuli.
૪૦એસાવના વંશજોના, તેમના કુટુંબનાં આગેવાનોના નામ તેમના પ્રદેશ પ્રમાણે આ છે: તિમ્ના, આલ્વાહ, યથેથ,
૪૧ઓહોલીબામાહ, એલા, પીનોન,
૪૨કનાઝ, તેમાન, મિબ્સાર,
૪૩માગ્દીએલ તથા ઇરામ; તેઓએ કબજે કરેલ દેશમાં તેમના વતન પ્રમાણે અદોમના કુટુંબોના વડા એ છે. અદોમીઓનો પિતા એસાવ છે.

< Mui 36 >