< ગીતશાસ્ત્ર 35 >
1 ૧ દાઉદનું (ગીત). હે યહોવાહ, મારી વિરુદ્ધ વાદ કરનારની સામે તમે વાદ કરો; મારી વિરુદ્ધ લડનારની સાથે તમે લડાઈ કરો.
Давидів.
2 ૨ નાની તથા મોટી ઢાલ સજીને મારી સહાયને માટે ઊભા થાઓ.
візьми мало́го й великого щита́, — і встань мені на допомогу!
3 ૩ જેઓ મારી પાછળ લાગેલા છે તેઓની વિરુદ્ધ તમારા ભાલાનો ઉપયોગ કરો; મારા આત્માને કહો, “હું તારો ઉદ્ધાર કરનાર છું.”
Дістань списа, і дорогу замкни моїм напасника́м, скажи до моєї душі: „Я — спасі́ння твоє“!
4 ૪ જેઓ મારા જીવના તરસ્યા છે તેઓ બદનામ થાઓ. જેઓ મારું નુકસાન ઇચ્છે છે, તેઓ રઝળી પડો અને પાછા હઠો.
Нехай засоро́мляться й будуть пога́ньблені ті, хто чатує на душу мою; хай відступлять назад і нехай посоро́мляться ті, хто лихо мені замишляє.
5 ૫ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા થાય, તેઓને યહોવાહનો દૂત નસાડી મૂકો.
Бодай вони стали, немов та поло́ва на вітрі, і Ангол Господній нехай їх жене;
6 ૬ તેઓનો માર્ગ અંધકારમય અને લપસણો થાઓ, યહોવાહનો દૂત તેઓની પાછળ પડો.
нехай буде доро́га їхня те́мна й сковзька́, і Ангол Господній нехай їх жене, —
7 ૭ તેઓએ વગર કારણે મારે માટે ખાડામાં પોતાની જાળ સંતાડી રાખી છે; વિનાકારણ તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે.
бо вони безпричинно тене́та свої розставляють на мене, яму копають безвинно на душу мою!
8 ૮ તેઓના પર અચાનક વિપત્તિ આવી પડો. પોતાના જાળમાં તેઓ પોતે જ ફસાઈ પડો. પોતાના ખોદેલા ખાડામાં પડીને તેઓનો સંહાર થાઓ.
Нехай на́гла загибіль, якої не знає, на нього спаде, і сітка його, яку він наставив, хай зловить його у на́гле нещастя, — бодай він до нього упав!
9 ૯ પણ હું યહોવાહમાં આનંદ કરીશ અને તેમના ઉદ્ધારમાં હર્ષ પામીશ.
А душа моя в Господі буде радіти, звеселиться Його допомогою!
10 ૧૦ મારા સઘળા બળથી હું કહીશ કે, “હે યહોવાહ, તમારા જેવું કોણ છે? જે દીનને તેના કરતાં વધારે બળવાનથી બચાવે છે અને દીન તથા કંગાલને લૂંટનારાથી છોડાવે છે.”
Скажуть усі мої кості: „Господи, хто подібний до Тебе?“Ти рятуєш убогого від сильнішого над нього, покірного та бідаря́ — від його дерія́.
11 ૧૧ જૂઠા સાક્ષીઓ ઊભા થાય છે; તેઓ મારા પર આરોપ મૂકે છે.
Свідки встають неправдиві, чого я не знав — питають мене,
12 ૧૨ તેઓ ભલાઈને બદલે મને બુરું પાછું આપે છે. જેથી હું અનાથ થઈ જાઉં છું.
віддають мені злом за добро, осиро́чують душу мою!
13 ૧૩ પણ, જ્યારે તેઓ બીમાર હતા, ત્યારે હું ટાટ પહેરતો; હું ઉપવાસથી મારા જીવને દુઃખી કરતો અને મારી પ્રાર્થના મારા હૃદયમાં પાછી આવતી હતી.
А я, як вони хворували були́, зодягався в вере́ту, душу свою мучив по́стом, молитва ж моя поверталась на лоно моє.
14 ૧૪ તે લોકો જાણે મારા ભાઈઓ અને મારા નજીકના મિત્રો હોય તેવો વર્તાવ મેં તેઓની સાથે રાખ્યો; પોતાની માતાને માટે વિલાપ કરનારની માફક હું શોકથી નમી જતો.
Як при́ятель, бу́цім то брат він для мене, — так я ходив, ніби був я в жало́бі по матері, був я засму́чений, схи́лений.
15 ૧૫ પણ જ્યારે મારી પડતી થઈ, ત્યારે તેઓ હર્ષ પામતા અને ટોળે વળતા; હું તે જાણતો નહિ, એવી રીતે તેઓ મારી વિરુદ્ધ ટોળે વળતા.
