< હિબ્રૂઓને પત્ર 12 >
1 ૧ આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, તેથી આપણે પણ દરેક પ્રકારના બોજા તથા વળગી રહેનારાં પાપ નાખી દઈએ અને આપણા માટે નિયત કરેલી દોડની સ્પર્ધામાં ધીરજથી દોડીએ.
Therfor we that han so greet a cloude of witnessis put to, do we awei al charge, and synne stondinge aboute vs, and bi pacience renne we to the batel purposid to vs,
2 ૨ આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ કે, જેમણે પોતાની સમક્ષ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને વધસ્તંભ પર મરણનું દુઃખ સહન કર્યું અને હાલ તેઓ ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજમાન છે.
biholdinge in to the makere of feith, and the perfit endere, Jhesu; which whanne ioye was purposid to hym, he suffride the cros, and dispiside confusioun, and sittith on the riythalf of the seet of God.
3 ૩ તો જેમણે પોતા પર પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો તેમનો વિચાર કરો, એમ ન થાય કે તમે પોતાના મનમાં અશક્ત થવાથી થાકી જાઓ.
And bithenke ye on hym that suffride siche `ayen seiynge of synful men ayens hym silf, that ye be not maad wery, failinge in youre soulis.
4 ૪ તમે પાપનો સામનો કરો, પણ રક્તપાત સુધી તમે હજી સામનો કર્યો નથી.
For ye ayenstoden not yit `til to blood, fiytyng ayens synne.
5 ૫ વળી જે ઉપદેશ બાળકોની માફક સમજાવીને તમને અપાય છે, તે તમે ભૂલી ગયા, એટલે, ‘ઓ, મારા પુત્ર, તું પ્રભુની શિક્ષાને તુચ્છ ન ગણ અને તે ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા.
And ye han foryet the coumfort that spekith to you as to sones, and seith, My sone, nyle thou dispise the teching of the Lord, nether be thou maad weri, the while thou art chastisid of hym.
6 ૬ કેમ કે જેનાં પર પ્રભુ પ્રેમ રાખે છે, તેને તે શિક્ષા કરે છે, જે પુત્રનો તે અંગીકાર કરે છે, તે દરેકને તે કોરડા મારે છે.’”
For the Lord chastisith hym that he loueth; he betith euery sone that he resseyueth.
7 ૭ જે શિક્ષા તમે સહન કરો છો, તે શિક્ષાણને માટે છે જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે ઈશ્વર વર્તે છે, કેમ કે એવું કયું બાળક છે જેને પિતા શિક્ષા કરતા નથી?
Abide ye stille in chastising; God proferith hym to you as to sones. For what sone is it, whom the fadir chastisith not?
8 ૮ પણ જે શિક્ષાના ભાગીદાર સઘળાં થયા છે, તે શિક્ષા તમને ન થાય, તો તમે દાસીપુત્રો છો, ખરા પુત્રો તો નહિ.
That if ye `ben out of chastising, whos parteneris ben ye alle maad, thanne ye ben auowtreris, and not sones.
9 ૯ વળી પૃથ્વી પરના આપણા પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન રહીને જીવીએ નહિ?
And aftirward we hadden fadris of oure fleisch, techeris, and we with reuerence dredden hem. Whethir not myche more we schulen obeische to the fadir of spiritis, and we schulen lyue?
10 ૧૦ કેમ કે તેઓએ તો થોડાક દિવસો સુધી પોતાને જે વાજબી લાગ્યું તે પ્રમાણે આપણને શિક્ષા કરી ખરી, પણ તેમણે તો આપણા હિતને માટે શિક્ષા કરી કે આપણે તેમની પવિત્રતાના સહભાગી થઈએ.
And thei in tyme of fewe dayes tauyten vs bi her wille; but this fadir techith to that thing that is profitable, in resseyuynge the halewing of hym.
11 ૧૧ કોઈ પણ શિક્ષા તે સમયે આનંદકારક નહિ, પણ ખેદકારક લાગે છે; પણ પછી તો તેથી કસાયેલાઓને તે ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.
And ech chastisyng in present tyme semeth to be not of ioye, but of sorewe; but aftirward it schal yelde fruyt of riytwisnesse moost pesible to men exercisid bi it.
12 ૧૨ એ માટે ઢીલા પડેલા હાથોને તથા અશક્ત થએલાં ઘૂંટણોને તમે ફરી મજબૂત કરો;
For whiche thing reise ye slowe hondis,
13 ૧૩ પોતાના પગોને સારુ રસ્તા સુગમ કરો; જેથી જે અપંગ છે, તે ઊતરી ન જાય પણ એથી વિપરીત તે સાજું થાય.
and knees vnboundun, and make ye riytful steppis to youre feet; that no man haltinge erre, but more be heelid.
14 ૧૪ સઘળાંની સાથે શાંતિથી વર્તો, પવિત્રતા કે જેનાં વગર કોઈ પ્રભુને નિહાળશે નહિ તેને ધોરણે તમે ચાલો.
Sue ye pees with alle men, and holynesse, with out which no man schal se God.
