< Jakob 3 >

1 Ne bodite mnogi učitelji, bratje moji, vedóč da dobimo večjo sodbo;
મારા ભાઈઓ, તમારામાંના ઘણાં ઉપદેશક ન થાઓ, કેમ કે તમે જાણો છો કે ઉપદેશકોને તો વિશેષ સજા થશે.
2 Kajti mnogo grešimo vsi. Če kdo v besedi ne greši, ta je popoln mož, zmožen brzdati tudi celo telo.
કેમ કે આપણે ઘણી રીતે ઠોકરો ખાઈએ છીએ; જો કોઈ બોલવામાં ઠોકર નથી ખાતો, તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.
3 Glej, konjem devamo brzde v gobce, da so nam poslušni, in vladamo cel njih život.
જુઓ, ઘોડા કાબુમાં રહે માટે આપણે તેઓના મુખમાં લગામ નાખીને તેના આખા શરીરને નિયંત્રણમાં રાખીએ છીએ.
4 Glej, tudi ladije, ki so tako velike, in ki jih silni vetrovi gonijo, vlada najmanjše krmilo, kamorkoli hoče vodnikov naklep.
વહાણો પણ કેટલા બધાં મોટાં હોય છે, તેઓ ભયંકર પવનથી ધકેલાય છે, તોપણ બહુ નાના સુકાનથી સુકાનીની મરજી હોય તે તરફ તેઓને ચલાવવામાં આવે છે.
5 Tako je tudi jezik majhen ud in se ponaša. Glej, majhen ogenj, kolikošen gozd zažge!
તેમ જીભ પણ એક નાનું અંગ છે છતાં તે મોટી મોટી બડાઈ કરે છે. જુઓ, અગ્નિનો તણખો કેટલા વિશાળ જંગલને સળગાવે છે!
6 Tudi jezik je ogenj, svet krivice. Tako se kaže jezik med udi našimi, ki oskrunja cel život in zažiga rojstva kolo, njega pa zažiga pekel; (Geenna g1067)
જીભ તો અગ્નિ છે; જગતના અન્યાયથી ભરેલી છે; આપણા અંગોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને અશુદ્ધ કરે છે, તે સંપૂર્ણ જીવનને સળગાવે છે અને પોતે નર્કથી સળગાવવામાં આવેલી છે. (Geenna g1067)
7 Kajti sleherno naravo zverî in tičev, laznine in morske živali kroti in je ukrotila narava človeška;
કેમ કે દરેક જાતનાં જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાંઓ તથા સમુદ્રમાં રહેનારાં પ્રાણીઓ પાળી શકાય છે અને માણસોએ તેમને વશ કર્યાં છે;
8 Jezika pa ne more krotiti nobeden človek; zlo neukrotno, poln smrtnega strupa!
પણ જીભને કોઈ માણસ કાબુમાં રાખી શકતો નથી. તે બધે ફેલાતી મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે.
9 Z njim blagoslavljamo Boga in očeta, in z njim preklinjamo ljudí, vstvarjene po podobi Božji;
તેનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ અને ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન થયેલાં મનુષ્યોને શાપ પણ આપીએ છીએ.
10 Iz istih ust izhaja blagoslov in kletev. To, bratje, ne sme se tako goditi!
૧૦એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ.
11 Saj pač studenec iz iste votline ne bruha sladko in grenko!
૧૧શું ઝરો એક જ મુખમાંથી મીઠું તથા કડવું પાણી આપે છે?
12 Saj, bratje moji, smokva ne more roditi oliv ali trta smokev; tako noben studenec delati vode solne in sladke.
૧૨મારા ભાઈઓ, શું અંજીરી જૈતૂન વૃક્ષનું ફળ અથવા દ્રાક્ષાવેલો અંજીર આપી શકે? તેમ જ ખારું ઝરણું મીઠું પાણી આપી શકતું નથી.
13 Kdo je moder in razumen med vami? Kaže naj iz lepega vedenja dela svoja v krotkosti modri.
૧૩તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ કરી બતાવે,
14 Če pa imate bridko gorečnost in prepirljivost v srci svojem, ne ponašajte se in lagajte zoper resnico.
૧૪પણ જો તમારા મનમાં કડવાશ, અદેખાઈ તથા સ્વાર્થ છે, તો તમે સત્યની વિરુદ્ધ થઈને ગર્વ ન કરો અને જૂઠું ન બોલો.
15 To ni modrost, ki prihaja od zgoraj, nego zemeljska, počutna, vražja.
૧૫એ જ્ઞાન ઉપરથી ઊતરે એવું નથી, પણ દુન્યવી, બિન-આત્મિક તથા શેતાની છે.
16 Kjer je namreč gorečnost in prepirljivost, tam nerednost in vse zlo delo.
૧૬કેમ કે જ્યાં અદેખાઈ તથા સ્વાર્થ છે, ત્યાં તકરાર તથા દરેક પ્રકારના ખરાબ કામ છે.
17 Modrost pa od zgoraj je prvič čista, potem mirna, rahla, poslušna, polna usmiljenja in dobrega sadú, nedvomna in odkritosrčna.
૧૭પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો શુદ્ધ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સેહેજ સમજે તેવું, દયાથી તથા સારાં ફળથી ભરપૂર, પક્ષપાત વગરનું તથા ઢોંગ વગરનું છે.
18 Sad pa pravice se seje v miru njim, ki hranijo mir.
૧૮વળી જે સલાહ કરાવનારાંઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.

< Jakob 3 >