А вони, як упав я, радіють та схо́дяться, напасники́ проти мене збираються, я ж не знаю про те; кричать, і не вмовка́ють,
16 ૧૬ કોઈ પણ માન વગર તેઓએ મારી હાંસી ઉડાવી; તેઓએ મારા તરફ દાંત કચકચાવીને ગુસ્સો કર્યો.
з дармоїдами та пересмі́шниками скрего́чуть на мене своїми зубами.
17 ૧૭ હે પ્રભુ, ક્યાં સુધી શાંત બેસી રહી જોયા કરશો? તેઓના સંહારથી મારા જીવને તથા સિંહોથી મારા આત્માને બચાવી લો.
Господи, — чи довго Ти бу́деш дивитись на це? Відверни́ мою душу від їхніх зубі́в, від отих левчуків одина́чку мою!
18 ૧૮ એટલે હું ભરસભામાં તમારી આભારસ્તુતિ કરીશ; ઘણા લોકોની મધ્યે હું તમારી પ્રશંસા કરીશ.
Я буду Тебе прославляти на збо́рах великих, буду Тебе вихваляти в числе́ннім наро́ді!
19 ૧૯ મારા જૂઠા શત્રુઓને મારા પર હસવા દેશો નહિ; જેઓ વિનાકારણ મારો દ્વ્રેષ કરે છે તેઓ આંખના મિચકાર ન મારો.
Нехай з мене не ті́шаться ті, хто ворогує на мене безви́нно, нехай ті не морга́ють очима, хто мене без причини нена́видить,
20 ૨૦ કારણ કે તેઓનું બોલવું શાંતિદાયક નથી, પણ દેશમાં શાંત રહેનારાઓની વિરુદ્ધ તેઓ દગાબાજી કરે છે.
бо говорять вони не про мир, але на спокі́йних у кра́ї облу́дні слова́ вимишляють,
21 ૨૧ તેઓ મારી વિરુદ્ધ ખુલ્લા મુખે બોલે છે; તેઓએ કહ્યું, “હા, હા, અમારી આંખોએ તે જોયું છે.”
свої уста на мене вони розкрива́ють, говорять: „Ага, ага! Наші очі це бачили!“
22 ૨૨ હે યહોવાહ, તમે તે જોયું છે, તમે ચૂપ ન રહો; હે પ્રભુ, મારાથી દૂર ન જાઓ.
Ти бачив це, Господи, — не помовчи́ ж, Господи, — не віддаляйся від мене!
23 ૨૩ મારો ન્યાય કરવા માટે જાગૃત થાઓ; હે મારા ઈશ્વર અને મારા પ્રભુ, મારી દાદ સાંભળવા માટે જાગો.
Устань, і збудися на суд мій, Боже мій і Господи мій, на супере́чку мою,
24 ૨૪ હે મારા ઈશ્વર યહોવાહ, તમારા ન્યાયીપણાથી મારો ન્યાય કરો; તેઓને મારા પર આનંદ કરવા ન દો.
розсуди Ти мене по Своїй справедливості, Господи, Боже мій, і нехай через мене не тішаться,
25 ૨૫ તેઓને પોતાના હૃદયમાં એમ કહેવા ન દો કે, “આહા, અમારે જે જોઈતું હતું, તે અમારી પાસે છે.” તેઓને એમ કહેવા ન દો કે, “અમે તેને ગળી ગયા છીએ.”
нехай не говорять у серці своїм: „Ага, — його маємо ми“, хай не кажуть вони: „Ми його проковтну́ли“.
26 ૨૬ મારા નુકસાનમાં આનંદ પામનારા સર્વ બદનામ થાઓ અને ઝંખવાણા પડો. મારી વિરુદ્ધ બડાઈ કરનારાઓ અપમાનિત થઈને શરમાઈ જાઓ.
Нехай посоромляться та застидаються ра́зом, хто з мого нещастя радіє, бодай вбрались у сором та в га́ньбу, хто рота свого розкриває на мене!
27 ૨૭ જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે; તેઓ હર્ષ પામીને જયજયકાર કરો; તેઓ હમેશાં કહો, જે પોતાના સેવકની આબાદીમાં ખુશ રહે છે, તે યહોવાહની સ્તુતિ થાઓ.
Хай співають та звесе ляються ті, хто бажає мені правоти́, і нехай кажуть за́вжди: „Хай буде великий Господь, що миру бажає Своєму рабові!“
28 ૨૮ ત્યારે હું તમારું ન્યાયીપણું પ્રગટ કરીશ અને આખો દિવસ હું તમારાં સ્તોત્ર ગાઈશ.
А язик мій звіщатиме правду Твою, славу Твою кожен день!