< લૂક 14 >

1 અને એમ થયું કે ફરોશીઓના અધિકારીઓમાંના એકને ઘરે વિશ્રામવારના દિવસે ઈસુ જમવા ગયા હતા, ત્યારે તેઓ તેમને એક નજરે જોઈ રહ્યા હતા.
অনন্তরং ৱিশ্রামৱারে যীশৌ প্রধানস্য ফিরূশিনো গৃহে ভোক্তুং গতৱতি তে তং ৱীক্ষিতুম্ আরেভিরে|
2 એક માણસ ત્યાં હાજર હતો જેને જલંદર નામનો રોગ થયો હતો.
তদা জলোদরী তস্য সম্মুখে স্থিতঃ|
3 ઈસુએ નિયમશાસ્ત્રીઓને અને ફરોશીઓને ઉત્તર આપતા કહ્યું કે, વિશ્રામવારે કોઈને સાજાં કરવા તે ઉચિત છે કે નહિ?
ততঃ স ৱ্যৱস্থাপকান্ ফিরূশিনশ্চ পপ্রচ্ছ, ৱিশ্রামৱারে স্ৱাস্থ্যং কর্ত্তৱ্যং ন ৱা? ততস্তে কিমপি ন প্রত্যূচুঃ|
4 પણ તેઓ મૌન રહ્યા. ઈસુએ તે રોગીને સ્પર્શીને તેને સાજો કર્યો, અને તેને વિદાય કર્યો.
তদা স তং রোগিণং স্ৱস্থং কৃৎৱা ৱিসসর্জ;
5 ઈસુએ તેઓને કહ્યું કે, તમારામાંના કોઈનું ગધેડું અથવા બળદ કૂવામાં પડી જાય તો શું તમે વિશ્રામવારે તરત તેને બહાર કાઢશો કે નહિ?
তানুৱাচ চ যুষ্মাকং কস্যচিদ্ গর্দ্দভো ৱৃষভো ৱা চেদ্ গর্ত্তে পততি তর্হি ৱিশ্রামৱারে তৎক্ষণং স কিং তং নোত্থাপযিষ্যতি?
6 એ વાતોનો પ્રત્યુત્તર તેઓ તેમને આપી શક્યા નહિ.
ততস্তে কথাযা এতস্যাঃ কিমপি প্রতিৱক্তুং ন শেকুঃ|
7 ભોજનમાં નિમંત્રિતો કેવી રીતે મુખ્ય આસનો પસંદ કરતા, તે જોઈને તેમણે તેઓને દ્રષ્ટાંત કહ્યું કે,
অপরঞ্চ প্রধানস্থানমনোনীতৎৱকরণং ৱিলোক্য স নিমন্ত্রিতান্ এতদুপদেশকথাং জগাদ,
8 ‘કોઈ તને લગ્નમાં નિમંત્રે ત્યારે મુખ્ય આસન પર બેસી ન જા. એમ ન થાય કે તારા કરતાં કોઈ વિશેષ માનવંતા માણસને તેણે નિમંત્રણ આપેલું હોય.
ৎৱং ৱিৱাহাদিভোজ্যেষু নিমন্ত্রিতঃ সন্ প্রধানস্থানে মোপাৱেক্ষীঃ| ৎৱত্তো গৌরৱান্ৱিতনিমন্ত্রিতজন আযাতে
9 જેણે તને તથા તેને નિમંત્રણ આપેલું હોય તે આવીને તને કહે કે, ‘એને જગ્યા આપ’; ત્યારે તારે અપમાનિત થઈને સહુથી છેલ્લે સ્થાને બેસવું પડે.
নিমন্ত্রযিতাগত্য মনুষ্যাযৈতস্মৈ স্থানং দেহীতি ৱাক্যং চেদ্ ৱক্ষ্যতি তর্হি ৎৱং সঙ্কুচিতো ভূৎৱা স্থান ইতরস্মিন্ উপৱেষ্টুম্ উদ্যংস্যসি|
10 ૧૦ પણ કોઈ તને નિમંત્રે ત્યારે સહુથી છેવટની જગ્યાએ જઈ બેસ, કે તને નિમંત્રણ આપનાર તને કહે કે, ‘મિત્ર ઉપર આવ’; ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે.
