< UMakho 16 >
1 Isabatha selidlulile, uMariya Magadalena loMariya unina kaJakobe loSalome bathenga amakha, ukuze bahambe bayemgcoba.
૧વિશ્રામવાર વીતી ગયા પછી મગ્દલાની મરિયમ, યાકૂબની મા મરિયમ તથા શાલોમીએ, સુગંધી ચીજો વેચાતી લીધી, એ માટે કે તેઓ જઈને તેમને લગાવે.
2 Kwathi ekuseni kakhulu ngosuku lokuqala lweviki beza engcwabeni, ekuphumeni kwelanga.
૨અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારે સૂરજ ઊગતાં પહેલાં તેઓ કબરે આવી.
3 Basebekhulumisana besithi: Ngubani ozasigiqela ilitshe lisuke emnyango wengcwaba?
૩તેઓ અંદરોઅંદર કહેતી હતી કે, ‘આપણે માટે કબર ઉપરનો પથ્થર કોણ ખસેડશે?’”
4 Futhi bathi ukukhangela babona ilitshe seligiqwe lasuswa; ngoba lalilikhulu kakhulu.
૪તેઓ નજર ઊંચી કરીને જુએ છે કે, પથ્થર ગાબડાયેલો હતો. જોકે તે ઘણો મોટો હતો.
5 Kuthe bengena engcwabeni, babona ijaha lihlezi ngakwesokunene, lembethe isembatho eside esimhlophe; besaba.
૫તેઓએ કબરમાં પ્રવેશીને સફેદ ઝભ્ભો પહેરેલા, જમણી તરફ બેઠેલા, એક જુવાન માણસને જોયો. તેથી તેઓ ગભરાઈ ગઈ.
6 Kodwa lathi kubo: Lingesabi; lidinga uJesu umNazaretha obebethelwe; uvukile, kakho lapha; khangelani, indawo lapho abebembeke khona.
૬પણ તે તેઓને કહે છે કે, ‘ગભરાશો નહિ; વધસ્તંભે જડાયેલા નાસરેથના ઈસુને તમે શોધો છો; તે ઊઠ્યાં છે; તે અહીં નથી; જુઓ, જે જગ્યાએ તેમને દફનાવ્યાં હતા તે આ છે.
7 Kodwa hambani, litshele abafundi bakhe loPetro ukuthi uzalandulela ukuya eGalili; lizambona khona, njengalokho ayekutshilo kini.
૭પણ જાઓ, અને તેમના શિષ્યોને, અને ખાસ કરીને પિતરને કહો કે તેઓ તમારી આગળ ગાલીલમાં જાય છે, જેમ તેમણે તમને કહ્યું હતું તેમ. તમે તેમને ત્યાં જોશો.’”
8 Basebephuma ngokuphangisa babaleka engcwabeni; futhi ukuqhuqha lokwethuka kwababamba; futhi kabakhulumanga lutho emuntwini, ngoba babesesaba.
૮તેઓ બહાર નીકળીને કબરની પાસેથી દોડી ગઈ; કેમ કે તેઓને સાચે ભય તથા આશ્ચર્ય લાગ્યું હતું; અને તેઓએ કોઈને કંઈ કહ્યું નહિ; કેમ કે તેઓ ડરતી હતી.
9 (note: The most reliable and earliest manuscripts do not include Mark 16:9-20.) Kwathi uJesu esevukile ekuseni kakhulu ngolokuqala lweviki, wabonakala kuqala kuMariya Magadalena, ayekhuphe kuye amadimoni ayisikhombisa.
૯(note: The most reliable and earliest manuscripts do not include Mark 16:9-20.) (હવે અઠવાડિયાના પહેલા દિવસની સવારે ઈસુ પાછા ઊઠીને મગ્દલાની મરિયમ, જેનાંમાંથી તેમણે સાત દુષ્ટાત્માઓ કાઢ્યાં હતા, તેને તેઓ પ્રથમ દેખાયા.
