< યહોશુઆ 2 >
1 ૧ પછી નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટીમની છાવણીમાંથી બે માણસોને જાસૂસો તરીકે છૂપી રીતે મોકલ્યા. તેણે કહ્યું, “જાઓ, દેશની તથા યરીખોની માહિતી મેળવો.” તેઓ ત્યાંથી ગયા અને એક ગણિકા કે જેનું નામ રાહાબ હતું તેના ઘરે આવ્યા અને ત્યાં રહ્યા.
農的兒子若蘇厄由史廷暗中派出兩個人作偵探說:「你們去察看那地和耶利哥! 」他們就去了,來到一個名叫辣哈布的妓女家中,就住在那裏。
2 ૨ યરીખોના રાજાને જાણ થઈ કે, દેશની જાસૂસી કરવાને ઇઝરાયલના માણસો અહીં આવ્યા છે.
有人報告耶里哥王說:「夜間有兩個以色列人到了這裡,偵探這地方。」
3 ૩ યરીખોના રાજાએ રાહાબને કહેવડાવી મોકલ્યું કે, “જે માણસો તારે ઘરે આવીને તારા ઘરમાં પ્રવેશ્યા છે તેઓને બહાર કાઢ, કેમ કે તેઓ આખા દેશની જાસૂસી કરવા માટે આવ્યા છે.”
耶里哥王遂派人到辣哈布那裡說:「將那來到你家中的兩個人交出來,因為他們是來偵探這地方的。」
4 ૪ પણ તે સ્ત્રીએ તે બે માણસને સંતાડ્યા. અને રાજાને કહ્યું, “હા, એ માણસો મારી પાસે આવ્યા હતા ખરા પણ તેઓ ક્યાંના હતા તે હું જાણતી નથી.
但是那女人預先將那兩個人藏起來,就這樣回答說:「那兩個人的確來過我這裡,但他們是從那裡來的,我卻不知道。
5 ૫ જયારે સાંજ થઈ ત્યારે નગરનો દરવાજો બંધ કરવાના સમયે તેઓ અહીંથી ગયા. હું જાણતી નથી કે તે માણસો ક્યાં ગયા. જો તમે તેઓની પાછળ ઉતાવળે જશો તો તેઓને પકડી પાડશો.”
天黑快關城門時,他們兩人出去了;往那裡去了,我也不知道。你們快去追趕,也許還可趕上他們。」
6 ૬ પણ તેણે તો તેમને અગાશી પર લાવીને ત્યાં મૂકેલી શણની સરાંઠીઓમાં છુપાવ્યા હતા.
原來她叫那兩個人上了屋頂,藏在她屋頂上堆積的麻秸內。
7 ૭ તેથી તે માણસોએ યર્દન તરફ જવાના રસ્તે તેઓનો પીછો કર્યો. પીછો કરનારા બહાર ગયા ત્યારે લોકોએ દરવાજો બંધ કરી દીધો.
來問的人便沿著約但河,直向渡口去追趕;追趕的人一出去,城門就關了。
8 ૮ તે માણસો સૂઈ જાય તે પહેલાં રાહાબ તેઓની પાસે અગાશી પર આવી.
他們還沒有睡,那女人就上到屋頂,
9 ૯ તેણે કહ્યું, “હું જાણું છું કે યહોવાહે આ દેશ તમને આપ્યો છે અને તમારો અમને ભય લાગે છે. દેશના રહેવાસીઓ તમારાથી થરથર કાંપે છે.
對他們二人說:「我知道上主已將這地方交給了你們;你們真叫我們害怕,此地所有的居民,對你們都恐懼不已。
10 ૧૦ તમે મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાહે કેવી રીતે લાલ સમુદ્રનાં પાણી સૂકવી નાખ્યાં હતાં તે અમે સાંભળ્યું છે. અને યર્દનની બીજી બાજુના અમોરીઓના બે રાજા સીહોન તથા ઓગ, જેઓનો તમે સંપૂર્ણ નાશ કર્યો હતો, તેઓની તમે શી દશા કરી હતી તે અમે સાંભળ્યું છે.
因為我們聽說,你們出埃及時,上主怎樣使紅海在你們面前乾涸;你們又怎樣對待了約但河東岸的兩個阿摩黎王,即息紅和敖格,將他們完全消滅。
11 ૧૧ જ્યારે એ સાંભળ્યું ત્યારે અમે ખૂબ જ ડરી ગયા અને કોઈનામાં હિંમત રહી નહિ કેમ કે યહોવાહ તમારા પ્રભુ તે જ ઉપર આકાશના અને નીચે પૃથ્વીના યહોવાહ છે.
我們聽了,心都冷了,沒有一人再有勇氣來對抗你們,因為上主你們的天主,就是上天下地的天主。
12 ૧૨ માટે હવે, યહોવાહનાં સમ આપીને હું તમને વિનંતી કરું છું કે, જેમ મેં તમારા પર દયા કરી તેમ તમે પણ મારા પિતાના ઘર પર દયા કરો. મને સ્પષ્ટ નિશાની આપો
現在請你們指著上主對我起誓,我既然恩待了你們,你們也要恩待我的父家,請給我一個安全的保證,
13 ૧૩ અને તમે મારા પિતા, માતા, ભાઈઓ, બહેનો અને તેઓનાં કુટુંબોના સર્વસ્વને બચાવશો અને અમારા જીવ ઉગારશો.”