১০অস্মাৎ কারণাদেৱ ৎৱং নিমন্ত্রিতো গৎৱাঽপ্রধানস্থান উপৱিশ, ততো নিমন্ত্রযিতাগত্য ৱদিষ্যতি, হে বন্ধো প্রোচ্চস্থানং গৎৱোপৱিশ, তথা সতি ভোজনোপৱিষ্টানাং সকলানাং সাক্ষাৎ ৎৱং মান্যো ভৱিষ্যসি|
11 ૧૧ કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.’”
১১যঃ কশ্চিৎ স্ৱমুন্নমযতি স নমযিষ্যতে, কিন্তু যঃ কশ্চিৎ স্ৱং নমযতি স উন্নমযিষ্যতে|
12 ૧૨ જેણે તેમને નિમંત્ર્યા હતા તેને પણ ઈસુએ કહ્યું કે, જયારે તું દિવસનું કે રાતનું ભોજન આપે, ‘ત્યારે કેવળ તારા મિત્રોને, ભાઈઓને, સગાંઓને, કે શ્રીમંત પડોશીઓને ન બોલાવ; એમ ન થાય કે કદાચ તેઓ પણ તને પાછા બોલાવે, અને તને બદલો મળે.
১২তদা স নিমন্ত্রযিতারং জনমপি জগাদ, মধ্যাহ্নে রাত্রৌ ৱা ভোজ্যে কৃতে নিজবন্ধুগণো ৱা ভ্রাতৃগণো ৱা জ্ঞাতিগণো ৱা ধনিগণো ৱা সমীপৱাসিগণো ৱা এতান্ ন নিমন্ত্রয, তথা কৃতে চেৎ তে ৎৱাং নিমন্ত্রযিষ্যন্তি, তর্হি পরিশোধো ভৱিষ্যতি|
13 ૧૩ પણ જયારે તું મિજબાની આપે ત્યારે ગરીબોને, અપંગોને, પાંગળાઓને તથા અંધજનોને તેડાવ.
১৩কিন্তু যদা ভেজ্যং করোষি তদা দরিদ্রশুষ্ককরখঞ্জান্ধান্ নিমন্ত্রয,
14 ૧૪ તેથી તું આશીર્વાદિત થઈશ; કેમ કે તને બદલો આપવાને તેઓની પાસે કંઈ નથી; પણ ન્યાયીઓના મરણોત્થાનમાં તને બદલો આપવામાં આવશે.’”
১৪তত আশিষং লপ্স্যসে, তেষু পরিশোধং কর্ত্তুমশক্নুৱৎসু শ্মশানাদ্ধার্ম্মিকানামুত্থানকালে ৎৱং ফলাং লপ্স্যসে|
15 ૧૫ તેમની સાથે જમવા બેઠેલાઓમાંના એકે એ વાત સાંભળીને તેમને કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યમાં જે રોટલી ખાશે તે આશીર્વાદિત છે.’”
১৫অনন্তরং তাং কথাং নিশম্য ভোজনোপৱিষ্টঃ কশ্চিৎ কথযামাস, যো জন ঈশ্ৱরস্য রাজ্যে ভোক্তুং লপ্স্যতে সএৱ ধন্যঃ|
16 ૧૬ પણ ઈસુએ તેને કહ્યું કે, ‘કોઈ એક માણસે રાતના મોટો ભોજન સમારંભ યોજ્યો. તેણે ઘણાંને આમંત્રણ આપ્યું.
১৬ততঃ স উৱাচ, কশ্চিৎ জনো রাত্রৌ ভেজ্যং কৃৎৱা বহূন্ নিমন্ত্রযামাস|
17 ૧૭ તે સમયે તેણે પોતાના નોકરને મોકલીને આમંત્રિત મહેમાનોને એમ કહેવડાવ્યું કે આવો; ‘કેમ કે હમણાં બધું ભોજન તૈયાર થયું છે’.
১৭ততো ভোজনসমযে নিমন্ত্রিতলোকান্ আহ্ৱাতুং দাসদ্ৱারা কথযামাস, খদ্যদ্রৱ্যাণি সর্ৱ্ৱাণি সমাসাদিতানি সন্তি, যূযমাগচ্ছত|
18 ૧૮ સર્વ એકસાથે બહાનાં કાઢવા લાગ્યા. પહેલાએ તેને કહ્યું કે, ‘મેં ખેતર વેચાતું લીધું છે, મારે જઈને તે જોવાની અગત્ય છે; હું તને વિનંતી કરું છું કે મને માફ કર.’”
