< ગલાતીઓને પત્ર 2 >
1 ૧ ચૌદ વર્ષ પછી હું બાર્નાબાસની સાથે ફરી પાછો યરુશાલેમ ગયો અને તિતસને પણ સાથે લઈ ગયો.
Muri iho, kia pahure nga tau tekau ma wha, ka haere ano ahau ki Hiruharama maua ko Panapa, me te mau ano i a Taituha hei hoa moku.
2 ૨ પ્રકટીકરણ દ્વારા મળેલી ઈશ્વરની આજ્ઞાથી હું ત્યાં ગયો અને જે સુવાર્તા બિનયહૂદીઓમાં પ્રગટ કરું છું, તે જેઓ પ્રતિષ્ઠિત હતા તેઓને ગુપ્ત રીતે કહી સંભળાવી, રખેને હું વ્યર્થ દોડતો હોઉં અથવા દોડ્યો હોઉં.
Na te whakakitenga mai hoki ahau i haere ai, a whakatakotoria ana e ahau ki a ratou te rongopai e kauwhautia nei e ahau ki nga tauiwi; otiia i meatia pukutia ki te hunga whai ingoa, kei maumau kau taku oma onaianei, o mua ra ranei.
3 ૩ પણ તિતસ જે મારી સાથે હતો, તે ગ્રીક હોવા છતાં પણ સુન્નત કરાવવાની તેને ફરજ પાડવામાં આવી નહિ.
Kihai ia a Taituha, toku hoa, he Kariki nei ia, i meinga kia kotia:
4 ૪ આપણા સમુદાયમાં જોડાયેલાં દંભી ભાઈઓને લીધે એમ થયું કે ખ્રિસ્ત ઈસુમાં આપણી જે સ્વતંત્રતા છે, તેની જાસૂસી કરવા સારુ તેઓ ગુપ્ત રીતે અંદર આવ્યા હતા, એ માટે કે તેઓ આપણને પાછા ગુલામીમાં લાવે.
Mo nga teina teka hoki i whakaurua pukutia mai, i haere puku mai nei ki te tirotiro i to matou ahua, he herekore i roto i a Karaiti Ihu, kia whakataurekareka ai ratou i a matou.
5 ૫ તેઓને અમે એક ઘડીભર પણ આધીન થયા નહિ, કે જેથી સુવાર્તાનું સત્ય તમારામાં ચાલુ રહે.
Kihai rawa matou i whakangawari iho, i rongo ki a ratou, ahakoa kotahi haora; he mea kia mau ai te pono o te rongopai ki a koutou.
6 ૬ અને જેઓ પ્રતિષ્ઠિત કહેવાતા હતા તેઓ ગમે તેવા હતા તેનાથી મને કંઈ ફરક પડતો નથી; ઈશ્વર માણસોની રીતે કોઈનો પક્ષપાત કરતા નથી હા, જેઓ પ્રતિષ્ઠિત કહેવાતા હતા, તેઓએ મારી સુવાર્તામાં કંઈ પણ વધારો કર્યો નહિ;
Otira ko te hunga whai ingoa ahakoa he aha ratou, kahore tahi he tikanga ki ahau: kahore a te Atua whakapai ki te kanohi tangata kihai ratou, te hunga whai ingoa, i whakaatu mea ki ahau:
7 ૭ પણ તેથી વિરુદ્ધ, જયારે તેઓએ જોયું કે, જેમ પિતરને સુન્નતીઓમાં યહૂદીઓમાં સુવાર્તાની સેવા સોંપાયેલી છે, તેમ મને બેસુન્નતીઓમાં બિનયહૂદીઓમાં એ સેવા સોંપાયેલી છે,
Engari to ratou kitenga kua tukua ki ahau te rongopai ki te kotingakore pera hoki me tera ki kotinga kua tukua ra ki a Pita;
8 ૮ કેમ કે જેમણે સુન્નતીઓનો યહૂદીઓનો પ્રેરિત થવા સારુ પિતરને પ્રેરણા કરી, તેમણે બેસુન્નતીઓનો બિનયહૂદીઓનો પ્રેરિત થવા સારુ મને પણ પ્રેરણા કરી.
Ko te kaimahi hoki i roto i a Pita hei apotoro ki te kotinga, mahi ana ano ia i roto i ahau ki nga tauiwi:
9 ૯ અને મને પ્રાપ્ત થયેલો અનુગ્રહ જયારે તેઓએ જાણ્યો, ત્યારે યાકૂબ, કેફા તથા યોહાન, જેઓ આધારસ્તંભ જેવા ગણાતા હતા, તેઓએ મારો તથા બાર્નાબાસનો પ્રેરિત તરીકે સ્વીકાર કર્યો, કે જેથી અમે બિનયહૂદીઓની પાસે જઈએ અને તેઓ સુન્નતીઓની યહૂદીઓની પાસે જાય.
Na, no ratou ka matau ki te aroha noa kua homai ki ahau, ka homai e Hemi, e Kipa, e Hoani, i meinga nei hei pou, nga ringa matau hei whakahoatanga ki a maua ko Panapa, mo maua kia haere ki nga tauiwi, ko ratou ia ki te kotinga:
10 ૧૦ તેઓએ એટલું જ ઇચ્છ્યું કે અમે ગરીબોને મદદ કરીએ અને તે જ કરવાને હું આતુર હતો.
Otiia me mahara maua ki te hunga rawakore; he mea ano hoki tena i hihiko ai ahau.
