< યશાયા 7 >
1 ૧ યહૂદિયાના રાજા ઉઝિયાના દીકરા યોથામના દીકરા આહાઝના સમયમાં, અરામના રાજા રસીન તથા ઇઝરાયલના રાજા રમાલ્યાનો દીકરો પેકાહ યરુશાલેમની સામે લડવાને ચઢી આવ્યા; પણ તેઓ તેના પર ફતેહ પામી શક્યા નહિ.
उज्जियाहको नाति, योतामका छोरा यहूदाको राजा आहाजको समयमा, अरामका राजा रसीन, र इस्राएलका राजा रमल्याहका छोरा पेकह यरूशलेमको विरुद्धमा युद्ध गर्न माथि गए, तर तिनीहरू त्यसको विरुद्धमा विजयी हुन सकेनन् ।
2 ૨ દાઉદના વંશના રાજાને એ ખબર મળી કે, અરામ એફ્રાઇમ સાથે મળી ગયો છે. ત્યારે તેનું મન અને તેના લોકોનાં મન જેમ વનનાં વૃક્ષો પવનથી કંપે એમ ગભરાયાં.
अरामले एफ्राइमसँग सन्धी गर्यो भनी दाऊदको घरानालाई बताइयो । तिनको हृदय काँप्यो, अनि तिनका मानिसहरूका हृदय जङ्गलका रुखहरू हावाले हल्लाएझैं काँप्यो ।
3 ૩ ત્યારે યહોવાહે યશાયાને કહ્યું, “તું તારા પુત્ર શાર-યાશૂબને લઈને તમે બંને ધોબીના ખેતરને રસ્તે આવતા ઉપલા કુંડના નાળાંના છેડા આગળ આહાઝને મળવા જાઓ.
तब परमप्रभुले यशैयालाई भन्नुभयो, “तेरो छोरा शार्यासूबलाई साथमा लिएर आहाजलाई भेट्न धोबीको खेत जाने बाटोमा माथिल्लो पोखरीको नहरको छेउमा जा ।
4 ૪ તું તેને કહે કે, ‘સાવધ રહે, શાંત રહે, ગભરાઈશ નહિ અને આ હોલવાઈ જતી મશાલના બે છેડાથી, એટલે અરામના રસીન તથા રમાલ્યાના દીકરા પેકાના રોષથી ભયભીત ન થા.
उसलाई भन्, 'होसियार होऊ, शान्त बस, नडराऊ, रेसीन र अराम अनि रमल्याहको छोरा पेकहको भयङ्कर रिसको बलिरहेको अगुल्टोद्वारा त्रसित नहोऊ ।
5 ૫ અરામે, એફ્રાઇમે તથા રમાલ્યાના દીકરાએ તારા પર વિપત્તિ લાવવાની મસલત કરીને, કહ્યું છે કે
अराम, एफ्राइम र रमल्याहको छोराले तिम्रो विरुद्धमा खराब योजना गरेका छन् । तिनीहरूले भनेका छन्,
6 ૬ “આપણે યહૂદિયા પર ચઢી જઈને તેને ત્રાસ પમાડીએ અને આપણે માટે તેમાં ભંગાણ પાડીએ અને ત્યાં ટાબએલના દીકરાને રાજા બનાવીએ.”
“हामी यहूदालाई आक्रमण गरौं र त्यसलाई त्रसित बनाऔं, र हामी त्यसभित्र पसौं र ताबेलका छोरालाई त्यहाँ हाम्रा राजा बनाऔं ।”
7 ૭ પણ પ્રભુ યહોવાહ કહે છે કે, “એમ થશે નહિ; અને તે યોજના સફળ થશે નહિ,
परमप्रभु परमेश्वर भन्नुहुन्छ, “त्यो कुरा हुन आउनेछैन । त्यस्तो हुनेछैन,
8 ૮ કારણ કે અરામનું શિર દમસ્કસ છે અને દમસ્કસનું શિર રસીન છે. અને પાંસઠ વર્ષમાં એફ્રાઇમ નાશ પામશે અને પ્રજાની ગણતરી રહેશે નહિ.