১৮কিন্তু তে সর্ৱ্ৱ একৈকং ছলং কৃৎৱা ক্ষমাং প্রার্থযাঞ্চক্রিরে| প্রথমো জনঃ কথযামাস, ক্ষেত্রমেকং ক্রীতৱানহং তদেৱ দ্রষ্টুং মযা গন্তৱ্যম্, অতএৱ মাং ক্ষন্তুং তং নিৱেদয|
19 ૧૯ બીજાએ કહ્યું કે, ‘મેં પાંચ જોડ બળદ વેચાતા લીધા છે, અને હું તેમને પારખવા જાઉં છું; હું તને વિનંતી કરું છું કે મને માફ કર.’”
১৯অন্যো জনঃ কথযামাস, দশৱৃষানহং ক্রীতৱান্ তান্ পরীক্ষিতুং যামি তস্মাদেৱ মাং ক্ষন্তুং তং নিৱেদয|
20 ૨૦ અન્ય એકે કહ્યું કે, ‘મારું લગ્ન હમણાં જ થયું છે, માટે મારાથી અવાશે નહિ.’”
২০অপরঃ কথযামাস, ৱ্যূঢৱানহং তস্মাৎ কারণাদ্ যাতুং ন শক্নোমি|
21 ૨૧ પછી તે નોકરે આવીને પોતાના માલિકને બધી વાત કરી; ત્યારે ઘરના માલિકે ગુસ્સે થઈને પોતાના નોકરને કહ્યું કે, ‘શહેરના રસ્તાઓમાં તથા ગલીઓમાં જઈને ગરીબોને, અપંગોને, પાંગળાઓને અને અંધજનોને બોલાવી લાવ.’”
২১পশ্চাৎ স দাসো গৎৱা নিজপ্রভোঃ সাক্ষাৎ সর্ৱ্ৱৱৃত্তান্তং নিৱেদযামাস, ততোসৌ গৃহপতিঃ কুপিৎৱা স্ৱদাসং ৱ্যাজহার, ৎৱং সৎৱরং নগরস্য সন্নিৱেশান্ মার্গাংশ্চ গৎৱা দরিদ্রশুষ্ককরখঞ্জান্ধান্ অত্রানয|
22 ૨૨ તે નોકરે કહ્યું કે, માલિક, તમારા હુકમ પ્રમાણે કરવામાં આવ્યું છે, અને હજી પણ ત્યાં ઘણી જગ્યા ખાલી છે.’”
২২ততো দাসোঽৱদৎ, হে প্রভো ভৱত আজ্ঞানুসারেণাক্রিযত তথাপি স্থানমস্তি|
23 ૨૩ માલિકે કહ્યું કે, ‘રસ્તા પર તથા ગામડાંઓમાં જઈને તેઓને આગ્રહ કરીને બોલાવી લાવ, કે મારું ઘર ભરાઈ જાય.
২৩তদা প্রভুঃ পুন র্দাসাযাকথযৎ, রাজপথান্ ৱৃক্ষমূলানি চ যাৎৱা মদীযগৃহপূরণার্থং লোকানাগন্তুং প্রৱর্ত্তয|
24 ૨૪ કેમ કે હું તને કહું છું કે, પેલા માણસો જેઓ આમંત્રિત હતા તેઓમાંના કોઈ પણ હવે મારી મિજબાનીમાંથી ચાખશે નહિ.’”
২৪অহং যুষ্মভ্যং কথযামি, পূর্ৱ্ৱনিমন্ত্রিতানমেকোপি মমাস্য রাত্রিভোজ্যস্যাস্ৱাদং ন প্রাপ্স্যতি|
25 ૨૫ હવે ઘણાં લોક ઈસુની સાથે જતા હતા, અને તેઓને તેમણે પાછા ફરીને કહ્યું કે,
২৫অনন্তরং বহুষু লোকেষু যীশোঃ পশ্চাদ্ ৱ্রজিতেষু সৎসু স ৱ্যাঘুট্য তেভ্যঃ কথযামাস,
26 ૨૬ ‘જો કોઈ મારી પાસે આવે, અને પોતાનાં માતાનો અને પિતાનો, પત્નીનો, બાળકોનો, ભાઈઓનો તથા બહેનોનો, હા, પોતાના જીવનો પણ દ્રેષ ન કરે, તો તે મારો શિષ્ય થઈ શકતો નથી.
