< ગીતશાસ્ત્ર 107 >
1 ૧ યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
„Дякуйте Господу, добрий бо Він, бо наві́ки Його милосердя!“
2 ૨ જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું, એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ.
хай так скажуть ті всі, що Госпо́дь урятував їх, що ви́зволив їх з руки ворога,
3 ૩ તેમણે તેઓને દેશવિદેશથી એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, ઉત્તરથી તથા દક્ષિણથી એકત્ર કર્યા.
і з країв їх зібрав, — від сходу й захо́ду, від пі́вночі й моря!
4 ૪ અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા અને તેઓને રહેવા માટે કોઈ નગર મળ્યું નહિ.
Блудили вони по пустині дорогою голою, осілого міста не знахо́дили,
5 ૫ તેઓ ભૂખ્યા અને તરસ્યા હતા; તેઓના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા.
голодні та спра́гнені, і в них їхня душа омліва́ла.
6 ૬ પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યાં અને તેમણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા.
І в недолі своїй вони Го́спода кли́кали, і Він визволяв їх від у́тисків їхніх!
7 ૭ તેમણે તેઓને સીધે માર્ગે દોર્યા કે જેથી તેઓ વસવાલાયક નગરમાં જાય અને ત્યાં વસવાટ કરે.
І Він їх попрова́див дорогою про́стою, щоб до міста осілого йшли.
8 ૮ તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે, તો કેવું સારું!
Нехай же подя́ку складу́ть Господе́ві за милість Його, та за чу́да Його синам лю́дським,
9 ૯ કારણ કે તે તરસ્યાઓને સંતોષ પમાડે છે અને ભૂખ્યાઓને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે.
бо наси́тив Він спра́гнену Душу, а душу голодну напо́внив добром!
10 ૧૦ કેટલાક અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા, આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા.
Ті, хто перебував був у те́мряві та в сме́ртній ті́ні, то в'я́зні біди та заліза,
11 ૧૧ કેમ કે તેઓએ ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યા, પરાત્પર ઈશ્વરની સૂચનાઓનો ઇનકાર કર્યો.
бо вони спротивля́лися Божим слова́м, і відки́нули раду Всевишнього.
12 ૧૨ તેઓનાં હૃદયો તેમણે કષ્ટથી નમ્ર કર્યાં; તેઓ લથડી પડ્યા અને તેઓને સહાય કરનાર કોઈ ન હતું.
Та Він упокори́в їхнє серце терпі́нням, спіткну́лись вони — і ніхто не поміг,
13 ૧૩ પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યા અને તેમણે તેઓને દુઃખમાંથી ઉગાર્યા.
і в недолі своїй вони Господа кли́кали, і Він визволя́в їх від у́тисків їхніх!
14 ૧૪ તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી બહાર લાવ્યા અને તેમણે તેઓનાં બંધન તોડી નાખ્યાં.
І Він вивів їх з те́мряви й мо́року, їхні ж кайда́ни сторо́щив.
15 ૧૫ તેમની કૃપા તથા માનવજાત માટેના તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
Нехай же подяку складуть Господе́ві за милість Його, та за чу́да Його синам лю́дським,
16 ૧૬ કેમ કે તેમણે પિત્તળના દરવાજા ભાંગી નાખ્યા અને તેઓની લોખંડની ભૂંગળો તોડી નાખી.
бо Він полама́в мідні двері, і засу́ви залізні зрубав!
17 ૧૭ તેઓ પોતાના બળવાખોર માર્ગોમાં મૂર્ખ હતા તથા પોતાના પાપથી સંકટમાં આવી પડ્યા.
Нерозумні страждали за грішну дорогу свою й за свої беззаконня.
18 ૧૮ તેઓના જીવો સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે અને તેઓ મરણ દ્વાર સુધી આવી પહોંચે છે.
Душа їхня від усякої їжі відве́рталася, — і дійшли вони аж до брам смерти,
19 ૧૯ પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી ઉગારે છે.
і в недолі своїй вони Господа кли́кали, і Він визволяв їх від у́тисків їхніх, —
20 ૨૦ તેઓ પોતાનું વચન મોકલીને તેઓને સાજા કરે છે અને તેમણે તેઓને દુર્દશામાંથી છોડાવ્યા છે.
Він послав Своє слово та їх уздоро́вив, і їх урятував з їхньої хвороби!
21 ૨૧ આ તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
Нехай же подяку складуть Господе́ві за милість Його та за чу́да Його синам лю́дським,
22 ૨૨ તેઓને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવવા દો અને તેઓનાં કામ ગીતોથી પ્રગટ કરે.
і хай жертви подяки прино́сять, і хай розповіда́ють зо співом про чи́ни Його!
