< ગીતશાસ્ત્ર 68 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત; ગાયન. ઈશ્વર ઊઠો; તેમના શત્રુઓ વિખેરાઈ જાઓ; તેમને ધિક્કારનારા સર્વ લોકો પણ તેમની આગળથી નાસી જાઓ.
ಸಂಗೀತ ನಿರ್ದೇಶಕನಿಗಾಗಿರುವ ಕೀರ್ತನೆ. ದಾವೀದನ ಕೀರ್ತನೆ. ಒಂದು ಗೀತೆ. ದೇವರು ಕ್ರಿಯಾಶೀಲರಾಗಲಿ. ಅವರ ಶತ್ರುಗಳು ಚದರಿಹೋಗಲಿ. ದೇವರನ್ನು ವಿರೋಧಿಸುವವರು ಅವರ ಸಮ್ಮುಖದಿಂದ ಓಡಿಹೋಗಲಿ.
2 ૨ તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાખો, જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે, તેમ દુષ્ટો ઈશ્વરની આગળ નાશ પામો.
ಗಾಳಿಯಿಂದ ಹೊಗೆ ಹಾರಿಹೋಗುವಂತೆ ಅವರು ಹಾರಿಹೋಗಲಿ. ಮೇಣವು ಬೆಂಕಿಯ ಮುಂದೆ ಕರಗುವಂತೆ, ದುಷ್ಟರು ದೇವರ ಮುಂದೆ ನಾಶವಾಗಲಿ.
3 ૩ પણ ન્યાયીઓ આનંદ કરો; તેઓ ઈશ્વરની આગળ હર્ષ પામો; તેઓ આનંદ કરો અને હર્ષ પામો.
ಆದರೆ ನೀತಿವಂತರು ಸಂತೋಷಿಸಲಿ. ದೇವರ ಮುಂದೆ ಉಲ್ಲಾಸಪಡಲಿ. ಹೌದು, ಅವರು ಹರ್ಷಾನಂದರಾಗಲಿ.
4 ૪ ઈશ્વરની સમક્ષ ગાઓ, તેમના નામનાં સ્તુતિગાન કરો; એમના માટે રાજમાર્ગ બનાવો જે યર્દન નદીની ખીણના મેદાનોમાં થઈને સવારી કરે છે; તેમનું નામ યહોવાહ છે; તેમની સમક્ષ આનંદ કરો.
ದೇವರಿಗೆ ಹಾಡಿರಿ, ದೇವರ ಹೆಸರಿಗೆ ಸ್ತುತಿಗಳನ್ನು ಹಾಡಿರಿ. ಮೇಘಾರೂಢರಾಗಿರುವ ದೇವರನ್ನು ಕೊಂಡಾಡಿರಿ. ಅವರ ಹೆಸರು ಯೆಹೋವ ದೇವರು, ಅವರ ಮುಂದೆ ಉಲ್ಲಾಸಪಡಿರಿ.
5 ૫ અનાથોના પિતા અને વિધવાઓના રક્ષણહાર, એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.
ದೇವರು ತಮ್ಮ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ದಿಕ್ಕಿಲ್ಲದವರಿಗೆ ತಂದೆ, ವಿಧವೆಯರಿಗೆ ರಕ್ಷಕರಾಗಿದ್ದಾರೆ.
6 ૬ ઈશ્વર એકલા માણસોને કુટુંબવાળા બનાવે છે; તે કેદીઓને બંધનમાંથી છોડાવીને સમૃદ્ધિવાન કરે છે; પણ બંડખોરો સૂકા અને વેરાન પ્રદેશમાં રહે છે.
ದೇವರು ಒಂಟಿಗರನ್ನು ಕುಟುಂಬಸ್ತರನ್ನಾಗಿ ಮಾಡುತ್ತಾರೆ. ಸೆರೆಯವರನ್ನು ಹರ್ಷಗೊಳಿಸಿ ಬಿಡುಗಡೆ ಮಾಡುತ್ತಾರೆ. ಆದರೆ ಎದುರು ಬೀಳುವವರು ಒಣಭೂಮಿಯಲ್ಲಿ ವಾಸಿಸುತ್ತಾರೆ.
7 ૭ હે ઈશ્વર, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યા, જ્યારે અરણ્યમાં થઈને તમે કૂચ કરી, (સેલાહ)
ದೇವರೇ, ನೀವು ನಿಮ್ಮ ಜನರ ಮುಂದೆ ಹೊರಟು ಕಾಡಿನಲ್ಲಿ ನಡೆದಾಗ,
8 ૮ ત્યારે પૃથ્વી કાંપી; વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ વરસ્યો, ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત કાંપ્યો.
