< લૂક 1 >
1 ૧ આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનના સેવકો હતા, તેઓએ આપણને કહ્યું છે તે પ્રમાણે,
धेरैले हाम्रा बिचमा घटेका र पुरा भएका यी घटनाहरूको विवरण लेख्ने प्रयास गरेका छन् ।
2 ૨ આપણામાં પૂરી થયેલી વાતોનું વર્ણન કરવાને ઘણાંએ સ્વીકાર્યું છે;
तिनीहरूले यी कुरा हामीलाई भर्खरै सुम्पिदिए, जो सुरुदेखि नै प्रत्यक्षदर्शी र वचनका सेवकहरू भएका छन् ।
3 ૩ માટે, ઓ માનનીય થિયોફિલ, મેં પણ શરૂઆતથી સઘળી વાતોની ચોકસાઈ કરીને, તને વિગતવાર લખવાનું નક્કી કર્યું,
सम्मानित थियोफिलस, त्यसैले मलाई पनि यी सबै कुराहरूलाई अनुसन्धान गरी ठिकसित क्रमबद्ध रूपमा सुरुदेखि घटेका घटनाहरूलाई लेख्न असल लाग्यो ।
4 ૪ કેમ કે જે વાતો તને શીખવવામાં આવી છે, તેઓની સત્યતા તું જાણે.
त्यसैले, तपाईंलाई सिकाइएको सत्यताबारे यी कुराहरू तपाईंलाई थाहा होस् ।
5 ૫ યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના યાજક વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો; તેની પત્ની હારુનની દીકરીઓમાંની હતી, તેનું નામ એલિસાબેત હતું.
यहूदाका राजा हेरोदको समयमा, त्यहाँ जकरिया नाउँ गरेका एक जना पुजारी थिए जो अबियाको कुलका थिए । उनकी पत्नी हारुन कुलकी छोरी थिइन् जसको नाउँ एलीशिबा थियो ।
6 ૬ તેઓ બન્ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, તથા પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે વર્તતાં હતાં.
परमेश्वरको दृष्टिमा तिनीहरू दुवै धर्मी थिए । तिनीहरूले परमेश्वरका सबै आज्ञाहरू पालना गर्दथे र निर्दोष जीवन जिउँथे ।
7 ૭ તેઓ નિઃસંતાન હતાં કેમ કે એલિસાબેત જન્મ આપવાને અસમર્થ હતી. તેઓ બન્ને ઘણાં વૃદ્ધ હતાં.
तर तिनीहरूको कुनै सन्तान थिएन, किनकि एलीशिबा बाँझी थिइन् र तिनीहरू दुवै जना वृद्ध भइसकेका थिए ।
8 ૮ તે છતાં ઝખાર્યા પોતાના યાજક વર્ગના ક્રમ પ્રમાણે ઈશ્વરની આગળ યાજકનું કામ કરતો હતો,
एक दिन आफ्नो कुलको पालोअनुसार जकरिया पुजारी सेवा गर्न परमेश्वरको उपस्थितिमा थिए ।
9 ૯ એટલામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના ભક્તિસ્થાનમાં જઈને અર્પણ કરવા માટે તેને પસંદ કરવામાં આવ્યો.
त्यहाँको परम्पराअनुसार चिट्ठाद्वारा पुजारीहरू आफ्नो सेवा गर्ने पालोअनुसार परमप्रभुको मन्दिरभित्र धूप बाल्नलाई छानिन्थे । त्यसैले, उनको नाउँ पर्यो ।
10 ૧૦ ધૂપ સળગાવતા સમયે લોકોની સભા બહાર પ્રાર્થના કરતી હતી.
जब तिनी धूप बाल्दै थिए, बाहिर त्यही समयमा मानिसको पुरै भिडले प्रार्थना गरिरहेको थियो ।
11 ૧૧ તે સમય દરમિયાન યજ્ઞવેદીની જમણી બાજુમાં જ્યાં ધૂપ સળગાવવામાં આવતો હતો ત્યાં પ્રભુનો એક સ્વર્ગદૂત ઊભેલો તેના જોવામાં આવ્યો.
ठिक त्यसै बेला परमप्रभुका एउटा दूत उनीकहाँ देखा परे र धूप बाल्ने वेदीको दाहिनेपट्टि उभिए ।
12 ૧૨ સ્વર્ગદૂતને જોઈને ઝખાર્યા ગભરાઈ ગયો, અને તેને બીક લાગી.
