< Zsoltárok 80 >

1 A karmesternek. Liliomok szerint. Tanuság Ászáftól. Zsoltár. Izraél pásztora, figyelj, aki mint juhokat vezeted Józsefet, kérubok fölött trónoló, tündökölj fel!
મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નીમ-એદૂથ. આસાફનું ગીત. હે ઇઝરાયલનાં પાળક, અમારી પ્રાર્થના સાંભળો; જેમણે યૂસફના લોકોને ઘેટાંની જેમ દોર્યા હતા; કરુબો પર બિરાજમાન અમારા પર પ્રકાશ પાડો!
2 Efraim, Benjamin és Menasse előtt serkentsd fel hatalmadat és jer segitségül nekünk!
એફ્રાઇમ, બિન્યામીન તથા મનાશ્શાની આગળ, તમારું સામર્થ્ય પ્રગટ કરો; આવીને અમને બચાવો.
3 Isten, állíts helyre minket, s világíttasd arczodat, hogy megsegíttessünk!
હે ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો એટલે અમારો બચાવ થાય.
4 Örökkévaló, Isten, seregek ura, meddig füstöl haragod néped imádsága mellett?
હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, તમારા લોકો તમારી પ્રાર્થના કરે છે, છતાં તમારો કોપ ક્યાં સુધી સળગતો રહેશે.
5 Adtál enniök könnyet kenyérül, itattad őket könnyekkel mércze számra.
તમે તમારા લોકોને આંસુવાળી રોટલી ખવડાવી છે અને તેઓને પુષ્કળ આંસુઓ પાયાં છે.
6 Viszállyá tettél minket szomszédainknak, s ellenségeink gúnyolódnak.
તમે અમને અમારા પડોશીઓને લડવા માટે યુદ્ધના નિશાન બનાવ્યાં છે; અને અમારા શત્રુઓ અંદરોઅંદર અમારી હાંસી કરે છે.
7 Isten, seregek ura, állíts helyre minket s világíttasd arczodat, hogy megsegíttessünk!
હે સૈન્યોના ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.
8 Szőlőtőt szakítottál ki Egyiptomból, elűztél nemzeteket és azt elültetted.
તમે મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યા; તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો.
9 Helyet készítettél előtte, meggyökereztette gyökereit és megtöltötte az országot.
તમે તેને માટે જગ્યા સાફ કરી; તેમાં મૂળ નાંખ્યા અને તેનાથી દેશ ભરપૂર થયો.
10 Hegyek boríttattak be árnyékától s ágai akár Isten czédrusai.
૧૦તેની છાયાથી પર્વતો ઢંકાઈ ગયા, તેની વિશાળ લાંબી ડાળીઓ ઈશ્વરના દેવદારો જેવી હતી.
11 Tengerig eresztette indáit s a folyamig hajtásait.
૧૧તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી પ્રસારી અને તેની ડાળખીઓ ફ્રાત નદી સુધી પ્રસારી.
12 Miért törted át kerítéseit úgy, hogy leszedik mind az útonjárók;
૧૨તમે તેનો દિવાલ એવી રીતે કેમ તોડી છે કે જેથી રસ્તે જતાં મુસાફરો તેની દ્રાક્ષો ચૂંટી લે છે?
13 lerágja vadkan az erdőből, s mi a mezőn sürög, lelegeli?
૧૩જંગલમાંથી ડુક્કરો આવીને તેને બગાડે છે અને રાની પશુઓ તેને ખાઈ જાય છે.
14 Isten, seregek ura, fordulj, kérlek, tekints le az égből és lásd és gondolj rá erre a szőlőtőre,
૧૪હે સૈન્યોના ઈશ્વર, તમે પાછા આવો, આકાશમાંથી નીચે દ્રષ્ટિ કરો અને ધ્યાનમાં લો તથા આ દ્રાક્ષાવેલાની રક્ષા કરો.
15 s oltalmazd azt, amit jobbod ültetett, s a csemetét, melyet erőssé neveltél magadnak.
૧૫તમે તમારા જમણા હાથે જેને રોપી છે, જે ડાળીને તમે તમારે માટે બળવાન કરી છે, તેનું રક્ષણ કરો.
16 Meg van égetve tűztől, le van vagdalva; arczod dorgálásától vesszenek el!
૧૬તેને કાપીને બાળવામાં આવી; તમારા ઠપકાથી તમારા શત્રુઓ નાશ પામે છે.
17 Legyen kezed jobbodnak embere fölött, az emberfia fölött, kit erőssé neveltél magadnak.
૧૭તમારા જમણા હાથના માણસ પર, એટલે જે માણસના દીકરાને તમે પોતાને માટે બળવાન કરેલો છે તેના પર તમારો હાથ રાખો.
18 S mi nem térünk el tőled, éltess minket, hogy nevedet szólítsuk.
૧૮એટલે અમે તમારાથી વિમુખ થઈશું નહિ; અમને પુનર્જીવન આપો અને અમે તમારા નામમાં પ્રાર્થના કરીશું.
19 Örökkévaló, Isten, seregek ura, állíts helyre minket, világíttasd arczodat, hogy megsegíttessünk!
૧૯હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો બચાવ થાય.

< Zsoltárok 80 >