< યહોશુઆ 21 >
1 ૧ પછી લેવીઓના કુટુંબોના વડીલો એલાઝાર યાજક પાસે, નૂનના પુત્ર યહોશુઆ અને ઇઝરાયલના પૂર્વજોના આગેવાનો પાસે આવ્યા.
Начальники поколений левитских пришли к Елеазару священнику и к Иисусу, сыну Навину, и к начальникам поколений сынов Израилевых,
2 ૨ તેઓએ કનાન દેશના શીલોહ આગળ તેમને કહ્યું, “યહોવાહે મૂસાની મારફતે તેઓને આજ્ઞા આપી કે અમને રહેવા સારુ નગરો અને અમારા જાનવરોને માટે ઘાસવાળી જમીન આપવી.”
и говорили им в Силоме, в земле Ханаанской, и сказали: Господь повелел чрез Моисея дать нам города для жительства и предместья их для скота нашего.
3 ૩ તેથી ઇઝરાયલી લોકોએ યહોવાહની આજ્ઞા પ્રમાણે, પોતાના વારસામાંથી નગરો અને ગૌચરો લેવીઓને આપ્યાં.
И дали сыны Израилевы левитам из уделов своих, по повелению Господню, сии города с предместьями их.
4 ૪ કહાથીઓના કુટુંબોને માટે જે ચિઠ્ઠી પસંદ થઈ તેની આ પ્રમાણે કાર્યવાહી થઈ. લેવીઓમાંના હારુન યાજકોના વંશજોએ યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી અને બિન્યામીનના કુળમાંથી તેર નગરો પ્રાપ્ત કર્યા.
Вышел жребий племенам Каафовым; и досталось по жребию сынам Аарона священника, левитам, от колена Иудина, и от колена Симеонова, и от колена Вениаминова, тринадцать городов;
5 ૫ કહાથીઓના બાકીનાં કુટુંબોને માટે ચિઠ્ઠીઓ નાખતાં તેઓને એફ્રાઇમનાં કુળના કુટુંબોમાંથી, દાનના કુળમાંથી અને મનાશ્શાના અર્ધકુળમાંથી દસ નગરો પ્રાપ્ત થયાં.
а прочим сынам Каафа от племен колен Ефремова, и от колена Данова, и от половины колена Манассиина, по жребию, досталось десять городов;
6 ૬ ગેર્શોનપુત્રોને માટે ચિઠ્ઠીઓ નાખતા તેમને ઇસ્સાખાર કુળના કુટુંબોમાંથી, આશેરના કુળમાંથી, નફતાલીના કુળમાંથી અને બાશાનમાં મનાશ્શાના અર્ધકુળમાંથી તેર નગરો આપવામાં આવ્યા.
сынам Гирсоновым - от племен колена Иссахарова, и от колена Асирова, и от колена Неффалимова, и от половины колена Манассиина в Васане, по жребию, досталось тринадцать городов;
7 ૭ મરારીના વંશજોના જે લોકો હતા તેઓને રુબેનના, ગાદ અને ઝબુલોનના કુળમાંથી બાર નગરો પ્રાપ્ત થયા.
сынам Мерариным, по их племенам, от колена Рувимова, от колена Гадова и от колена Завулонова - двенадцать городов.
8 ૮ તેથી યહોવાહે મૂસાની મારફતે જે આજ્ઞા આપી હતી, તેમ ઇઝરાયલ લોકોએ ચિઠ્ઠીઓ નાખીને આ નગરો તેઓનાં ગૌચરો સહિત લેવીઓને આપ્યાં.
И отдали сыны Израилевы левитам сии города с предместьями их, как повелел Господь чрез Моисея, по жребию.
9 ૯ અને તેઓના નામની યાદી પ્રમાણે યહૂદાના કુળમાંથી, શિમયોનના કુળમાંથી, ઉપર દર્શાવ્યાં પ્રમાણેનાં નગરોના ભાગ તેઓને સોંપવામાં આવ્યા.
