< માલાખી 1 >

1 માલાખી મારફતે ઇઝરાયલી પ્રજાને પ્રગટ કરાયેલા યહોવાહનો વચન.
Господното слово наложено на Малахия за Израиля;
2 યહોવાહ કહે છે કે, “મેં તને પ્રેમ કર્યો છે,” પણ તમે પૂછો છો કે, “કઈ બાબતે તમે અમને પ્રેમ કર્યો છે?” યહોવાહ કહે છે, “શું એસાવ યાકૂબનો ભાઈ ન હતો. “તોપણ મેં યાકૂબને પ્રેમ કર્યો,
Аз ви възлюбих, казва Господ; А вие думате: В какво се вижда че си ни възлюбил? Не беше ли Исав брат на Якова? казва Господ; Но аз възлюбих Якова,
3 પણ મેં એસાવનો તિરસ્કાર કર્યો. મેં તેના પર્વતોને ઉજ્જડ બનાવી દીધા, તેના વારસાને મેં અરણ્યનાં શિયાળોનું સ્થાન બનાવી દીધું.”
А Исава намразих, И направих горните ме да запустеят, И наследството му да бъде за чакалите на пустинята.
4 જો અદોમ કહે કે, “અમારો વિનાશ થઈ ગયો છે, પણ અમે પાછા ફરીને ઉજ્જડ જગાઓને બાંધીશું;” તોપણ સૈન્યોના યહોવાહ કહે છે કે, “તેઓ બાંધશે, પણ હું તેનો નાશ કરીશ; અને લોકો તેને દુષ્ટતાનો દેશ અને લોકોને યહોવાહ જેઓના પર હંમેશા કોપાયમાન રહે છે’ એવું કહેશે.
И ако рече Едом: Ние станахме бедни, Но ще съградим изново запустелите места, То така казва Господ на Силите: Те ще съградят, но Аз ще съборя; И ще се нарекат нечестива страна, И людете против които Господ негодува винаги.
5 તમે તમારી નજરે તે જોશો અને કહેશો કે, “ઇઝરાયલની સરહદોની પાર સર્વત્ર યહોવાહ મહાન છે.”
Очите ви ще видят това, и ще речете: Господ е велик и оттатък Израилевия предел.
6 “દીકરો પોતાના પિતાનો આદર કરશે, અને ચાકર પોતાના માલિકનો આદર કરશે. જો, હું તમારો પિતા છું તો, મારો આદર ક્યાં છે? અને જો માલિક છું તો મારું સન્માન ક્યાં છે? એવું મારા નામને ધિક્કારના યાજકો, યહોવાહ તમને પૂછે છે. પણ તમે કહ્યું, ‘અમે તમારા નામને કેવી રીતે ધિક્કારીએ છીએ?’
Син почита баща си. И слуга господаря си; Ако, прочее, съм Аз баща, где е почитта към Мене? И ако съм Господар где е страхът от Мене? Казва Господ на Силите на вас, Свещеници, които презирате името Ми Но вие казвате: В какво показахте презрение към името Ти?
7 યહોવાહ કહે છે, “તમે મારી વેદી પર અપવિત્ર રોટલી ચઢાવીને પૂછો છો, “અમે તમને કેવી રીતે ભ્રષ્ટ કર્યા?’ એવું કહીને કે યહોવાહ મેજને ધિક્કારપાત્ર છે.
Принасяте осквернен хляб на олтара Ми. Но вие казвате: С какво Те осквернихме? С това, че казвате: Трапезата Господна е за презиране.
8 તમે અંધ પશુઓ મને અર્પણ કરો છો તે શું ખોટું નથી? તમે અપંગ કે બીમાર પશુઓ અર્પણ કરો છો તે શું ખોટું નથી? જો તમે પશુઓની તે ભેટ તમારા રાજકર્તાને આપશો તો શું તે સ્વીકાર કરશે? શું તે તમારા પર પ્રસન્ન થશે?” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
И когато принесете сляпо животно за жертва, не било лошо! И когато принесете куцо или болно, не било лошо! Принеси го сега на началника си; Ще бъде ли благоразположен към тебе, Или ще те приеме ли? Казва Господ на Силите.
9 અને હવે તમે ઈશ્વરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો છો, કે જેથી તેઓ અમારા પર દયા કરે. “પણ તમારા આવાં જ અર્પણોને લીધે, શું તેઓ તમારામાંના કોઈને માયાળુપણે સ્વીકાર કરશે?” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
И сега помолете се Богу за да се смили над нас; Понеже това зло е станало чрез вас, Ще ви приеме ли? Казва Господ на Силите.
10 ૧૦ “સભાસ્થાનના દરવાજા બંધ કરી દઈને મારી વેદી પર નિરર્થક અગ્નિ સળગાવવા ન દે એવો જો તમારામાં કોઈ હોત તો ઓહ કેવું સારુ હોત! હું તમારા પર જરાપણ પ્રસન્ન નથી, એમ સૈન્યોના યહોવાહ કહે છે, હું તમારા હાથનું એક પણ અર્પણ સ્વીકારીશ નહિ.
Дано някой от вас би затворил вратата на храма, За да не палите огън на олтара Ми напразно! Аз не благоволя към вас Казва Господ на Силите, Нито ще приема принос от ръката ви.
11 ૧૧ સૈન્યોના યહોવાહ કહે છે, કેમ કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પ્રજાઓ વચ્ચે મારું નામ મહાન ગણાય છે; સર્વ સ્થળે મારે નામે ધૂપ તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે. સર્વ પ્રજાઓ મધ્યે મારું નામ મહાન ગણાય છે.”
Защото от изгрева на слънцето до захождането му Името Ми ще бъде велико между народите, И на всяко място ще се принася на името Ми темян И чист принос. Защото Моето име ще бъде велико между народите, Казва Господ на Силите;
12 ૧૨ પણ પ્રભુની મેજ અપવિત્ર છે, તેમનું ફળ તથા અન્ન ધિક્કારપાત્ર છે એવું કહીને તમે તેમનું અપમાન કરો છો.
Но вие Го осквернявате, като думате: Трапезата Господна е скверна, И това, което тя ни доставя, ястието от нея, е за презиране.
13 ૧૩ વળી તમે કહો છો, “આ કેવું કંટાળાજનક છે,’ તમે તેની સામે છીંક્યા છો,” એમ સૈન્યોના યહોવાહ કહે છે. “તમે જોરજુલમથી પડાવી લીધેલાં અપંગ અને માંદાં પશુઓ લઈને આવો છો; અને એવાં બલિદાન મને ચઢાવો છો. તો શું હું તમારા હાથથી એવા અર્પણોનો સ્વીકાર કરું?”
Думате още: Ето, каква досада е тя! И я презирате, казва Господ на Силите. Като докарвате грабнатото, куцото и болното. Такъв принос като докарвате, Да го приема ли от ръцете ви? Казва Господ.
14 ૧૪ “જે ઠગ માનતા માનીને પોતાના ટોળાંમાં નર જાનવર હોવા છતાં ખોડવાળાં પશુને પ્રભુ યહોવાહ માટે બલિદાનમાં ચઢાવે છે તે શાપિત થાઓ! કેમ કે હું મહાન રાજા છું, “મારું નામ પ્રજાઓ મધ્યે ભયાવહ છે.” એવું સૈન્યોના યહોવાહ કહે છે.
Затова проклет да бъде измамникът, Който, като има в стадото си мъжко, И прави обрек, жертвува Господу нещо с недостатък; Защото Аз съм велик Цар, Казва Господ на Силите. И името Ми е страшно между народите.

< માલાખી 1 >