< યૂના 2 >

1 ત્યારે યૂનાએ માછલીના પેટમાં રહીને પોતાના ઈશ્વર યહોવાહની પ્રાર્થના કરી.
Yunus béliqning qarnida turup Perwerdigargha mundaq dua qildi: —
2 તેણે કહ્યું, “મારી વિપત્તિ સંબંધી મેં ઈશ્વરને વિનંતી કરી, અને તેમણે મને જવાબ આપ્યો; શેઓલના ઊંડાણમાંથી સહાયને માટે મેં પોકાર કર્યો! અને મારો અવાજ સાંભળ્યો.” (Sheol h7585)
«Men derd-elimimdin Perwerdigargha peryad kötürdum, U manga ijabet qildi. Men tehtisaraning tektidin peryad qildim, Sen awazimgha qulaq salding. (Sheol h7585)
3 “હે પ્રભુ તમે મને સમુદ્રના ઊંડાણમાં ફેંક્યો હતો, મારી આસપાસ પાણી હતા; તેના સર્વ મોજાં અને છોળો, મારા પર ફરી વળ્યાં.”
Chünki Sen méni déngiz tektige, déngiz qarnigha tashliwetting, Kelkün éqinliri méni arisigha éliwaldi, Séning barliq dolqunliring hem örkeshliring üstümdin ötüp ketti;
4 અને મેં કહ્યું, “મને તમારી નજર આગળ ફેંકી દેવામાં આવ્યો છે; તોપણ હું ફરીથી તમારા પવિત્ર સભાસ્થાન તરફ જોઈશ.’
We men: «Men neziringdin tashliwétilgenmen; Biraq men yenila muqeddes ibadetxananggha qarap ümid bilen telmürimen» — dédim.
5 મારું જીવન નષ્ટ થઈ જાય એ રીતે પાણી મારી આસપાસ ફરી વળ્યાં, આજુબાજુ ઊંડાણ હતું; મારા માથાની આસપાસ દરિયાઈ વનસ્પતિ વીંટાળાઈ વળી હતી.
Sular méni yutup ketküdek derijide oriwaldi, Déngiz tekti méni qapsiwaldi; Déngiz chöpliri béshimgha chirmishiwaldi.
6 હું તો પર્વતોનાં તળિયાં સુધી નીચે ઊતરી ગયો; મને અંદર રહેવા દઈને હમેશાંને માટે પૃથ્વીએ પોતાનાં બારણાં બંધ કરી દીધાં. તેમ છતાં હે મારા ઈશ્વર પ્રભુ, તમે મારા જીવને ખાડામાંથી બહાર લાવ્યા છો.
Men taghlarning teglirigiche chüshüp kettim; Yer-zémin tégidiki taqaqlar méni ebedil’ebedkiche qamap qoydi; Halbuki, Sen jénimni hang ichidin chiqarding, i Perwerdigar Xudayim.
7 જયારે મારો આત્મા મારામાં મૂર્છિત થયો, ત્યારે મેં ઈશ્વરનું ધ્યાન ધર્યું; અને મારી પ્રાર્થના તમારી સંમુખ, તમારા પવિત્ર ઘરમાં પહોંચી.
Jénim ichimde halidin ketkende Perwerdigarni ésimge keltürdum, Duayim Sanga yétip, Muqeddes ibadetxananggha kirip keldi.
8 જેઓ નકામા દેવો પર લક્ષ આપે છે તેઓ પોતાના પર કૃપા દર્શાવનારને વિસરી જાય છે.
Bimene erzimes butlargha choqun’ghanlar özige nésip bolghan méhribanliqtin mehrum bolidu.
9 પણ હું મારા જીવનથી, આભારસ્તુતિ કરીને તમને બલિદાન ચઢાવીશ; જે પ્રતિજ્ઞા મેં લીધી છે તે હું પૂરી કરીશ. ઉદ્ધાર, ઈશ્વર દ્વારા જ છે.
Biraq men bolsam teshekkür sadayim bilen Sanga qurbanliq qilimen; Men ichken qesemlirimni Séning aldingda ada qilimen. Nijat-qutquzush Perwerdigardindur!»
10 ૧૦ પછી ઈશ્વરે માછલીને આજ્ઞા કરી. અને તેણે પેટમાંથી યૂનાને બહાર કાઢીને કોરી જમીન પર મૂક્યો.
Perwerdigar béliqqa buyrudi, béliq Yunusni quruqluqqa qey qildi.

< યૂના 2 >