< ચર્મિયા 33 >
1 ૧ વળી યર્મિયા હજી કેદી તરીકે રક્ષકઘરના ચોકમાં હતો ત્યારે બીજી વાર યહોવાહનું વચન તેની પાસે આવ્યું.
১তাৰ পাছত দ্বিতীয়বাৰ যিৰিমিয়ালৈ যিহোৱাৰ বাক্য আহিল বোলে, সেই সময়ত তেওঁ প্ৰহৰীৰ চোতালত বন্দী অৱস্থাত আছিল।
2 ૨ “યહોવાહ જે જગતના ઉત્પન્ન કરનાર, તેનો રચનાર અને તેને સ્થિર કરનાર છે. તેમનું નામ યહોવાહ છે; તે કહે છે કે,
২“এই কাৰ্যৰ কৰ্ত্তা যিহোৱা, যি জনাই ইয়াক সিদ্ধ কৰিবলৈ কল্পনা কৰে, যিহোৱা নামেৰে প্ৰখ্যাত হোৱা সেই যিহোৱাই এইদৰে কৈছে:
3 ૩ “તું મને હાંક માર અને હું તને જવાબ આપીશ. અને જે મોટી અને ગૂઢ વાતો તું જાણતો નથી તે હું તને જણાવીશ.
৩‘তুমি মোৰ আগত প্ৰাৰ্থনা কৰা; তাতে মই তোমাক উত্তৰ দিম, আৰু তুমি নজনা মহত আৰু অগম্য কথা তোমাক জনাম।’
4 ૪ આથી આ નગરનાં ઘરો અને યહૂદિયાના રાજાઓના મહેલો જે મોરચાઓની સામે તથા તલવારની સામે રક્ષણ મેળવવા માટે તોડી નંખાયાં હતાં. તેઓ વિષે ઇઝરાયલના ઈશ્વર કહે છે કે,
৪কিয়নো হাদামবোৰআৰু তৰোৱালৰ পৰা ৰক্ষাৰ উপায় কৰিবলৈ এই নগৰৰ আৰু যিহূদাৰ ৰজাসকলৰ যি ঘৰবোৰ ভঙা হৈছে, সেই ঘৰবোৰৰ বিষয়ে ইস্ৰায়েলৰ ঈশ্বৰ যিহোৱাই এই কথা কৈছে:
5 ૫ તેઓ ખાલદીઓ વિરુદ્ધ લડાઈ કરવા આવ્યા પણ જેઓને મેં મારા કોપથી અને ક્રોધથી હણ્યા છે. અને જેઓના આચરેલાં દુષ્કૃત્યોને લીધે મેં આ નગર છોડી દીધું છે. તેઓના મૃતદેહોથી તે ઘરો ભરાઈ જશે.
৫লোকসকলে কলদীয়াসকলৰ সৈতে যুদ্ধ কৰিবলৈ আহিছে, কিন্তু যিসকলক মই মোৰ ক্ৰোধ আৰু মহা-কোপত বধ কৰিলোঁ, আৰু যিসকলৰ সকলো দুষ্টতাৰ কাৰণে মই এই নগৰৰ পৰা মোৰ মুখ লুকুৱাই ৰাখিলোঁ, সেইবোৰ মানুহৰ মৰা শৱেৰে এই ঘৰবোৰ পৰিপূৰ্ণ কৰিবলৈহে আহিছে।
6 ૬ છતાંપણ જો હું તને આરોગ્ય તથા કુશળતા બક્ષીશ અને તેઓને નીરોગી કરીશ. હું તેઓને પૂર્ણ શાંતિ, ભરપુરી અને વિશ્વાસુપણાનો અનુભવ કરાવીશ.
৬কিন্তু চোৱা, মই নগৰৰ ঘা বান্ধি চিকিৎস্যা কৰিম, তেওঁলোকক সুস্থ কৰিম আৰু তেওঁলোকলৈ প্ৰচুৰ পৰিমানে কুশল, শান্তি আৰু সত্যতা আনিম।
7 ૭ હું યહૂદિયા અને ઇઝરાયલને ફરીથી બાંધીશ અને તેઓની પરીસ્થિતિ ફેરવીને તેઓને ઉજ્જવળ ભવિષ્ય આપીશ.
৭কিয়নো মই যিহূদা আৰু ইস্ৰায়েলৰ বন্দী-অৱস্থা পৰিবৰ্ত্তন কৰিম, আৰু আগৰ দৰে পুনৰায় তেওঁলোকক স্থাপন কৰিম।
8 ૮ તેઓએ મારી વિરુદ્ધ જે બધાં પાપો અને દુષ્કૃત્યો કર્યાં છે તેઓને શુદ્ધ કરીશ તથા તેઓને ક્ષમા આપીશ.
