< Példabeszédek 21 >
1 Vízerek: a király szíve az Örökkévaló kezében, valamerre akarja, hajlítja azt.
૧પાણીના પ્રવાહ જેવું રાજાનું મન યહોવાહના હાથમાં છે; તે જ્યાં ચાહે છે ત્યાં તેને દોરે છે.
2 Az embernek minden útja egyenes az ő szemeiben, de az Örökkévaló határozza meg a szíveket.
૨માણસનો દરેક માર્ગ તેની પોતાની નજરમાં તો સીધો દેખાય છે, પણ યહોવાહ તેના હૃદયની તુલના કરે છે.
3 Igazságot és jogot cselekedni becsesebb az Örökkévaló előtt áldozatnál.
૩ન્યાય તથા નેકીનાં કૃત્યો કરવાં તે યહોવાહને યજ્ઞ કરતાં પણ વધારે પસંદ છે.
4 Szemek büszkesége és szívnek gőgje: a gonoszok vétektermő mezeje.
૪અભિમાની આંખો તથા ગર્વિષ્ઠ હૃદય તે દુષ્ટોને દીવારૂપ છે, પણ તે પાપ છે.
5 A szorgalmasnak gondolatai csak nyereségre visznek, de minden hamarkodó csak hiányra jut.
૫ઉદ્યમીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે, પણ દરેક ઉતાવળિયો ફક્ત નિર્ધન બને છે.
6 Kincsek megszerzése hazug nyelvvel: elhajtott lehelet – halált keresnek.
૬જૂઠી જીભથી ઘન સંપાદન કરવું તે આમતેમ ઘસડાઈ જતા ધુમાડા જેવું છે, એવું કરનાર મોત માગે છે.
7 A gonoszok erőszakossága elhurczolja őket, mert vonakodtak jogot cselekedni.
૭દુષ્ટ લોકોનો અત્યાચાર તેઓને પોતાને જ ઘસડી જાય છે, કારણ કે, તેઓ ન્યાય કરવાની ના પાડે છે.
8 Tekervényes az ember útja ég elhajló, de a tisztának egyenes a cselekvése.
૮અપરાધીનો માર્ગ વાંકોચૂંકો છે, પણ સંતોનાં કાર્યો સીધા હોય છે.
9 Jobb a háztető sarkában lakni, mint a czivódó asszony és közös ház.
૯કજિયાખોર સ્ત્રીની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં અગાશીના એક ખૂણામાં રહેવું વધારે સારું છે.
10 A gonosznak lelke vágyódott a rosszra, nem talál kegyet szemében a társa.
૧૦દુષ્ટ વ્યક્તિ ખોટું ઇચ્છે છે; તેની નજરમાં તેનો પડોશી પણ કૃપાપાત્ર દેખાતો નથી.
11 Midőn büntetik a csúfolót, bölccsé lesz az együgyű, s midőn oktatják a bölcset, elfogad tudást.
૧૧જ્યારે ઘમંડી વ્યક્તિને શિક્ષા થાય છે, ત્યારે ભોળો સાવચેત બને છે; અને જ્યારે ડાહ્યાને શિક્ષણ મળે છે, ત્યારે તે વિદ્વાન થાય છે.
12 Ügyel az igaz a gonosznak házára, elferdít gonoszokat veszedelembe.
૧૨ન્યાયી લોકો દુષ્ટના ઘર ઉપર નજર રાખે છે, પણ ઈશ્વર દુષ્ટોને ઊથલાવી પાડીને પાયમાલ કરે છે.
13 Ki bedugja fülét a szegény jajkiáltása elől, ő is kiáltani fog, de nem fog meghallgattatni.
૧૩જે કોઈ ગરીબની બૂમ સાંભળીને પોતાના કાન બંધ કરે છે, તેઓ જ્યારે પોતે પોકારશે, ત્યારે તેઓનું સાંભળવામાં આવશે નહિ.
14 Adomány titokban lenyügzi a haragot, és ajándék az ölben az erős indulatot.
૧૪છૂપી રીતે આપેલ ભેટથી ક્રોધ શમી જાય છે, છુપાવેલી લાંચથી ભારે રોષ શમી જાય છે.
15 Öröm az igaznak a jognak cselekvése, de rettegés a jogtalanságot mívelőknek.
૧૫નેકીવાનો ન્યાય કરવામાં આનંદ માને છે, પણ દુષ્કર્મીઓને તો તે વિનાશરૂપ છે.