২৬যঃ কশ্চিন্ মম সমীপম্ আগত্য স্ৱস্য মাতা পিতা পত্নী সন্তানা ভ্রাতরো ভগিম্যো নিজপ্রাণাশ্চ, এতেভ্যঃ সর্ৱ্ৱেভ্যো ময্যধিকং প্রেম ন করোতি, স মম শিষ্যো ভৱিতুং ন শক্ষ্যতি|
27 ૨૭ જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
২৭যঃ কশ্চিৎ স্ৱীযং ক্রুশং ৱহন্ মম পশ্চান্ন গচ্ছতি, সোপি মম শিষ্যো ভৱিতুং ন শক্ষ্যতি|
28 ૨૮ કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરજ બાંધવા ચાહે, પણ પહેલાં બેસીને ખર્ચ નહિ ગણે, કે તે પૂરો કરવા જેટલું મારી પાસે છે કે નહિ?
২৮দুর্গনির্ম্মাণে কতিৱ্যযো ভৱিষ্যতি, তথা তস্য সমাপ্তিকরণার্থং সম্পত্তিরস্তি ন ৱা, প্রথমমুপৱিশ্য এতন্ন গণযতি, যুষ্মাকং মধ্য এতাদৃশঃ কোস্তি?
29 ૨૯ રખેને કદાચ પાયો નાખ્યા પછી તે પૂરો કરી શકે નહિ; ત્યારે જે જુએ તેઓ સર્વ તેની મશ્કરી કરવા લાગે,
২৯নোচেদ্ ভিত্তিং কৃৎৱা শেষে যদি সমাপযিতুং ন শক্ষ্যতি,
30 ૩૦ અને કહે કે, આ માણસ બાંધવા લાગ્યો, પણ પૂરું કરી શક્યો નહિ.
৩০তর্হি মানুষোযং নিচেতুম্ আরভত সমাপযিতুং নাশক্নোৎ, ইতি ৱ্যাহৃত্য সর্ৱ্ৱে তমুপহসিষ্যন্তি|
31 ૩૧ અથવા કયો રાજા એવો છે કે બીજા રાજાની સામે લડાઈ કરવા જતો હોય, પણ પહેલાં બેસીને વિચાર નહિ કરે, કે જે વીસ હજાર સૈનિકો લઈને મારી સામે આવે છે, તેની સામે હું દસ હજાર સૈનિકોને લઈ લડી શકીશ કે નહિ?
৩১অপরঞ্চ ভিন্নভূপতিনা সহ যুদ্ধং কর্ত্তুম্ উদ্যম্য দশসহস্রাণি সৈন্যানি গৃহীৎৱা ৱিংশতিসহস্রেঃ সৈন্যৈঃ সহিতস্য সমীপৱাসিনঃ সম্মুখং যাতুং শক্ষ্যামি ন ৱেতি প্রথমং উপৱিশ্য ন ৱিচারযতি এতাদৃশো ভূমিপতিঃ কঃ?
32 ૩૨ નહિ તો બીજો રાજા હજી ઘણો દૂર છે, એટલામાં તે એલચીઓને મોકલીને સુલેહની શરતો વિષે પૂછશે.
৩২যদি ন শক্নোতি তর্হি রিপাৱতিদূরে তিষ্ঠতি সতি নিজদূতং প্রেষ্য সন্ধিং কর্ত্তুং প্রার্থযেত|
33 ૩૩ તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.
৩৩তদ্ৱদ্ যুষ্মাকং মধ্যে যঃ কশ্চিন্ মদর্থং সর্ৱ্ৱস্ৱং হাতুং ন শক্নোতি স মম শিষ্যো ভৱিতুং ন শক্ষ্যতি|
34 ૩૪ મીઠું તો સારુ છે, પરંતુ જો મીઠું પણ સ્વાદ વગરનું થયું હોય, તો તે શાથી ખારું કરાશે?
৩৪লৱণম্ উত্তমম্ ইতি সত্যং, কিন্তু যদি লৱণস্য লৱণৎৱম্ অপগচ্ছতি তর্হি তৎ কথং স্ৱাদুযুক্তং ভৱিষ্যতি?
35 ૩૫ તે જમીનને સારુ અથવા ખાતરને સારુ યોગ્ય નથી; પણ માણસો તેને બહાર નાખી દે છે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’”
৩৫তদ ভূম্যর্থম্ আলৱালরাশ্যর্থমপি ভদ্রং ন ভৱতি; লোকাস্তদ্ বহিঃ ক্ষিপন্তি| যস্য শ্রোতুং শ্রোত্রে স্তঃ স শৃণোতু|

< લૂક 14 >