< यहोशू 12 >
1 ये हैं जो राजा यरदन के पूर्व अराबाह में थे, जिनको इस्राएलियों ने मारकर उनकी भूमि ली, इन राज्यों की सीमा आरनोन घाटी से लेकर हरमोन पर्वत तक तथा पूरे यरदन घाटी तक थी:
૧હવે આ દેશના રાજાઓ જેમના પર ઇઝરાયલના માણસોએ વિજય મેળવ્યો. યર્દન નદીની પેલે પાર જ્યાંથી સૂર્યોદય થાય છે, આર્નોન નદીની ખીણથી હેર્મોન પર્વત તથા પૂર્વ તરફનો સઘળો અરાબા સુધીનો સઘળો દેશ કબજે કરી લીધો.
2 सीहोन अमोरियों का राजा था, जिसका मुख्यालय हेशबोन में था. उसका शासन आरनोन घाटी से लेकर अम्मोनियों के देश के यब्बोक नदी तक फैला था. इसमें घाटी के बीच से गिलआद का आधा भाग शामिल था.
૨સીહોન જે અમોરીઓનો રાજા હેશ્બોનમાં રહેતો હતો. તેણે આર્નોન ખીણની સરહદ પર આવેલા અરોએરથી ખીણની મધ્યેના શહેર અને અર્ધ ગિલ્યાદથી તે આમ્મોનીઓની સરહદ ઉપરની યાબ્બોક નદી સુધી રાજ કર્યું.
3 उसका शासन पूर्व अराबाह प्रदेश जो किन्नेरेथ झील से अराबाह सागर तक, और पूर्व में बेथ-यशिमोथ तक तथा, दक्षिण में पिसगाह की ढलानों की तराई तक फैला था.
૩સીહોને પૂર્વ તરફ કિન્નેરેથ સમુદ્ર સુધી અરાબા સુધી તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર ખારા સમુદ્ર સુધી, બેથ-યશીમોથને રસ્તે અને દક્ષિણ તરફ, પિસ્ગાહ પર્વતની તળેટી સુધી રાજ કર્યું હતું.
4 ओग बाशान का राजा जो रेफाइम में बचे हुए लोगों में से एक था. वह अश्तारोथ तथा एद्रेइ से शासन करता था.
૪રફાઈઓના બાકી રહેલામાંનો બાશાનનો રાજા ઓગ, કે જે આશ્તારોથ તથા એડ્રેઇમાં રહેતો હતો.
5 उसके शासन का क्षेत्र हरमोन पर्वत, सलेकाह, गेशूरियों तथा माकाहथियों की सीमा तक पूरा बाशान तथा गिलआद का आधा क्षेत्र था, जो हेशबोन के राजा सीहोन की सीमा तक फैला था.
૫તેણે હેર્મોન પર્વત, સાલખા, આખા બાશાન, ગશૂરના લોકોની અને માખાથીઓની હદ સુધી અને અર્ધ ગિલ્યાદ, હેશ્બોનના રાજા સીહોનની હદ સુધી, રાજ કર્યું.
6 मोशेह, याहवेह के सेवक तथा इस्राएल वंश ने उन्हें हरा दिया तथा याहवेह के सेवक, मोशेह ने ये क्षेत्र रियूबेन, गाद तथा मनश्शेह के आधे गोत्र को निज भाग में दे दिया.
૬યહોવાહનાં સેવક મૂસાએ અને ઇઝરાયલના લોકોએ તેઓને હરાવ્યા. યહોવાહનાં સેવકે મૂસાએ રુબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અર્ધકુળને તે દેશ વતન તરીકે આપ્યો.
7 यरदन के पश्चिम में जो ज़मीन है, वो लबानोन घाटी में, बाल-गाद से लेकर सेईर में हालाक पर्वत तक के देश हैं, जिनके राजाओं को यहोशू एवं इस्राएलियों ने मार दिया था, और यहोशू ने उस भाग को इस्राएली गोत्रों में बाट दिया.
૭યહોશુઆએ તથા ઇઝરાયલના લોકોએ જે રાજાઓને મારી નાખ્યા તેઓનો દેશ યર્દનની પશ્ચિમ બાજુએ, લબાનોનની ખીણમાંના બાલ-ગાદથી અદોમની પાસેના હાલાક પર્વત સુધી હતો. યહોશુઆએ ઇઝરાયલનાં કુળોને તે દેશ તેમના હિસ્સા પ્રમાણે વતન તરીકે આપ્યો.
8 इस भाग में पर्वतीय क्षेत्र, तराइयां, अराबाह, ढलानें, निर्जन प्रदेश तथा नेगेव और इस क्षेत्र के मूल निवासी हित्ती, अमोरी, कनानी, परिज्ज़ी, हिव्वी तथा यबूसी: मारे गये राजा ये थे:
૮આ વિસ્તારમાં પહાડી પ્રદેશ, નીચાણવાળો પ્રદેશ, અરાબા, પર્વતોના ઢોળાવનો પ્રદેશ, અરણ્ય અને નેગેબનો સમાવેશ થતો હતો. તેમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓનો વસવાટ હતો.
9 येरीख़ो का राजा एक बेथेल का निकटवर्ती अय का राजा एक
૯મારી નંખાયેલા રાજાઓમાં યરીખોનો રાજા, બેથેલની પાસેના આયનો રાજા,
10 येरूशलेम का राजा एक हेब्रोन का राजा एक
૧૦યરુશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા,
11 यरमूथ का राजा एक लाकीश का राजा एक
૧૧યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા,
12 एगलोन का राजा एक गेज़ेर का राजा एक
૧૨એગ્લોનનો રાજા, ગેઝેરનો રાજા.
13 दबीर का राजा एक गेदेर का राजा एक
૧૩દબીરનો રાજા, ગદેરનો રાજા,
14 होरमाह का राजा एक अराद का राजा एक
૧૪હોર્માનો રાજા, અરાદનો રાજા,
15 लिबनाह का राजा एक अदुल्लाम का राजा एक
૧૫લિબ્નાહનો રાજા, અદુલ્લામનો રાજા,
16 मक्केदा का राजा एक बेथेल का राजा एक
૧૬માક્કેદાનો રાજા, બેથેલનો રાજા.
17 तप्पूआह का राजा एक हेफेर का राजा एक
૧૭તાપ્પૂઆનો રાજા, હેફેરનો રાજા,
18 अफेक का राजा एक शारोन का राजा एक
૧૮અફેકનો રાજા, લાશ્શારોનનો રાજા,
19 मादोन का राजा एक हाज़ोर का राजा एक
૧૯માદોનનો રાજા, હાસોરનો રાજા,
20 शिमरोन-मरोन का राजा एक अकशाफ का राजा एक
૨૦શિમ્રોન-મરોનનો રાજા, આખ્શાફનો રાજા.
21 तानख का राजा एक मगिद्दो का राजा एक
૨૧તાનાખનો રાજા, મગિદ્દોનો રાજા,
22 केदेश का राजा एक कर्मेल के योकनआम का राजा एक
૨૨કેદેશનો રાજા, કાર્મેલમાંના યોકનામનો રાજા,
23 नाफ़ात-दोर में दोर का राजा एक गिलगाल में गोयिम का राजा एक
૨૩દોરના પર્વત પરના દોરનો રાજા, ગિલ્ગાલમાંના ગોઈમનો રાજા,
24 तथा तिरज़ाह के राजा एक ये पूरे एकतीस राजा थे.
૨૪અને તિર્સાનો રાજા હતો. એ મળીને રાજાઓની કુલ સંખ્યા એકત્રીસ હતી.