किनभने अरामको मुख्यालय दमसकस हो र दमसकसको मुखिया रेसीन हो । पैंसट्ठी वर्षभित्र, एफ्राइम टुक्रा-टुक्रा हुनेछ र त्यसमा कोही मानिस हुनेछैन ।
9 ૯ એફ્રાઇમનું શિર સમરુન છે અને સમરુનનું શિર રમાલ્યાનો દીકરો છે. જો તમે વિશ્વાસમાં સ્થિર રહેશો નહિ તો તમે સુરક્ષિત રહેશો નહિ.”
एफ्राइमको मुख्यालय सामरिया हो र सामरियाको मुखिया रमल्याहको छोरा हो । तिमी विश्वासमा दृढ रहँदैनौ भने, निश्चय नै तिमी सुरक्षित हुनेछैनौ ।”
10 ૧૦ પછી યહોવાહે આહાઝ સાથે ફરીથી વાત કરી,
परमप्रभुले फेरि आहाजसँग बोल्नुभयो,
11 ૧૧ “તું તારે માટે તારા ઈશ્વર યહોવાહ પાસે ચિહ્ન માગ; ચાહે તો ઊંડાણમાંથી અથવા ચાહે તો ઊંચાણમાંથી માગ.” (Sheol )
“परमप्रभु आफ्ना परमश्वरसँग एउटा चिन्ह माग् । गहिराइमा भए पनि वा उच्चाइमा पनि यो माग् ।” (Sheol )
12 ૧૨ પરંતુ આહાઝે કહ્યું, “હું માગીશ નહિ, કે યહોવાહની પરીક્ષા કરીશ નહિ.”
तर आहाजले भने, “म माग्नेछैन, न त म परमप्रभुको जाँच नै गर्नेछु ।”
13 ૧૩ પછી યશાયાએ જવાબ આપ્યો, “હે દાઉદના વંશજો સાંભળો, તમે માણસોની ધીરજની પરીક્ષા કરો છો તે શું પૂરતું નથી? કેમ કે તમે હવે મારા ઈશ્વરની ધીરજની પરીક્ષા કરવા માગો છો?”
त्यसैले यशैयाले जवाफ दिए, “ए दाऊदका घराना, सुन । के तिमीहरूको निम्ति मानिसहरूका धेर्यको जाँच नै पर्याप्त हुँदैन र? के तिमीहरूले मेरो परमेश्वरको धैर्यको पनि जाँच गर्नुपर्छ र?
14 ૧૪ તેથી પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે: જુઓ, કુમારી ગર્ભવતી થઈને, પુત્રને જન્મ આપશે અને તેનું નામ ઈમાનુએલ પાડવામાં આવશે.
यसकारण परमप्रभुले नै तिमीहरूलाई एउटा चिन्ह दिनुहुनेछः हेर, एज जना कन्या केटीले गर्भधारण गर्नेछिन्, एउटा छोरा जन्माउनेछिन् र उनको नाउँ इम्मानुएल राख्नेछिन् ।
15 ૧૫ તે ખોટું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, ત્યારે તે દહીં અને મધ ખાશે.
जब उनले खराबलाई इन्कार गर्न र असललाई रोज्न जान्दछन्, तब उनले दही र मह खानेछन् ।
16 ૧૬ એ બાળક ખોટું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, તે અગાઉ જે બે રાજાથી તું ભયભીત થાય છે તેઓનો દેશ ઉજ્જડ થઈ જશે.
किनकि बालकले खराबलाई इन्कार गर्न र असललाई रोज्न जान्नुअघि नै तिमी डराएका दुई जना राजाहरूका देश उजाड हुनेछन् ।
17 ૧૭ એફ્રાઇમ યહૂદાથી જુદો પડ્યો ત્યાર પછી આવ્યા નહોતા એવા દિવસો યહોવાહ તારા પર, તારી પ્રજા પર તથા તારા પિતાના કુટુંબ પર લાવશે, એટલે તે આશ્શૂરના રાજાને લાવશે.”
