< Zəbur 54 >
1 Musiqi rəhbəri üçün. Davudun simli alətlərin müşayiəti ilə oxunan maskili. Ziflilər Şaulun yanına gəlib «yəqin ki Davud bizim aramızda gizlənib» deyəndə. Ey Allah, isminlə məni qurtar, Qüvvənlə mənə bəraət ver.
૧મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને. દાઉદનું માસ્કીલ. ઝીફીઓએ આવીને શાઉલને કહ્યું, “શું, દાઉદ અમારે ત્યાં સંતાઈ રહેલો નથી?” તે વખતનું. હે ઈશ્વર, તમારા નામે મને બચાવો અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
2 Ey Allah, mənim duamı dinlə, Dilimdən çıxan sözlərə qulaq as.
૨હે ઈશ્વર, મારી પ્રાર્થના સાંભળો; મારા મુખની વાતો પર કાન ધરો.
3 Yadellilər əleyhimə qalxıblar, Zalımlar canımı almaq üçün məni axtarırlar, Heç Allaha baxmırlar. (Sela)
૩કેમ કે વિદેશીઓ મારી વિરુદ્ધ થયા છે અને જુલમગારો મારો જીવ લેવા મથે છે; તેઓએ ઈશ્વરને પોતાની આગળ રાખ્યા નથી.
4 Budur, Allah mənə kömək edir, Xudavənd ömrümə dayaq olur.
૪જુઓ, ઈશ્વર મારા મદદગાર છે; પ્રભુ જ મારા આત્માનાં આધાર છે.
5 O bu şəri düşmənlərimə tərəf döndərəcək. Mənim sadiq Allahım, düşmənləri yox et!
૫તે મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે; તમારાં સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો નાશ કરો.
6 Sənə könüllü qurban kəsəcəyəm, Ya Rəbb, gözəl isminə şükür edəcəyəm!
૬હું રાજીખુશીથી મારાં અર્પણો ચઢાવીશ; હે યહોવાહ, હું તમારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે ઉત્તમ છે.
7 Məni hər darlıqdan xilas etdin, Gözüm düşmənlərimin məhvini gördü.
૭કેમ કે તેમણે મને સર્વ સંકટમાંથી છોડાવ્યો છે; મારી ઇચ્છા પ્રમાણે મારા શત્રુઓને થયું, તે મેં નજરે જોયું છે.