< અયૂબ 35 >
1 ૧ અલીહૂએ બોલવાનું ચાલુ રાખતા કહ્યું કે,
Ještě mluvil Elihu, a řekl:
2 ૨ તું એમ ધારે છે કે, તું નિર્દોષ છે? તું એમ કહે છે કે, ‘ઈશ્વર કરતા મારું ન્યાયીપણું અધિક છે?’
Domníváš-liž se, že jsi to s soudem řekl: Spravedlnost má převyšuje Boží?
3 ૩ તું એમ માને છે કે, ‘હું ન્યાયી છું તો તેનાથી મને શો ફાયદો? મેં પાપ કર્યું હોત તો તેના કરતા વધારે મને શો ફાયદો?’
Nebo jsi řekl: Co mi prospěje, jaký užitek budu míti, bych i nehřešil?
4 ૪ હું તને તથા તારા મિત્રોને, જવાબ આપીશ.
Já odpovím tobě místně, i tovaryšům tvým s tebou.
5 ૫ ઊંચે આકાશમાં જો; વાદળાં જો, જે તારા કરતાં કેટલા ઊંચા છે?
Pohleď na nebe a viz, anobrž spatř oblaky, vyšší, než-lis ty.
6 ૬ જો તમે પાપ કર્યું છે, તો તેમાં તમે ઈશ્વરને કેવી રીતે નુકશાન પહોંચાડો છો? જો તારા અપરાધો પુષ્કળ વધી જાય, તો તેની વિરુદ્ધ તું શું કરે છે?
Jestliže bys hřešil, co svedeš proti němu? A byť se i rozmnožily nešlechetnosti tvé, co mu uškodíš?
7 ૭ જો તું ન્યાયી હોય, તો તું તેમને શું આપી દે છે? તેઓને તારી પાસેથી શું મળવાનું છે?
Budeš-li spravedlivý, čeho mu udělíš? Aneb co z ruky tvé vezme?
8 ૮ તારી દુષ્ટતા બીજા માણસને નુકશાન કરે છે, જેમ તું પણ માણસ છે તેમ. પણ તારા ન્યાયીપણાથી બીજા માણસનાં દીકરાને ફાયદો થાય છે.
Každémuť člověku bezbožnost jeho uškodí, a synu člověka spravedlnost jeho prospěje.
9 ૯ જુલમની વૃદ્ધિથી લોકો રુદન કરે છે; તેઓ બળવાન લોકો પાસે મદદને માટે બૂમ પાડે છે
Z množství nátisk trpících, kteréž k tomu přivodí, aby úpěli a křičeli pro ukrutnost povýšených,
10 ૧૦ પણ કોઈ એમ કહેતું નથી, ‘મારા સર્જનહાર ઈશ્વર ક્યાં છે, જે મને રાત્રે ગાયન આપે છે,
Žádný neříká: Kde jest Bůh stvořitel můj? Ješto on dává zpěv i v noci.
11 ૧૧ જેમણે આપણને પૃથ્વી પરના પશુઓ કરતાં, અને આકાશના પક્ષીઓ કરતા વધારે સમજદાર બનાવ્યા છે?’
On vyučuje nás nad hovada zemská, a nad ptactvo nebeské moudřejší nás činí.
12 ૧૨ તેઓ પોકાર કરે છે, પણ દુષ્ટ માણસનાં અભિમાનને કારણે કોઈ તેમને સાંભળતું નથી.
Tehdáž volají-li pro pýchu zlých, nebývají vyslyšáni.
13 ૧૩ નિશ્ચે ઈશ્વર દંભીઓની માંગણીઓ સાંભળશે નહિ; સર્વશક્તિમાન ઈશ્વર તેઓ તરફ ધ્યાન આપશે નહિ.
A jistě žeť ošemetnosti nevyslýchá Bůh silný, a Všemohoucí nepatří na ni.
14 ૧૪ તું કહે છે કે, તું તેમને જોતો નથી, ત્યારે તેઓ તારું સાંભળશે નહિ. એ કેટલું શક્ય છે, તારી સર્વ બાબતો તેમની સમક્ષ છે માટે તું તેમની રાહ જો!
Mnohem méně, jestliže díš: Nepatříš na to. Sám s sebou vejdi v soud před ním, a doufej v něho.
15 ૧૫ તું કહે છે કે, ઈશ્વર કોઈને ક્રોધમાં સજા કરતા નથી ત્યારે તેઓ તારું સાંભળશે નહિ. એ કેટલું શક્ય છે. અને તેઓ લોકોના અભિમાનની કદર કરતા નથી.
Ale nyní poněvadž nic není těch věcí, navštívil jej hněv jeho; nebo nechce znáti hojnosti této veliké.
16 ૧૬ “તેથી અયૂબ, તેની અર્થ વગરની વાતો કરે છે; અને તે અજ્ઞાની શબ્દો ઉચ્ચારે છે.”
A protož marně Job otvírá ústa svá, hloupě rozmnožuje řeči své.