ಭೂಮಿಯು ಕದಲಿತು, ಆಕಾಶಗಳು ಸಹ ನಿಮ್ಮ ಮುಂದೆ ಮಳೆಗರೆದವು. ಇಸ್ರಾಯೇಲರ ದೇವರ ಮುಂದೆ, ಹೌದು, ದೇವರ ಮುಂದೆಯೇ ಸೀನಾಯಿ ಸಹ ಕದಲಿತು.
9 ૯ હે ઈશ્વર, તમે પુષ્કળ વરસાદ વરસાવ્યો; જ્યારે તમારું વતન નિર્બળ થયું હતું, ત્યારે તમે તેને બળવાન કર્યું.
ದೇವರೇ, ನೀವು ಹೇರಳವಾಗಿ ಮಳೆಯನ್ನು ಸುರಿಸಿ, ದಣಿದ ನಿಮ್ಮ ಬಾಧ್ಯತೆಯನ್ನು ನೀವು ಉತ್ಸಾಹಪಡಿಸಿದಿರಿ.
10 ૧૦ તમારા લોકો તેમાં રહે છે; હે ઈશ્વર, તમે ગરીબો ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી.
ನಿಮ್ಮ ಪ್ರಜೆಗಳು ಅದರಲ್ಲಿ ವಾಸಮಾಡಿದರು. ದೇವರೇ, ನಿಮ್ಮ ಒಳ್ಳೆಯತನದಿಂದ ಬಡವರಿಗೋಸ್ಕರ ಒದಗಿಸಿದ್ದೀರಿ.
11 ૧૧ પ્રભુ હુકમ આપે છે અને તેઓને ખબર આપનાર એક મહાન સૈન્ય હતું.
ಯೆಹೋವ ದೇವರು ವಾಕ್ಯವನ್ನು ಕೊಟ್ಟರು. ಆ ವಾಕ್ಯವನ್ನು ಹೀಗೆಂದು ಪ್ರಕಟಿಸಿದ ಮಹಿಳೆಯರ ಗುಂಪು ದೊಡ್ಡದಾಗಿತ್ತು:
12 ૧૨ રાજાઓનું સૈન્ય નાસે છે, તેઓ દોડી જાય છે અને સ્ત્રીઓ ઘરમાં બેસીને લૂંટ વહેંચવાની રાહ જુએ છે:
“ಸೈನ್ಯದೊಡನೆ ಅರಸರು ಓಡಿಹೋದರು. ಪಾಳೆಯದಲ್ಲಿರುವ ಮಹಿಳೆಯರು ಕೊಳ್ಳೆಯನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳುವರು.
13 ૧૩ જ્યારે તમે ઘેટાંના વાડામાં સૂઈ રહેશો, ત્યારે જેની પાંખે ચાંદીનો ઢોળ અને પીંછાએ કેસરી સોનાનો ઢોળ ચઢાવેલો હોય, એવા સૂતેલા કબૂતરનાં જેવા લાગશો.
ನೀವು ಪಾಳೆಯದ ಬೆಂಕಿಯ ಬಳಿ ಮಲಗಿದರೂ, ಪಾರಿವಾಳದ ರೆಕ್ಕೆಗಳು ಬೆಳ್ಳಿಯಿಂದಲೂ, ಅದರ ಗರಿಗಳು ಬಂಗಾರದಿಂದಲೂ ಹೊಳೆಯುವಂತಿರುವಿರಿ.”
14 ૧૪ જ્યારે સર્વસમર્થે ત્યાં રાજાઓને વિખેરી નાખ્યા, ત્યારે સાલ્મોનના પર્વત પર હિમ પડ્યા જેવું થયું.
ಸರ್ವಶಕ್ತರಾದ ದೇವರು ಅರಸರನ್ನು ಅಲ್ಲಿ ಚದರಿಸಿದಾಗ ಸಲ್ಮೋನಿನಲ್ಲಿ ಬಿಳೀ ಹಿಮ ಬಿದ್ದಂತಿತ್ತು.
15 ૧૫ એક શક્તિશાળી પર્વત બાશાનનો પહાડી દેશ છે; બાશાનનો પર્વત ઘણા શિખરોવાળો છે.