使我的父母、兄弟、姊妹和他們所有的一切人,都能生存,救我們的性命免於死亡。」
14 ૧૪ તે માણસોએ તેને કહ્યું, “જો તમે અમારા વિષે કોઈને કશું નહિ કહી દો તો તમારા બદલે અમારા જીવ જાઓ. અને જયારે યહોવાહ અમને આ દેશ આપશે ત્યારે અમે તમારા પ્રત્યે દયાળુ અને વિશ્વાસુ રહીશું.”
他們二人回答她說:「如果你不洩漏我們的約定,我們願拿性命為你們擔保;當上主將這地方交給我們時,我們必慈善忠厚地對待你。」
15 ૧૫ ત્યારે તેણે દોરડાનો ઉપયોગ કરીને તેઓને બારીમાંથી નીચે ઉતાર્યા; કારણ કે તે જે ઘરમાં રહેતી હતી તે નગરકોટની ઉપર બંધાયેલું હતું.
那女人於是用繩子將他們二人由窗戶縋下去,因為她的房屋是在城牆上,她也住在城牆上。
16 ૧૬ અને તેણે તેઓને કહ્યું, “તમે જઈને પર્વતમાં સંતાઈ રહો, નહિ તો પીછો કરનારાઓ તમને પકડી લેશે. તેઓ પાછા વળે ત્યાં સુધી ત્રણ દિવસ સંતાઈ રહેજો. પછી તમારા રસ્તે આગળ જજો.”
她又對他們說:「你們要往山中去,免得追趕的人遇見你們。你們在那裡躲藏三天,等追趕的人回來,然後再上道。」
17 ૧૭ તે માણસોએ તેને કહ્યું, આ જે પ્રતિજ્ઞા તેં અમારી પાસે લેવડાવી છે તે વિષે અમે એ પ્રમાણે નિર્દોષ રહીશું.
他們二人對她說:「如果你不這樣作,你叫我們所起的誓,我們將不負責:
18 ૧૮ જયારે અમે આ દેશની અંદર આવીએ ત્યારે જે બારીમાંથી તેં અમને નીચે ઉતાર્યા, ત્યાં તું આ લાલ રંગની દોરી બાંધજે, તારા પિતાને, માતાને, ભાઈઓને તથા તારા ઘરનાં સર્વને તારા ઘરમાં ભેગાં કરી રાખજે.
就是當我們再到這地方時,你應將這根朱紅線繫在你縋下我們的窗戶上,並且叫你的父母、兄弟和你父親全家人口,都聚集在你這屋內。
19 ૧૯ એમ થશે કે જે કોઈ તારા ઘરના બારણાની બહાર નગરમાં જશે તેઓનું રક્ત તેઓના પોતાના માથે પણ અમે તે સંબંધી નિર્દોષ રહીશું. પણ જે કોઈ તારી સાથે તારા ઘરમાં હશે તેના પર જો કોઈનો હાથ પડે તો તેનું રક્ત અમારે માથે.
誰若走出你的屋門,他的血應由他自己承當,我們不負責任;但凡同你在屋內的,如有人下手加害他,他的血將由我們承當。
20 ૨૦ પણ જો તું અમારી આ વાત વિષે કહી દે તો પછી જે વચનના સમ તેં અમને આપ્યાં તે સમ વિષે અમે નિર્દોષ રહીશું.”
但是你若洩漏了我們的約定,那麼,你叫我們所起的誓,我們便不負責。」
21 ૨૧ ત્યારે રાહાબે કહ્યું, તમારા કહ્યા પ્રમાણે થાઓ. તેણે તેઓને વિદાય કર્યા અને તેઓ ચાલ્યા ગયા, અને તેણે લાલ રંગની દોરી બારીએ બાંધી.
她回答說:「就照你們說的做罷!」於是打發他們二人走了。他們走後,她遂把那根朱紅線繫在她的窗戶上。
22 ૨૨ તેઓ પર્વત પર પહોંચ્યા અને તેઓની પાછળ પડનારાઓ પાછા વળ્યા એ દરમિયાન ત્રણ દિવસો સુધી ત્યાં જ રહ્યા. પીછો કરનારાઓએ આખા રસ્તે તેઓને શોધ્યા કર્યા પણ તેઓ મળ્યા નહિ.
他們出去,到了山上,在那裡住了三天,直到追趕的人回去。追趕的人一路尋找他們,結果沒有找到。
23 ૨૩ અને તે બે માણસો પર્વત પરથી પાછા ઊતર્યા અને નદી ઓળંગીને નૂનના દીકરા યહોશુઆ પાસે પાછા આવ્યા, તેઓને જે અનુભવ થયા હતા તે બધી માહિતી તેને કહી સંભળાવી.
他們二人轉身,由山上下來,渡過了約但河,回到農的兒子若蘇厄那裡,將他們所遇見的事,一一報告給他。
24 ૨૪ તેઓએ યહોશુઆને કહ્યું કે, “નિશ્ચે યહોવાહે આખો દેશ આપણને આપ્યો છે; વળી તે દેશના સર્વ રહેવાસીઓ આપણી આગળ ખૂબ જ ડરી ગયા છે અને ઠંડા પડી ગયા છે.”
他們對若蘇厄說:「上主實在已將那整個地域交在我們手中,因為那地方的居民對我們都十分恐懼。」