< યોહાન 2 >
1 ૧ ત્રીજે દિવસે ગાલીલના કાના ગામમાં લગ્ન હતું; અને ઈસુનાં મા ત્યાં હતાં.
Trois jours après, il se fit des noces à Cana en Galilée: et la mère de Jésus y était.
2 ૨ ઈસુને તથા તેમના શિષ્યોને પણ તે લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
Et Jésus aussi fut convié aux noces avec ses disciples.
3 ૩ જ્યારે દ્રાક્ષારસ ખૂટ્યો ત્યારે મરિયમ ઈસુને કહે છે કે, ‘તેઓની પાસે દ્રાક્ષારસ નથી.’”
Or le vin manquant, la mère de Jésus lui dit: Ils n’ont pas de vin.
4 ૪ ઈસુ તેને કહે છે, ‘સ્ત્રી, મારે અને તારે શું? મારો સમય હજી આવ્યો નથી.’”
Et Jésus lui dit: Femme, qu’importe à moi et à vous? Mon heure n’est pas encore venue.
5 ૫ તેમની મા ચાકરોને કહે છે કે, ‘જે કંઈ તે તમને કહે તે કરો.’”
Sa mère dit à ceux qui servaient: Tout ce qu’il vous dira, faites-le.
6 ૬ હવે યહૂદીઓની શુદ્ધિકરણની રીત પ્રમાણે દરેકમાં સો લીટર પાણી ભરાય એવાં પથ્થરના છ કુંડાં ત્યાં મૂકેલાં હતાં.
Or il y avait là six urnes de pierre préparées pour la purification des Juifs, contenant chacune deux ou trois mesures.
7 ૭ ઈસુએ તેઓને કહ્યું, ‘તે કુંડાંઓમાં પાણી ભરો.’ એટલે તેઓએ કુંડાંને છલોછલ ભર્યાં.
Jésus leur dit: Emplissez les urnes d’eau. Et ils les emplirent jusqu’au haut.
8 ૮ પછી ઈસુએ તેઓને કહ્યું કે, ‘હવે કાઢીને જમણનાં કારભારી પાસે લઈ જાઓ.’ અને તેઓ લઈ ગયા.
Alors Jésus leur dit: Puisez maintenant, et portez-en au maître d’hôtel; et ils lui en portèrent.
9 ૯ જયારે જમણનાં કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, પણ તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો પણ જે ચાકરોએ પાણી ભર્યું હતું તેઓ જાણતા હતા, ત્યારે જમણનાં કારભારીએ વરને બોલાવીને,
Sitôt que le maître d’hôtel eut goûté l’eau changée en vin (et il ne savait d’où ce vin venait, mais les serviteurs qui avaient puisé l’eau le savaient), le maître d’hôtel donc appela l’époux,
10 ૧૦ કહ્યું, ‘દરેક માણસ પહેલાં ઉત્તમ દ્રાક્ષારસ પીરસે છે; અને માણસોએ તે સારી રીતે પીધા પછી સામાન્ય દ્રાક્ષારસ પીરસે છે. પણ તમે અત્યાર સુધી ઉત્તમ દ્રાક્ષારસ રાખી મૂક્યો છે.’”
Et lui dit: Tout homme sert d’abord le bon vin, et après qu’on a beaucoup bu, celui qui vaut moins; mais toi, tu as gardé le bon vin jusqu’à cette heure.
11 ૧૧ ઈસુએ પોતાના અદ્ભૂત ચમત્કારિક ચિહ્નોનો આરંભ ગાલીલના કાના ગામમાં કરીને પોતાનો મહિમા પ્રગટ કર્યો; અને તેમના શિષ્યોએ ઈસુ પર વિશ્વાસ કર્યો.
C’est là le commencement des miracles que fit Jésus à Cana de Galilée; et c’est ainsi qu’il manifesta sa gloire et que ses disciples crurent en lui.
12 ૧૨ ત્યાર પછી ઈસુ, તેમની મા, તેમના ભાઈઓ તથા તેમના શિષ્યો કપરનાહૂમમાં આવ્યાં પણ ત્યાં તેઓ વધારે દિવસ રહ્યાં નહિ.