जब जकरियाले स्वर्गदूतलाई देखे, तब उनी साह्रै डराए र आत्तिए ।
13 ૧૩ સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ઝખાર્યા, બીશ નહિ; કેમ કે તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે, તારી પત્ની એલિસાબેતને દીકરો થશે, તેનું નામ તું યોહાન પાડશે.
तर स्वर्गदूतले उनलाई भने, “जकरिया नडराऊ, किनकि तिम्रो प्रार्थनाको सुनाइ भएको छ । तिम्री पत्नी एलीशिबाले तिम्रो लागि एउटा छोरा जन्माउनेछिन् र तिमीले उनको नाउँ यूहन्ना राख्नेछौ ।
14 ૧૪ તને આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મથી ઘણાં લોકો હરખાશે;
तिमीमा खुसी र आनन्द हुनेछ र उनको जन्ममा धेरै मानिसहरू आनिन्दित हुनेछन् ।
15 ૧૫ કેમ કે તે પ્રભુની દ્રષ્ટિમાં મહાન થશે, દ્રાક્ષાસવ કે કોઈ ઉન્મત્ત પીણું પીશે નહિ; અને માતાના પેટમાં હશે ત્યારથી જ પવિત્ર આત્માથી ભરપૂર થશે.
परमप्रभुको दृष्टिमा उनी महान् हुनेछन् र उनले दाखमद्य पिउनेछैनन् । उनी आमाको गर्भमा नै पवित्र आत्माले भरिनेछन् ।
16 ૧૬ તે ઇઝરાયલના ઘણાં વંશજોને તેઓના ઈશ્વર યહોવાહ તરફ ફેરવશે.
अनि उनले इस्राएलका धेरै मानिसहरूलाई परमप्रभु तिनीहरूका परमेश्वरतर्फ फर्काउनेछन् ।
17 ૧૭ તે એલિયાના આત્માએ તથા પરાક્રમે ઈશ્વરની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન બાળકો તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે, તથા પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.
उनी एलियाको आत्माको शक्तिमा परमप्रभुको अगि-अगि जानेछन् । उनले बुबाहरूको हृदय आफ्ना छोराछोरीतिर फर्काउनेछन् र अनाज्ञाकारीहरूलाई बुद्धि र धार्मिकतामा हिँडाउनेछन् । उनले मानिसहरूलाई परमप्रभुको निम्ति तयार गर्नका लागि त्यसो गर्नेछन् ।”
18 ૧૮ ઝખાર્યાએ સ્વર્ગદૂતને કહ્યું કે, ‘એ મને કેવી રીતે જણાય? કેમ કે હું અને મારી પત્ની ઘણાં વૃદ્ધ છીએ.’”
जकरियाले स्वर्गदूतलाई भने, “यो कुरा पुरा हुनेछ भनी मैले कसरी थाहा पाउने?” किनकि म बुढो भइसकेँ र मेरी पत्नी पनि बुढी भइसकिन् ।”
19 ૧૯ સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘હું ઈશ્વરની સમક્ષતામાં રહેનાર ગાબ્રિયેલ છું; તારી સાથે વાત કરીને તને આ શુભ સંદેશ આપવાને મને મોકલવામાં આવ્યો છે.’”
तब स्वर्गदूतले जवाफ दिए र उनलाई भने, म गब्रिएल हुँ, जो परमेश्वरको उपस्थितिमा उभिन्छु । तिम्रो निम्ति बोल्न र शुभ खबर दिन मलाई पठाइएको हो ।”
20 ૨૦ એ વાત બનશે તે દિવસ સુધી તું બોલી શકશે નહિ, કેમ કે મારી વાતો જે ઠરાવેલા સમયે પૂર્ણ થશે તેં તેઓનો વિશ્વાસ કર્યો નહિ.
हेर, ती कुरा हुने समयसम्म तिमी शान्त रहनेछौ र बोल्न सक्ने छैनौ, किनकि तिमीले मेरो वचनमा विश्वास गरेनौ, जुन ठिक समयमा पुरा हुनेछ ।”
21 ૨૧ લોકો ઝખાર્યાની રાહ જોઈ રહયા હતા, તેને ભક્તિસ્થાનમાં વાર લાગી, માટે લોકો આશ્ચર્ય પામ્યા.