От колена сынов Иудиных, и от колена сынов Симеоновых, и от колена сынов Вениаминовых дали города, которые здесь названы по имени:
10 ૧૦ હારુનના વંશજો જે લેવીઓના કુળમાંથી પાછા ફર્યા હતા અને કહાથીઓના કુટુંબો મધ્યે હતા, તેમને આ નગરો આપવામાં આવ્યાં હતાં. કેમ કે પહેલી ચિઠ્ઠી તેઓના નામની નીકળી હતી.
сынам Аарона, из племен Каафовых, из сынов Левия так как жребий их был первый,
11 ૧૧ ઇઝરાયલીઓએ તેઓને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ-આર્બા અનાકના પિતાનું નગર, એટલે હેબ્રોન તેની આસપાસનાં ગૌચર સહિત આપ્યાં.
дали Кириаф-Арбы, отца Енакова, иначе Хеврон, на горе Иудиной, и предместья его вокруг его;
12 ૧૨ પણ નગરનાં ખેતરો અને તેનાં ગામો યફૂન્નેના પુત્ર કાલેબને અગાઉથી જ સુપ્રત કરાયા હતાં.
а поле сего города и села его отдали в собственность Халеву, сыну Иефонниину.
13 ૧૩ તેઓએ હારુન યાજકના વંશજોને મનુષ્યઘાતક માટેના આશ્રયનું નગર તે, હેબ્રોન તેનાં ગૌચર સહિત તથા લિબ્નાહ તેનાં ગૌચર સહિત અને
Итак сынам Аарона священника дали город убежища для убийцы - Хеврон и предместья его, Ливну и предместья ее,
14 ૧૪ યાત્તીર તેનાં ગૌચર સહિત, એશ્તમોઆ તેનાં ગૌચર સહિત.
Иаттир и предместья его, Ештемо и предместья его,
15 ૧૫ હોલોન પણ તેનાં ગૌચર સહિત, દબીર તેનાં ગૌચર સહિત આપ્યાં,
Холон и предместья его, Давир и предместья его,
16 ૧૬ આઈન તેનાં ગૌચર સહિત, યૂટ્ટા તેનાં ગૌચર સહિત અને બેથ-શેમેશ તેનાં ગૌચર સહિત. એ નવ નગરો આ બે કુળને આપવામાં આવ્યાં.
Аин и предместья его, Ютту и предместья ее, Беф-Шемеш и предместья его: девять городов от двух колен сих;
17 ૧૭ બિન્યામીનના કુળમાંથી ગિબ્યોન તેનાં ગૌચર સહિત, ગેબા તેનાં ગૌચર સહિત,
а от колена Вениаминова: Гаваон и предместья его, Геву и предместья ее,
18 ૧૮ અનાથોથ તેનાં ગૌચર સહિત તથા આલ્મોન તેનાં ગૌચર સહિત એ ચાર નગરો.
Анафоф и предместья его, Алмон и предместья его: четыре города.
19 ૧૯ હારુનના વંશજોના યાજકોને, બધાં મળીને કુલ તેર નગરો તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં હતાં.
Всех городов сынам Аароновым, священникам, досталось тринадцать городов с предместьями их.
20 ૨૦ કહાથના કુટુંબનાં જે લેવી પુત્રો હતા તેઓને માટે ચિઠ્ઠીઓ નાખતાં તે પ્રમાણે એફ્રાઇમનાં કુળમાંથી તેઓને નગરો આપવામાં આવ્યાં.
И племенам сынов Каафовых, левитов, прочим из сынов Каафовых, по жребию их, достались города от колена Ефремова;
21 ૨૧ તેઓને એફ્રાઇમનાં પહાડી પ્રદેશમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર શખેમ તેનાં ગૌચર સહિત તથા ગેઝેર તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં હતાં,
дали им город убежища для убийцы - Сихем и предместья его, на горе Ефремовой, Гезер и предместья его,
22 ૨૨ કિબ્સાઈમ તેનાં ગૌચર સહિત તથા બેથ-હોરોન તેનાં ગૌચર સહિત. એ ચાર નગરો તેઓને આપ્યાં.
