< תהילים 89 >
משכיל לאיתן האזרחי חסדי יהוה עולם אשירה לדר ודר אודיע אמונתך בפי׃ | 1 |
૧એથાન એઝ્રાહીનું માસ્કીલ. હું નિરંતર યહોવાહની કૃપા વિષે ગાઈશ. હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.
כי אמרתי עולם חסד יבנה שמים תכן אמונתך בהם׃ | 2 |
૨કેમ કે મેં કહ્યું છે, “કૃપા સદાને માટે સ્થાપન કરવામાં આવશે; આકાશોમાં જ તમે તમારું વિશ્વાસુપણું સ્થાપજો.”
כרתי ברית לבחירי נשבעתי לדוד עבדי׃ | 3 |
૩યહોવાહે કહ્યું, “મેં મારા પસંદ કરેલાની સાથે કરાર કર્યો છે, મેં મારા સેવક દાઉદને વચન આપ્યું છે.
עד עולם אכין זרעך ובניתי לדר ודור כסאך סלה׃ | 4 |
૪તારા વંશજોને હું સદા ટકાવી રાખીશ અને વંશપરંપરા હું તારું રાજ્યાસન સ્થિર રાખીશ.” (સેલાહ)
ויודו שמים פלאך יהוה אף אמונתך בקהל קדשים׃ | 5 |
૫હે યહોવાહ, આકાશો તમારા ચમત્કારોની સ્તુતિ કરશે; સંતોની સભામાં તમારું વિશ્વાસુપણું વખાણવામાં આવશે.
כי מי בשחק יערך ליהוה ידמה ליהוה בבני אלים׃ | 6 |
૬કેમ કે આકાશમાં એવો કોણ છે કે જેની તુલના યહોવાહ સાથે થાય? ઈશ્વરના દીકરાઓમાં યહોવાહ જેવો કોણ છે?
אל נערץ בסוד קדשים רבה ונורא על כל סביביו׃ | 7 |
૭સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે અને જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં તે વધારે ભયાવહ છે.
יהוה אלהי צבאות מי כמוך חסין יה ואמונתך סביבותיך׃ | 8 |
૮હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, હે યહોવાહ, તમારા જેવો પરાક્રમી કોણ છે? તમારી આસપાસ તમારું વિશ્વાસુપણું છે.
אתה מושל בגאות הים בשוא גליו אתה תשבחם׃ | 9 |
૯સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો; જ્યારે તેનાં મોજાંઓ ઊછળે છે, ત્યારે તેઓને તમે શાંત પાડો છો.
אתה דכאת כחלל רהב בזרוע עזך פזרת אויביך׃ | 10 |
૧૦મારી નંખાયેલાની જેમ તમે રાહાબને છૂંદી નાખ્યો છે. તમારા બાહુબળથી તમે તમારા શત્રુઓને વિખેરી નાખ્યા છે.
לך שמים אף לך ארץ תבל ומלאה אתה יסדתם׃ | 11 |
૧૧આકાશો તમારાં છે અને પૃથ્વી પણ તમારી છે. તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યાં છે.
צפון וימין אתה בראתם תבור וחרמון בשמך ירננו׃ | 12 |
૧૨ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયાં છે. તાબોર અને હેર્મોન તમારા નામે હર્ષનાદ કરે છે.
לך זרוע עם גבורה תעז ידך תרום ימינך׃ | 13 |
૧૩તમારો હાથ બળવાન છે અને તમારો હાથ મજબૂત તથા તમારો જમણો હાથ ઊંચો છે.
צדק ומשפט מכון כסאך חסד ואמת יקדמו פניך׃ | 14 |
૧૪ન્યાયીપણું તથા ઇનસાફ તમારા રાજ્યાસનનો પાયો છે. તમારી હજૂરમાં કૃપા તથા સત્યતા હોય છે.
אשרי העם יודעי תרועה יהוה באור פניך יהלכון׃ | 15 |
૧૫જેઓ તમારી સ્તુતિ કરે છે, તેઓ આશીર્વાદિત છે! હે યહોવાહ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.
בשמך יגילון כל היום ובצדקתך ירומו׃ | 16 |
૧૬તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ કરે છે અને તમારા ન્યાયીપણાથી તેઓને ઊંચા કરવામાં આવે છે.