अनि जकरियाले लामो समयसम्म मन्दिरमा समय बिताइरहेकाले मानिसहरू अचम्म मान्दै पर्खिरहेका थिए ।
22 ૨૨ તે બહાર આવ્યો ત્યારે તેઓની સાથે તે બોલી શક્યો નહિ; ત્યારે લોકો એવું સમજ્યા કે અંદર ભક્તિસ્થાનમાં તેને કંઈ દર્શન થયું હશે; તે તેઓને ઇશારો કરતો હતો, અને બોલી શક્યો નહિ.
तर, जब तिनी बाहिर आए, तब उनी तिनीहरूसँग बोल्न सकेनन् र उनले मन्दिरभित्र एउटा दर्शन देखे भनी तिनीहरूले महसुस गरे । उनले तिनीहरूलाई इसारा मात्र गरे, तर बोल्न सकेनन् ।
23 ૨૩ તેના સેવા કરવાના દિવસો પૂરા થયા ત્યારે એમ થયું કે તે પોતાના ઘરે પાછો ગયો.
जब तिनको सेवाको समय समाप्त भयो, तब तिनी आफ्नो घरमा फर्किए ।
24 ૨૪ તે દિવસ પછી તેની પત્ની એલિસાબેતને ગર્ભ રહ્યો, તે પાંચ મહિના સુધી ગુપ્ત રહી, અને તેણે કહ્યું કે,
ती दिनहरूपछि, तिनकी पत्नी एलीशिबा गर्भवती भइन् । पाँच महिनासम्म उनले यसो भन्दै आफूलाई लुकाइन् ।
25 ૨૫ ‘માણસોમાં મારું મહેણું દૂર કરવા મારા પ્રભુએ પોતાની કૃપાદષ્ટિનાં સમયમાં મને સારા દિવસો આપ્યા છે.’”
“परमप्रभु परमेश्वरले मेरो लागि यो गर्नुभएको छ, उहाँले ममाथि निगाह गर्नुभयो र मानिसहरूका बिचबाट मेरो निन्दा हटाउनुभयो ।
26 ૨૬ છઠ્ઠે મહિને ગાબ્રિયેલ સ્વર્ગદૂતને ગાલીલના નાસરેથ નામે એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો હતો.
एलीशिबा गर्भवती भएको छैठौँ महिनामा, परमेश्वरले गालीलको सहर नासरतमा गब्रिएल स्वर्गदूतलाई पठाउनुभयो ।
27 ૨૭ દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી; તેનું નામ મરિયમ હતું.
परमेश्वरले तिनलाई एउटा कन्याकहाँ पठाउनुभयो जसको योसेफ भन्ने मानिससँग मगनी भएको थियो । तिनी दाऊदका वंशका थिए र कन्याको नाउँ मरियम थियो ।
28 ૨૮ સ્વર્ગદૂતે તેની પાસે આવીને કહ્યું કે, ‘હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે!’
उनी तिनीकहाँ आए र भने, “तिमीलाई अभिवादन! तिमीले परमेश्वरबाट धेरै निगाह पाएकी छ्यौ ।”
29 ૨૯ પણ એ વચન સાંભળીને તે ઘણી ગભરાઈ અને વિચાર કરવા લાગી કે, આ તે કઈ જાતની સલામ હશે!
तर उनको वचन सुनेर तिनले यो कस्तो प्रकारको अभिवादन हो भनी तिनी विचलित भइन् र चकित परिन् ।
30 ૩૦ સ્વર્ગદૂતે તેને કહ્યું કે, ‘હે મરિયમ, બીશ નહીં; કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે.
तब स्वर्गदूतले उनलाई भने, “मरियम, तिमी नडराऊ । किनकि तिमीले परमेश्वरबाट निगाह प्राप्त गरेकी छ्यौ ।
31 ૩૧ જો, તને ગર્ભ રહેશે, તને દીકરો થશે, અને તું તેમનું નામ ઈસુ પાડશે.