11 ૧૧ પણ જયારે કેફા અંત્યોખ આવ્યો, ત્યારે મેં સામે ચાલીને તેનો વિરોધ કર્યો, કેમ કે તે દોષિત હતો;
Na, i te taenga mai o Pita ki Anatioka, ka whakatika atu ahau ki a ia he kanohi, he kanohi, no te mea kua tika kia whakahengia ia.
12 ૧૨ કારણ કે યાકૂબની પાસેથી કેટલાક લોકોના આવ્યા પહેલાં, તે બિનયહૂદીઓની સાથે ખાતો હતો, પણ તેઓ આવ્યા પછી, સુન્નતીઓથી ડરીને તે ખસી ગયો અને અલગ રહ્યો.
I mua hoki o te taenga mai o etahi i a Hemi, e kai tahi ana ia me nga tauiwi: no to ratou taenga mai ia, neke atu ana ia, momotu ke ana i a ia; i mataku hoki ki te hunga o te kotinga.
13 ૧૩ બાકીના ખ્રિસ્તી યહૂદીઓએ પણ તેની સાથે ઢોંગ કર્યો, એટલે સુધી કે બાર્નાબાસ પણ તેઓના ઢોંગથી દંગ થઈને પાછો પડ્યો.
I uru ano era atu Hurai ki tona tinihanga: heoi riro pu a Panapa i to ratou tinihanga.
14 ૧૪ પણ જયારે મેં જોયું કે તેઓ સુવાર્તાની સત્યતા પ્રમાણે પ્રામાણિકતાથી ચાલતા નથી, ત્યારે મેં બધાની આગળ કેફાને કહ્યું કે, જો તું યહૂદી હોવા છતાં યહૂદીઓની રીતે નહિ, પણ બિનયહૂદીઓની રીતે વર્તે છે, તો બિનયહૂદીઓને યહૂદીઓની રીત પ્રમાણે વર્તવા તું કેમ ફરજ પાડે છે?
Otira, i toku kitenga kihai ratou i haere tika i runga i te pono o te rongopai, ka mea ahau ki a Pita i te aroaro o ratou katoa, ki te mea ko koe, he Hurai, ka whakatauiwi i a koe, a kahore e whakahurai, me pehea e taea ai e koe te mea nga tauiw i kia Hurai?
15 ૧૫ આપણે જેઓ જન્મથી યહૂદી છીએ અને પાપી બિનયહૂદીઓ નથી તેઓ
Ko tatou, ko nga Hurai tupu nei, ehara nei i te hunga hara no nga tauiwi,
16 ૧૬ જાણીએ છીએ કે, મનુષ્ય નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ, પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરે છે. અમે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો કે જેથી અમે નિયમશાસ્ત્રની કરણીઓથી નહિ પણ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરીએ, કેમ કે નિયમશાસ્ત્રની કરણીઓથી કોઈ પણ મનુષ્ય ન્યાયી ઠરશે નહિ.
Kua mohio nei ehara nga mahi a te ture i te mea e tika ai te tangata, engari ko te whakapono ki a Ihu Karaiti; kua whakapono ano tatou ki a Ihu Karaiti, kia meinga ai te whakapono ki a te Karaiti hei tika mo tatou, kahore ia nga mahi a te ture; no te mea kahore rawa he kikokiko e tika i nga mahi o te ture.
17 ૧૭ પણ ખ્રિસ્તમાં ન્યાયી ઠરવાની ઇચ્છા રાખીને, જો આપણે પોતે પાપી માલૂમ પડીએ, તો શું ખ્રિસ્ત પાપના સેવક છે? કદી નહિ.
Na, i a tatou e whai nei kia whakatikaia i roto i a te Karaiti, ki te kitea tatou nei he hunga hara, he minita ranei a te Karaiti ki te hara? Kahore rapea.
18 ૧૮ કેમ કે જેને મેં પાડી નાખ્યું, તેને હું ફરીથી બાંધુ, તો હું પોતાને અપરાધી ઠરાવું છું.
Ki te mea hoki ka hanga ano e ahau nga mea i wahia e ahau, e whakakite ana ahau i ahau ano, he tangata hara.
19 ૧૯ કેમ કે હું ઈશ્વરને માટે જીવવાને, નિયમશાસ્ત્ર દ્વારા નિયમશાસ્ત્ર પ્રત્યે મૃત્યુ પામ્યો છું.
Na te ture hoki ahau i tupapaku ai ki te ture, kia ora ai ahau ki te Atua.
20 ૨૦ હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો છું, પરંતુ હું જીવું છું, તોપણ હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે; અને હવે મનુષ્યદેહમાં મારું જે જીવન છે તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી છે; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું અર્પણ કર્યું.
Kua ripekatia tahitia ahau me te Karaiti: a e ora nei, ehara i te mea ko ahau, engari ko te Karaiti e ora ana i roto i ahau: e ora nei hoki ahau i roto i te kikokiko, he oranga na te whakapono ki te Tama a te Atua, i aroha nei ki ahau, i tuku ne i i a ia moku.
21 ૨૧ હું ઈશ્વરની કૃપા નિષ્ફળ કરતો નથી, કેમ કે જો ન્યાયીપણું નિયમશાસ્ત્રથી મળતું હોય તો ખ્રિસ્તનાં મરણનો કોઈ અર્થ નથી.
Kahore aku whakakahore i te aroha noa o te Atua: mehemea hoki i na runga mai te tika i te ture, maumau mate noa a te Karaiti.