< અયૂબ 15 >

1 પછી અલિફાઝ તેમાનીએ ઉત્તર આપીને કહ્યું કે,
Then Eliphaz the Temanite replied:
2 “શું કોઈ જ્ઞાની માણસ ખાલી શબ્દોથી દલીલ કરે અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે?
“Does a wise man answer with empty counsel or fill his belly with the hot east wind?
3 શું તે નિરર્થક વાત વડે કે, હિત ન કરી શકે એવા ભાષણ વડે દલીલ કરે?
Should he argue with useless words or speeches that serve no purpose?
4 હા, તું ઈશ્વરના ભયનો પણ ત્યાગ કરે છે. તથા તું ઈશ્વરભક્તિને અટકાવે છે,
But you even undermine the fear of God and hinder meditation before Him.
5 કેમ કે તારો અન્યાય તારા મુખને શીખવે છે. અને તું કપટીઓની જીભને પસંદ કરે છે.
For your iniquity instructs your mouth, and you choose the language of the crafty.
6 મારા નહિ, પણ તારા પોતાના જ શબ્દો તને દોષિત ઠરાવે છે; હા, તારી વાણી જ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે.
Your own mouth, not mine, condemns you; your own lips testify against you.
7 શું તું આદિ પુરુષ છે? શું પર્વતો ઉત્પન્ન થયા તે પહેલાં તું જન્મ્યો હતો?
Were you the first man ever born? Were you brought forth before the hills?
8 શું તેં ઈશ્વરના ગૂઢ ડહાપણ વિષે સાંભળ્યું છે ખરું? શું તેં બધી બુદ્ધિ તારા પોતાનામાં સમાવી રાખી છે?
Do you listen in on the council of God or limit wisdom to yourself?
9 અમે ન જાણતા હોઈએ એવું તું શું જાણે છે? અમારા કરતાં તારામાં કઈ વિશેષ સમજદારી છે?
What do you know that we do not? What do you understand that is not clear to us?
10 ૧૦ અમારામાં પળીયાંવાળા તથા વૃદ્ધ માણસો છે, જેઓ તારા પિતા કરતાં પણ મોટી ઉંમરના પુરુષો છે.
Both the gray-haired and the aged are on our side— men much older than your father.
11 ૧૧ શું ઈશ્વરના દિલાસા, તથા તારી પ્રત્યેના અમારા નમ્ર વચનો તારી નજરમાં કંઈ વિસાતમાં નથી?
Are the consolations of God not enough for you, even words spoken gently to you?
12 ૧૨ તારું હૃદય તને કેમ દૂર લઈ જાય છે? તારી આંખો કેમ મિચાય છે?
Why has your heart carried you away, and why do your eyes flash,
13 ૧૩ તેથી તું તારું હૃદય ઈશ્વરની વિરુદ્ધ કરે છે. અને શા માટે એવા શબ્દો તારા મુખમાંથી નીકળવા દે છે?
as you turn your spirit against God and pour such words from your mouth?
14 ૧૪ શું માણસ પવિત્ર હોઈ શકે? સ્ત્રીજન્ય માનવી ન્યાયી હોઈ શકે?
What is man, that he should be pure, or one born of woman, that he should be righteous?
15 ૧૫ જો, તે પોતાના સંત પુરુષોનો પણ ભરોસો કરતો નથી. હા, તેમની દ્રષ્ટિમાં તો આકાશો પણ શુદ્ધ નથી;
If God puts no trust in His holy ones, if even the heavens are not pure in His eyes,
16 ૧૬ તો જે ધિક્કારપાત્ર, અધમ, તથા પાણીની જેમ અન્યાયને પી જાય છે તો તે કેટલા વિશેષ ગણાય!
how much less man, who is vile and corrupt, who drinks injustice like water?
17 ૧૭ હું તમને બતાવીશ; મારું સાંભળો; મેં જે જોયું છે તે હું તમને કહી સંભળાવીશ.
Listen to me and I will inform you. I will describe what I have seen,
18 ૧૮ તે જ્ઞાની પુરુષોએ પોતાના પિતૃઓ પાસેથી સાંભળીને પ્રગટ કર્યું છે, તેઓએ કંઈ પણ છુપાવ્યું નથી.
what was declared by wise men and was not concealed from their fathers,
19 ૧૯ કેવળ આ તેઓના પિતૃઓને જ ભૂમિ આપવામાં આવી હતી. અને તેઓમાં કોઈ વિદેશી જવા પામતો નથી.
to whom alone the land was given when no foreigner passed among them.
