< Salmos 91 >
1 EL que habita al abrigo del Altísimo, morará bajo la sombra del Omnipotente.
૧પરાત્પર ઈશ્વરના આશ્રયસ્થાનમાં જે વસે છે, તે સર્વસમર્થની છાયામાં રહેશે.
2 Diré yo á Jehová: Esperanza mía, y castillo mío; mi Dios, en él confiaré.
૨હું યહોવાહ વિષે કહીશ કે, “તે મારા આશ્રય અને ગઢ છે, એ જ મારા ઈશ્વર છે, તેમના પર હું ભરોસો રાખું છું.”
3 Y él te librará del lazo del cazador: de la peste destruidora.
૩કારણ કે તે તને શિકારીના સર્વ ફાંદાઓથી અને નાશકારક મરકીથી બચાવશે.
4 Con sus plumas te cubrirá, y debajo de sus alas estarás seguro: escudo y adarga es su verdad.
૪તે પોતાનાં પીંછાથી તને ઢાંકશે અને તેમની પાંખો નીચે આશ્રય મળશે. તેમની સત્યતા ઢાલ તથા બખતર છે.
5 No tendrás temor de espanto nocturno, ni de saeta que vuele de día;
૫રાત્રે જે ભય લાગે છે તેથી અથવા તો દિવસે ઊડનાર તીરથી,
6 Ni de pestilencia que ande en oscuridad, ni de mortandad que en medio del día destruya.
૬અથવા અંધકારમાં ચાલનાર મરકીથી કે, બપોરે મહામારીથી તું બીશ નહિ.
7 Caerán á tu lado mil, y diez mil á tu diestra: [mas] á ti no llegará.
૭તારી બાજુએ હજાર અને તારે જમણે હાથે દશ હજાર માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહિ.
8 Ciertamente con tus ojos mirarás, y verás la recompensa de los impíos.
૮તું માત્ર નજરે જોશે અને તું દુષ્ટોને મળેલો બદલો જોશે.
9 Porque tú has puesto á Jehová, [que es] mi esperanza, al Altísimo por tu habitación,
૯કારણ કે યહોવાહ મારા આધાર છે! તેં પરાત્પરને તારો આશ્રય કર્યો છે.
10 No te sobrevendrá mal, ni plaga tocará tu morada.
૧૦તારા પર કંઈ દુઃખ આવી પડશે નહિ; મરકી તારા ઘરની પાસે આવશે નહિ.
11 Pues que á sus ángeles mandará acerca de ti, que te guarden en todos tus caminos.
૧૧કારણ કે તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે, તે પોતાના દૂતોને આજ્ઞા આપશે.
12 En las manos te llevarán, porque tu pie no tropiece en piedra.
૧૨તેઓ તને પોતાના હાથોમાં ધરી રાખશે, કે જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહિ.
13 Sobre el león y el basilisco pisarás; hollarás al cachorro del león y al dragón.
૧૩તું સિંહ તથા સાપ પર પગ મૂકશે; સિંહનાં બચ્ચાંને તથા સાપને તું છૂંદી નાખશે.
14 Por cuanto en mí ha puesto su voluntad, yo también lo libraré: pondrélo en alto, por cuanto ha conocido mi nombre.
૧૪કારણ કે તે મને સમર્પિત છે, માટે હું તેને બચાવીશ. તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ.
15 Me invocará, y yo le responderé: con él estaré yo en la angustia: lo libraré, y le glorificaré.
૧૫જ્યારે તે મને પોકારશે, ત્યારે હું તેને ઉત્તર આપીશ. હું સંકટસમયે તેની સાથે રહીશ; હું તેને વિજય અપાવીને માન આપીશ.
16 Saciarélo de larga vida, y mostraréle mi salud.
૧૬હું તેને લાંબા આયુષ્યથી વેષ્ટિત કરીશ અને તેને મારા તરફથી મળતો ઉદ્ધાર દેખાડીશ.