< હોશિયા 3 >

1 યહોવાહે મને કહ્યું, “ફરીથી જા, ઇઝરાયલ લોકો બીજા દેવો તરફ વળી જાય છે અને સૂકી દ્રાક્ષોને પ્રેમ કરે છે છતાં તેમના યહોવાહ તેમના પર પ્રેમ કરે છે તેવી જ રીતે તું તેના પ્રેમીને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી પર પ્રીતિ કર.”
Et le Seigneur m'a dit: Pars encore, aime une femme qui aime le mal, une femme adultère, comme Dieu aime les fils d'Israël, tandis qu'ils regardent les dieux étrangers, et se régalent de pâtes aux raisins.
2 તેથી મેં તેને પોતાને માટે પંદર સિક્કા ચાંદી અને સાત મણ જવ આપીને વેચાતી લીધી.
Et moi, j'ai loué une telle femme quinze sicles d'argent et un gomor d'orge, et un nebel d'huile.
3 મેં તેને કહ્યું, “ઘણા દિવસ સુધી તું મારી સાથે રહેજે. તું વ્યભિચાર કરીશ નહિ, બીજા કોઈ પુરુષની સ્ત્રી થઈશ નહિ. એ જ રીતે હું તારી સાથે છું.”
Et je lui ai dit: Tu te tiendras tranquille avec moi bien des jours; garde-toi de te prostituer; ne sois pas à un autre homme, et je te serai attaché.
4 કેમ કે ઇઝરાયલી લોકો ઘણા દિવસો સુધી રાજા વગર, રાજકુમારો વગર, બલિદાન વગર, ભજનસ્તંભ વગર, એફોદ વગર કે ઘરની મૂર્તિઓ વગર રહેશે.
Car les fils d'Israël seront bien des jours sans roi, sans chef, sans sacrifices, sans autels, sans sacerdoce, sans manifestation.
5 ત્યારબાદ ઇઝરાયલી લોકો પાછા આવીને યહોવાહ પોતાના ઈશ્વરની અને પોતાના રાજા દાઉદની શોધ કરશે. અને પાછલા દિવસોમાં તેઓ ભયસહિત યહોવાહની આગળ આવશે અને તેમની ઉદારતાનો આશ્રય લેશે.
Et, après cela, les fils d'Israël se convertiront, et ils chercheront le Seigneur leur Dieu, et David leur roi, et ils seront pleins d'admiration, sur les derniers jours, pour le Seigneur et Ses bienfaits.

< હોશિયા 3 >