< मत्ती 1 >
1 दाऊदका पुत्र अब्राहामका पुत्र येशू ख्रीष्टको वंशावलीको पुस्तक ।
૧ઈસુ ખ્રિસ્ત જે ઇબ્રાહિમનાં દીકરા, જે દાઉદના દીકરા, તેમની વંશાવળી.
2 अब्राहाम इसहाकका पिता थिए, र इसहाक याकूबका पिता थिए, र याकूब यहूदा र तिनका दाजुभाइहरूका पिता थिए ।
૨ઇબ્રાહિમ ઇસહાકનો પિતા, ઇસહાક યાકૂબનો પિતા, યાકૂબ યહૂદા તથા તેના ભાઈઓનો પિતા,
3 यहूदा तामारद्वारा फारेस र जाहेरका पिता थिए, फारेस हेस्रोनका पिता, र हेस्रोन आरामका पिता थिए ।
૩યહૂદા તથા તામારથી થયેલા પેરેસ અને ઝેરાહ, પેરેસ હેસ્રોનનો પિતા, હેસ્રોન આરામનો પિતા.
4 आराम अम्मीनादाबका पिता, अम्मीनादाब नहशोनका पिता, र नहशोन सल्मोनका पिता थिए ।
૪આરામ આમ્મીનાદાબનો પિતા, આમ્મીનાદાબ નાહશોનનો પિતા, નાહશોન સલ્મોનનો પિતા,
5 सल्मोन राहाबद्वारा बोअजका पिता, बोअज रूथद्वारा ओबेदका पिता, ओबेद यिशैका पिता थिए,
૫સલ્મોન બોઆઝનો પિતા અને રાહાબ તેની માતા, બોઆઝ ઓબેદનો પિતા અને રૂથ તેની માતા, ઓબેદ યિશાઈનો પિતા અને
6 यिशै दाऊद राजाका पिता थिए । दाऊद उरियाहकी पत्नीद्वारा सोलोमनका पिता थिए ।
૬યિશાઈ દાઉદ રાજાનો પિતા હતો. દાઉદ સુલેમાનનો પિતા હતો જેની મા પહેલા ઉરિયાની પત્ની હતી.
7 सोलोमन रहबामका पिता, रहबाम अबियाका पिता, अबिया आसाका पिता थिए ।
૭સુલેમાન રહાબામનો પિતા, રહાબામ અબિયાનો પિતા, અબિયા આસાનો પિતા,
8 आसा यहोशापातका पिता, यहोशापात यहोरामका पिता, र यहोराम उज्जियाहका पिता थिए ।
૮આસા યહોશાફાટનો પિતા, યહોશાફાટ યોરામનો પિતા, યોરામ ઉઝિયાનો પિતા હતો.
9 उज्जियाह योतामका पिता, योताम आहाजका पिता, आहाज हिजकियाका पिता थिए ।
૯ઉઝિયા યોથામનો પિતા, યોથામ આહાઝનો પિતા, આહાઝ હિઝકિયાનો પિતા,
10 हिजकिया मनश्शेका पिता, मनश्शे अमोनका पिता, अमोन योशियाहका पिता थिए ।
૧૦હિઝકિયા મનાશ્શાનો પિતા, મનાશ્શા આમોનનો પિતા, આમોન યોશિયાનો પિતા, અને
11 बेबिलोनमा निर्वासनको समयमा योशियाह यकोनियास र तिनका दाजुभाइहरूका पिता भए ।
૧૧બાબિલના બંદીવાસને સમયે યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓનો પિતા હતો.
12 र बेबिलोनमा निर्वासनपछि यकोनियास शालतिएलका पिता भए, शालतिएल यरुबाबेलका पूर्वज थिए ।
૧૨અને બાબિલના બંદીવાસ પછી, યખોન્યા શાલ્તીએલનો પિતા, શાલ્તીએલ ઝરુબ્બાબેલનો પિતા,
13 यरुबाबेल अबिउदका पिता, अबिउद एल्याकीमका पिता, र एल्याकीम आजोरका पिता थिए ।
૧૩ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા, અબીઉદ એલિયાકીમનો પિતા, એલિયાકીમ આઝોરનો પિતા,
14 आजोर सादोकका पिता, सादोक आखिमका पिता, र आखिम एलिउदका पिता थिए ।
૧૪આઝોર સાદોકનો પિતા, સાદોક આખીમનો પિતા, આખીમ અલિયુદનો પિતા.
