< Luka 24 >

1 Ki kwomje kikume kume niberece cin bo tuwenim, cinbouki kulen tuika kuneko ficang ficang woci ywelleu.
અઠવાડિયાને પહેલે દિવસે, પ્રભાતે, જે સુગંધીદ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં તે લઈને તે સ્ત્રીઓ તેમની કબરે આવી.
2 Ci fiya tero tun ken tunngen cunge tuwek.
તેઓએ કબર પરથી પથ્થર ગબડાવેલો દીઠો.
3 Cin doken morece, dilaci fiyabo bwi Yeecu.
તેઓએ કબરમાં પ્રવેશ કર્યો પણ પ્રભુ ઈસુનું શબ તેઓને જોવા મળ્યું નહિ.
4 Inbwiu kambo cimor kwobtangka dikekebwiuweri, nubo yob tirarim kabumci ki kulendo fuwe cukcukke.
એમ થયું કે, એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓને દેખાયા.
5 La natubowo cunken ki dorciro bitine worintai, cin yo natuno, “yebwi komdo nikidumeti nor buware?
તેઓએ ડરીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, ‘મૂએલાંઓમાં જીવતાંને કેમ શોધો છો?
6 Manifo lan kwennum! kambo ci yimko ker ki kwamawo ci Galili, intoki,
તે અહીં નથી, પણ ઊઠયા છે; યાદ કરો કે તે ગાલીલમાં હતા ત્યારે તેમણે તમને શું કહ્યું હતું?
7 ciyan nekan bi bwe niffire kang nob bwiran keb la ciyan yei kenco, kikume taare ankwenumtak”.
પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય તથા વધસ્તંભે જડાય અને ત્રીજે દિવસે પાછા ઊઠે એ જરૂરનું છે.’”
8 La natubo kwaki kercero!
તેમને ઈસુની વાતો યાદ આવી.
9 Lacin dubom tuweu cin yilakeng laciyi kwobculombo winneuwuro dekero birombo kanngu tangneu gwamm.
કબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી.
10 Maryamu magdaliya, yuwana, Maryamu ne Yakubu, kan'nge tangne natubo ci wariyeu cine nob toman'ngeb cebo fulen dikorowuro bwiyeu.
૧૦હવે જેઓએ આ વાત પ્રેરિતોને કહી તે મરિયમ મગ્દલાની, યોહાન્ના, યાકૂબની મા મરિયમ તથા તેમની સાથેની બીજી સ્ત્રીઓ હતી.
11 Dila nobtoman'ngebcebo tu kero muni kebo diker maka nangenek, dila cinebo bilinke natubowonin.
૧૧એ વાતો તેઓને અક્કલ વગરની લાગી, અને તેઓએ તેઓનો વિશ્વાસ કર્યો નહિ.
12 Kwarub kan'nge wo Bituru kweni, cwayya tuwenin, cunken torang moreuti, lacinto lalanggo fuworgo kikwace. Lana nyime Bituru yaken loco, lata nyimang di bweweuti.
૧૨પણ પિતર ઊઠીને કબરે દોડી ગયો; અને નીચા વળીને અંદર જોયું તો તેણે શણના વસ્ત્રો એકલા પડેલા જોયા; અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં તે આશ્ચર્ય પામતો પોતાને ઘરે ગયો.
13 Kikakucori, inwonyo yob wo more yakanti cinarloro kan'nge dende Imawu wuro kutankaceko nan.
૧૩તે જ દિવસે તેઓમાં બે, એમ્મૌસ નામનું એક ગામ યરુશાલેમથી લગભગ સાત માઇલ દૂર છે, ત્યાં જતા હતા.
14 Citi fuwakan'ngi ko bwitici kangediwo yaa bwiweu.
૧૪આ બધી બનેલી બીનાઓ વિષે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા.
15 Yilam kambo ci fuwakamti wari kange meka kerekeri, Yeecu ki bwico boubidom cinen yakenti kanyeci.
૧૫એમ થયું કે તેઓ એકબીજાની સાથે વાત કરતા તથા અંદરોઅંદર સવાલ પૂછતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યા.
16 La nuweceu dolbo nyobkaceko.
૧૬પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેમને ઓળખી શક્યા નહિ. ‌
17 “Yeecu yici, inye kom tokkerti dorcere kambo kom yakentiyeu?” Cintinwifiyeco laci cii bwatumbotiwi.
૧૭ઈસુએ તેઓને કહ્યું કે, “તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શી વાત કરો છો?” તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા.
18 Kaci tun kan'nge morece nendo kiliyobac, lan ciya cinen, “Mwowin cwar niwo Wurcalima wo nyombo dike birombo bwiuwe firen kikabake ki kumenicuo?
૧૮ક્લિયોપાસ નામે એકે ઉત્તર આપતાં કહ્યું કે, “શું, યરુશાલેમમાં રહેનારાઓમાંના એકલા તમે જ આ દિવસોમાં બનેલી બિનાઓ નથી જાણતા?”
