< યશાયા 45 >

1 યહોવાહ કહે છે, કોરેશ મારો અભિષિક્ત છે, તેની આગળ દેશોને તાબે કરવા, રાજાઓનાં હથિયાર મુકાવી દેવા માટે મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે અને દરવાજા ખૂલી જશે અને તે દ્વારો બંધ કરવામાં આવશે નહિ.
Thus said YHWH, To His anointed, to Cyrus, Whose right hand I have laid hold on, To subdue nations before him, Indeed, I loose loins of kings, To open double doors before him, Indeed, gates are not shut:
2 “હું તારી આગળ જઈશ અને પર્વતોને સપાટ કરીશ; હું પિત્તળના દરવાજાઓના ટુકડેટુકડા કરી નાખીશ તથા લોખંડની ભૂંગળોને કાપી નાખીશ.
“I go before you, and make crooked places straight, I shatter doors of bronze, And I cut bars of iron apart,
3 અને હું તને અંધકારમાં રાખેલા ખજાના તથા ગુપ્ત સ્થળમાં છુપાવેલું દ્રવ્ય આપીશ, જેથી તું જાણે કે હું તારું નામ લઈને બોલાવનાર ઇઝરાયલનો ઈશ્વર યહોવાહ છું.
And have given to you treasures of darkness, Even treasures of secret places, So that you know that I, YHWH, Who am calling on your name—[am] the God of Israel.
4 મારા સેવક યાકૂબને લીધે અને મારા પસંદ કરેલા ઇઝરાયલને લીધે, મેં તને તારું નામ લઈને બોલાવ્યો છે; જો કે તેં મને ઓળખ્યો નથી તો પણ મેં તને અટક આપી છે.
For the sake of My servant Jacob, And of Israel My chosen, I also call you by your name, I surname you, And you have not known Me.
5 હું જ યહોવાહ છું અને બીજો કોઈ નથી; મારા સિવાય કોઈ ઈશ્વર નથી. જો કે તેં મને ઓળખ્યો નથી, તો પણ હું તને યુદ્ધ માટે તૈયાર કરીશ;
I [am] YHWH, and there is none else, There is no God except Me, I gird you, and you have not known Me.
6 એથી પૂર્વથી તથા પશ્ચિમ સુધી સર્વ લોકો જાણે કે મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી. હું જ યહોવાહ છું અને બીજો કોઈ નથી.
So that they know from the rising of the sun, And from the west, that there is none besides Me, I [am] YHWH, and there is none else,
7 પ્રકાશનો કર્તા અને અંધકારનો ઉત્પન્ન કરનાર હું છું; હું શાંતિ અને સંકટ લાવનાર; હું, યહોવાહ એ સર્વનો કરનાર છું.
Forming light, and creating darkness, Making peace, and creating calamity, I [am] YHWH, doing all these things.
8 હે આકાશો, તમે ઉપરથી વરસો! હે વાદળો તમે ન્યાયી તારણ વરસાવો. પૃથ્વીને તે શોષી લેવા દો કે તેમાંથી ઉદ્ધાર ઊગે અને ન્યાયીપણું તેની સાથે ઊગશે. મેં, યહોવાહે તે બન્નેને ઉત્પન્ન કર્યાં છે.
Drop, you heavens, from above, And clouds cause righteousness to flow, Earth opens, and they are fruitful, Salvation and righteousness spring up together, I, YHWH, have created it.
9 જે કોઈ પોતાના કર્તાની સામે દલીલ કરે છે તેને અફસોસ! તે ભૂમિમાં માટીના ઠીકરામાંનું ઠીકરું જ છે! શું માટી કુંભારને પૂછશે કે, ‘તું શું કરે છે?’ અથવા ‘તું જે બનાવી રહ્યો હતો તે કહેશે કે - તારા હાથ નથી?’
Woe [to] him who is striving with his Former (A potsherd with potsherds of the ground!) Does clay say to its Framer, What [are] you doing? And your work, He has no hands?
10 ૧૦ જે પિતાને કહે છે, ‘તમે શા માટે પિતા છો?’ અથવા સ્ત્રીને કહે, ‘તમે કોને જન્મ આપો છો?’ તેને અફસોસ!
Woe [to] him who is saying to a father, What do you beget? Or to a wife, What do you bring forth?”
11 ૧૧ ઇઝરાયલના પવિત્ર, તેને બનાવનાર યહોવાહ કહે છે: ‘જે બિનાઓ બનવાની છે તે વિષે, તમે શું મને મારાં બાળકો વિષે પ્રશ્ન કરશો? શું મારા હાથનાં કાર્યો વિષે તમે મને કહેશો કે મારે શું કરવું?’
Thus said YHWH, The Holy One of Israel, and his Former: “Ask Me of the things coming concerning My sons, Indeed, concerning the work of My hands, you command Me.
12 ૧૨ ‘મેં પૃથ્વીને બનાવી અને તે પર મનુષ્યને બનાવ્યો. તે મારા જ હાથો હતા જેણે આકાશોને પ્રસાર્યાં અને મેં સર્વ તારાઓ દ્રશ્યમાન થાય તેવી આજ્ઞા આપી.
I made earth, and created man on it, My hands stretched out the heavens, And I have commanded all their host.
13 ૧૩ મેં કોરેશને ન્યાયીપણામાં ઊભો કર્યો છે અને તેના સર્વ માર્ગો હું સીધા કરીશ. તે મારું નગર બાંધશે; અને કોઈ મૂલ્ય કે લાંચ લીધા વિના તે મારા બંદીવાનો ઘરે મોકલશે,” સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે.
