< નીતિવચનો 13 >
1 ૧ જ્ઞાની દીકરો પોતાના પિતાની શિખામણ માને છે, પણ અડિયલ દીકરો ઠપકાને ગણકારતો જ નથી.
बुद्धिमान् छोरोले आफ्नो बुबाको अर्ती सुन्छ, तर गिल्ला गर्नेले हप्कीलाई सुन्दैन ।
2 ૨ માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ભોગવે છે, પણ કપટીનો જીવ જુલમ વેઠશે.
आफ्नो मुखको फलबाट मानिसले असल थोकहरूको भोग गर्दछ, तर विश्वासघातिको भोक हिंसाको लागि हुन्छ ।
3 ૩ પોતાનું મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે.
आफ्नो मुखको रखवाली गर्नेले आफ्नो जीवनको रक्षा गर्छ, तर असावधान बोलीवचनले आफ्नै जीवन बर्बाद गर्ने छ ।
4 ૪ આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ કશું પામતો નથી, પણ ઉદ્યમી વ્યક્તિ પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે.
अल्छे मानिसको भोकले लालस गर्छ, तर केही पाउँदैन, जब कि परिश्रमी मानिसको भोक पूर्ण रूपमा सन्तुष्ट हुने छ ।
5 ૫ સદાચારી માણસ જૂઠને ધિક્કારે છે, પણ દુષ્ટ માણસ અપમાન અને ફજેતીનો ભોગ બને છે.
धर्मात्माले झुटलाई घृणा गर्छ, तर दुष्टले आफैलाई घृणित तुल्याउँछ, र लज्जास्पद कुरो गर्छ ।
6 ૬ નેકી ભલા માણસોનું રક્ષણ કરે છે; પણ દુષ્ટતા પાપીઓને ઉથલાવી નાખે છે,
धार्मिकताले ती मानिसहरूको रक्षा गर्छ, जो आफ्नो मार्गमा दोषरहित छन्, तर दुष्टताले पाप गर्नेहरूलाई पल्टाइदिन्छ ।
7 ૭ કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે અને કેટલાક એવા પણ છે કે જેઓ કંગાળ હોવા છતાં ધનવાન હોય છે.
कोही मानिस धनी भएजस्तो गर्छ, जब कि त्योसँग केही हुँदैन, र कसैले चाहिँ आफूसित भएको हरेक थोक दिन्छ, र पनि त्यो साँच्चै धनी हुन्छ ।
8 ૮ દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે, પણ ગરીબ વ્યક્તિને ધમકી સાંભળવી પડતી નથી.
धनी मानिसको जीवनको छुटकारा उसको सम्पत्ति हो, तर गरिब मानिसले धम्की सुन्नुपर्दैन ।
9 ૯ નેકીવાનોનો પ્રકાશ આનંદ છે, પણ દુષ્ટનો દીવો હોલવી નાંખવામાં આવશે.
धर्मात्माको बत्ती बलिरहन्छ, तर दुष्टको बत्ती निभाइने छ ।
10 ૧૦ અભિમાનથી તો કેવળ ઝઘડો જ ઉત્પન્ન થાય છે; પણ સારી સલાહ માનનારાઓ પાસે ડહાપણ છે.
घमण्डले केवल द्वन्द्व निम्त्याउँछ, तर असल सल्लाह सुन्नेसित बुद्धि हुन्छ ।
11 ૧૧ કુમાર્ગે મેળવેલી સંપત્તિ કદી ટકતી નથી. પણ મહેનતથી સંગ્રહ કરેલી સંપત્તિની વૃદ્ધિ થાય છે.
बेइमानीसित कमाएको धनको महत्त्व घट्दै जान्छ, तर आफ्नो हातले परिश्रम गरेर कमाएको धन बढ्दै जान्छ ।
12 ૧૨ આશાનું ફળ મળવામાં વિલંબ થતાં અંતઃકરણ ઝૂરે છે, પણ ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે.
आशालाई स्थगित गरिँदा यसले हृदय छिया-छिया पार्छ, तर पुरा भएको तृष्णा जीवनको रुख हो ।
13 ૧૩ શિખામણને નકારનારનો નાશ થાય છે, પણ આજ્ઞાઓનો આદર કરનારને બદલો મળે છે.