हेर, तिमी गर्भवती हुनेछ्यौ र एउटा छोरा जन्माउनेछ्यौ । तिमीले उहाँको नाउँ येशू राख्नेछ्यौ ।
32 ૩૨ તે મોટા થશે અને પરાત્પર ઈશ્વરના દીકરા કહેવાશે; અને ઈશ્વર પ્રભુ તેમને તેમના પિતા દાઉદનું રાજ્યાસન આપશે.
उहाँ महान हुनुहुनेछ र उहाँ सर्बोच्च परमेश्वरको पुत्र भनेर चिनिनु हुनेछ । परमप्रभु परमेश्वरले उहाँलाई उहाँको पिता दाऊदको सिंहासन दिनुहुनेछ ।
33 ૩૩ તે યાકૂબના વંશજો પર સર્વકાળ રાજ્ય કરશે, અને તેમના રાજ્યનો અંત આવશે નહિ.’” (aiōn )
उहाँ महान् हुनुहुनेछ र उहाँ सर्वोच्च परमेश्वरका पुत्र कहलाइनुहुनेछ । परमप्रभु परमेश्वरले उहाँलाई उहाँका पुर्खा दाऊदको सिंहासन दिनुहुनेछ । (aiōn )
34 ૩૪ મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘એ કેમ કરીને થશે? કેમ કે હું કુંવારી છું, અને હું કોઈ પુરુષ સાથે સંબંધમાં આવી નથી.’”
तब मरियमले स्वर्गदूतलाई भनिन्, “यो कसरी हुन सक्छ जब कि अहिलेसम्म म कुनै मानिससँग सुतेकै छैन?”
35 ૩૫ સ્વર્ગદૂતે તેને ઉત્તર આપ્યો કે, ‘પવિત્ર આત્મા તારા પર આવશે, અને પરાત્પર ઈશ્વરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે; માટે જે તારાથી જન્મ લેશે તેને પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે.
अनि स्वर्गदूतले जवाफ दिए, र उनलाई भने, “पवित्र आत्मा तिमीमाथि आउनुहुनेछ र सर्वोच्चका परमेश्वरको शक्तिले तिमीलाई ढाक्नेछ । त्यसैले, जो पवित्र जन्मनुहुनेछ उहाँलाई परमेश्वरका पुत्र भनेर बोलाइनेछ ।
36 ૩૬ જો, તારી સગી એલિસાબેતે પણ તેની વૃદ્ધાવસ્થામાં દીકરાનો ગર્ભ ધર્યો છે; અને જે નિ: સંતાન કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે.
अनि हेर, तिम्री नातेदार एलीशिबाले पनि उनको वृद्धावस्थामा एउटा छोरा जन्माउन गर्भवती भएकी छन् । उनलाई बाँझी भनिए तापनि उनी अहिले ६ महिनाको गर्भवती अवस्थामा छिन् ।
37 ૩૭ ‘કેમ કે ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!’
परमेश्वरको लागि कुनै पनि कुरा असम्भव हुनेछैन ।”
38 ૩૮ મરિયમે સ્વર્ગદૂતને કહ્યું કે, ‘જો, હું પ્રભુની સેવિકા છું, તારા કહ્યાં પ્રમાણે મને થાઓ.’ ત્યારે સ્વર્ગદૂત તેની પાસેથી ગયો.
मरियमले भनिन्, “हेर, म परमप्रभुकी दासी एक स्त्री हुँ । तपाईंको सन्देशअनुसार नै मेरो निम्ति होस् ।” त्यसपछि स्वर्गदूत उनीबाट बिदा भए ।
39 ૩૯ તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી દેશમાં યહૂદિયાના એક શહેરમાં તરત જ ગઈ.
त्यसपछि मरियम ती दिनहरूमा हतारिँदै यहूदाको पहाडी देशको एउटा सहरमा गइन् ।
40 ૪૦ ઝખાર્યાને ઘરે જઈને એલિસાબેતને સલામ કહી.
जहाँ उनी जकरियाको घरमा गइन् र एलीशिबालाई अभिवादन गरिन् ।
41 ૪૧ એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને.
जब एलीशिबाले मरियमको अभिवादन सुनिन्, उनको गर्भमा भएको बालक उफ्रियो र एलीशिबा पवित्र आत्माले भरिइन् ।
42 ૪૨ તથા ઊંચા સ્વરથી કહ્યું કે, ‘સ્ત્રીઓમાં તું આશીર્વાદિત છે, તારું બાળક પણ આશીર્વાદિત છે!’