I have stirred him up in righteousness, And I make all his ways straight, He builds My city, and sends out My captivity, Not for price, nor for bribe,” said YHWH of Hosts.
14 ૧૪ યહોવાહ આ પ્રમાણે કહે છે, “મિસરની કમાણી અને કૂશના વેપારીઓ તથા કદાવર સબાઈમ લોકો એ સર્વ તારે શરણે આવશે. તેઓ તારા થશે. તેઓ સાંકળોમાં, તારી પાછળ ચાલશે. તેઓ તને પ્રણામ કરીને તને વિનંતી કરશે કે, ‘ખરેખર ઈશ્વર તારી સાથે છે અને તેમના સિવાય બીજો કોઈ નથી.’”
Thus said YHWH: “The labor of Egypt, And the merchandise of Cush, And of the Sebaim—men of measure, Pass over to you, and they are yours, They go after you, they pass over in chains, And they bow themselves to you, They pray to you: Surely God [is] in you, And there is none else, no [other] God.”
15 ૧૫ હે ઇઝરાયલના ઈશ્વર, તારનાર, ખરેખર તમે ઈશ્વર છો જે પોતાને ગુપ્ત રાખે છે.
Surely You [are] a God hiding Yourself, God of Israel—Savior!
16 ૧૬ મૂર્તિઓના કારીગરો લજ્જિત અને કલંકિત થશે; તેઓ અપમાનમાં ચાલશે.
They have been ashamed, And they have even blushed—all of them, Those carving images have gone together in confusion.
17 ૧૭ પરંતુ યહોવાહના અનંતકાળિક ઉદ્ધારથી ઇઝરાયલ બચી જશે; તું ફરીથી ક્યારેય લજ્જિત કે અપમાનિત થઈશ નહિ.
Israel has been saved in YHWH, A perpetual salvation! You are not ashamed nor confounded For all ages of eternity!
18 ૧૮ જેણે આકાશો ઉત્પન્ન કર્યાં, સાચા ઈશ્વર, યહોવાહ એવું કહે છે, તેમણે આ પૃથ્વી ઉત્પન્ન કરી અને બનાવી, એને સ્થાપન કરી. તેમણે તે ખાલી રાખવા માટે નહિ પણ વસ્તી માટે ઉત્પન્ન કરી છે: હું યહોવાહ છું અને મારી બરોબરી કરનાર કોઈ નથી.
For thus said YHWH, Creator of the heavens, He is God, Former of earth, and its Maker, He established it—He did not create it empty, For He formed it to be inhabited: “I [am] YHWH, and there is none else.
19 ૧૯ હું ખાનગીમાં કે ગુપ્ત સ્થાનમાં બોલ્યો નથી; મેં યાકૂબનાં સંતાનોને કહ્યું નથી કે, ‘મને ફોગટમાં શોધો!’ હું યહોવાહ, સત્ય બોલનાર; સાચી વાતો પ્રગટ કરું છું.”
I have not spoken in secret, in a dark place of the earth, I have not said to the seed of Jacob, Seek Me in vain, I [am] YHWH, speaking righteousness, Declaring uprightness.
20 ૨૦ વિદેશમાંના શરણાર્થીઓ તમે એકત્ર થાઓ, સર્વ એકઠા થઈને પાસે આવો. જેઓ કોરેલી મૂર્તિઓને ઉપાડે છે અને જે બચાવી નથી શકતા તેવા દેવને પ્રાર્થના કરે છે તેઓને ડહાપણ નથી.
Be gathered, and come in, Come near together, you escaped of the nations, They have not known, Who are lifting up the wood of their carved image, And praying to a god [that] does not save.
21 ૨૧ પાસે આવો અને મને જાહેર કરો, તમારા પુરાવા રજૂ કરો! તેઓને સાથે ષડયંત્ર રચવા દો. પુરાતનકાળથી આ કોણે બતાવ્યું છે? કોણે આ જાહેર કર્યું છે? શું તે હું, યહોવાહ નહોતો? મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી, ન્યાયી ઈશ્વર અને તારનાર; મારા જેવો બીજો કોઈ નથી.
Declare, and bring near, Indeed, they take counsel together, Who has proclaimed this from of old? [Who] has declared it from that time? Is it not I—YHWH? And there is no other god besides Me, A God righteous and saving, there is none except Me.
22 ૨૨ પૃથ્વીના છેડા સુધીના સર્વ લોક, મારી તરફ ફરો અને ઉદ્ધાર પામો; કેમ કે હું ઈશ્વર છું અને બીજો કોઈ નથી.
Turn to Me, and be saved, all the ends of the earth, For I [am] God, and there is none else.
23 ૨૩ ‘મેં મારા પોતાના સમ ખાધા છે, ફરે નથી એવું ન્યાયી વચન મારા મુખમાંથી નીકળ્યું છે: મારી આગળ દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે,
I have sworn by Myself, A word has gone out from My mouth in righteousness, And it does not return, That to Me, every knee bows, every tongue swears.
24 ૨૪ તેઓ કહેશે, “ફક્ત યહોવાહમાં મારું તારણ અને સામર્થ્ય છે.” જેઓ તેમના પ્રત્યે ક્રોધિત થયેલા છે, તેઓ તેમની સમક્ષ લજવાઈને સંકોચાશે.
Only in YHWH, one has said, Do I have righteousness and strength, He comes to Him, And all those displeased with Him are ashamed.
25 ૨૫ ઇઝરાયલનાં સર્વ સંતાનો યહોવાહમાં ન્યાયી ઠરશે; તેઓ પોતાનાં અભિમાન કરશે.
In YHWH are all the seed of Israel justified, And they boast themselves.”

< યશાયા 45 >