< રોમનોને પત્ર 13 >
1 ૧ દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમ કે ઈશ્વરના તરફથી ન હોય એવો કોઈ અધિકાર હોતો નથી; જે અધિકારીઓ છે તેઓ ઈશ્વરથી નિમાયેલા છે;
हरेक व्यक्ति उच्च अख्तियारको अधीनतामा रहोस्, किनभने परमेश्वरबाट आउने अधिकारबाहेक अरू कुनै अधिकार हुँदैन । जुन अधिकारीहरू छन्, तिनीहरू परमेश्वरद्वारा नियुक्त गरिएका हुन् ।
2 ૨ એથી અધિકારીની સામે જે થાય છે તે ઈશ્વરના ઠરાવ વિરુદ્ધ થાય છે અને જેઓ વિરુદ્ધ થાય છે તેઓ પોતાના પર શિક્ષા વહોરી લેશે.
यसकारण, जसले उक्त अधिकारीहरूको प्रतिरोध गर्छ, त्यसले परमेश्वरको विरोध गर्दछ; जसले यसलाई विरोध गर्छ, तिनीहरूले आफैँमाथि न्याय गर्छन् ।
3 ૩ કેમ કે સારાં કામ કરનારને અધિકારી ભયરૂપ નથી, પણ ખરાબ કામ કરનારને છે. અધિકારીની તને બીક ન લાગે, તેવી તારી ઇચ્છા છે? તો તું સારું કર; તેથી તે તારી પ્રશંસા કરશે.
असल कामहरूका निम्ति होइन, तर दुष्ट कामहरूका निम्ति शासकहरूको डर मानिन्छ । के तिमी अधिकारीप्रति निर्भय हुने इच्छा गर्छौ? जे असल छ त्यही गर, र तिमीले तिनीहरूबाट प्रशंसा पाउनेछौ ।
4 ૪ કેમ કે તારા હિતને અર્થે તે ઈશ્વરનો કારભારી છે; પણ જો તું ખરાબ કરે તો ડર રાખ, કેમ કે તે કારણ વિના તલવાર રાખતો નથી; તે ઈશ્વરનો કારભારી છે, એટલે ખરાબ કરનારને તે કોપરૂપી બદલો આપનાર છે.
किनकि भलाइको निम्ति तिनी तिम्रो लागि परमेश्वरका सेवक हुन् । तर यदि तिमीले खराबी गर्यौ भने भयभीत होऊ; किनकि तिनले विनाकारण तरवार भिर्दैनन् । किनकि तिनी परमेश्वरका एक सेवक हुन् अर्थात् खराबी गर्नेमाथि बदला लिने व्यक्ति हुन् ।
5 ૫ તે માટે કેવળ કોપની બીકથી જ નહિ, પરંતુ પ્રેરકબુદ્ધિની ખાતર પણ તમારે તેને આધીન રહેવું જ જોઈએ.
यसकारण, क्रोधको कारणले मात्र होइन, तर विवेकको खातिर पनि तिमीले आज्ञा पालन गर्नुपर्छ ।
6 ૬ વળી એ કારણ માટે તમે કર પણ ભરો છો, કેમ કે અધિકારીઓ ઈશ્વરના સેવક છે અને તે જ કામમાં લાગુ રહે છે.
तसर्थ, तिमी कर पनि तिर्छौ । अधिकारीहरू यिनै कुराहरूको निरन्तर रूपमा हेरचाह गर्ने परमेश्वरका सेवकहरू हुन् ।
7 ૭ પ્રત્યેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો તેને કર; જેને દાણનો તેને દાણ; જેને બીકનો તેને બીક; જેને માનનો તેને માન.
तिर्नु पर्नेलाई तिर; कर तिर्नुपर्नेलाई कर र महसुल दिनुपर्नेलाई महसुल देऊ; डर मान्नुपर्नेको डर मान; जसको इज्जत गर्नुपर्ने हो, उसको इज्जत गर ।
8 ૮ એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો, કેમ કે જે કોઈ અન્ય ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમશાસ્ત્રને પૂરેપૂરું પાળ્યું છે.
एकले अर्कोलाई प्रेम गर्नुबाहेक कसैको ऋणी नहोऊ । जसले आफ्नो छिमेकीलाई प्रेम गर्दछ, त्यसले व्यवस्था पालना गरेको हुन्छ ।
9 ૯ કારણ કે ‘તારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો એવી જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે, ‘પોતાના પડોશી પર પ્રેમ રાખવો.’”
किनकि, “तिमीले व्यभिचार नगर, तिमीले हत्या नगर, तिमीले नचोर, तिमीले लालच नगर” र यदि अरू आज्ञाहरू पनि छन् भने यसलाई यही वाक्यमा सारांशमा ल्याउन सकिन्छ, “आफ्नो छिमेकीलाई आफूलाई जस्तै प्रेम गर ।”
10 ૧૦ પ્રેમ પોતાના પડોશીનું કંઈ ખોટું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમશાસ્ત્રનું સંપૂર્ણ પાલન છે.
प्रेमले आफ्नो छिमेकीलाई हानि गर्दैन । त्यसकारण, प्रेममा नै व्यवस्था पुरा हुन्छ ।
11 ૧૧ સમય પારખીને એ યાદ રાખો કે હમણાં તમારે ઊંઘમાંથી ઊઠવાની વેળા આવી ચૂકી છે; કારણ કે જે વેળાએ આપણે વિશ્વાસ કરવા માંડ્યો, તે કરતાં હાલ આપણો ઉદ્ધાર નજીક આવેલો છે.
यसकारण, तिमीहरूले समय जान्दछौ, निन्द्राबाट ब्युँझने समय अघि नै भइसकेको छ । किनकि हामीले पहिले विश्वास गरेको भन्दा अहिले हाम्रो मुक्ति अझ नजिक छ ।
12 ૧૨ રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે; માટે આપણે અંધકારનાં કામો તજી દઈને પ્રકાશનાં હથિયારો સજીએ.
रात बितिसकेको छ र दिन नजिकै आइपुगेको छ । त्यसकारण, अन्धकारका कामहरू त्यागौँ, र ज्योतिका हातहतियार धारण गरौँ ।
13 ૧૩ દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ; મોજશોખમાં તથા નશામાં નહિ, વિષયભોગમાં તથા વાસનામાં નહિ, ઝઘડામાં તથા અદેખાઈમાં નહિ.
उद्दण्ड उत्सवहरू वा मतवालीपनमा होइन, दिनमा जस्तै उचित तवरले हिडौँ । अनि यौन अनैतिकता वा अनियन्त्रित कामवासनामा नहिँडौँ, न त झगडा र ईर्ष्यामा नै हिँडौँ ।
14 ૧૪ પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો અને દેહને માટે, એટલે તેની દુષ્ટ ઇચ્છાઓને અર્થે, વિચારણા કરો નહિ.
तर प्रभु येशू ख्रीष्टलाई धारण गर, र शरीर अर्थात् यसका अभिलाषाहरूका निम्ति कुनै स्थान नदेऊ ।