तिनले ठुलो आवाजले उनलाई यसो भनिन्, “स्त्रीहरूमा तिमी धन्यकी हौ र तिम्रो गर्भको फल धन्यको होस् ।”
43 ૪૩ એ કૃપા મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે?
तब यो कसरी हुन कि सक्छ मेरा प्रभुकी आमा मकहाँ आउनुभयो?
44 ૪૪ કેમ કે, જો, તારી સલામનો અવાજ મારે કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું.
तब हेर, जब तिम्रो अभिवादनको आवाज मेरो कानमा आयो, मेरो गर्भमा भएको बालक आनन्दले उफ्रियो ।
45 ૪૫ જેણે વિશ્વાસ કર્યો તે આશીર્વાદિત છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂર્ણ થશે.
अनी जसले विश्वास गरेकी छिन्, धन्यकी हुन् किनकि जुन कुराहरू उनलाई परमप्रभुबाट भनिएको थियो ती पुरा हुनेछन् ।”
46 ૪૬ મરિયમે કહ્યું કે, મારો જીવ પ્રભુને મહાન માને છે,
मरियमले भनिन्, “मेरो प्राण परमभुमा आनन्दित छ ।
47 ૪૭ અને ઈશ્વર, મારા ઉદ્ધારકમાં મારો આત્મા હરખાયો છે.
र मेरो आत्मा परमप्रभु मेरो उद्धारकमा आनन्दित हुँदछ ।
48 ૪૮ કારણ કે તેમણે પોતાની સેવિકાની દીનાવસ્થા પર દ્ર્ષ્ટિ કરી છે; કેમ કે, જો, હવેથી સઘળી પેઢીઓ મને આશીર્વાદિત કહેશે.
किनकि उहाँले आफ्नी दासी स्त्रीको नीच अवस्थामा ध्यान दिनुभएको छ । अब हेर, अहिलेबाट सबै पुस्ताहरूले मलाई धन्यकी भन्नेछन् ।
49 ૪૯ કેમ કે પરાક્રમી ઈશ્વરે મારે સારુ મહાન કૃત્યો કર્યા છે, તેમનું નામ પવિત્ર છે.
किनकि सर्वशक्तिमान्ले मेरो लागि महान् कार्य गर्नुभएको छ, र उहाँको नाउँ पवित्र छ ।
50 ૫૦ જેઓ તેમનું સન્માન કરે છે, તેઓ પર તેમની દયા પેઢી દરપેઢી રહે છે.
जसले उहाँलाई आदर गर्छ, एउटा पुस्तादेखि एर्को पुस्तसम्म उहाँको दया रहिरहन्छ ।
51 ૫૧ તેમણે પોતાના પરાક્રમી હાથો વડે ઘણાં પરાક્રમી કાર્યો કર્યાં છે, અભિમાનીઓને તેઓનાં હૃદયની કલ્પનામાં તેમણે વિખેરી નાખ્યા છે.
उहाँका बाहुलीले शक्तिशाली कामहरू गरेका छन् । आफ्नो हृदयमा घमण्ड विचार भएकाहरूलाई उहाँले तितर-बितर पार्नुभएको छ ।
52 ૫૨ તેમણે રાજકર્તાઓને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને ગરીબોને ઊંચા કર્યા છે.
उहाँले राजकुमारहरूलाई तिनीहरूका सिंहासनबाट खसाल्नुभएको छ । अनि तल्लो अवस्थाकाहरूलाई उठाउनुभएको छ ।
53 ૫૩ તેમણે ભૂખ્યાંઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યા છે; અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યાં છે.
उहाँले भोकाहरूलाई असल थोकहरूले भरिदिनुहुन्छ, तर धनीहरूलाई रित्तै हात पठाउनुहुन्छ ।
54 ૫૪ આપણા પૂર્વજોને તેમના કહ્યાં પ્રમાણે, ઇબ્રાહિમ પર તથા તેના વંશ પર
त्यसकारण, आफ्नो दयालाई सम्झना गरेर, उहाँले आफ्नो दास इस्राएललाई सहायता दिनुभएको छ ।
55 ૫૫ સદા દયા કરવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.’” (aiōn )
जसरी उहाँले हाम्रा पुर्खाहरूलाई भनेजस्तै, अब्राहाम र उनका वंशसँग सदासर्वदा गर्नुहुनेछ ।” (aiōn )
56 ૫૬ મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, પછી પોતાને ઘરે પાછી ગઈ.