৮আৰু যি অপৰাধৰ দ্বাৰাই তেওঁলোকে মোৰ অহিতে পাপ কৰিলে, তেওঁলোকৰ সেই সকলো অপৰাধ মই ধুই পেলাম; আৰু যি নানা অপৰাধেৰে তেওঁলোকে মোৰ অহিতে পাপ কৰিলে, আৰু যাৰ দ্বাৰাই তেওঁলোকে অধৰ্ম–আচৰণ কৰিলে, মই তেওঁলোকৰ সেই সকলো অপৰাধ ক্ষমা কৰিম।
9 ૯ હું તેઓનું સર્વ વાતે હિત કરું છું તે વિષે જયારે પૃથ્વી પરની બધી પ્રજાઓ સમક્ષ આ નગર મને આનંદનું, સ્તુતિનું અને ગૌરવનું કારણ થઈ પડશે. અને તેનું જે હિત અને ભલું હું કરું છું તેને લીધે તેઓ ભયભીત થઈને કંપી ઊઠશે.”
৯আৰু মই তেওঁলোকলৈ কৰা সকলো মঙ্গল-কাৰ্য্যৰ কথা পৃথিৱীৰ যি জাতি সমূহে শুনিব, আৰু মই তেওঁলোকৰ কাৰণে কৰা আটাই মঙ্গল আৰু শান্তিৰ কথা শুনি ভয়ত কঁপিব, সেই সকলো জাতিৰ আগত এই নগৰ মোৰ পক্ষে আনন্দজনক নাম, প্ৰশংসা আৰু গৌৰৱৰ বিষয় হ’ব’।”
10 ૧૦ યહોવાહ કહે છે “જેને તું નિર્જન, પશુહીન અને ઉજ્જડ સ્થાન કહે છે. એવા આ સ્થાનમાં એટલે યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમની નિર્જન, વસ્તીહીન, પશુહીન અને ઉજ્જડ શેરીઓમાં,
১০যিহোৱাই এই কথা কৈছে: “এই যি ঠাইৰ বিষয়ে তোমালোকে কৈছা, যে, ‘ই উচ্ছন্ন। মনুষ্য আৰু পশুশূন্য, এই ঠাইত মনুষ্য আৰু পশুশূন্য আৰু যিহূদাৰ নগৰ আৰু যিৰূচালেমৰ আলিবাটবোৰ নিৰ্জন।
11 ૧૧ હર્ષ તથા આનંદનો સાદ, વરવધૂનો કિલ્લોલ કરતો સાદ અને સૈન્યોના યહોવાહની સ્તુતિ કરો, કેમ કે યહોવાહ સારા છે તેમની કૃપા સદાકાળ ટકે છે,’ એવું કહેનારોનો સાદ અને યહોવાહના ઘરમાં આભારાર્થાર્પણો લાવનારોનો સાદ હજી સંભળાશે. કેમ કે આગલા વખતમાં હતું તેમ હું દેશનો બંદીવાસ ફેરવી નાખીશ. એમ યહોવાહ કહે છે.
১১আকৌ আনন্দৰ ধ্বনি, উল্লাসৰ ধ্বনি, দৰা-কন্যা ধ্বনি আৰু “বাহিনীসকলৰ যিহোৱাৰ ধন্যবাদ কৰা, কিয়নো যিহোৱা মঙ্গলময়, কাৰণ তেওঁৰ দয়া চিৰকাললৈকে থাকে,” এই বুলি কোৱাসকলৰ ধ্বনি, আৰু যিহোৱাৰ গৃহলৈ ধন্যবাদাৰ্থক বলি অনাসকলৰ ধ্বনি পুনৰায় শুনা যাব। কিয়নো, মই এই দেশৰ বন্দী-অৱস্থা পৰিবৰ্ত্তন কৰি আগৰ দৰে কৰিম। কিয়নো যিহোৱাই এই কথা কৈছে।
12 ૧૨ સૈન્યોના યહોવાહ કહે છે કે; વસ્તી વગરના અને પશુ વગરના ઉજ્જડ થયેલા એવા આ સ્થાનમાં તથા તેના નગરોમાં ફરીથી ઘેટાંબકરાંને આરામ કરાવતાં ભરવાડોનું આશ્રયસ્થાન થશે.