ಬಾಷಾನ್ ಬೆಟ್ಟವು ದೇವರ ಬೆಟ್ಟದಂತೆ ಇದೆ; ಬಾಷಾನ್ ಬೆಟ್ಟವು ಉನ್ನತ ಬೆಟ್ಟವಾಗಿದೆ.
16 ૧૬ અરે શિખરવાળા પર્વતો, ઈશ્વરે રહેવાને માટે જે પર્વત પસંદ કર્યો છે, તેને તમે વક્ર દ્રષ્ટિએ કેમ જુઓ છો? નિશ્ચે યહોવાહ ત્યાં સદાકાળ રહેશે.
ಉನ್ನತ ಬೆಟ್ಟಗಳೇ, ಏಕೆ ಕುಣಿಯುತ್ತೀರಿ? ದೇವರು ನಿವಾಸಕ್ಕಾಗಿ ಅಪೇಕ್ಷಿಸುವ ಬೆಟ್ಟವು ಇದೇ ಹೌದು, ಯೆಹೋವ ದೇವರು ಅದರಲ್ಲಿ ಸದಾಕಾಲವೂ ವಾಸಿಸುವರು.
17 ૧૭ ઈશ્વરના રથો વીસ હજાર છે, લાખોલાખ છે; જેમ તે સિનાઈના પવિત્રસ્થાનમાં છે, તેમ પ્રભુ તેઓમાં છે.
ದೇವರಿಗೆ ಸಹಸ್ರಾರು ಮಾತ್ರವಲ್ಲ ಲಕ್ಷಾಂತರ ರಥಗಳು ಇವೆ. ಕರ್ತ ಆಗಿರುವ ಯೆಹೋವ ದೇವರು ಅವುಗಳ ಸಮೇತವಾಗಿ ಸೀನಾಯಿ ಬೆಟ್ಟದಲ್ಲಿದ್ದ ಹಾಗೆ ಪವಿತ್ರಾಲಯದಲ್ಲಿದ್ದಾರೆ.
18 ૧૮ તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો; તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી ભેટો લીધી, એ લોકો પાસેથી પણ જેઓ તમારી વિરુદ્ધ હતા, કે જેથી યહોવાહ ઈશ્વર ત્યાં રહે.
ನೀವು ಅನೇಕ ಸೆರೆಯವರ ಹಿಡಿದುಕೊಂಡು ಉನ್ನತಕ್ಕೆ ಹೋದಾಗ, ಯೆಹೋವ ದೇವರು ತಿರುಗಿಬೀಳುವವರ ಮಧ್ಯದಲ್ಲಿ ಸಹ ನಿವಾಸಿಸುವಂತೆ ಆ ತಿರುಗಿಬಿದ್ದ ಮನುಷ್ಯರಿಂದ ದಾನಗಳನ್ನು ಅಂಗೀಕರಿಸಿದ್ದೀರಿ.
19 ૧૯ પ્રભુની સ્તુતિ થાઓ, કે જે રોજ આપણો બોજો ઊંચકી લે છે, તે આપણા ઉદ્ધારના ઈશ્વર છે. (સેલાહ)
ಪ್ರತಿದಿನವೂ ನಮ್ಮ ಭಾರವನ್ನು ಹೊರುವ ಕರ್ತದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ನಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸುವ ದೇವರು ಸ್ತುತಿಹೊಂದಲಿ.
20 ૨૦ ઈશ્વર એ આપણા ઈશ્વર છે જેમણે આપણને બચાવ્યા; મરણથી છૂટવાના માર્ગો પ્રભુ યહોવાહ પાસે છે.
ನಮ್ಮ ದೇವರು ರಕ್ಷಣೆಯ ದೇವರಾಗಿದ್ದಾರೆ. ಸಾರ್ವಭೌಮ ಯೆಹೋವ ದೇವರು ಮರಣದಿಂದ ಬಿಡುಗಡೆ ಮಾಡುತ್ತಾರೆ.
21 ૨૧ પણ ઈશ્વર પોતાના શત્રુઓનાં માથાં ફોડી નાખશે, પાપમાં રચ્યાપચ્યા રહેનારની કેશવાળી ખોપરી તે ફોડી નાખશે.
ದೇವರು ತಮ್ಮ ಶತ್ರುಗಳ ತಲೆಯನ್ನೂ, ತನ್ನ ಅಪರಾಧಗಳಲ್ಲಿ ಇನ್ನೂ ಮುಂದುವರಿಯುವವರ ಕೂದಲುಳ್ಳ ಮಂಡೆಯನ್ನೂ ಗಾಯಮಾಡುವರು.