मरियम झन्डै तिन महिना एलीशिबासँग बसिन् र अनि आफ्नो घरमा फर्किन् ।
57 ૫૭ હવે એલિસાબેતના દિવસો પૂરા થયા, એટલે તેને દીકરો જનમ્યો.
अब एलीशिबाको बालक जन्माउने बेला आयो, र तिनले एउटा छोरा जन्माइन् ।
58 ૫૮ તેના પડોશીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે, પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓએ તેની સાથે આનંદ કર્યો.
जब तिनका छिमेकी र नातेदारहरूले परमप्रभुले तिनीमाथि महान् दया गर्नुभएको कुरा सुने, तब उनीहरू तिनीसँग आनन्दित भए ।
59 ૫૯ આઠમે દિવસે તેઓ છોકરાંની સુન્નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડવા માંગતા હતા;
अब बालक जन्मेको आठौँ दिनमा तिनीहरू बालकको खतना गर्न गए र तिनीहरूले उनलाई आफ्ना पिताको नाउँबाट नै जकरिया भनेर बोलाउन सक्थे ।
60 ૬૦ પણ તેની માએ તેઓને કહ્યું કે, ‘એમ નહિ, પણ તેનું નામ યોહાન પાડવું.’”
तर उनकी आमाले जवाफ दिएर भनिन्, “होइन, उनलाई यूहन्ना भनेर बोलाइनेछ ।”
61 ૬૧ તેઓએ તેને કહ્યું કે, ‘તારાં સગામાંના કોઈનું એવું નામ પાડેલું નથી.’”
तिनीहरूले तिनलाई भने, “तिम्रा नातेदारहरूका बिचमा यो नाउँ भएको त्यहाँ कोही पनि छैन ।”
62 ૬૨ તેઓએ ઇશારો કરીને તેના પિતાને પૂછ્યું કે, ‘તું તેનું શું નામ પાડવા ચાહે છે?’”
तिनीहरूले उनको बुबासँग इसारा गरेर बालकको नाउँ के राख्न चाहेका छन् भनेर तिनलाई सोधे ।
63 ૬૩ તેણે પથ્થરપાટી માગીને તેના પર લખ્યું કે, ‘તેનું નામ યોહાન છે.’”
उनले लेख्नका लागि पाटी मागे, र त्यसमा “तिनको नाउँ यूहन्ना हो” भनेर लेखे । त्यो देखेर तिनीहरू सबै अचम्मित भए ।
64 ૬૪ તેથી તેઓ સર્વ અચંબો પામ્યા. તરત ઝખાર્યાનું મુખ ઊઘડી ગયું, ને તેની જીભ છૂટી થઈ, તે ઈશ્વરની સ્તુતિ કરતો બોલવા લાગ્યો.
तुरुन्तै उनको मुख खुल्यो र जिब्रोको बन्धन टुट्यो, अनि तिनले बोल्न सुरु गरे र परमेश्वरको प्रशंसा गरे ।
65 ૬૫ તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, અને યહૂદિયાના આખા પહાડી દેશમાં એ વાતોની ચર્ચા ચાલી.
तिनीहरूका वरिपरि बस्नेहरूको बिचमा भय उत्पन्न भयो र त्यहाँ भएका कुराहरू यहूदाको पहाडी मुलुकभरि नै फैलियो ।
66 ૬૬ જેઓએ તે વાતો સાંભળી તે સર્વએ તે મનમાં રાખીને કહ્યું કે, ત્યારે આ છોકરો કેવો થશે? કેમ કે પ્રભુનો હાથ તેના પર હતો.
त्यसपछि यी कुरा सुन्ने सबैले आफ्नो हृदयमा राख्दै भने, “त्यसो भए, अब यो बालक कस्तो हुनेछ?” किनकि परमप्रभुको हात त्यस बालकसँग थियो ।
67 ૬૭ તેના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો કે,
उनका पिता जकरिया पवित्र आत्माले भरिए र यसो भन्दै अगमवाणी गरे,
68 ૬૮ ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.