19 Yeecu yico, “bikulentito wini?” Cin ciyaco, dikerotin kan'nge Yeecu bwe Nazaret, wuro buwe tomanye, woki dikerotinimbo dur, kan'nge kertinimbo dur fiye kwama wiyeu kan'nge nob.
૧૯તેણે તેઓને કહ્યું કે, “કઈ બિનાઓ?” તેઓએ તેને કહ્યું કે, “ઈસુ નાઝારી, જે ઈશ્વરની આગળ તથા સઘળા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતા, તે સંબંધીની બિનાઓ;
20 Ki ciyaka nob wabero dur kan'nge nob li yareb nyebo ci nekenco naci warco naci kulkentencotak.
૨૦વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેમને મૃત્યુદંડ ભોગવવા સારુ પરાધીન કર્યા, અને તેમને વધસ્તંભે જડાવ્યાં.
21 Dila nyin yoner nyiki cowo a cer Icerelatiyeu. Nyo, nobo nawori, naweu kume Taar dikero birombo bwiuwe.
૨૧પણ અમે આશા રાખતા હતા કે, ઇઝરાયલને જે ઉદ્ધાર આપવાના હતા તે એ છે; વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આજ ત્રીજો દિવસ થયો.
22 Dila aa di duweno kowo, kamnyum natubembo nyi wariyeu ma nyinen diker nyimankartinim, ki yancimbo tuwe kiburiceu.
૨૨વળી અમારામાંની કેટલીક સ્ત્રીઓ જેઓ કબર આગળ વહેલી ગઈ હતી, તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું,
23 Kambo ci fiyabo bwiceri, cinbom, ciki cikeneu cinto dukum nobtomanyebo burombo yici ki wi kedume.
૨૩એટલે તેઓએ તેમનો મૃતદેહ જોયો નહિ, ત્યારે તેઓએ આવીને કહ્યું કે, અમને સ્વર્ગદૂતોનું દર્શન પણ થયું હતું, કે જેઓએ કહ્યું કે તે જીવિત છે.
24 Kannyum nabarob wuro wari kannye nyeu cinya tuwenin, yafi kwabti nawo natubo tokeu. Dila ci tocibo.
૨૪અમારી સાથેના કેટલાક કબર આગળ ગયા, અને જેમ સ્ત્રીઓએ કહ્યું હતું તેમ જ તેઓને જોવા મળ્યું; પણ તેમને તેઓએ જોયા નહિ.”
25 Yeecu yici ki, “Kom nob kuleneb nubo nebo bilinke dor dikero nob tomanyeb dukumebo tokeu!
૨૫તેમણે તેઓને કહ્યું કે, “ઓ મૂર્ખાઓ તમે પ્રબોધકોએ જે કહ્યું છે, તે સર્વ પર વિશ્વાસ કરવામાં ધીમા છો.
26 Yilabokang kiritti anuwa dotannge dikero biromba, laken mor duktang kaka?”
૨૬શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું?”
27 Dila kikab wi mucanim yaken ciko nobtoma'ngobonin kwarub. Yeecu futang cinen dikero kaminge co. Wibe fumertinimbonin gwamm.
૨૭મૂસાના નિયમશાસ્ત્રથી તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેમણે બધા પવિત્રશાસ્ત્રમાંથી પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો.
28 Kambo cilam cinar loroce fiye ci yakenti wuyeri cabunane Yeecu maa nadike muncan cuken.
૨૮જે ગામે તેઓ જતા હતા તેની નજીક તેઓ પહોંચ્યા, ત્યારે તેમણે જાણે કે આગળ જવાનું કર્યું.
29 Dila cin dokco ki, “yiken kan'ngeci, wori wori meu dadom kakuko do dikati. “La Yeecu ya yiken kan'nge ci.
૨૯તેઓએ તેમને આગ્રહ કરીને કહ્યું કે, “અમારી સાથે રહો; કેમ કે સાંજ થવા આવી છે અને દિવસ નમી ગયો છે.” અને તેઓની સાથે રહેવા સારુ તે અંદર ગયા.
30 Bwiuki, kambo ciyiken ci naci cacarite, intu Tiilita, kambo ci yoten bibuyer wiyeri, kiyannyi, lanneci.
૩૦એમ થયું કે, તે તેઓની સાથે જમવા બેઠા, ત્યારે તેમણે રોટલી લઈને આશીર્વાદ કર્યો, અને તેઓને આપી.
31 Lamwo nuweceu wumwom, kambo cinyimocin ciri, lalem kaci,
૩૧ત્યારે તેઓની આંખો ઊઘડી અને તેઓએ તેમને ઓળખ્યા; એટલામાં તેઓની દ્રષ્ટિમાંથી તે અદ્રશ્ય થઈ ગયા.
32 Cin yi butice, wendi mani twirangbobo mornerber, kambo citok keroti kan'ngebo dor nurereu, kambo ci wombinen bifumertinnimbeu?”
૩૨તેઓએ એકબીજાને કહ્યું કે, “જયારે તેઓ માર્ગમાં આપણી સાથે વાત કરતા હતા, અને પવિત્રશાસ્ત્રનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણા મન આપણામાં જ્વલંત નહોતાં થતાં શું?”