22 ૨૨ પ્રભુએ કહ્યું, “હે મારા લોકો, હું તમને બાશાનથી પાછા લાવીશ, હું સમુદ્રના ઊંડાણોમાંથી તમને પાછા લાવીશ.
ಯೆಹೋವ ದೇವರು ಹೀಗೆ ಹೇಳುತ್ತಾರೆ, “ಬಾಷಾನಿನಿಂದ ಅವರನ್ನು ತಿರುಗಿ ಬರಮಾಡುವೆನು; ಸಮುದ್ರದ ಅಗಾಧಗಳಿಂದ ಜನರನ್ನು ತಿರುಗಿ ಬರಮಾಡುವೆನು.
23 ૨૩ કે જેથી તું તારા શત્રુઓને શાપ આપે અને તેમના લોહીમાં તારો પગ બોળે અને જેથી તારા કૂતરાઓની જીભને તારા શત્રુઓનો ભાગ મળે.”
ಆಗ ನಿಮ್ಮ ಪಾದಗಳು ನಿಮ್ಮ ವೈರಿಗಳ ರಕ್ತದ ಮೇಲಿರಲಿ. ನಾಯಿಗಳು ಅದನ್ನು ನೆಕ್ಕಲಿ.”
24 ૨૪ હે ઈશ્વર, તેઓએ તમારી સવારી જોઈ છે, મારા ઈશ્વર, મારા રાજાના પવિત્રસ્થાનની સવારી તેઓએ જોઈ છે.
ದೇವರೇ, ನಿಮ್ಮ ಮೆರವಣಿಗೆಯು ಪ್ರಕಟವಾಗಿದೆ. ನನ್ನ ಅರಸರಾಗಿರುವ ದೇವರ ಮೆರವಣಿಗೆಯು ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳವನ್ನು ಪ್ರವೇಶಿಸುವುದು.
25 ૨૫ આગળ ગાયકો ચાલતા હતા, પાછળ વાજાં વગાડનારા ચાલતા હતા અને તેઓની વચમાં ખંજરી વગાડનારી કન્યાઓ ચાલતી હતી.
ಹಾಡುವವರು ಮುಂದಾಗಿಯೂ, ಬಾರಿಸುವವರು ಹಿಂದಾಗಿಯೂ, ದಮ್ಮಡಿ ಬಡಿಯುವ ಕನ್ಯೆಯರು ಮಧ್ಯದಲ್ಲಿಯೂ ಹಿಂಬಾಲಿಸುವರು.
26 ૨૬ હે ભક્તમંડળ, તમે ઈશ્વરની સ્તુતિ કરો; ઇઝરાયલના વંશજો તમે યહોવાહની સ્તુતિ કરો.
ಮಹಾಸಭೆಯಲ್ಲಿ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸಿರಿ. ಇಸ್ರಾಯೇಲರ ಸಮೂಹದವರಲ್ಲಿ ಯೆಹೋವ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸಿರಿ.
27 ૨૭ પ્રથમ ત્યાં બિન્યામીનનું નાનું કુળ આગેવાની આપે છે, પછી યહૂદાના આગેવાનો અને તેઓની સભા, ત્યારબાદ ઝબુલોનના આગેવાનો અને નફતાલીના આગેવાનો પણ ત્યાં છે.
ಬೆನ್ಯಾಮೀನನ ಚಿಕ್ಕ ಗೋತ್ರವು ಅವರನ್ನು ನಡೆಸುವುದು. ಯೆಹೂದದ ಪ್ರಧಾನರೂ, ಜೆಬುಲೂನನ ಪ್ರಧಾನರೂ ನಫ್ತಾಲಿಯ ಪ್ರಧಾನರೂ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ.
28 ૨૮ તમારા ઈશ્વરે તમારું બળ સર્જ્યું છે; હે ઈશ્વર, જેમ ભૂતકાળમાં તમે તમારું સામર્થ્ય પ્રગટ કર્યું હતું તેમ અમને તમારું સામર્થ્ય પ્રગટ કરો.
ದೇವರೇ, ನಿಮ್ಮ ಶಕ್ತಿಯನ್ನು ಪ್ರಕಟಿಸಿರಿ, ಮೊದಲು ಮಾಡಿದಂತೆಯೇ ಈಗಲೂ ನಿಮ್ಮ ಸಾಮರ್ಥ್ಯವನ್ನು ಪ್ರದರ್ಶಿಸಿರಿ.
29 ૨૯ કેમ કે યરુશાલેમના તમારા ઘરમાં રાજાઓ તમારી પાસે ભેટો લાવશે.
