< હોશિયા 1 >
1 ૧ યહૂદિયાના રાજાઓ ઉઝિયા, યોથામ, આહાઝ તથા હિઝકિયા તથા ઇઝરાયલના રાજા યોઆશના દીકરા યરોબામના શાસન દરમ્યાન બેરીના દીકરા હોશિયાની પાસે યહોવાહનું વચન આવ્યું તે આ છે.
Слово Господне, которое было к Осии, сыну Беериину, во дни Озии, Иоафама, Ахаза, Езекии, царей Иудейских, и во дни Иеровоама, сына Иоасова, царя Израильского.
2 ૨ જ્યારે યહોવાહ પ્રથમ વખત હોશિયા મારફતે બોલ્યા, ત્યારે તેમણે તેને કહ્યું, “જા, ગણિકા સાથે લગ્ન કર. તેને બાળકો થશે અને તેને પોતાનાં કરી લે. કેમ કે મને તજીને દેશ વ્યભિચારનું મોટું પાપ કરે છે.”
Начало слова Господня к Осии. И сказал Господь Осии: иди, возьми себе жену - блудницу и детей блуда; ибо сильно блудодействует земля сия, отступив от Господа.
3 ૩ તેથી હોશિયાએ જઈને દિબ્લાઈમની દીકરી ગોમેર સાથે લગ્ન કર્યાં. તે ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો.
И пошел он и взял Гомерь, дочь Дивлаима; и она зачала и родила ему сына.
4 ૪ યહોવાહે હોશિયાને કહ્યું, “તેનું નામ યિઝ્રએલ રાખ. કેમ કે થોડા જ સમયમાં યિઝ્રએલના લોહીના બદલા માટે હું યેહૂના કુટુંબનો નાશ કરીશ, હું ઇઝરાયલના રાજ્યનો અંત લાવીશ.
И Господь сказал ему: нареки ему имя Изреель, потому что еще немного пройдет, и Я взыщу кровь Изрееля с дома Ииуева, и положу конец царству дома Израилева,
5 ૫ તે દિવસે એવું થશે કે હું ઇઝરાયલનું ધનુષ્ય યિઝ્રએલની ખીણમાં ભાગી નાખીશ.”
и будет в тот день, Я сокрушу лук Израилев в долине Изреель.
6 ૬ ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને દીકરીને જન્મ આપ્યો. યહોવાહે હોશિયાને કહ્યું, તેનું નામ લો-રૂહામા પાડ, કેમ કે હવે પછી હું કદી ઇઝરાયલ લોકો પર દયા રાખીશ નહિ તેઓને કદી માફ કરીશ નહિ.
И зачала еще, и родила дочь, и Он сказал ему: нареки ей имя Лорухама; ибо Я уже не буду более миловать дома Израилева, чтобы прощать им.
7 ૭ પરંતુ હું યહૂદિયાના લોકો પર દયા કરીશ, યહોવાહ તેમનો ઈશ્વર થઈને હું તેઓનો ઉદ્ધાર કરીશ. ધનુષ્ય, તલવાર, યુદ્ધ, ઘોડા કે ઘોડેસવારોથી હું તેઓનો ઉદ્ધાર નહિ કરું.
А дом Иудин помилую и спасу их в Господе Боге их, спасу их ни луком, ни мечом, ни войною, ни конями и всадниками.
8 ૮ લો-રૂહામાને સ્તનપાન છોડાવ્યા પછી ગોમેર ફરીથી ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો.
И, откормив грудью Непомилованную, она зачала и родила сына.
9 ૯ ત્યારે યહોવાહે કહ્યું, “તેનું નામ લો-આમ્મી પાડ, કેમ કે તમે મારા લોકો નથી, હું તમારો ઈશ્વર નથી.”
И сказал Он: нареки ему имя Лоамми, потому что вы не Мой народ и Я не буду вашим Богом.
10 ૧૦ તોપણ ઇઝરાયલ લોકોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે, જે ન તો માપી શકાશે કે ન ગણી શકાશે. તેઓને એવું કહેવામાં આવ્યું હતું કે, “તમે મારા લોકો નથી,” તેને બદલે એવું કહેવામાં આવશે કે, “તમે જીવંત ઈશ્વરના લોકો છો.”
Но будет число сынов Израилевых как песок морской, которого нельзя ни измерить, ни исчислить; и там, где говорили им: “вы не Мой народ”, будут говорить им: “вы сыны Бога живаго”.
11 ૧૧ યહૂદિયાના લોકો તથા ઇઝરાયલના લોકો એકત્ર થશે. તેઓ પોતાના માટે એક આગેવાન નીમીને, દેશમાંથી ચાલી નીકળશે, કેમ કે યિઝ્રએલનો દિવસ મોટો થશે.
И соберутся сыны Иудины и сыны Израилевы вместе, и поставят себе одну главу, и выйдут из земли переселения; ибо велик день Изрееля!