< ગીતશાસ્ત્ર 42 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું માસ્કીલ. હરણ જેમ પાણીના ઝરણાં માટે તલપે છે, તેમ હે ઈશ્વર, તમારે માટે મારો આત્મા તલપે છે.
(Giáo huấn ca của con cháu Cô-ra, soạn cho nhạc trưởng) Như nai khát khao tìm suối nước, linh hồn con mơ ước Đức Chúa Trời.
2 ૨ ઈશ્વર, હા, જીવતા ઈશ્વરને માટે, મારો આત્મા તરસે છે; હું ક્યારે ઈશ્વરની આગળ હાજર થઈશ?
Hồn linh con khao khát Đấng Vĩnh Sinh, bao giờ con được đi gặp Chúa?
3 ૩ મારાં આંસુ રાતદિવસ મારો આહાર થયા છે, મારા શત્રુઓ આખો દિવસ કહે છે, “તારો ઈશ્વર ક્યાં છે?”
Thức ăn của con ngày đêm là dòng lệ, khi kẻ thù suốt ngày mỉa mai: “Đức Chúa Trời của ngươi ở đâu?”
4 ૪ હું લોકોના ટોળાં સાથે અને પર્વ પાળનારા લોકોના સમુદાયને આનંદોત્સવમાં, સ્તુતિના નાદ સાથે, ઈશ્વરના ઘરમાં દોરી જતો હતો, એ વાતો યાદ કરું છું, ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે.
Nhớ xưa con cùng cả đoàn người hành hương đến nhà Đức Chúa Trời, giữa những tiếng hoan ca cảm tạ, người dự lễ đông vui! Giờ nhớ lại những điều ấy lòng con tan nát xót xa.
5 ૫ હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું મારામાં કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ, કેમ કે તેમની કૃપાદ્રષ્ટિની સહાયને માટે હું હજી સુધી તેમની સ્તુતિ કરીશ.
Hồn ta hỡi, sao còn buồn bã? Sao còn bối rối trong ta? Cứ hy vọng nơi Đức Chúa Trời! Ta sẽ còn ngợi tôn Chúa— Đấng Cứu Rỗi và Đức Chúa Trời của ta!
6 ૬ હે મારા ઈશ્વર, મારો આત્મા મારામાં નિરાશ થયો છે; માટે હું યર્દનના દેશથી, હેર્મોન પર્વત પરથી તથા મિઝાર ડુંગર પરથી તમારું સ્મરણ કરું છું.
Khi hồn con thất vọng, con nhớ Chúa, dù ở Giô-đan, Núi Hẹt-môn, hay Núi Mi-sa, con vẫn nhớ Ngài.
7 ૭ તમારા ધોધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાંક મારે છે; તમારાં સર્વ મોજાં તથા મોટાં મોજાંઓ મારા પર ફરી વળ્યાં છે.
Vực thẳm gọi nhau trong thác lũ ầm ầm, sóng thần lớp lớp phủ tràn thân xác.
8 ૮ દિવસે યહોવાહ પોતાના કરારના વિશ્વાસુપણાની વાત કરતા; અને રાત્રે હું તેમનાં સ્તુતિગીત ગાતો, એટલે મારા જીવનદાતા ઈશ્વરની પ્રાર્થના કરતો.
Tình thương Chúa Hằng Hữu vẫn phủ con khi ngày đến, và ban đêm, con dâng tiếng ngợi ca Ngài, như lời nguyện cầu Đức Chúa Trời của đời con.
9 ૯ ઈશ્વર મારા ખડક છે, હું તેમને કહીશ કે, “તમે મને કેમ ભૂલી ગયા છો? શત્રુઓના જુલમને લીધે હું કેમ શોક કરતો ફરું છું?”
Con kêu khóc: “Lạy Đức Chúa Trời, Vầng Đá của con. Sao Ngài nỡ quên con? Sao con phải đau buồn vì kẻ thù áp đảo?”
10 ૧૦ “તારા ઈશ્વર ક્યાં છે” એમ મશ્કરીમાં રોજ કહીને મારા શત્રુઓના મહેણાં મારા હાડકાંને તલવારની જેમ કચરી નાખે છે.
Xương cốt con như gãy vụn. Họ suốt ngày mỉa mai: “Đức Chúa Trời ngươi ở đâu?”
11 ૧૧ હે મારા આત્મા, તું શા માટે ઉદાસ થયો છે? તું મારામાં કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ, કેમ કે તે મારા ઉદ્ધારક તથા મારા ઈશ્વર છે, હું હજી તેમનું સ્તવન કરીશ.
Hồn ta hỡi, sao còn buồn bã? Sao mãi bối rối trong ta? Ta sẽ đặt hy vọng nơi Đức Chúa Trời! Ta sẽ còn ngợi tôn Chúa— Đấng Cứu Rỗi và Đức Chúa Trời của ta!