परमप्रभुले तिमी, तिम्रा मानिसहरू र तिम्रा बुबाको घरानामाथि एफ्राइम यहूदाबाट छुटेदेखि कहिल्यै नभएको कुरा ल्याउनुहुनेछ— उहाँले तिमीमाथि अश्शूरका राजा ल्याउनुहुनेछ ।”
18 ૧૮ વળી તે સમયે યહોવાહ મિસરની નદીના છેડાઓ પર જે માખી છે તેને અને આશ્શૂરમાંથી જે મધમાખીઓ છે તેમને યહોવાહ સીટી વગાડીને બોલાવશે.
त्यस बेला परमप्रभुले झींगालाई मिश्रदेशको खोलादेखि र मौरीलाई अश्शूरको देशदेखि सुसेलेर बोलाउनुहुनेछ ।
19 ૧૯ તેઓ બધી આવીને, કોતરોમાં, ખડકોની ફાટોમાં, સર્વ કાંટાનાં છોડવાઓમાં અને સર્વ બીડોમાં ભરાઈ રહેશે.
तिनीहरू सबै आउनेछन् र घाँटीहरूमा, चट्टानको चिराहरूभित्र, सबै काँढाका झाङमाथि र सबै चरनहरूमा बस्नेछन् ।
20 ૨૦ તે દિવસે પ્રભુ ફ્રાત નદીને પેલે પારથી ભાડે રાખેલા અસ્ત્રા વડે, એટલે આશ્શૂરના રાજા વડે, તમારું માથું અને પગોના વાળ મૂંડી નાખશે; અને દાઢી પણ કાઢી નાખશે.
त्यस बेला परमप्रभुले युफ्रेटिस नदी पारि अश्शूरका राजाकोबाट भाडामा लिइएको छुराले, टाउकाहरू र खुट्टाहरूका रौं खौरनुहुनेछ । त्यसले दाह्रीलाई पनि सफा गर्नेछ ।
21 ૨૧ તે દિવસે માણસ એક વાછરડી અને બે ઘેટાં પાળશે.
त्यस दिन, एक जना मानिसले एउटा कोरली र दुई वटा भेडा पाल्नेछ,
22 ૨૨ અને તેઓના દૂધની પુષ્કળ આવકને લીધે તે દહીં ખાશે, જે બધા દેશમાં બાકી રહ્યા હશે તેઓ સર્વ દહીં અને મધ ખાશે.
र तिनीहरूले दिने दूधको प्रशस्तताको कारणले, उसले दही खानेछ, किनकि देशमा छोडिएका हरेकले दूध र मह खानेछन् ।
23 ૨૩ તે સમયે, એમ થશે કે જ્યાં એક હજાર રૂપિયાના એક હજાર દ્રાક્ષાવેલા રોપેલા હતા, તેવી દરેક જગ્યા કાંટા અને ઝાંખરાંનું સ્થાન થઈ જશે.
त्यस बेला, हजार बोट दाखको हजार शेकेल पर्ने जग्गामा, त्यहाँ सिउँडी र काँढा बाहेक केही हुनेछैन ।
24 ૨૪ પુરુષો ધનુષ લઈને ત્યાં શિકાર કરવા જશે, કારણ કે આખી ભૂમિ કાંટા અને ઝાંખરાં થશે.
मानिहरू त्यहाँ धनु लिएर शिकार गर्न जानेछन्, किनभने सबै देश नै सिउँडी र काँढा हुनेछन् ।
25 ૨૫ તે સર્વ ટેકરાઓ જે પાવડાથી ખોદવામાં આવતા, ત્યાં કાંટા અને ઝાંખરાંની બીક હતી નહિ; પણ ત્યાં બળદો તથા ઘેટાંને ચરવાની જગ્યા થઈ પડશે.
तिनीहरू सिउँडी र काँढाको डरले खनजोत गरी खेतीपाती गरिएका सबै डाँडाबाट टाढै रहनेछन् । तर यो गाईवस्तु र भेडाहरू चर्ने ठाउँ हुनेछ ।