ಯೆರೂಸಲೇಮಿನ ನಿಮ್ಮ ಮಂದಿರದ ನಿಮಿತ್ತ ಅರಸರು ನಿಮಗೆ ಕಾಣಿಕೆಗಳನ್ನು ಸಮರ್ಪಿಸಲಿ.
30 ૩૦ સરકટોમાં રહેનાર વન્ય પ્રાણીઓને ધમકાવો, બળદોનાં ટોળાં તથા વાછરડાં જેવા લોકોને પણ ઠપકો આપો. જે લોકો વિજયી થવા ચાહે છે, તેઓને તમારા પગ નીચે કચડી નાખો; જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો.
ಆಪು ಹುಲ್ಲಿನ ಮಧ್ಯದಲ್ಲಿರುವ ಕಾಡುಮೃಗಗಳ ಹಾಗೆಯೂ ಕರುಗಳ ಮಧ್ಯದಲ್ಲಿರುವ ಹೋರಿಗಳ ಹಾಗೆಯೂ ಇರುವ ಜನಾಂಗವನ್ನು ಗದರಿಸಿರಿ. ಮೃಗದಂಥವರು ತಗ್ಗಿಸಿಕೊಂಡು ಬೆಳ್ಳಿ ಗಟ್ಟಿಗಳನ್ನು ನಿಮಗೆ ತರಲಿ. ಆದರೆ ಯುದ್ಧದಲ್ಲಿ ಆನಂದಿಸುವ ರಾಷ್ಟ್ರಗಳನ್ನು ಚದರಿಸಿರಿ.
31 ૩૧ મિસરમાંથી રાજકુમારો આવશે; કૂશના લોકો જલદી ઈશ્વર આગળ હાથ જોડશે.
ಈಜಿಪ್ಟಿನಿಂದ ರಾಯಭಾರಿಗಳು ಬರುವರು. ಕೂಷ್ ದೇಶದವರು ತಾವಾಗಿಯೇ ಬಂದು ದೇವರಿಗೆ ಅಧೀನವಾಗುವರು.
32 ૩૨ હે પૃથ્વીના રાજ્યો, તમે ઈશ્વર માટે ગાઓ; (સેલાહ) યહોવાહનું સ્તવન કરો.
ಭೂಮಿಯ ರಾಜ್ಯಗಳೇ, ದೇವರಿಗೆ ಹಾಡಿರಿ. ಯೆಹೋವ ದೇವರನ್ನು ಕೀರ್ತಿಸಿರಿ.
33 ૩૩ પુરાતન કાળનાં આકાશોનાં આકાશ પર સવારી કરનારનું સ્તવન કરો; જુઓ, તે પોતાની સામર્થ્યવાન વાણી કાઢે છે.
ಪೂರ್ವದ ಆಕಾಶಗಳಲ್ಲಿ ಸವಾರಿ ಮಾಡುವ ದೇವರಿಗೆ ಹಾಡಿರಿ. ದೇವರ ಸ್ವರವು ಗುಡುಗಿನಂತೆ ಇರುವುದು.
34 ૩૪ પરાક્રમ કેવળ ઈશ્વરનું છે; તેમની સત્તા ઇઝરાયલ પર છે અને તેમનું સામર્થ્ય આકાશોમાં છે.
ದೇವರ ಶಕ್ತಿಯನ್ನು ಘೋಷಿಸಿರಿ. ಇಸ್ರಾಯೇಲರ ಮೇಲೆ ಅವರ ಪ್ರಭಾವವಿರುತ್ತದೆ. ಮೇಘಗಳಲ್ಲಿ ಅವರ ಶಕ್ತಿಯು ಇರುತ್ತದೆ.
35 ૩૫ હે ઈશ્વર, તમે તમારાં પવિત્રસ્થાનોમાં અતિ ભયાવહ છો; ઇઝરાયલના ઈશ્વર પોતાના લોકોને સામર્થ્ય તથા બળ આપે છે. ઈશ્વરની સ્તુતિ થાઓ.
ದೇವರೇ, ನಿಮ್ಮ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ನೀವು ಅತಿಶಯವಾಗಿದ್ದೀರಿ. ಇಸ್ರಾಯೇಲರ ದೇವರೇ ಜನರಿಗೆ ಬಲವನ್ನೂ ಶಕ್ತಿಯನ್ನೂ ಕೊಡುವರು. ದೇವರಿಗೆ ಸ್ತುತಿಯಾಗಲಿ.