Кивцаим и предместья его, Беф-Орон и предместья его: четыре города;
23 ૨૩ દાનના કુળમાંથી કહાથના કુટુંબોને એલ્તકે તેનાં ગૌચર સહિત, ગિબ્બથોન તેનાં ગૌચર સહિત આપ્યાં હતાં,
от колена Данова: Елфеке и предместья его, Гиввефон и предместья его,
24 ૨૪ આયાલોન તેનાં ગૌચર સહિત, ગાથ-રિમ્મોન તેનાં ગૌચર સહિત. ચાર નગરો આપવામાં આવ્યાં.
Аиалон и предместья его, Гаф-Риммон и предместья его: четыре города;
25 ૨૫ કહાથના કુટુંબનાં મનાશ્શાના અર્ધકુળમાંથી, તાનાખ તેનાં ગૌચર સહિત તથા ગાથ-રિમ્મોન તેનાં ગૌચર સહિત એ બે નગરો આપવામાં આવ્યાં.
от половины колена Манассиина: Фаанах и предместья его, Гаф-Риммон и предместья его: два города.
26 ૨૬ કહાથના બાકીના કુટુંબોના સર્વ મળીને દસ નગરો તેનાં ગૌચર સહિત આપવામાં આવ્યાં.
Всех городов с предместьями их прочим племенам сынов Каафовых досталось десять.
27 ૨૭ મનાશ્શાના અર્ધકુળમાંથી બાશાનમાંનું ગોલાન તેનાં ગૌચર સહિત, બેશ્તરા તેનાં ગૌચર સહિત. એ બે નગરો લેવીઓના કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને આપવામાં આવ્યાં.
А сынам Гирсоновым, из племен левитских дали: от половины колена Манассиина город убежища для убийцы - Голан в Васане и предместья его, и Беештеру и предместья ее: два города;
28 ૨૮ ગેર્શોનના કુટુંબોથી ઇસ્સાખારના કુળમાંથી કિશ્યોન તેનાં ગૌચર સહિત, દાબરાથ તેનાં ગૌચર સહિત,
от колена Иссахарова: Кишион и предместья его, Давраф и предместья его,
29 ૨૯ યાર્મૂથ તેનાં ગૌચર સહિત એન-ગાન્નીમ તેનાં ગૌચર સહિત ચાર નગરો આપવામાં આવ્યાં.
Иармуф и предместья его, Ен-Ганним и предместья его: четыре города;
30 ૩૦ આશેરના કુળમાંથી મિશાલ અને તેના ગૌચર સહિત, આબ્દોન તેના ગૌચર સહિત,
от колена Асирова: Мишал и предместья его, Авдон и предместья его,
31 ૩૧ હેલ્કાથ તેના ગૌચર સહિત અને રહોબ તેનાં ગૌચર સહિત એ ચાર નગરો આપવામાં આવ્યાં.
Хелкаф и предместья его, Рехов и предместья его: четыре города;
32 ૩૨ નફતાલીના કુળમાંથી ગાલીલમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર કેદેશ તેનાં ગૌચર સહિત, હામ્મોથ-દોર તેનાં ગૌચર સહિત તથા કાર્તાન તેનાં ગૌચર સહિત એ ત્રણ નગરો આપ્યાં.
от колена Неффалимова город убежища для убийцы - Кедес в Галилее и предместья его, Хамоф-Дор и предместья его, Карфан и предместья его: три города.
33 ૩૩ ગેર્શોનીઓનાં કુટુંબો માટે, તેનાં ગૌચરો સહિત બધાં મળીને તેર નગરોનો સમાવેશ થતો હતો.
Всех городов сынам Гирсоновым, по племенам их, досталось тринадцать городов с предместьями их.
34 ૩૪ બાકી રહેલા લેવીઓને એટલે મરારીના કુટુંબોને ઝબુલોનના કુળમાંથી યોકનામ તેનાં ગૌચર સહિત, કાર્તા તેનાં ગૌચર સહિત,
Племенам сынов Мерариных, остальным левитам, дали: от колена Завулонова Иокнеам и предместья его, Карфу и предместья ее,
35 ૩૫ દિમ્ના તેનાં ગૌચર સહિત, નાહલાલ તેનાં ગૌચર સહિત. એ ચાર નગરો આપવામાં આવ્યાં.
