< Jób 7 >
1 Nemde szolgálati ideje van a halandónak a földön, és mint a béres napjai olyanok a napjai!
૧“શું પૃથ્વી પર માણસને સંકટ સહન કરવાનું નથી? શું તેના દિવસો મજૂરના જેવા નથી?
2 Mint rabszolga, ki liheg árnyék után, s mint a zsoldos, ki reményli munkabérét:
૨આતુરતાથી છાંયડાની રાહ જોનાર ગુલામની જેમ. અને પોતાના પગારની રાહ જોનાર મજૂરની જેમ,
3 úgy kaptam én örökbe bajnak hónapjait és szenvedésnek éjszakáit rendelték nekem.
૩તેથી મારે અર્થહીન મહિનાઓ ફોકટ કાઢવા પડે છે; અને કંટાળાભરેલી રાત્રિઓ મારા માટે ઠરાવેલી છે.
4 Ha lefeküdtem, azt mondom: mikor kelek fel, és nyúlik az este és jóllakom a hánykódással szürkületig.
૪સૂતી વેળાએ હું વિચારું છું કે, ‘હું ક્યારે ઊઠીશ અને રાત્રી ક્યારે પસાર થશે?’ સૂર્યોદય થતાં સુધી હું આમતેમ પડખાં ફેરવ્યા કરું છું.
5 Magára öltött húsom férget és porgöröngyöt, bőröm felfakadt s megevesedett.
૫મારું શરીર કીડાઓથી તથા ધૂળના ઢેફાંથી ઢંકાયેલું છે. મારી ચામડી સૂકાઈને ફાટી ગઈ છે.
6 Napjaim gyorsabbak a vetélőnél, s remény nélkül enyésztek el.
૬મારા દિવસો વણકરના કાંટલા કરતા વધુ ઝડપી છે, અને આશા વિના તેનો અંત આવે છે.
7 Gondolj rá, hogy lehelet az életem, jót nem fog többé látni a szemem;
૭યાદ રાખજો કે, મારું જીવન માત્ર શ્વાસ છે; મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી.
8 nem pillant meg engem nézőm szeme, szemeid rajtam vannak, de nem vagyok.
૮જેઓ મને જુએ છે, તેઓ મને ફરી જોશે નહિ; તું મને દેખતો હોઈશ એટલામાં હું લોપ થઈશ.
9 Felhő elenyészett és eltűnt: úgy ki alvilágba száll, nem jöhet fel, (Sheol )
૯જેમ વાદળાં ઓગળીને અલોપ થઈ જાય છે, તેમ શેઓલમાં ઊતરનારા ફરી કદી ઉપર આવશે નહિ. (Sheol )
10 nem tér vissza többé házába és nem ismer rá többé az ő helye.
૧૦તે પોતાને ઘરે ફરી કદી આવશે નહિ; હવે પછી તેનું સ્થાન તેને જાણશે નહિ.
11 Én sem tartóztatom számat, hadd beszélek lelkem szorultában, hadd panaszkodjam lelkem keservében!
૧૧માટે હું મારું મુખ બંધ નહિ રાખું; મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ; મારા આત્માની વેદનાને કારણે હું મારું દુ: ખ રડીશ.
12 Tenger vagyok-e avagy szörnyeteg, hogy őrséget vetsz reám?
૧૨શું હું સમુદ્ર છું કે સમુદ્રનું અજગર છું કે, તમે મારો ચોકી-પહેરો રાખો છો?
13 Ha azt mondom: majd megvigasztal ágyam, panaszomat viselnem segít fekvőhelyem:
૧૩જ્યારે હું એમ કહું છું કે, ‘મારી પથારી મને શાંતિ આપશે, મારો પલંગ મારો ત્રાસ હલકો કરશે,’
14 akkor rémítgetsz engem álmokkal és látomások által ijesztesz engem.
૧૪ત્યારે સ્વપ્નો દ્વારા તમે મને એવો ત્રાસ ઉપજાવો છો અને સંદર્શનોથી મને ગભરાવો છો.
15 Választotta lelkem a megfulladást, a, halált inkább csontjaimnál.
૧૫ત્યારે મારો જીવ ગૂંગળાઈ મરવાને, અને મારાં આ હાડકાં કરતાં મોત વધારે પસંદ છે.
16 Megvetettem: nem örökké élek; hagyj föl velem, mert lehelet a napjaim!
૧૬મને કંટાળો આવે છે; મારે કાયમ માટે જીવવું નથી; મને એકલો રહેવા દો કેમ કે મારી જિંદગી વ્યર્થ છે.
17 Mi a halandó, hogy nagyra tartod, s hogy reá fordítod szívedet,
૧૭મનુષ્ય કોણ માત્ર છે કે તમે તેને મોટો કરો, અને તમે તેના પર મન લગાડો,
18 és reá gondolsz reggelenként, perczenként megvizsgálod őt?
૧૮રોજ સવારે તમે તેની મુલાકાત કરો છો અને તમે પ્રત્યેક ક્ષણે તેની કસોટી કરો છો?
19 Meddig nem tekintesz el tőlem, nem eresztesz el, míg nyálam lenyelhetem?
૧૯ક્યાં સુધી મારા પરથી તમે તમારી નજર દૂર કરશો નહિ? હું મારું થૂંક ગળું એટલો સમય પણ તમે મને નહિ આપો?
20 Vétettem: mit cselekszem neked, emberőrző? Miért tettél engem támadásul magadnak, hogy önmagamnak terhére lettem?
૨૦જો મેં પાપ કર્યુ હોય તો, હે મારા રખેવાળ હું તમને શું અડચણરૂપ છું? તમે શા માટે મને મારવાના નિશાન તરીકે બેસાડી રાખ્યો છે, તેથી હું પોતાને બોજારૂપ થઈ ગયો છું?
21 S mit nem bocsátod meg; bűnömet s nem veszed el vétkemet? Mert most porban feküdném, keresnél engem és nem volnék.
૨૧તમે મારા અપરાધો કેમ માફ કરતા નથી? અને મારા અન્યાય દૂર કરતા નથી? હવે હું ધૂળમાં ભળી જઈશ; તમે મને સવારે ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.”