১২বাহিনীসকলৰ যিহোৱাই এই কথা কৈছে: “এই উচ্ছন্ন ঠাইত মানুহ আৰু পশুশূন্য আৰু ইয়াৰ সকলো নগৰত মেৰ-ছাগৰ জাকক শয়ন কৰাওঁতা ৰখীয়াসকলৰ বসতিৰ ঠাই পুনৰায় হ’ব।
13 ૧૩ યહોવાહ કહે છે, પહાડી દેશમાં, શફેલાનાં નગરોમાં અને દક્ષિણ પ્રદેશમાં અને બિન્યામીન પ્રદેશમાં, યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમની ચારેતરફના સ્થળોએ ઘેટાં ગણનારાના હાથ નીચે ટોળાં ફરી હારબંધ ચાલશે.”
১৩পৰ্ব্বতীয়া অঞ্চলত, নিম্ন-ভুমিৰ আৰু দক্ষিণ অঞ্চলৰ নগৰবোৰত, বিন্যামীন প্ৰদেশত, যিৰূচালেমৰ চাৰিওফালৰ ঠাইবোৰত আৰু যিহূদাৰ নগৰবোৰত মেৰ-ছাগ গণনাকাৰী লোকৰ হাতৰ তলেদি মেৰ-ছাগৰ জাকবিলাক পুনৰায় গমন কৰিব। যিহোৱাই এই কথা কৈছে।
14 ૧૪ યહોવાહ કહે છે કે, “જુઓ! એવો સમય આવશે કે’ “જે સમયે ઇઝરાયલના તથા યહૂદિયાના હકમાં સારું કરવાનું મેં આપેલું વચન હું પૂર્ણ કરીશ.
১৪যিহোৱাই কৈছে - “চোৱা, ইস্ৰায়েল-বংশ আৰু যিহূদা-বংশৰ বিষয়ে মই কোৱা মঙ্গল-বাক্য যি দিনা সিদ্ধ কৰিম, এনে দিনবোৰ আহি আছে।
15 ૧૫ તે સમયે હું દાઉદના કુળમાં એક ન્યાયીપણાનો અંકુર ઉગાવીશ. જે નીતિ અને ન્યાયીપણાથી રાજ કરશે.
১৫সেই দিনা আৰু সেই কালত মই দায়ুদৰ বংশত এটা ধাৰ্মিক গজালি গজাম, আৰু তেওঁ দেশত বিচাৰ আৰু ন্যায় সিদ্ধ কৰিব।
16 ૧૬ તે સમયે યહૂદિયાનો ઉદ્ધાર થશે તથા યરુશાલેમ નિર્ભય રહેશે. ‘યહોવાહ આપણું ન્યાયીપણું’ એ નામથી તેઓ ઓળખાશે.’”
১৬সেই দিনা যিহূদাই পৰিত্ৰাণ পাব, আৰু যিৰূচালেমে নিৰাপদে বাস কৰিব, আৰু “যিহোৱাই আমাৰ ধাৰ্মিকতা,” এই নামেৰে সেই নগৰ প্ৰখ্যাত হব।
17 ૧૭ કેમ કે યહોવાહ આ પ્રમાણે કહે છે, “ઇઝરાયલની ગાદીએ બેસનાર પુરુષની ખોટ દાઉદના કુટુંબમાં કદી પડશે નહિ,
১৭কিয়নো যিহোৱাই এই কথা কৈছে: ইস্ৰায়েল-বংশৰ সিংহাসনৰ ওপৰত বহিবলৈ দায়ূদ-বংশীয় পুৰুষৰ কেতিয়াও অভাৱ নহ’ব;
18 ૧૮ તેમ જ મારી સમક્ષ દહનીયાર્પણ ચઢાવનાર, ખાદ્યાર્પણ બાળનાર અને નિત્ય યજ્ઞ કરનારની ખોટ લેવી યાજકોમાં પડશે નહિ.”
১৮আৰু মোৰ আগত হোম-বলি উৎসৰ্গ কৰিবলৈ, নৈবেদ্য দগ্ধ কৰিবলৈ, আৰু নিত্যে নিত্যে মঙ্গলাৰ্থক বলিদান কৰিবলৈ লেবীয়া পুৰোহিতসকলৰ মাজৰ কোনো পুৰুষৰ অভাৱ নহ’ব।
19 ૧૯ વળી યહોવાહનું વચન યર્મિયા પાસે આ પ્રમાણે આવ્યું કે,
১৯পাছত যিৰিমিয়াৰ ওচৰলৈ যিহোৱাৰ বাক্য আহিল, আৰু ক’লে,
20 ૨૦ “યહોવાહ કહે છે કે; જો તમે દિવસ સાથેનો તથા રાત સાથેનો મારો કરાર તોડશો, તો દિવસ અને રાત નિયત સમયે થશે નહિ.