16 Ember, ki eltévelyeg a belátás útjáról, az árnyak gyülekezetében fog nyugodni.
૧૬સમજણનો માર્ગ છોડીને ચાલનાર માણસ મરણ પામેલાઓની સભામાં આવી પડશે.
17 Szűkölködés embere lesz, ki szereti a vigalmat; a ki a bort és az olajat szereti, nem lesz gazdaggá.
૧૭મોજશોખ ઉડાવનાર માણસ દરિદ્રી થશે; દ્રાક્ષારસ અને તેલનો રસિયો ધનવાન થશે નહિ.
18 Váltsága az igaznak a gonosz, és az egyenesek helyébe jön a hűtlenkedő.
૧૮નેકીવાનોનો બદલો દુષ્ટ લોકોને અને પ્રામાણિકોનો બદલો કપટીને ભરવો પડશે.
19 Jobb lakni pusztának földjén, mint czivódó és bosszús asszonnyal.
૧૯કજિયાખોર અને ગુસ્સાવાળી સ્ત્રીની સાથે રહેવા કરતાં ઉજ્જડ પ્રદેશમાં જઈ રહેવું સારું છે.
20 Kívánatos kincs meg olaj van a bölcsnek hajlékában, de a balga ember eldőzsöli.
૨૦જ્ઞાનીના ઘરમાં મૂલ્યવાન ભંડાર તથા તેલ છે, પણ મૂર્ખ તેનો દૂર ઉપયોગ કરે છે.
21 Ki igazságot és szeretetet követ, találni fog életet, igazságot és tiszteletet.
૨૧જે નેકી તથા દયાનું અનુકરણ કરે છે, તેને જીવન, નેકી તથા સન્માન મળે છે.
22 Vitézek városára szállt föl a bölcs és ledöntötte bizodalmának erősségét.
૨૨જ્ઞાની માણસ સમર્થ નગરના કોટ પર ચઢે છે અને જે સામર્થ્ય પર તેનો ભરોસો હતો તેને તે તોડી પાડે છે.
23 A ki megőrzi száját és nyelvét, szorongatásoktól őrzi meg a lelkét.
૨૩જે કોઈ પોતાના મુખની તથા જીભની સંભાળ રાખે છે તે સંકટમાં પોતાના આત્માનું રક્ષણ કરે છે.
24 A hetyke kevélynek csúfoló a neve, cselekszik kevélységnek túlcsapongásával.
૨૪જે માણસ ઘમંડી છે; તેનું નામ “તિરસ્કાર” કરનાર છે, તે અભિમાનથી મદોન્મત્તપણે વર્તે છે.
25 A restnek kívánsága megöli őt, mert kezei vonakodtak dolgozni.
૨૫આળસુની ભૂખ જ તેને મારી નાખે છે, કારણ કે તેના હાથ કામ કરવાની ના પાડે છે.
26 Egész nap kívánsággal kívánkozik, de az igaz ad és nem tart vissza.
૨૬એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભ જ કર્યા કરે છે, પણ નેક માણસ તો આપે છે અને હાથ પાછો ખેંચી રાખતો નથી.
27 A gonoszok áldozata utálat, hát még ha gazsággal hozzák.
૨૭દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે, તે બદઇરાદાથી યજ્ઞ કરે, તો તે કેટલો બધો કંટાળારૂપ થાય.
28 A hazug tanú el fog veszni, de ember, a ki figyel, mindétig fog beszélni.
૨૮જૂઠી સાક્ષી પૂરનાર નાશ પામશે, પરંતુ જે માણસ ધ્યાનથી સાંભળે છે તેની જીત થશે.
29 A gonosz ember arczátlankodik, de az egyenes megérti utját.
૨૯દુષ્ટ માણસ પોતાની મુખમુદ્રા કઠોર કરે છે, પણ પ્રામાણિક તો પોતાના માર્ગનો વિચાર કરીને વર્તે છે.
30 Nincs bölcsesség és nincs értelmesség és nincs tanács az Örökkévalóval szemben.
૩૦કોઈ પણ ડહાપણ, બુદ્ધિ કે મસલત યહોવાહની આગળ ચાલી શકે નહિ.
31 Készen áll a ló a csata napjára, de az Örökkévalóé a győzelem.
૩૧યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે, પણ વિજય તો યહોવાહ દ્વારા જ મળે છે.