< ઊત્પત્તિ 13 >

1 તેથી ઇબ્રામ તેની સ્ત્રી અને તેની સર્વ સંપત્તિને લઈને મિસરથી નેગેબમાં ગયો. લોત પણ તેઓની સાથે ગયો.
अब्राम, तिनकी पत्‍नी र तिनीसँग भएका सबै थोक लिएर मिश्रबाट माथि नेगेवतिर गए । लोत पनि तिनीसँगै गए ।
2 ઇબ્રામ પાસે જાનવરો, ચાંદી તથા સોનું પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે ઘણો ધનવાન હતો.
अब्राम पशुहरू, चाँदी र सुनमा धेरै धनाढ्य थिए ।
3 નેગેબથી મુસાફરી કરીને જ્યાં તેણે અગાઉ છાવણી કરી હતી ત્યાં તે આવી પહોંચ્યો. આ જગ્યા બેથેલ તથા આયની વચ્ચે આવેલી હતી.
तिनी नेगेवबाट बेथेतिर गइरहे, जहाँ पहिले तिनको पाल थियो, त्यो बेथेल र ऐको बिचमा थियो ।
4 અહીં તેણે અગાઉ વેદી બાંધી હતી. એ વેદી આગળ તેણે ઈશ્વરના નામે પ્રાર્થના કરી.
तिनी आफूले पहिले नै बनाएका वेदी भएको ठाउँमा गए । यहाँ तिनले परमप्रभुको नाउँको पुकारा गरे ।
5 હવે લોત, જે ઇબ્રામની સાથે મુસાફરી કરી રહ્યો હતો, તેની પાસે પણ ઘેટાં, અન્ય જાનવરો તથા કુટુંબો હતા.
अब्रामसँगै यात्रा गरिरहेका लोतका पनि भेडाबाख्रा र गाईवस्तुहरूका बथान र पालहरू थिए ।
6 તે દેશ એટલો બધો ફળદ્રુપ ન હતો કે તેઓ બન્ને એકસાથે રહી શકે, કેમ કે તેઓના પાલતું પશુઓની સંખ્યા ઘણી હતી.
तिनीहरू दुवै नजिकै रहनलाई जमिनले धान्‍न सकेन, किनभने तिनीहरूका सम्पत्ति अत्यधिक थियो, यसैले तिनीहरू सँगै बस्‍न सकेनन् ।
7 એવામાં ઇબ્રામના ગોવાળિયાઓ અને લોતના ગોવાળિયાઓની વચ્ચે ઝઘડો થયો. તે સમયે કનાનીઓ તથા પરિઝીઓ તે દેશમાં રહેતા હતા.
अब्राम र लोतका गाईवस्‍तुहरू र भेडाबाख्राका गोठालाहरूबिच झगडा भयो । त्यस बेला त्यहाँ कनानीहरू र परिज्‍जीहरू बस्दथे ।
8 તેથી ઇબ્રામે લોતને કહ્યું, “તારી તથા મારી વચ્ચે અને તારા તથા મારા ગોવાળિયાઓની વચ્ચે તકરાર થવી ન જોઈએ; કારણ કે આપણે ભાઈઓ છીએ.
यसैले अब्रामले लोतलाई भने, “तिम्रो र मेरा गोठालाहरूबिच झगडा नहोस्, आखिर हामी त परिवार नै हौँ ।
9 શું તારી આગળ આખો દેશ નથી? તું આગળ જા અને પોતાને મારાથી જુદો કર. જો તું ડાબી બાજુ જશે, તો હું જમણી બાજુ જઈશ. અથવા જો તું જમણી બાજુ જશે, તો પછી હું ડાબી બાજુ જઈશ.”
के सारा भूमि तिम्रो सामु नै छैन र? तिमी जाऊ र मबाट अलग होऊ । यदि तिमी बायाँतरि गयौ भने म दायाँतिर जानेछु । वा यदि तिमी दाहिनेतिर गयौ भनौ म देब्रेतिर जानेछु ।”
10 ૧૦ તેથી લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સોઆર સુધી જોયો કે તેમાં બધે પુષ્કળ પાણી છે. ઈશ્વરે સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ ઈશ્વરની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો.