23 ૨૩ જેઓ વહાણમાં બેસીને સમુદ્રમાં ઊતરે છે અને સમુદ્રપાર વ્યાપાર કરે છે.
Ті, хто по морю пливе́ корабля́ми, хто чинить зайняття своє на великій воді, —
24 ૨૪ તેઓ યહોવાહનાં કાર્યો તથા સમુદ્ર પરનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો જુએ છે.
вони бачили чи́ни Госпо́дні та чу́да Його в глибині!
25 ૨૫ કેમ કે તે આજ્ઞા આપે છે અને તોફાની પવનો ચડી આવે છે; તેથી સમુદ્રના મોજાંઓ ઊંચાં ઊછળે છે.
Він скаже — і буря зривається, і підно́сяться хвилі Його,
26 ૨૬ મોજાં આકાશ સુધી ચઢે છે, પછી પાછા ઊંડાણમાં ઊતરે છે. તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે.
до неба вони підійма́ються, до безодні спада́ють, — у небезпеці душа їхня хвилюється!
27 ૨૭ તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
Вони крутяться й ходять вперед та назад, як п'яни́й, і вся́ їхня мудрість бенте́житься!
28 ૨૮ પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.
Та в недолі своїй вони Господа кликали, і Він визволяв їх від у́тисків їхніх!
29 ૨૯ તેમણે તોફાનને શાંત કર્યાં અને મોજાં શાંત થયાં.
Він змінює бурю на ти́шу, — і стихають їхні хвилі,
30 ૩૦ પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
і раділи, що вти́хли вони, і Ві́н їх привів до бажа́ної при́стані.
31 ૩૧ આ તેમની કૃપા તથા માનવજાતને માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
Нехай же подяку складуть Господе́ві за милість, та за чу́да Його синам лю́дським!
32 ૩૨ લોકોની સભામાં તેમને મોટા મનાવો અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો.
Нехай величають Його на наро́дньому зборі, і нехай вихваля́ють Його на засі́данні старших!
33 ૩૩ તે નદીઓને સ્થાને અરણ્ય, પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ,
Він обе́ртає рі́чки в пустиню, а водні джере́ла — на суході́л,
34 ૩૪ અને ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે ફળદ્રુપ ભૂમિને ખારવાળી જમીન બનાવે છે.
плодю́чу землю — на солонча́к через зло́бу мешка́нців її.
35 ૩૫ તે અરણ્યને સ્થાને સરોવર અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે.
Він пустиню обе́ртає в водне болото, а землю суху́ — в джерело́,
36 ૩૬ તેમાં તે ભૂખ્યાજનોને વસાવે છે અને તેઓ પોતાને રહેવાને માટે નગર બાંધે છે.
і голодних садо́вить Він там, а вони ставлять місто на ме́шкання,
37 ૩૭ તેઓ ખેતરમાં વાવેતર કરે છે; અને દ્રાક્ષવાડીઓમાં રોપણી કરીને તેનાં ફળની ઊપજ મેળવે છે.
і поля́ засіва́ють, і виногра́дники са́дять, — і отримують плід урожа́ю!
38 ૩૮ તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે. તે તેઓનાં જાનવરોને ઓછા થવા દેતા નથી.
І благословляє Він їх, — і сильно розмно́жуються, і оде́ржують плід урожа́ю!
39 ૩૯ તેઓના જુલમ, વિપત્તિ તથા શોક પાછા ઘટાડવામાં આવે છે અને તેઓને નીચા પાડવામાં આવે છે.
Та змаліли вони й похили́лися з утиску злого та з сму́тку.
40 ૪૦ તે શત્રુઓના સરદારો પર અપમાન લાવે છે અને માર્ગ વિનાના અરણ્યમાં તેઓને રખડાવે છે.
Виливає Він га́ньбу на можних, — і блу́дять вони без дороги в пустині,
41 ૪૧ પણ તે જરૂરિયાતમંદોને સંકટમાંથી છોડાવીને તેઓનું રક્ષણ કરે છે અને ટોળાંની જેમ તેઓના કુટુંબની સંભાળ લે છે.
а вбогого Він підіймає з убо́зтва, і розмно́жує роди, немов ту ота́ру.
42 ૪૨ તે જોઈને ન્યાયીઓ આનંદ પામશે અને સઘળા અન્યાયીઓનાં મુખ બંધ થશે.
Це бачать правдиві й радіють, і закриває уста́ свої всяке безправ'я.
43 ૪૩ જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને યહોવાહની કૃપા વિષે મનન કરશે.
Хто мудрий, той все це завва́жить, — і пізна́ють вони́ милосердя Господнє!