< યશાયા 35 >
1 ૧ અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; અને વન આનંદ કરશે અને ગુલાબની જેમ ખીલશે.
उजाड-स्थान र अरब खुसी हुनेछन् । मरुभूमी आनन्दित हुनेछ र फुल्नेछ । गुलाफजस्तै,
2 ૨ તે પુષ્કળ ખીલશે, આનંદ કરશે અને હરખાઈને ગાયન કરશે. તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; તેઓ યહોવાહનું ગૌરવ અને આપણા ઈશ્વરનો વૈભવ જોશે.
त्यो प्रशस्त गरी फुल्नेछ आनन्द र गीतले रमाउनेछ । लेबनानको गौरव, कार्मेलको र शारोनको प्रताप यसलाई दिइनेछ । तिनीहरूले परमप्रभुको महिमा, हाम्रा परमेश्वरको वैभव देख्नेछन् ।
3 ૩ ઢીલા હાથોને દૃઢ કરો અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો.
कमजोर हातहरूलाई बलियो बनाओ र काँप्ने घुँडाहरूलाई सिधा पार ।
4 ૪ જેઓ ભયભીત હૃદયના છે તેઓને કહો, “દૃઢ થાઓ, બીશો નહિ; જુઓ, તમારા ઈશ્વર વેર લેવા આવશે, ઈશ્વર તમને યોગ્ય બદલો આપશે અને તે પોતે આવીને તમને તારશે.”
डराएका हृदय भएकाहरूलाई भन, “बलियो होओ, नडराओ! हेर, तिमीहरूका परमेश्वर सट्टा लिएर, परमेश्वरको इनाम लिएर आउनुहुनेछ । उहाँ आउनुहुनेछ र तिमीहरूलाई बचाउनुहुनेछ ।”
5 ૫ ત્યારે અંધજનોની આંખો ઉઘાડવામાં આવશે અને બધિરોના કાન સાંભળશે.
तब अन्धाहरूका आँखाहरूले देख्नछन् र बहिराहरूका कानले सुन्नेछन् ।
6 ૬ ત્યારે અપંગો હરણની જેમ કૂદશે અને મૂંગાની જીભ ગાયન કરશે, કેમ કે અરણ્યમાં પાણી અને વનમાં નાળાં ફૂટી નીકળશે.
तब लङ्गडो मानिस हरिणझैं उफ्रनेछ र गूँगाहरूका जिब्रोले गाउनेछन्, किनकि अरबमा पानीको मुल फुट्नेछ र उजाड-स्थानमा खोलाहरू बग्नेछन् ।
7 ૭ દઝાડતી રેતી તે તળાવ, અને તરસી ભૂમિ તે પાણીના ઝરણાં બની જશે; શિયાળોનાં રહેઠાણમાં, તેમના સૂવાને સ્થાને, ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે.
जल्ने बालुवा तलाउ बन्नेछ र सुख्खा जमिन पानीको मुल हुनेछ । कुनै बेला स्यालहरू बस्ने ठाउँहरूमा नर्कट र काँशको घाँस हुनेछ ।
8 ૮ ત્યાં રાજમાર્ગ થશે અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેના પર કોઈ અશુદ્ધ ચાલશે નહિ પણ જે પવિત્રતામાં ચાલે છે તેને માટે તે થશે, એ માર્ગમાં મૂર્ખ પણ ભૂલો પડશે નહિ.
त्यहाँ पवित्र बाटो भनिने मुल बाटो हुनेछ । अवित्रहरूले त्यसमा यात्रा गर्नेछैनन् । तर यो यसमा हिंड्नेहरूका निम्ति हुनेछ । यसमा कुनै मूर्ख जानेछैन ।
9 ૯ ત્યાં સિંહ હશે નહિ, કોઈ હિંસક પશુ ત્યાં આવી ચઢશે નહી; ત્યાં તેઓ જોવામાં આવશે નહિ. પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે.
त्यहाँ कुनै सिंह हुनेछैन, कुनै डरलाग्दो जङ्गली जनावर हुनेछैन । तिनीहरू त्यहाँ भेट्टइनेछैनन्, तर उद्धार पाएकाहरू त्यहाँ हिंड्नेछन् ।
10 ૧૦ યહોવાહે જે લોકો માટે મુક્તિ મૂલ્ય ચૂકવ્યું છે તેઓ પાછા ફરશે અને હર્ષનાદ કરતા કરતા સિયોન સુધી પહોંચશે અને તેઓને માથે હંમેશા આનંદ રહેશે; તેઓને હર્ષ અને આનંદ પ્રાપ્ત થશે, તેઓના શોક તથા નિશ્વાસ જતા રહેશે.
परमप्रभुले मोल तिरेर छटकारा दिनुभएकाहरू फर्किनेछन् र गाउँदै सियोनमा आउनेछन्, अनि तिनीहरूको शिरमा अनन्तको आनन्द हुनेछ । खुसी र आनन्दले तिनीहरूमा वास गर्नेछ । कष्ट र सुस्केरा भाग्नेछ ।