< Zsoltárok 28 >

1 Dávidtól. Hozzád, Örökkévaló, kiáltok fel, sziklá. m, ne hallgass, elfordulva tőlem, nehogy, midőn hallgatag elfordülsz tőlem, hasonlóvá legyek a gödörbe szállókhoz!
દાઉદનું (ગીત). હે યહોવાહ, હું તમને વિનંતિ કરીશ; હે મારા ખડક, મને તરછોડશો નહિ. જો તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો હું કબરમાં ઊતરી જનારા જેવો થઈ જઈશ.
2 Halljad könyörgésem hangját, mikor fohászkodom hozzád, mikor fölemelem kezeimet szent templomod felé.
જ્યારે હું તમને વિનંતી કરું, ત્યારે મારા કાલાવાલા સાંભળજો, જ્યારે હું મારા હાથ તમારા પરમપવિત્રસ્થાન તરફ જોડું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળજો.
3 Ne ragadj el gonoszokkal és jogialanság cselekvőivel, kik békét beszélnek felebarátjaikkal, de rosszaság van szívükben.
જેઓ મુખ પર શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, તે દુષ્ટ અને કુકર્મીઓની સાથે મને ધકેલી દેશો નહિ.
4 Adj nekik művök szerint és cselekvéseik rosszasága szerint, kezeik munkája szerint adj nekik, viszonozd tettüket nekik.
તેઓનાં કૃત્ય પ્રમાણે અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો; તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો; તેઓને યોગ્ય બદલો આપો.
5 Mert nem ügyelnek az Örökkévaló cselekedeteire és kezeinek művére; rontsa le a ne épitse fel őket!
કેમ કે તેઓ યહોવાહના માર્ગો તથા તેમના હાથનાં કામો સમજતા નથી, તે તેઓને તોડી પાડશે અને કદી તેઓને સ્થિર કરશે નહિ.
6 Áldva legyen az Örökkévaló, mert meghallotta könyörgésem szavát.
યહોવાહની સ્તુતિ થાઓ, કારણ કે તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે!
7 Az Örökkévaló az én erőm és paizsom, benne bízott szívem és megsegíttettem, újjongott a szívem és énekemmel magasztalom őt.
યહોવાહ મારું સામર્થ્ય અને મારી ઢાલ છે; મારા હૃદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે અને મને તેમની સહાય મળી છે. માટે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે અને તેમની સ્તુતિ ગાઈને હું તેમનો આભાર માનીશ.
8 Az Örökkévaló erejük nekik és segítő erőssége az ő fölkentjének ő.
યહોવાહ પોતાના અભિષિક્ત લોકોનું સામર્થ્ય છે તે તેમના ઉદ્ધાર માટેનો કિલ્લો છે.
9 Segítsd meg nepedet és áldd meg birtokodat, legeltesd és vidd őket öröl: hé!
તમારા લોકોનો બચાવ કરો અને તમારા વારસાને આશીર્વાદ આપો. વળી તેઓનું પાલનપોષણ કરીને સદા તેઓને ઊંચકી રાખો.

< Zsoltárok 28 >