अर्तीलाई तुच्छ ठान्नेले आफैमा विनाश ल्याउँछ, तर आज्ञालाई आदर गर्नेलाई इनाम दिइने छ ।
14 ૧૪ જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે, જે તે વ્યક્તિને મૃત્યુના ફાંદામાંથી ઉગારી લે છે.
बुद्धिमान् मानिसको शिक्षा जीवनको फुहारा हो, जसले तपाईंलाई मृत्युका जालहरूबाट जोगाउँछ ।
15 ૧૫ સારી સમજવાળાને કૃપા મળે છે, પણ કપટીનો માર્ગ ખરબચડો છે.
असल अन्तर्दृष्टिले स्नेह प्राप्त गर्छ, तर विश्वासघातिको चाल कहिल्यै टुङ्गोमा आउँदैन ।
16 ૧૬ પ્રત્યેક ડાહ્યો માણસ ડહાપણથી નિર્ણય લે છે; પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે.
समझदार मानिसले आफ्नो ज्ञानअनुसार हरेक निर्णय गर्छ, तर मूर्खले आफ्नो मूर्खताको तमाशा देखाउँछ ।
17 ૧૭ દુષ્ટ સંદેશાવાહક મુશ્કેલીમાં સપડાઈ જાય છે, પણ વિશ્વાસુ સંદેશવાહક સમાધાન લાવે છે.
दुष्ट दूत सङ्कष्टमा फस्छ, तर विश्वासयोग्य दूतले मिलाप ल्याउँछ ।
18 ૧૮ જે શિખામણનો ત્યાગ કરે છે તેને ગરીબી અને અપમાન પ્રાપ્ત થાય છે, પણ ઠપકાનો સ્વીકાર કરે છે તેને માન મળે છે.
अर्तीलाई बेवास्ता गर्नेले गरिबी र लाज पाउने छ, तर सुधारबाट सिक्ने जनमा आदर आउने छ ।
19 ૧૯ ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે, પણ દુષ્ટતાથી પાછા વળવું એ મૂર્ખોને આઘાતજનક લાગે છે.
पुरा भएको इच्छा भोकको लागि मिठो हुन्छ, तर मूर्खहरू आफ्नो दुष्टताबाट फर्कन मन पराउँदैनन् ।
20 ૨૦ જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. પણ જે મૂર્ખની સોબત કરે છે તેને નુકસાન થશે.
बुद्धिमान् मानिसहरूसित हिँड र तिमी पनि बुद्धिमान् हुने छौ, तर मूर्खहरूको सङ्गत गर्नेले नोक्सानी भोग्ने छ ।
21 ૨૧ પાપીઓની પાછળ નુકસાન લાગેલું રહે છે, પણ જે સારા માણસો છે તેઓને હિતકારક બદલો મળશે.
विपत्तिले पापीहरूलाई खेद्ने छ, तर धर्मी मानिसले भलाइको इनाम पाउने छ ।
22 ૨૨ સારો માણસ પોતાનાં સંતાનોનાં સંતાનોને માટે વારસો મૂકી જાય છે, પણ પાપીનું ધન નેકીવાનને સારુ ભરી મૂકવામાં આવે છે.
असल व्यक्तिले आफ्ना नाति-नातिनाहरूका निम्ति पैतृक-सम्पत्ति छाड्छ, तर पापीको सम्पत्ति धर्मी व्यक्तिको लागि सञ्चय गरिन्छ ।
23 ૨૩ ગરીબોના ખેતરમાં ઘણું અનાજ ઊપજે છે, પણ અન્યાયના કારણથી નાશ પામનારા માણસો પણ છે.
गरिब मानिसको नजोतिएको खेतबारीले प्रशस्तै अन्न उब्जाउला, तर अन्यायले त्यसलाई खोसेर लैजान्छ ।
24 ૨૪ જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.
आफ्नो छोरोलाई अनुशासनमा नराख्नेले उसलाई घृणा गर्छ, तर आफ्नो छोरोलाई प्रेम गर्नेले उसलाई होसियारीसाथ अर्ती दिन्छ ।
25 ૨૫ નેકીવાન પોતાને સંતોષ થતાં સુધી ખાય છે, પણ દુષ્ટનું પેટ હંમેશાં ભૂખ્યુંને ભૂખ્યું જ રહે છે.
आफ्नो भोक तृप्त नभएसम्म धर्मात्माले खान्छ, तर दुष्टको पेट सधैँ भोकभोकै हुन्छ ।