< Timotiyƣa 1 4 >
1 Əmdi Roⱨ xuni alaⱨidǝ eytiduki, ahir zamanlarda bǝzilǝr etiⱪadtin yenip, aldamqi roⱨlarƣa wǝ jinlarning tǝlimlirigǝ berilip ǝgixidu.
૧પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયોમાં છેતરનાર આત્માઓ પર તથા દુષ્ટાત્માઓનાં શિક્ષણ પર લક્ષ રાખી,
2 Bundaⱪ [tǝlim bǝrgüqilǝr] sahtiliⱪta yalƣanqiliⱪ ⱪilip, huddi daƣmallap kɵydürüwǝtkǝndǝk ɵz wijdanini yoⱪitip ⱪoyƣan;
૨અસત્ય પ્રચારકો તથા જેઓનાં અંતઃકરણ જડ છે તેવા માણસોના ઢોંગથી, કેટલાક વિશ્વાસનો ત્યાગ કરશે.
3 ular nikaⱨlinixni wǝ bǝzi yemǝkliklǝrni istemal ⱪilixni mǝn’i ⱪilidu. Əmma [ular mǝn’i ⱪilidiƣan] yemǝkliklǝrni Huda Ɵzigǝ etiⱪad ⱪilƣan ⱨǝm ⱨǝⱪiⱪǝtni bilgǝnlǝrning tǝxǝkkür eytip ⱪobul ⱪilixi üqün yaratⱪanidi.
૩તેઓ લગ્ન કરવાની મના કરશે અને ઈશ્વરે જે ખોરાક, ઉપકારસ્તુતિ કરીને ખાવા સારું ઉત્પન્ન કર્યો તેનાથી વિશ્વાસીઓ અને સત્ય જાણનારાંઓને દૂર રહેવાનું કહેશે.
4 Qünki Huda yaratⱪan ⱨǝmmǝ nǝrsǝ yahxidur, ular tǝxǝkkür bilǝn ⱪobul ⱪilinsa, ularning ⱨeqⱪaysisini qǝklǝp rǝt ⱪilixⱪa bolmaydu.
૪ઈશ્વરનું સર્વ સર્જન સારું છે તેથી આભારસ્તુતિ સાથે સ્વીકારવું, કશું જ નકારવું નહિ
5 Qünki ular Hudaning sɵz-kalami wǝ insanlarning duasi bilǝn ⱨalal ⱪilinidu.
૫કેમ કે ઈશ્વરના વચન તથા પ્રાર્થનાથી તે પવિત્ર કરાયું છે.
6 Bu nǝsiⱨǝtlǝrni ⱪerindaxlarning sǝmigǝ salsang, Mǝsiⱨ Əysaning yahxi hizmǝtkari bolƣan bolisǝn. Xundaⱪla, ɵzüngning ǝstayidil ǝgǝxkǝn etiⱪadtiki wǝ saƣlam tǝlimlǝrdiki sɵzlǝr bilǝn ⱪuwwǝtlǝndürülgǝnliking ayan bolidu.
૬આ બાબતો, ભાઈઓ સમક્ષ રજૂ કરીને તું વિશ્વાસના વચનોમાં અને જે શિક્ષણને ચોકસાઈથી અનુસરતો આવ્યો છે તેનાથી પોષિત થતો ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થઈશ.
7 Əmma ihlassizlarning wǝ momaylarning ǝpsanilirini qǝtkǝ ⱪeⱪip, ɵzüngni ihlasmǝnlik yolida qeniⱪturup yetixtürgin.