כי תפארת עזמו אתה וברצנך תרים קרננו׃ | 17 |
૧૭તમે તેઓના સામર્થ્યનો મહિમા છો અને તમારી ઇચ્છા પ્રમાણે અમે વિજયવંત છીએ.
כי ליהוה מגננו ולקדוש ישראל מלכנו׃ | 18 |
૧૮કેમ કે અમારી ઢાલ તો યહોવાહ છે; ઇઝરાયલના પવિત્ર અમારા રાજા છે.
אז דברת בחזון לחסידיך ותאמר שויתי עזר על גבור הרימותי בחור מעם׃ | 19 |
૧૯ઘણા સમયો પહેલાં તમારા ભક્તોને તમે દર્શનમાં કહ્યું હતું; “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; લોકોમાંથી મેં એક યુવાનને પસંદ કરીને ઊંચો કર્યો છે.
מצאתי דוד עבדי בשמן קדשי משחתיו׃ | 20 |
૨૦મેં મારા સેવક દાઉદને પસંદ કર્યો છે; મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિક્ત કર્યો છે.
אשר ידי תכון עמו אף זרועי תאמצנו׃ | 21 |
૨૧મારો હાથ તેને ટકાવી રાખશે; મારો બાહુ તેને સામર્થ્ય આપશે.
לא ישא אויב בו ובן עולה לא יעננו׃ | 22 |
૨૨શત્રુ તેનું નુકસાન કરી શકશે નહિ; અને દુષ્ટ લોકો તેને દુઃખ આપશે નહિ.
וכתותי מפניו צריו ומשנאיו אגוף׃ | 23 |
૨૩તેની આગળ હું તેના શત્રુઓને પાડી નાખીશ; જેઓ તેનો ધિક્કાર કરે છે તેઓની ઉપર હું મરકી લાવીશ.
ואמונתי וחסדי עמו ובשמי תרום קרנו׃ | 24 |
૨૪મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેની સાથે નિરંતર રહેશે; મારા નામે તેનું શિંગ ઊંચું કરવામાં આવશે.
ושמתי בים ידו ובנהרות ימינו׃ | 25 |
૨૫હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ અને નદીઓ પર તેનો જમણો હાથ સ્થાપન કરીશ.
הוא יקראני אבי אתה אלי וצור ישועתי׃ | 26 |
૨૬તે મને પોકારીને કહેશે, ‘તમે મારા પિતા છો, મારા ઈશ્વર અને મારા તારણના ખડક છો.’
אף אני בכור אתנהו עליון למלכי ארץ׃ | 27 |
૨૭વળી હું તેને મારા પ્રથમજનિત પુત્રની જેમ, પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ.
לעולם אשמור לו חסדי ובריתי נאמנת לו׃ | 28 |
૨૮હું તેના ઉપર મારી કૃપા સદા રાખીશ; અને તેની સાથે મારો કરાર દ્રઢ રહેશે.
ושמתי לעד זרעו וכסאו כימי שמים׃ | 29 |
૨૯તેના વંશજો સદા રહે એવું પણ હું કરીશ અને તેનાં સિંહાસન ઉપર તેના સંતાનને આકાશોની જેમ સ્થાયી કરીશ.
אם יעזבו בניו תורתי ובמשפטי לא ילכון׃ | 30 |
૩૦જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે અને મારા હુકમોને આધીન નહિ રહે,
אם חקתי יחללו ומצותי לא ישמרו׃ | 31 |
૩૧જો તેઓ મારા વિધિઓને તોડશે અને મારી આજ્ઞાઓ નહિ પાળે,
ופקדתי בשבט פשעם ובנגעים עונם׃ | 32 |
૩૨તો હું સોટીથી તેઓના અપરાધોની અને ફટકાથી તેઓના અન્યાયની શિક્ષા કરીશ.
וחסדי לא אפיר מעמו ולא אשקר באמונתי׃ | 33 |
૩૩પણ હું તેઓની પાસેથી મારી કૃપા લઈ લઈશ નહિ અને હું તેઓને અવિશ્વાસુ નહિ બનું.
לא אחלל בריתי ומוצא שפתי לא אשנה׃ | 34 |
૩૪હું મારો કરાર નહિ તોડું અને મારા હોઠોથી નીકળેલી વાત ફેરવીશ નહિ.
אחת נשבעתי בקדשי אם לדוד אכזב׃ | 35 |
૩૫એકવાર મેં મારી પવિત્રતાના સમ ખાધા છે હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.