15 ૧૫ તમે બહુ સાવધ રહો, કે જેથી કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વિના રહી ન જાય, એમ ન થાય કે કોઈ કડવાશરૂપી જડ ઊગે અને તમને ભ્રષ્ટ કરે, તેનાથી તમારામાંના ઘણાં લોક અપવિત્ર થાય,
Biholde ye, that no man faile to the grace of God, that no roote of bittirnesse buriownynge vpward lette, and manye ben defoulid bi it;
16 ૧૬ અને કોઈ વ્યભિચારી થાય, અથવા એસાવ કે જેણે એક ભોજનને માટે પોતાનું જ્યેષ્ઠપણું વેચી માર્યું તેના જેવો કોઈ ભ્રષ્ટ થાય.
that no man be letchour, ether vnhooli, as Esau, which for o mete seelde hise firste thingis.
17 ૧૭ કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઇચ્છતો હતો ત્યારે તે આંસુસહિત પ્રયત્ન કરતો હતો, તોપણ તેનો સ્વીકાર થયો નહિ કેમ કે પસ્તાવાનો પ્રસંગ તેને મળ્યો નહિ.
For wite ye, that afterward he coueitinge to enherite blessing, was repreued. For he foond not place of penaunce, thouy he souyte it with teeris.
18 ૧૮ વળી તમે એવાઓની પાસે આવ્યા નથી, એટલે સ્પર્શ કરાય એવા પહાડની, બળતી આગની, અંધારાયેલા આકાશની, અંધકારની તથા તોફાનની
But ye han not come to the fier able to be touchid, and able to come to, and to the whirlewynd, and myst, and tempest, and soun of trumpe, and vois of wordis;
19 ૧૯ તથા રણશિંગડાના અવાજની તથા એવા શબ્દોની ધ્વનિની કે જેનાં સાંભળનારાઓએ વિનંતી કરી કે એવા બોલ અમને ફરીથી સાંભળવામાં આવે નહિ.
which thei that herden, excusiden hem, that the word schulde not be maad to hem.
20 ૨૦ કેમ કે જે આજ્ઞા થઈ, તે તેઓથી સહન થઈ શકી નહિ, જો કોઈ જાનવર પણ પહાડને સ્પર્શ કરે, તો તે પથ્થરથી માર્યું જાય.
For thei beren not that that was seid, And if a beeste touchide the hil, it was stonyd.
21 ૨૧ તે વખતનો દેખાય એવો બિહામણો હતો કે મૂસાએ કહ્યું કે, ‘હું બહુ બીહું છું અને ધ્રૂજું છું.’”
And so dredeful it was that was seyn, that Moises seide, Y am a ferd, and ful of trembling.
22 ૨૨ પણ તમે તો સિયોન પહાડની પાસે અને જીવતા ઈશ્વરના નગર એટલે સ્વર્ગીય યરુશાલેમની પાસે અને હજારોહજાર સ્વર્ગદૂતોની પાસે,
But ye han come nyy to the hil Sion, and to the cite of God lyuynge, the heuenli Jerusalem, and to the multitude of many thousynde aungels,
23 ૨૩ પ્રથમ જન્મેલાં જેઓનાં નામ સ્વર્ગમાં લખી લેવામાં આવેલાં છે તેઓની સાર્વત્રિક સભા તથા વિશ્વાસી સમુદાયની પાસે અને સહુનો ન્યાય કરનાર ઈશ્વરની પાસે અને સંપૂર્ણ થએલાં ન્યાયીઓના આત્માઓની પાસે,
and to the chirche of the firste men, whiche ben writun in heuenes, and to God, domesman of alle, and to the spirit of iust perfit men,
24 ૨૪ નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે ત્યાં તેની પાસે આવ્યા છો.
and to Jhesu, mediatour of the newe testament, and to the sprenging of blood, `betere spekinge than Abel.
25 ૨૫ જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો; કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ નકાર કર્યો તેઓ જો બચ્યા નહિ, તો સ્વર્ગમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ચોક્કસ બચીશું નહિ.
Se ye, that ye forsake not the spekere; for if thei that forsaken him that spak on the erthe, aschapide not, myche more we that turnen awei fro him that spekith to vs fro heuenes.
26 ૨૬ તેમની વાણીએ તે સમયે પૃથ્વીને કંપાવી, પણ તેમણે એવું આશાવચન આપ્યું છે કે, હવે ફરી એક વાર હું એકલી પૃથ્વીને જ નહિ, આકાશને પણ હલાવીશ.
Whos vois than mouyde the erthe, but now he ayen bihetith, and seith, Yit onys and Y schal moue not oneli erthe, but also heuene.
27 ૨૭ ‘ફરી એક વારનો’ અર્થ એ છે કે, કંપાયમાન થયેલી વસ્તુઓ સૃષ્ટ વસ્તુઓની માફક નાશ પામે છે, જેથી જેઓ કંપાયમાન થયેલી નથી તે હંમેશા ટકી રહે.
And that he seith, Yit onys, he declarith the translacioun of mouable thingis, as of maad thingis, that tho thingis dwelle, that ben vnmouable.
28 ૨૮ માટે કંપાવવામાં ના આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે ઈશ્વરનો આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્ન થાય એવી રીતે આપણે તેમની સેવા આદરભાવ તથા બીકથી કરીએ.
Therfor we resseyuynge the kingdom vnmouable, haue we grace, bi which serue we plesynge to God with drede and reuerence.
29 ૨૯ કેમ કે આપણો ઈશ્વર ભસ્મીભૂત કરી નાખનાર અગ્નિ છે.
For oure God is fier that wastith.