15 एलिउद एलाजारका पिता, एलाजार मत्तानका पिता, र मत्तान याकूबका पिता थिए ।
૧૫અલિયુદ એલાઝારનો પિતા, એલાઝાર મથ્થાનનો પિતા, મથ્થાન યાકૂબનો પિતા, અને
16 याकूब तिनै मरियमका पति योसेफका पिता थिए, जसबाट येशू जन्मनुभयो, जसलाई ख्रीष्ट भनिन्छ ।
૧૬યાકૂબ યૂસફનો પિતા, યૂસફ જે મરિયમનો પતિ હતો; અને મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જનમ્યાં.
17 अब्राहामदेखि दाऊदसम्म जम्मा पुस्ता चौध पुस्ता, दाऊददेखि बेबिलोनको निर्वासनसम्म चौध पुस्ता र बेबिलोनको निर्वासनदेखि येशू ख्रीष्टसम्म चौध पुस्ता थिए ।
૧૭ઇબ્રાહિમથી દાઉદ સુધી બધી મળીને ચૌદ પેઢી થઈ, દાઉદથી બાબિલના બંદીવાસ સુધી ચૌદ પેઢી, અને બાબિલના બંદીવાસથી ખ્રિસ્તનાં સમય સુધી ચૌદ પેઢી થઈ.
18 येशू ख्रीष्टको जन्म यस प्रकारले भयो । उहाँकी आमा मरियमको योसेफसँग विवाहको निम्ति मगनी भएको थियो, तर उनीहरूको सहवास हुनुभन्दा अगाडि तिनी पवित्र आत्माद्वारा गर्भवती भएकी थाहा हुन आयो ।
૧૮ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. તેમની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થયા પછી, તેઓનો શારીરિક સંબંધ થયા અગાઉ તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ.
19 तिनका पति योसेफ धर्मी मानिस थिए र उनले तिनलाई सबैका सामु शर्ममा पार्न चाहेनन् । यसैले, उनले गोप्य प्रकारले तिनीसँगको मगनीलाई रद्द गर्ने निर्णय गरे ।
૧૯તેનો પતિ યૂસફ એક પ્રામાણિક માણસ હતો, પણ તે જાહેરમાં તેનું અપમાન કરવા ન ચાહતો હતો. તેથી તેણે ગુપ્ત રીતે તેની સાથે સગાઈ તોડી નાખવાનો નિર્ણય કર્યો.
20 जसै उनले यी कुराहरूको बारेमा विचार गरे, सपनामा परमप्रभुका एक जना स्वर्गदूत उनको सामु देखा परे र यसो भने, “हे दाऊदका पुत्र योसेफ, मरियमलाई आफ्नी पत्नीको रूपमा स्वीकार्न नडराऊ, किनकि जो तिनको गर्भमा हुनुहुन्छ, उहाँ पवित्र आत्माद्वारा गर्भधारण हुनुभएको हो ।
૨૦જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુનો દૂત તેને સ્વપ્નમાં દેખાયો અને કહ્યું કે, “યૂસફ, દાઉદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે.
21 तिनले एक जना पुत्र जन्माउनेछिन् र तिमीले उहाँको नाउँ येशू राख्नेछौ, किनकि उहाँले आफ्ना मानिसहरूलाई तिनीहरूका पापबाट बचाउनुहुनेछ ।”
૨૧તેને દીકરો થશે અને તું તેમનું નામ ઈસુ પાડશે, કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી ઉદ્ધાર કરશે.”
22 अगमवक्ताद्वारा परमप्रभुले बोल्नुभएको यस्तो भनाइ पुरा हुनलाई यी सबै भए,
૨૨હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય, એટલે,
23 “हेर, कन्या गर्भवती हुनेछिन् र एक जना पुत्र जन्माउनेछिन्, र तिनीहरूले उहाँको नाउँ इम्मानुएल राख्नेछन्”, जसको अर्थ हुन्छ, “परमेश्वर हामीसँग ।”
૨૩“જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ‘ઈશ્વર આપણી સાથે.”
24 योसेफ निद्राबाट ब्युँझे र उनले परमप्रभुका दूतले आज्ञा गरेअनुसार गरे र उनले तिनलाई उनकी पत्नीको रूपमा स्वीकारे ।
૨૪ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના સ્વર્ગદૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું; તે પોતાની પત્નીને તેડી લાવ્યો.
25 तर, तिनले पुत्रलाई जन्म नदिएसम्म उनले तिनीसँग शारीरिक सम्बन्ध राखेनन् । र उनले उहाँको नाउँ येशू राखे ।
૨૫મરિયમને દીકરો થયો ત્યાં સુધી યૂસફે મરિયમની સાથે શારીરિક સંબંધ કર્યો નહિ; અને તેણે તેમનું નામ ઈસુ પાડ્યું.