33 Lacin kweni ki kwamaco, cin yiken wurcalima. Cinfiya culombo wineuwo wari, kan'nge birombo ciwari kan'nge ciyeu,
૩૩તે જ ઘડીએ તેઓ ઊઠીને યરુશાલેમ તરફ પાછા વળ્યા, અને અગિયાર શિષ્યો ને તથા તેઓની સાથેનાઓને એકઠા થએલાં જોયા,
34 “Ki, kibicom kwama kwenum, inbow cimanin”.
૩૪કે, જેઓ કહેતાં હતા કે, ‘પ્રભુ ખરેખર ઊઠ્યાં છે, અને સિમોનને તેમનું દર્શન થયું છે.’”
35 Laci tok dikero birombo bwiu nureu, kan'nge kambo ci fwetang cinen Yeecu kambo kiyan Tilita.
૩૫ત્યારે તેઓએ માર્ગમાં બનેલા બનાવ તથા રોટલી ભાંગતાં તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યા તે વિષે પણ વાત કરી.
36 Kambo citikang dikerobirombo tiyeri, dila Yeecun tii tibercir, dilla yici, “fuwer nerer kumer”.
૩૬તેઓ એ વાતો કહેતાં હતા, ત્યારે ઈસુ પોતે તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે કે, ‘તમને શાંતિ થાઓ.’”
37 Dilla cin fakla cin dimkitani, cikwatiri cin tom wulo.
૩૭પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે, અમારા જોવામાં કોઈ આત્મા આવે છે.
38 Yeecu yiciki yebwi kom kwomdortiye? yebiro meke kunouti morner kumere?
૩૮તેમણે તેઓને કહ્યું કે, ‘તમે કેમ ગભરાઓ છો, અને તમારાં મનમાં શંકા કેમ થાય છે?
39 To kanimiu kan'nge Nanimiu, la muo kan'nye muo. Teiye nakomto. Wulo manki bwi kan'nge yiri, kambo komto nicikeu”.
૩૯મારા હાથ તથા મારા પગ જુઓ, કે એ હું પોતે છું; મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છે કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતા નથી.’”
40 Kamboci tokweri, lacin nung cinen kaniceu kan'nge naniceu.
૪૦એમ કહીને તેમણે પોતાના હાથ તથા પગ તેઓને બતાવ્યાં.
41 Kamboci dimki fuwer nerereu, kan'nge nyimanka, Yeecu yici, “Komwiki kan'nge cariya?”
૪૧તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને દંગ થઈ ગયા હતા, ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી પાસે કંઈ ખાવાનું છે?’”
42 Lacin neco jinnge belumbeleu.
૪૨તેઓએ ઈસુને શેકેલી માછલીનો ટુકડો આપ્યો,
43 Yeecunyo cam kabumcim.
૪૩ઈસુએ તે લઈને તેઓની આગળ ખાધો.
44 Lanyici, “Kambo miwari kan'nge komeu minyikom miki gwamm nike cimuleng wertun mucar kan'nge nentomanngeb kan'nge zaburau atin dii kang”.
૪૪ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, જે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી લખ્યું છે તે બધું પૂરું થવું જોઈએ.’”
45 Lacin wumwum nerciro naci nyimwom bifumertininbo.
૪૫ત્યારે પવિત્રશાસ્ત્ર સમજવા સારુ ઈસુએ તેઓનાં મન ખોલ્યાં.
46 Yici, “mulangum mulannge, kiritti annuwa dotange, amkwenum an kwenum tuwe ki kume taare.
૪૬ઈસુએ તેઓને કહ્યું કે, ‘એમ લખ્યું છે, કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ;
47 Komwab dencero kan'nge dobka bwirang kerer mor denece gwamm mor nube, komteri wurucalima.
૪૭યરુશાલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપોની માફી પ્રગટ કરાવાં જોઈએ.
48 Kom nobwarib dikero birombo.
૪૮એ વાતના સાક્ષીઓ તમે છો.
49 Too, mi twomutiki nor Teemiro dor kumer. Dila kom cini bitinece, catin tunkumen bikwan firen dii.”
૪૯હું મારા પિતાનું આશાવચન તમારા પર મોકલું છું; પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો.’”
50 Lananyime Yeecu yaken wari kna'nyeci yaa cilam Betani. Lankun kanceko yocimeti bibwiyerwi.
૫૦બેથાનિયાની સામે તેઓને બહાર લઈ ગયા પછી તેમણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યો.
51 Yilam kamboci yocinten bibwi yerotiyeri, dubomci lacim tumco cin yakenkico dikwama.
૫૧એમ થયું કે ઈસુ તેઓને આશીર્વાદ આપતા હતા એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને સ્વર્ગમાં લઈ લેવાયા.
52 Lacin wabco, cin yilarangum wurucalima kifuwor nerer ducce.
૫૨તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા.
53 Kicatec cimor lokwama cine dencore bibwiyerti.
૫૩અને તેઓ નિત્ય ભક્તિસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા.

< Luka 24 >