“इस्राएलका परमप्रभु परमेश्वरको प्रशंसा होस्, किनभने उहाँले आफ्ना मानिसहरूका लागि सहायता र उद्धारको काम गर्नुभएको छ ।
69 ૬૯ તેમણે પોતાના સેવક દાઉદના કુળમાં, આપણે સારુ એક પરાક્રમી ઉદ્ધારનાર આપ્યા છે,
उहाँले हाम्रा निम्ति मुक्तिको सिङ्लाई उहाँका दास दाऊदको घरानाबाट शक्तिशाली रूपमा खडा गर्नुभएको छ ।
70 ૭૦ ( જગતના પહેલાથી ઈશ્વરે પવિત્ર પ્રબોધકોના મુખથી કહ્યું હતું તે પ્રમાણે, ), (aiōn )
प्राचीन कालमा उहाँका पवित्र अगमवक्ताहरूका मुखद्वारा बोल्नुभए झैँ भयो । (aiōn )
71 ૭૧ એટલે તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે;
उहाँले हाम्रा शत्रुहरू र हामीलाई घृणा गर्नेहरूबाट छुटकारा दिनुहुनेछ ।
72 ૭૨ એ સારુ કે તે આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર યાદ કરે,
यो उहाँले हाम्रा पुर्खाहरूप्रति दया प्रकट गर्न र उहाँको पवित्र करारलाई स्मरण गर्नलाई गर्नुभएको छ ।
73 ૭૩ એટલે તેમણે આપણા પિતા ઇબ્રાહિમની સાથે જે સમ ખાધા તે;
त्यो करारचाहिँ उहाँले हाम्रा पुर्खा अब्राहामसँग गर्नुभएको शपथ हो ।
74 ૭૪ એ માટે કે તે આપણે સારુ એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને, નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેમની આગળ
उहाँले हामीलाई हाम्रा शत्रुहरूका हातबाट मुक्त गर्न र उहाँको सम्मुख हाम्रो सारा जीवनभर
75 ૭૫ પવિત્રાઈથી તથા ન્યાયીપણાથી તેમની સેવા કરીએ.
पवित्रता र धार्मिकतामा उहाँको सेवा गर्नलाई योग्यको बनाउने शपथ खानुभयो ।
76 ૭૬ અને, ઓ પુત્ર, તું પરાત્પર ઈશ્વરનો પ્રબોધક કહેવાશે; કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુનો માર્ગ તૈયાર કરે,
हो, बालक तिमी, सर्वोच्चका अगमवक्ता कहलाइनेछौ, किनभने तिमी मानिसहरूका निम्ति मार्ग तयार पार्न प्रभुको अगि-अगि जानेछन् ।
77 ૭૭ તથા તેમના લોકોને પાપની માફી મળવા માટે તેઓને ઉદ્ધારનું જ્ઞાન આપશે.
तिनीहरूका पाप-क्षमाद्वारा उहाँले आफ्ना मानिसहरूलाई मुक्तिको ज्ञान दिनुभएको छ ।
78 ૭૮ અને આપણી માફી એ માટે થઈ કેમ કે આપણા ઈશ્વરની ઘણી દયા સ્વર્ગમાંથી ઉદ્ધારનાર ઊગતાં સૂર્ય સમાન આપણી પાસે આવે છે,
हाम्रा परमेश्वरले उहाँको कोमल कृपाको कारणले हामीलाई क्षमा गर्नुहुनेछ । यही कृपाद्वारा उहाँ हामीकहाँ बिहानको सूर्यझैँ आउनुहुनेछ ।
79 ૭૯ એ માટે કે અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ આપે તથા આપણા પગલાંને શાંતિના માર્ગમાં દોરી જાય.
मृत्युको अन्धकारको छायाँमा बस्ने मानिसहरूमाथि उहाँ चम्कनुहुनेछ । उहाँले हाम्रा गोडाहरूलाई शान्तिको मार्गतिर डोर्याउनुहुन्छ ।”
80 ૮૦ પુત્ર મોટો થયો, આત્મામાં બળવાન થતો ગયો, અને ઇઝરાયલમાં તેના જાહેર થવાનાં દિવસ સુધી તે અરણ્યમાં રહ્યો.
त्यसपछि बालक हुर्के र आत्मामा बलियो भए, र उनी इस्राएलमा देखा नपरेसम्म उजाड-स्थानमा नै बसे ।