20 ૨૦ દુર્જન તેના આખા જીવન પર્યંત પીડા ભોગવે છે, તે પોતાનાં નિયત કરેલાં વર્ષો દરમ્યાન કષ્ટથી પીડાય છે.
A wicked man writhes in pain all his days; only a few years are reserved for the ruthless.
21 ૨૧ તેનાં કાનમાં ભયનો અવાજ ગૂંજે છે; આબાદીને સમયે લૂંટનાર તેના પર હુમલો કરશે.
Sounds of terror fill his ears; in his prosperity the destroyer attacks him.
22 ૨૨ તે માનતો નથી કે હું અંધકારમાંથી પાછો આવીશ; તે માને છે કે તલવાર તેની રાહ જોઈ રહી છે.
He despairs of his return from darkness; he is marked for the sword.
23 ૨૩ તે ખોરાક માટે એમ કહીને ભટકે છે કે, તે ક્યાં છે? તે જાણે છે કે અંધકારનાં દિવસો નજીક છે.
He wanders about as food for vultures; he knows the day of darkness is at hand.
24 ૨૪ સંકટ તથા વેદના તેને ભયભીત કરે છે; યુદ્ધને માટે સજ્જ થયેલા રાજાની જેમ તેઓ તેના પર વિજય મેળવે છે.
Distress and anguish terrify him, overwhelming him like a king poised to attack.
25 ૨૫ કેમ કે તેણે ઈશ્વરની સામે પોતાનો હાથ ઉઠાવ્યો છે અને સર્વશક્તિમાન ઈશ્વરની સામે તે અહંકારથી વર્તે છે.
For he has stretched out his hand against God and has vaunted himself against the Almighty,
26 ૨૬ દુષ્ટ માણસ ગરદન અક્કડ રાખીને, મજબૂત ઢાલથી સજ્જ થઈને ઈશ્વર તરફ દોડે છે
rushing headlong at Him with a thick, studded shield.
27 ૨૭ આ સાચું છે, જો કે તેણે પોતાનું મુખ તેના શરીરની ચરબીથી ઢાંક્યું છે અને તેની કૂખો પર ચરબીનાં પડ બાઝ્યાં છે.
Though his face is covered with fat and his waistline bulges with flesh,
28 ૨૮ તે ઉજ્જડ નગરોમાં જે ઘરમાં કોઈ રહે નહિ એવાં, તથા જીર્ણ થઈ ગયેલાં ઘરોમાં રહે છે.
he will dwell in ruined cities, in abandoned houses destined to become rubble.
29 ૨૯ તે ધનવાન થશે નહિ તેની સમૃદ્ધિ ટકશે નહિ. તેનાં વતનો પૃથ્વી પર વિસ્તાર પામશે નહિ.
He will no longer be rich; his wealth will not endure. His possessions will not overspread the land.
30 ૩૦ તે અંધકારમાંથી બચશે નહિ; જ્વાળાઓ તેની ડાળીઓને સૂકવી નાખશે; અને ઈશ્વરના શ્વાસથી નાશ પામશે.
He will not escape from the darkness; the flame will wither his shoots, and the breath of God’s mouth will carry him away.
31 ૩૧ તેણે નિરર્થક બાબતોમાં વિશ્વાસ કરીને પોતાને મૂર્ખ બનાવવો જોઈએ નહિ; કેમ કે તેને કંઈ મળશે નહિ.
Let him not deceive himself with trust in emptiness, for emptiness will be his reward.
32 ૩૨ તેના જીવનનો અંત આવે તે પહેલાં ભરપૂરી પામશે, અને તેની ડાળીઓ લીલી નહિ રહેશે.
It will be paid in full before his time, and his branch will not flourish.
33 ૩૩ દ્રાક્ષના વેલાની જેમ તે પોતાની કાચી દ્રાક્ષો પાડી નાખશે; અને જૈતૂનના વૃક્ષની જેમ તેનાં ફૂલ ખરી પડશે.
He will be like a vine stripped of its unripe grapes, like an olive tree that sheds its blossoms.
34 ૩૪ કેમ કે ઢોંગી લોકોનો સંગ નિષ્ફળ થશે; રુશવતખોરોનાં ઘરો અગ્નિથી નાશ પામશે.
For the company of the godless will be barren, and fire will consume the tents of bribery.
35 ૩૫ દુષ્ટ લોકો નુકસાનનો ગર્ભ ધારણ કરે છે. અને અન્યાયને જન્મ આપે છે; તેઓનું પેટ ઠગાઈને સિદ્ધ કરે છે.”
They conceive trouble and give birth to evil; their womb is pregnant with deceit.”

< અયૂબ 15 >