২০যিহোৱাই এই কথা কৈছে: দিন আৰু ৰাতিৰ মোৰ নিয়ম যদি তোমালোকে এনেকৈ ভাঙিব পাৰা, যে, নিজ নিজ সময়ত দিন কি ৰাতি নহ’ব,
21 ૨૧ એ જ પ્રમાણે તેના રાજ્યસન પર રાજ કરનાર કોઈ દીકરો ન હોવાથી મારા સેવક દાઉદ સાથેના તથા મારા સેવકો લેવી યાજકો સાથેનો મારા કરારોનો ભંગ થાય.
২১তেন্তে মোৰ দাস দায়ূদে সৈতে কৰা মোৰ নিয়মটিও এনেকৈ ভাঙিব পৰা যাব, যে, তেওঁৰ সিংহাসনত বহি ৰাজশাসন কৰিবলৈ তেওঁৰ এটি সন্তানো নহ’ব; আৰু মোৰ পৰিচাৰক লেবীয়া পুৰোহিতসকলৰ সৈতে কৰা মোৰ নিয়মটিও ভাঙিব পৰা যাব।
22 ૨૨ આકાશમાંના અસંખ્ય તારાઓની જેમ અથવા સમુદ્રની અગણિત રેતીની જેમ હું મારા સેવક દાઉદના વંશજો અને મારી સેવા કરનાર લેવીઓની સંખ્યામાં વૃદ્ધિ કરીશ.”
২২সৰগৰ বাহিনীসকলক যেনেকৈ গণিব নোৱাৰি, আৰু সমুদ্ৰৰ বালি যেনেকৈ জুখিব নোৱাৰি, সেইদৰে মই মোৰ দাস দায়ূদৰ বংশৰ আৰু মোৰ পৰিচৰ্যা কৰোঁতা লেবীয়াসকলক বৃদ্ধি কৰিম।”
23 ૨૩ વળી યહોવાહનું વચન યર્મિયા પાસે આવ્યું કે,
২৩পুনৰায় যিৰিমিয়াৰ ওচৰলৈ যিহোৱাৰ বাক্য আহিল, বোলে,
24 ૨૪ “લોકો શું કહે છે તે તું ધ્યાનમાં લેતો નથી? તેઓ કહે છે કે ‘જે બે ગોત્રને યહોવાહે પસંદ કર્યાં હતાં તેઓનો તેણે અનાદર કર્યો છે?’ અને એમ તેઓ મારા લોકની હાંસી કરે છે કે, તેઓની નજરમાં મારી પ્રજા ગણતરીમાં ન ગણાય.’”
২৪“এই জাতিয়ে যি কৈছে, সেই বিষয়ে জানো তুমি ভু পোৱা নাই যেতিয়া তেওঁলোকে কৈছে, ‘যিহোৱাই নিজৰ মনোনীত এই দুই গোষ্ঠীক অগ্ৰাহ্য কৰিছে’; তেওঁলোকে নিজৰ আগত মোৰ প্ৰজাসকলক এক জাতি বুলি আৰু গণনা নকৰি এইদৰে হেয়জ্ঞান কৰে।’
25 ૨૫ હું યહોવાહ આ કહું છું કે, જો દિવસ તથા રાત સાથેનો મારો કરાર ટકે નહિ. અને જો મેં પૃથ્વી તથા આકાશના નિયમો નિર્ધારિત કર્યા નહિ હોય,
২৫মই যিহোৱাই এই কথা কৈছোঁ: দিন আৰু ৰাতি মোৰ নিয়ম যদি নৰয়, আৰু যদি মই স্ৱৰ্গ আৰু পৃথিৱীৰ নিয়মবোৰ নিৰূপণ নকৰাকৈ থকোঁ,
26 ૨૬ ત્યારે હું યાકૂબના અને મારા સેવક દાઉદના સંતાનોનો એટલે સુધી ત્યાગ કરીશ કે, હું તેઓના સંતાનોમાંથી ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના વંશજો પર સરદારો થવા માટે કોઈને પસંદ કરીશ નહિ. કેમ કે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ અને તેઓ પર દયા કરીશ નહિ.’”
২৬তেতিয়া মই যাকোবৰ আৰু মোৰ দাস দায়ূদৰ বংশকো অগ্ৰাহ্য কৰি অব্ৰাহাম, ইচহাক আৰু যাকোবৰ বংশৰ ওপৰত শাসন কৰিবলৈ তেওঁৰ বংশৰ এজনকো নলম; কিয়নো মই তেওঁলোকৰ বন্দী-অৱস্থা পৰিবৰ্ত্তন কৰিম, আৰু তেওঁলোকৰ প্রতি দয়া কৰিম।