< ગીતશાસ્ત્ર 21 >
1 ૧ મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવાહ, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે! તમે કરેલા ઉદ્ધારથી તે કેટલો બધો આનંદ કરશે!
Zborovođi. Psalam. Davidov. Jahve, zbog tvoje se moći kralj veseli, zbog pomoći tvoje radosno kliče.
2 ૨ તમે તેને તેના હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે તેના હોઠની અરજીનો ઇનકાર તમે કર્યો નથી.
Ti mu ispuni želju srca, ne odbi molitve usana njegovih.
3 ૩ કારણ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો; તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો.
Ti ga predusrete blagoslovima sretnim, na glavu mu krunu stavi od suhoga zlata.
4 ૪ તેણે તમારી પાસેથી જીવનદાન માગ્યું; તે તમે તેને આપ્યું; તમે તેને સર્વકાળ ટકે એવું આયુષ્ય આપ્યું.
Za život te molio, i ti mu dade premnoge dane - za vijeke vjekova.
5 ૫ તમારા મહિમાથી તેને વિજય મળે છે; તમે તેને માન તથા મહિમા બક્ષો છો.
Pomoću tvojom slava je njegova velika, uresio si ga veličanstvom i sjajem.
6 ૬ કારણ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો; તમે તેને તમારી સમક્ષ આનંદ પમાડો છો.
Ti ga učini blagoslovom za vjekove, veseliš ga radošću lica svojega.
7 ૭ કારણ કે રાજા યહોવાહ પર ભરોસો રાખે છે; તે પરાત્પરની કૃપાથી ડગશે નહિ.
Doista, kralj se uzda u Jahvu i po dobroti Svevišnjega neće se pokolebati.
8 ૮ તારા સર્વ શત્રુઓ તારા હાથમાં આવશે; તારો જમણો હાથ તારા દ્વ્રેષીઓને શોધી કાઢશે.
Tvoja ruka nek' pronađe sve dušmane tvoje, desnica tvoja neka stigne one koji te mrze!
9 ૯ તું તારા ગુસ્સાના સમયે તેઓને બળતી ભઠ્ઠી જેવા કરી દેશે. યહોવાહ પોતાના કોપથી તેઓને ગળી જશે અને અગ્નિ તેઓને ભસ્મ કરી નાખશે.
Nek' budu kao u peći ognjenoj kad se ukaže lice tvoje! Nek' ih Jahve gnjevom uništi, neka ih proguta oganj!
10 ૧૦ તમે પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશો; મનુષ્યોમાંથી તેમના વંશજો નાશ પામશે.
Njihovo potomstvo satri sa zemlje i rod im iz sinova ljudskih.
11 ૧૧ કારણ કે તેઓએ તમારી વિરુદ્ધ દુષ્ટતા કરવાનું ધાર્યું છે; જેને તેઓ અમલમાં લાવી શકતા નથી, એવી યુક્તિ તેઓએ કલ્પી છે.
Ako li stanu zlo kovati protiv tebe, ako spremaju spletke, neće uspjeti.
12 ૧૨ તમે તમારી પાછળથી તેઓનાં મુખ સામે તૈયારી કરશો, ત્યારે તેઓને પાછા હઠી જવું પડશે.
Ti ćeš ih natjerati u bijeg, svoj luk ćeš usmjeriti na njih.
13 ૧૩ હે યહોવાહ, તમે પોતાને સામર્થ્યે ઊંચા થાઓ; અમે તમારા પરાક્રમનાં સ્તોત્ર ગાઈને સ્તવન કરીશું.
Ustani, Jahve, u sili svojoj! Daj nam da pjesmama slavimo snagu tvoju!