Димну и предместья ее, Нагалал и предместья его: четыре города;
36 ૩૬ રુબેનના કુળમાંથી મરારીના કુટુંબોને બેસેર તેનાં ગૌચરો સહિત, યાહસા તેનાં ગૌચરો સહિત,
по ту сторону Иордана против Иерихона от колена Рувимова дан город убежища для убийцы Бецер в пустыне Мисор и предместья его, Иааца и предместья ее,
37 ૩૭ કદેમોથ તેનાં ગૌચરો સહિત તથા મેફાથ તેનાં ગૌચરો સહિત એ ચાર નગરો આપવામાં આવ્યાં.
Кедемоф и предместья его, Мефааф и предместья его: четыре города;
38 ૩૮ તેઓએ ગાદના કુળમાંથી ગિલ્યાદમાંનું મનુષ્યઘાતક માટેનું આશ્રયનગર રામોથ તેનાં ગૌચરો સહિત તથા માહનાઇમ તેનાં ગૌચરો સહિત.
от колена Гадова: города убежища для убийцы - Рамоф в Галааде и предместья его, Маханаим и предместья его,
39 ૩૯ હેશ્બોન તેનાં ગૌચરો સહિત તથા યાઝેર તેનાં ગૌચરો સહિત બધાં મળીને કુલ ચાર નગરો.
Есевон и предместья его, Иазер и предместья его: всех городов четыре.
40 ૪૦ આ બધાં નગરો, મરારીપુત્રોના અનેક કુટુંબોના નગરો હતાં, જે લેવીના કુળથી ચિઠ્ઠી નાખવાથી તેઓને આપવામાં આવ્યાં હતાં.
Всех городов сынам Мерариным по племенам их, остальным племенам левитским, по жребию досталось двенадцать городов.
41 ૪૧ ઇઝરાયલના લોકોએ કબજે કરેલી જમીનની મધ્યેથી લેવીઓએ અડતાળીસ નગરો તેનાં ગૌચર સહિત મેળવ્યાં.
Всех городов левитских среди владения сынов Израилевых было сорок восемь городов с предместьями их.
42 ૪૨ આ નગરોમાં પ્રત્યેક નગરની આસપાસ તેનાં ગૌચરો હતાં. એ જ પ્રમાણે એ સર્વ નગરોનું હતું.
При городах сих были при каждом городе предместья вокруг него: так было при всех городах сих.
43 ૪૩ તે પ્રમાણે તેમણે ઇઝરાયલને તે સઘળો દેશ આપ્યો. યહોવાહે ઇઝરાયલના પૂર્વજોને જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી. ઇઝરાયલીઓએ તેનો કબજો લીધો અને ત્યાં વસવાટ કર્યો.
Таким образом отдал Господь Израилю всю землю, которую дать клялся отцам их, и они получили ее в наследие и поселились на ней.
44 ૪૪ પછી યહોવાહે તેઓને બધી બાજુએથી શાંતિ આપી કે જેની તેમણે તેઓના પૂર્વજો સાથે પ્રતિજ્ઞા કરી હતી. તેઓના સર્વ શત્રુમાંથી કોઈ તેઓને હરાવી શક્યું નહિ. યહોવાહ તેઓના સર્વ શત્રુઓને તેઓના હાથમાં સોંપ્યા.
И дал им Господь покой со всех сторон, как клялся отцам их, и никто из всех врагов их не устоял против них; всех врагов их предал Господь в руки их.
45 ૪૫ યહોવાહે ઇઝરાયલના ઘરનાઓને જે કંઈ વચન આપ્યું હતું તે સર્વમાંથી એકેય પૂરું થયા વિના રહ્યું નહિ. તેમાંના તમામ વચનો પરિપૂર્ણ થયાં.
Не осталось неисполнившимся ни одно слово из всех добрых слов, которые Господь говорил дому Израилеву; все сбылось.