10 Yena wasuka wababikela labo ababelaye, belila bekhala.
૧૦જેઓ તેમની સાથે રહેલા હતા, તેઓ શોક તથા રુદન કરતા હતા, ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી.
11 Labo sebezwile ukuthi uyaphila lokuthi ubonwe nguye, kabakholwanga.
૧૧ઈસુ જીવિત છે અને તેના જોવામાં આવ્યા છે, એ તેઓએ સાંભળ્યું પણ વિશ્વાસ કર્યો નહિ.
12 Njalo emva kwalezizinto wabonakala ngesinye isimo kwababili babo behamba, besiya emaphandleni.
૧૨એ પછી તેઓમાંના બે જણ ચાલીને એમ્મૌસ ગામે જતા હતા, એટલામાં ઈસુ અન્ય સ્વરૂપે તેઓને દેખાયા.
13 Labo bahamba babikela abanye; lalabo kababakholwanga.
૧૩તેઓએ જઈને બાકી રહેલાઓને કહ્યું. જોકે તેઓએ પણ તેઓનું માન્યું નહિ.
14 Emva kwalokhu wabonakala kwabalitshumi lanye behlezi ekudleni, wasola ukungakholwa kwabo lobulukhuni benhliziyo, ngoba bengakholwanga labo abambonayo esevukile.
૧૪ત્યાર પછી અગિયાર શિષ્યો જમવા બેઠા હતા, ત્યારે ઈસુ તેઓને દેખાયા; અને તેમણે તેઓના અવિશ્વાસ તથા હૃદયની કઠણતાને લીધે તેઓને ઠપકો આપ્યો; કેમ કે તેઓ પાછા ઊઠ્યાં પછી જેઓએ તેમને જોયા હતા, તેઓનું તેઓએ માન્યું ન હતું.
15 Wasesithi kubo: Hambani liye emhlabeni wonke, litshumayele ivangeli kuso sonke isidalwa.
૧૫ઈસુએ તેઓને કહ્યું કે, ‘આખી દુનિયામાં જઈને સમગ્ર સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો.
16 Lowo okholwayo abhabhathizwe uzasindiswa; kodwa ongakholwayo uzalahlwa.
૧૬જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે ઉદ્ધાર પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે.
17 Lalezizibonakaliso zizabalandela abakholwayo: Ebizweni lami bazakhupha amadimoni; bakhulume ngendimi ezintsha;
૧૭વિશ્વાસ કરનારાઓને હાથે આવાં ચમત્કારિક ચિહ્નો થશે, મારે નામે તેઓ દુષ્ટાત્માઓને કાઢશે, નવી ભાષાઓ બોલશે,
18 bazadobha izinyoka; uba benatha loba yikuphi okubulalayo, kakusoze kubalimaze; bazabeka izandla phezu kwabagulayo, futhi bazaphila.
૧૮સર્પોને ઉઠાવી લેશે અને જો તેઓથી કંઈ પ્રાણઘાતક વસ્તુ પિવાઈ જશે તો તેઓને કંઈ ઈજા થશે નહિ; તેઓ બિમારો પર હાથ મૂકશે અને તેઓ સાજાં થશે.’”
19 Ngakho iNkosi, emva kokuthi isikhulumile labo, yakhutshulelwa ezulwini, yahlala ngakwesokunene sikaNkulunkulu.
૧૯પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી સ્વર્ગમાં લઈ લેવાયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજ્યા.
20 Bona basebephuma batshumayela endaweni zonke, iNkosi isebenza labo, iqinisa ilizwi ngezibonakaliso ezazilandela. Ameni.
૨૦તેઓએ ત્યાંથી જઈને બધે સ્થળે સુવાર્તા પ્રગટ કરી; અને પ્રભુ તેઓના કામમાં તેઓને સહાય કરતા અને તેઓને હાથે થયેલા ચમત્કારિક ચિહ્નોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતા હતા.)