Après cela il descendit à Capharnaüm avec sa mère, ses frères et ses disciples; mais ils y demeurèrent peu de jours.
13 ૧૩ હવે યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરુશાલેમ ગયા.
Car la Pâque des Juifs était proche, et Jésus monta à Jérusalem;
14 ૧૪ ત્યાં ભક્તિસ્થાનમાં તેમણે બળદ, ઘેટાં, કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા જોયા.
Et il trouva dans le temple les vendeurs de bœufs, de brebis et de colombes, et les changeurs assis à leurs tables.
15 ૧૫ ત્યારે ઈસુએ દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં, બળદ સહિત, ભક્તિસ્થાનમાંથી કાઢી મૂક્યાં; નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને આસનો ઊંધા વાળ્યાં;
Et ayant fait comme un fouet avec des cordes, il les chassa tous du temple avec les brebis et les bœufs, répandit l’argent des changeurs et renversa leurs tables.
16 ૧૬ કબૂતર વેચનારાઓને પણ તેમણે કહ્યું કે, ‘આ બધું અહીંથી લઈ જાઓ; મારા પિતાના ઘરને વેપારનું ઘર ન બનાવો.’”
Et à ceux qui vendaient les colombes, il dit: Emportez cela d’ici, et ne faites pas de la maison de mon Père une maison de trafic.
17 ૧૭ તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, ‘તારા ઘરનો ઉત્સાહ મને કોરી ખાય છે.’”
Or ses disciples se ressouvinrent qu’il était écrit: Le zèle de votre maison me dévore.
18 ૧૮ તેથી યહૂદીઓએ તેમને પૂછ્યું કે, ‘તું આ કામો કરે છે, તો અમને કયું ચમત્કારિક ચિહ્ન બતાવીશ?’”
Les Juifs donc prenant la parole, lui dirent: Par quel signe nous montres-tu que tu peux faire ces choses?
19 ૧૯ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, ‘આ સભાસ્થાનને તોડી પાડો અને ત્રણ દિવસમાં હું તેને ઊભું કરીશ.’”
Jésus répondit et leur dit: Détruisez ce temple et je le relèverai en trois jours.
20 ૨૦ ત્યારે યહૂદીઓએ કહ્યું કે, ‘આ સભાસ્થાનને બાંધતા છેંતાળીસ વર્ષ લાગ્યાં છે અને શું તું તેને ત્રણ દિવસમાં ઊભું કરશે?’”
Mais les Juifs repartirent: On a mis quarante-six ans à bâtir ce temple; et toi, tu le relèveras en trois jours?
21 ૨૧ પણ ઈસુ પોતાના શરીરરૂપી ભક્તિસ્થાન વિષે બોલ્યા હતા.
Mais Jésus parlait du temple de son corps.
22 ૨૨ માટે જયારે તેમને મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યા, ત્યારે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, તેમણે તેઓને એ કહ્યું હતું; અને તેઓએ શાસ્ત્રવચન પર તથા ઈસુએ કહેલા વચન પર વિશ્વાસ કર્યો.
Lors donc qu’il fut ressuscité d’entre les morts, ses disciples se ressouvinrent qu’il avait dit cela, et ils crurent à l’Ecriture et à la parole qu’avait dite Jésus.
23 ૨૩ હવે પાસ્ખાપર્વના સમયે ઈસુ યરુશાલેમમાં હતા, ત્યારે જે ચમત્કારિક ચિહ્નો તેઓ કરતા હતા તે જોઈને ઘણાંએ તેમના નામ પર વિશ્વાસ કર્યો.
Or lorsque Jésus était à Jérusalem pendant la fête de Pâque, beaucoup crurent en son nom, voyant les miracles qu’il faisait,
24 ૨૪ પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતા હતા,
Mais Jésus ne se fiait point à eux, parce qu’il les connaissait tous,
25 ૨૫ અને મનુષ્ય વિષે કોઈની સાક્ષીની તેમને જરૂર ન હતી; કેમ કે મનુષ્યમાં શું છે તે તેઓ પોતે જાણતા હતા.
Et qu’il n’avait pas besoin que personne lui rendit témoignage d’aucun homme, car il savait par lui-même ce qu’il y avait dans l’homme.