यसैले, लोतले वरिपरि हेरे, र यर्दनको बेँसीचाहिँ परमप्रभुको बगैँचाजस्तै, मिश्रदेशजस्तै सोअरसम्म नै सबैतिर पानीले राम्ररी भिजेको थियो । यो परमप्रभुले सदोम र गमोरा सर्वनाश गर्न अघिको कुरा थियो ।)
11 ૧૧ તેથી લોતે પોતાને સારુ યર્દનનો આખો પ્રદેશ પસંદ કર્યો. તે પૂર્વ તરફ ગયો. આમ ભાઈઓ એકબીજાથી અલગ થયા.
यसैले लोतले आफ्‍नो निम्ति यर्दनको बेँसी चुने र पूर्वतिर लागे अनि नातेदारहरू आपसमा छुटे ।
12 ૧૨ ઇબ્રામ કનાન દેશમાં રહ્યો અને લોત તે સપાટ પ્રદેશવાળા નગરોમાં ગયો. તેણે સદોમ નગરમાં સ્થાયી વસવાટ કર્યો.
अब्राम कनानको भूमिमा नै बसे, र लोत मैदानका सहरहरूमा बसे । तिनले आफ्‍ना पालहरू सदोमसम्‍म नै टाँगेर बसे ।
13 ૧૩ હવે સદોમના માણસો ઈશ્વરની વિરુદ્ધ અતિ ભ્રષ્ટ તથા દુરાચારી હતા.
सदोमका मानिसहरू परमप्रभु विरुद्धमा दुष्‍ट पापीहरू थिए ।
14 ૧૪ ઇબ્રામથી લોત જુદો થયા પછી ઈશ્વરે ઇબ્રામને કહ્યું, “તું જ્યાં ઊભો છે ત્યાંથી પોતાની આંખો ઊંચી કરીને ઉત્તર, દક્ષિણ, પૂર્વ તથા પશ્ચિમ તરફ જો.
लोत तिनीबाट अलग भएपछि परमप्रभुले अब्रामलाई भन्‍नुभयो, “तँ उभिएको ठाउँदेखि उत्तर, दक्षिण, पूर्व र पश्‍चिमतिर हेर् ।
15 ૧૫ જે સર્વ પ્રદેશ તું જુએ છે, તે હું તને તથા તારા વંશજોને સદાને માટે આપીશ.
तैँले देखेका यी सबै भूमि, म तँलाई र तेरा सन्तानहरूलाई सदाको निम्ति दिनेछु ।
16 ૧૬ અને હું તારો વંશ પૃથ્વીની ધૂળની રજકણો જેટલો કરીશ. જો કોઈ માણસ ધૂળની રજકણોને ગણી શકે તો તે તારો વંશ ગણી શકે.
म तेरा सन्तानहरूलाई पृथ्वीका धुलो जत्तिकै प्रशस्‍त बनाउनेछु, यसैले कसैले पृथ्वीको धूलोलाई गन्‍न सक्छ भने मात्र तेरा सन्तानहरूलाई गन्‍न सक्‍नेछ ।
17 ૧૭ ઊઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની સરહદ સુધી ફર, કારણ કે તે દેશ હું તને આપીશ.”
उठ्, भूमिको चारैतिर हिँड्, किनकि यो म तँलाई दिनेछु ।”
18 ૧૮ તેથી ઇબ્રામે પોતાનો તંબુ ઉઠાવીને મામરેનાં એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે ત્યાં સ્થાપિત કર્યો, ત્યાં તે રહ્યો અને ઈશ્વરને નામે એક વેદી બાંધી.
यसैले अब्रामले आफ्नो पाल उठाए र मम्रेका फलाँटका रूखहरू नजिकै बसोबास गरे, जुन हेब्रोन थियो र त्यहाँ परमप्रभुको निम्ति एउटा वेदी निर्माण गरे ।

< ઊત્પત્તિ 13 >