זרעו לעולם יהיה וכסאו כשמש נגדי׃ | 36 |
૩૬તેના વંશજો સર્વકાળ ટકશે અને મારી આગળ સૂર્યની જેમ તેનું રાજ્યાસન ટકશે.
כירח יכון עולם ועד בשחק נאמן סלה׃ | 37 |
૩૭ચંદ્રની જેમ તે સદા અચળ રહેશે, આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું થશે.” (સેલાહ)
ואתה זנחת ותמאס התעברת עם משיחך׃ | 38 |
૩૮પણ તમે તમારા અભિષિક્ત રાજાને તજીને તેને તુચ્છ ગણ્યો છે; તેના પર કોપાયમાન થયા છો.
נארתה ברית עבדך חללת לארץ נזרו׃ | 39 |
૩૯તમે તમારા સેવક સાથે કરેલા કરારને તોડ્યો છે. તમે તેના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.
פרצת כל גדרתיו שמת מבצריו מחתה׃ | 40 |
૪૦તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે, તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યા છે.
שסהו כל עברי דרך היה חרפה לשכניו׃ | 41 |
૪૧માર્ગે જનારા સર્વ તેને લૂંટી લે છે. તે પોતાના પડોશીઓથી અપમાન પામે છે.
הרימות ימין צריו השמחת כל אויביו׃ | 42 |
૪૨તમે તેના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે; અને તમે તેના સર્વ શત્રુઓને આનંદિત કર્યા છે.
אף תשיב צור חרבו ולא הקימתו במלחמה׃ | 43 |
૪૩તમે તેની તલવારની ધાર વાળી દો છો અને તમે તેને યુદ્ધમાં ઊભો રાખ્યો નથી.
השבת מטהרו וכסאו לארץ מגרתה׃ | 44 |
૪૪તમે તેનું તેજ લઈ લીધું છે અને તેનું રાજ્યાસન જમીનદોસ્ત કરી નાખ્યું છે.
הקצרת ימי עלומיו העטית עליו בושה סלה׃ | 45 |
૪૫તમે તેની યુવાનીના દિવસો ટૂંકા કર્યા છે. તમે તેને શરમિંદો કરી દીધો છે.
עד מה יהוה תסתר לנצח תבער כמו אש חמתך׃ | 46 |
૪૬હે યહોવાહ, તે ક્યાં સુધી? શું તમે સદાકાળ સુધી સંતાઈ રહેશો? તમારો કોપ ક્યાં સુધી અગ્નિની જેમ સળગતો રહેશે?
זכר אני מה חלד על מה שוא בראת כל בני אדם׃ | 47 |
૪૭મારું આયુષ્ય કેટલું ટુંકું છે, તે વિષે વિચારો અને તમે માનવજાતને કેવી વ્યર્થતાને માટે ઉત્પન્ન કરી છે!
מי גבר יחיה ולא יראה מות ימלט נפשו מיד שאול סלה׃ (Sheol ) | 48 |
૪૮એવું કોણ છે કે જે જીવશે અને મરણ પામશે નહિ? શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે? (સેલાહ) (Sheol )
איה חסדיך הראשנים אדני נשבעת לדוד באמונתך׃ | 49 |
૪૯હે પ્રભુ, જેને વિષે તમે તમારા વિશ્વાસુપણાએ દાઉદ પ્રત્યે સમ ખાધા, તે તમારી અગાઉની કૃપા ક્યાં છે?
זכר אדני חרפת עבדיך שאתי בחיקי כל רבים עמים׃ | 50 |
૫૦હે પ્રભુ, તમારા સેવકોનું અપમાન સંભારો અને હું કેવી રીતે મારા હૃદયમાં બધા પરાક્રમી લોકોનો તિરસ્કાર સહન કરું છું.
אשר חרפו אויביך יהוה אשר חרפו עקבות משיחך׃ | 51 |
૫૧હે યહોવાહ, તમારા શત્રુઓએ અપમાન કર્યું છે; તેઓ તમારા અભિષિક્તનાં પગલાની મશ્કરી કરે છે, તે પણ તમે સંભારો.
ברוך יהוה לעולם אמן ואמן׃ | 52 |
૫૨નિરંતર યહોવાહને ધન્યવાદ આપો. આમીન તથા આમીન.