૭પણ દુન્યવી અને મૂર્ખ દંતકથાઓથી દૂર રહી, તું પોતાને ઈશ્વરપરાયણતા માટે તાલીમ આપ;
8 Qünki «Bǝdǝnni qeniⱪturuxning azraⱪ paydisi bar, lekin ihlasmǝnliktǝ intilixning ⱨǝrtǝrǝplik paydisi bar; u ⱨazirⱪi wǝ kǝlgüsi ⱨayat üqün bǝht elip kelidu»
૮કેમ કે શારીરિક કસરત અમુક અંશે ફાયદાકારક છે, પરંતુ ઈશ્વરપરાયણતા સર્વ બાબતોમાં ફાયદાકારક છે, જેમાં વર્તમાન તથા ભવિષ્યના જીવનનું આશાવચન સમાયેલ છે.
9 — bu sɵz ⱨǝⱪtur wǝ uni ⱪobul ⱪilixⱪa pütünlǝy ǝrziydu.
૯આ વિધાન વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે.
10 Əmǝliyǝttǝ biz buning üqün japaliⱪ ǝjir singdürüwatimiz wǝ har ⱪiliniwatimiz. Qünki ümidimizni pütkül insanlarning, bolupmu etiⱪad ⱪilƣuqilarning Ⱪutⱪuzƣuqisi — mǝnggü ⱨayat Hudaƣa baƣliduⱪ.
૧૦તેથી આપણે તેને સારું મહેનત તથા સંઘર્ષ કરીએ છીએ, કેમ કે આપણી આશા જીવંત ઈશ્વરમાં છે, જે સર્વ મનુષ્યોના, સવિશેષ વિશ્વાસીઓના ઉદ્ધારકર્તા છે.
11 Bu ixlarni [jamaǝtkǝ] tohtimay tapiliƣin wǝ ɵgǝtkin.
૧૧આ બાબતોનો આદેશ આપજે તથા શીખવજે.
12 Ⱨeqkimning sening yaxliⱪingƣa sǝl ⱪarixiƣa yol ⱪoyma; bǝlki sɵzliringdǝ, ǝmǝlliringdǝ, meⱨir-muⱨǝbbǝt, etiⱪad wǝ pakliⱪta etiⱪadqilarƣa nǝmunǝ bol.
૧૨તારી યુવાવસ્થાનો કોઈ તિરસ્કાર કરે નહિ; પણ વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે.
13 Mǝn yeningƣa barƣuqǝ, ɵzüngni jamaǝtkǝ [muⱪǝddǝs yazmilarni] oⱪup berix, jekilǝx wǝ tǝlim berixkǝ beƣixliƣin.
૧૩હું આવું ત્યાં સુધી જાહેર શાસ્ત્રવાંચન, બોધ આપવા તથા શિક્ષણ આપવામાં ધ્યાન આપજે.
14 [Jamaitingning] aⱪsaⱪalliri ⱪollirini uqangƣa ⱪoyƣanda, [Hudaning] wǝⱨiyisi arⱪiliⱪ sanga ata ⱪilinixi bilǝn sǝndǝ bolƣan iltipatⱪa bipǝrwaliⱪ ⱪilma.
૧૪જે કૃપાદાન તને વડીલોના હાથ મૂકવા તથા પ્રબોધ કરવા દ્વારા આપવામાં આવ્યું હતું, તે વિષે બેદરકાર રહીશ નહિ.
15 Bu ixlarƣa berilip, ɵzüngni ularƣa toluⱪ atiƣin. Xuning bilǝn sening alƣa basⱪanliⱪing ⱨǝmmǝylǝngǝ ayan bolidu.
૧૫એ બાબતોનું મનન કર, તેમાં પરોવાયેલ રહે જેથી તારી પ્રગતિ સર્વને સ્પષ્ટ દેખાય.
16 Ɵzünggǝ wǝ bǝrgǝn tǝliminggǝ izqil kɵngül ⱪoyƣin. Qünki xundaⱪ ⱪilƣanda ɵzüngnimu wǝ sanga ⱪulaⱪ salƣanlarnimu ⱪutⱪuzisǝn.
૧૬પોતા પર તથા શિક્ષણ પર ધ્યાન આપ, તેમાં લાગુ રહે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તથા તારા સાંભળનારાઓને પણ બચાવીશ.