< યોહાન 2 >

1 ત્રીજે દિવસે ગાલીલના કાના ગામમાં લગ્ન હતું; અને ઈસુનાં મા ત્યાં હતાં.
И в третий день брак бысть в Кане Галилейстей: и бе Мати Иисусова ту.
2 ઈસુને તથા તેમના શિષ્યોને પણ તે લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
Зван же бысть Иисус и ученицы Его на брак.
3 જ્યારે દ્રાક્ષારસ ખૂટ્યો ત્યારે મરિયમ ઈસુને કહે છે કે, ‘તેઓની પાસે દ્રાક્ષારસ નથી.’”
И недоставшу вину, глаголгола Мати Иисусова к Нему: вина не имут.
4 ઈસુ તેને કહે છે, ‘સ્ત્રી, મારે અને તારે શું? મારો સમય હજી આવ્યો નથી.’”
Глагола Ей Иисус: что (есть) Мне и Тебе, Жено? Не у прииде час Мой.
5 તેમની મા ચાકરોને કહે છે કે, ‘જે કંઈ તે તમને કહે તે કરો.’”
Глаголгола Мати Его слугам: еже аще глаголет вам, сотворите.
6 હવે યહૂદીઓની શુદ્ધિકરણની રીત પ્રમાણે દરેકમાં સો લીટર પાણી ભરાય એવાં પથ્થરના છ કુંડાં ત્યાં મૂકેલાં હતાં.
Беху же ту водоноси каменни шесть, лежаще по очищению Иудейску, вместящии по двема или трием мерам.
7 ઈસુએ તેઓને કહ્યું, ‘તે કુંડાંઓમાં પાણી ભરો.’ એટલે તેઓએ કુંડાંને છલોછલ ભર્યાં.
Глагола им Иисус: наполните водоносы воды. И наполниша их до верха.
8 પછી ઈસુએ તેઓને કહ્યું કે, ‘હવે કાઢીને જમણનાં કારભારી પાસે લઈ જાઓ.’ અને તેઓ લઈ ગયા.
И глагола им: почерпите ныне и принесите архитриклинови. И принесоша.
9 જયારે જમણનાં કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, પણ તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો પણ જે ચાકરોએ પાણી ભર્યું હતું તેઓ જાણતા હતા, ત્યારે જમણનાં કારભારીએ વરને બોલાવીને,
Якоже вкуси архитриклин вина бывшаго от воды, и не ведяше, откуду есть: слуги же ведяху почерпшии воду: пригласи жениха архитриклин
10 ૧૦ કહ્યું, ‘દરેક માણસ પહેલાં ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે; અને માણસોએ તે સારી રીતે પીધા પછી સામાન્ય દ્રાક્ષારસ પીરસે છે. પણ તમે અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખી મૂક્યો છે.’”
и глагола ему: всяк человек прежде доброе вино полагает, и егда упиются, тогда хуждшее: ты (же) соблюл еси доброе вино доселе.
11 ૧૧ ઈસુએ પોતાના અદ્ભૂત ચમત્કારિક ચિહ્નોનો આરંભ ગાલીલના કાના ગામમાં કરીને પોતાનો મહિમા પ્રગટ કર્યો; અને તેમના શિષ્યોએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
Се сотвори начаток знамением Иисус в Кане Галилейстей и яви славу Свою: и вероваша в Него ученицы Его.
12 ૧૨ ત્યાર પછી ઈસુ, તેમની મા, તેમના ભાઈઓ તથા તેમના શિષ્યો કપરનાહૂમમાં આવ્યાં પણ ત્યાં તેઓ વધારે દિવસ રહ્યાં નહિ.
По сем сниде в Капернаум Сам и Мати Его, и братия Его и ученицы Его: и ту не многи дни пребыша.
13 ૧૩ હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરુશાલેમ ગયા.
И близ бе Пасха Иудейска, и взыде во Иерусалим Иисус
14 ૧૪ ત્યાં ભક્તિસ્થાનમાં તેમણે બળદ, ઘેટાં, કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા જોયા.
и обрете в церкви продающая овцы и волы и голуби, и пеняжники седящыя.
15 ૧૫ ત્યારે ઈસુએ દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં, બળદ સહિત, ભક્તિસ્થાનમાંથી કાઢી મૂક્યાં; નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને આસનો ઊંધા વાળ્યાં;
И сотворив бичь от вервий, вся изгна из церкве, овцы и волы: и торжником разсыпа пенязи и дски опроверже:
16 ૧૬ કબૂતર વેચનારાઓને પણ તેમણે કહ્યું કે, ‘આ બધું અહીંથી લઈ જાઓ; મારા પિતાના ઘરને વેપારનું ઘર ન બનાવો.’”
и продающым голуби рече: возмите сия отсюду и не творите дому Отца Моего дому купленаго.
17 ૧૭ તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, ‘તારા ઘરનો ઉત્સાહ મને કોરી ખાય છે.’”
Помянуша же ученицы Его, яко писано есть: жалость дому Твоего снесть Мя.
18 ૧૮ તેથી યહૂદીઓએ તેમને પૂછ્યું કે, ‘તું આ કામો કરે છે, તો અમને કયું ચમત્કારિક ચિહ્ન બતાવીશ?’”
Отвещаша же Иудее и реша Ему: кое знамение являеши нам, яко сия твориши?
19 ૧૯ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘આ સભાસ્થાનને તોડી પાડો અને ત્રણ દિવસમાં હું તેને ઊભું કરીશ.’”
Отвеща Иисус и рече им: разорите церковь сию, и треми денми воздвигну ю.
20 ૨૦ ત્યારે યહૂદીઓએ કહ્યું કે, ‘આ સભાસ્થાનને બાંધતા છેંતાળીસ વર્ષ લાગ્યાં છે અને શું તું તેને ત્રણ દિવસમાં ઊભું કરશે?’”
Реша же Иудее: четыредесять и шестию лет создана бысть церков сия, и Ты ли треми денми воздвигнеши ю?
21 ૨૧ પણ ઈસુ પોતાના શરીરરૂપી ભક્તિસ્થાન વિષે બોલ્યા હતા.
Он же глаголаше о церкви тела Своего.
22 ૨૨ માટે જયારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, તેમણે તેઓને એ કહ્યું હતું; અને તેઓએ શાસ્ત્રવચન પર તથા ઈસુએ કહેલા વચન પર વિશ્વાસ કર્યો.
Егда убо воста от мертвых, помянуша ученицы Его, яко се глаголаше, и вероваша Писанию и словеси, еже рече Иисус.
23 ૨૩ હવે પાસ્ખાપર્વના સમયે ઈસુ યરુશાલેમમાં હતા, ત્યારે જે ચમત્કારિક ચિહ્નો તેઓ કરતા હતા તે જોઈને ઘણાંએ તેમના નામ પર વિશ્વાસ કર્યો.
Егда же бе в Иерусалимех в праздник Пасхи, мнози вероваша во имя Его, видяще знамения Его, яже творяше.
24 ૨૪ પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતા હતા,
Сам же Иисус не вдаяше Себе в веру их, зане сам ведяше вся,
25 ૨૫ અને મનુષ્ય વિષે કોઈની સાક્ષીની તેમને જરૂર ન હતી; કેમ કે મનુષ્યમાં શું છે તે તેઓ પોતે જાણતા હતા.
и яко не требоваше, да кто свидетелствует о человецех: Сам бо ведяше, что бе в человеце.

< યોહાન 2 >