< સભાશિક્ષક 6 >
1 ૧ મેં પૃથ્વી પર માણસોને માથે એક સામાન્ય ભારે દુ: ખ નિહાળ્યું છે.
Je zlo, ki sem ga videl pod soncem in to je pogosto med ljudmi.
2 ૨ એટલે જેને ઈશ્વરે ધન-સંપત્તિ અને સન્માન આપ્યા છે કે જે કંઈ તે ઇચ્છે છે તે સર્વમાં તેના મનને કશી ખોટ પડશે નહિ. પરંતુ તેનો ઉપભોગ કરવાની શક્તિ તેને આપતા નથી. પણ બીજો કોઈ તેનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા તથા ભારે દુ: ખ છે.
Človek, ki mu je Bog dal bogastva, premoženje in čast, tako da za svojo dušo ne potrebuje ničesar od vsega, kar si želi, pa mu vendar Bog ne daje moči, da od tega jé, temveč to jé tujec. To je ničevost in to je zla bolezen.
3 ૩ જો કોઈ મનુષ્યને સો સંતાનો હોય અને તે પોતે દીર્ઘાયુષ્ય ભોગવે પણ જો તે સુખી ન હોય અને તેનું દફન પણ ન થાય તો હું કહું છું કે, એના કરતાં ગર્ભપાતથી તે મૃતાવસ્થામાં જન્મ્યો હોત તો સારો થાત.
Če človek zaplodi sto otrok in živi mnogo let, tako da je dni njegovih let mnogo in njegova duša ne bo nasičena z dobrinami in tudi da nima pogreba, pravim, da je prezgodaj rojeni boljši kakor on.
4 ૪ કેમ કે તે વ્યર્થતારૂપ આવે છે અને અંધકારમાં જતો રહે છે. અને તેનું નામ પણ અંધકારથી ઢંકાઈ જાય છે.
Kajti vstopa z ničevostjo in odhaja v temi in njegovo ime bo prekrito s temo.
5 ૫ વળી તેણે સૂર્યને જોયો નથી અને તેણે કશું જાણ્યું પણ નથી પેલાના કરતાં તો તેને વધારે નિરાંત છે.
Poleg tega ni videl sonca niti ni poznal nobene stvari; ta ima več počitka kakor drugi.
6 ૬ જો તેનું આયુષ્ય હજાર વર્ષ કરતાં પણ બમણું હોય અને છતાંય તે કંઈ સુખ ભોગવે નહિ, શું બધાં એક જ ઠેકાણે નથી જતાં?
Da, čeprav je bilo rečeno, da živi dvakrat tisoč let, vendar ni videl dobrega; mar ne gredo vsi na en kraj?
7 ૭ મનુષ્યની સર્વ મહેનત તેના પોતાના પેટ માટે છે. છતાં તેની ક્ષુધા તૃપ્ત થતી નથી.
Vse človekovo delo je za njegova usta, pa vendar apetit ni potešen.
8 ૮ વળી મૂર્ખ કરતાં જ્ઞાનીને કયો વધારે લાભ મળે છે? અથવા જીવતાઓની આગળ વર્તવાની રીત સમજનાર ગરીબ માણસને શું મળે છે?
Kajti kaj ima modri več kakor bedak? Kaj ima ubogi, da zna hoditi pred živečimi?
9 ૯ ભટકતી ઇચ્છાઓ કરતાં આંખે જોવું તે વધારે ઇષ્ટ છે. એ પણ વ્યર્થ તથા પવનને મૂઠ્ઠીમાં ભરવાં જેવું છે.
Boljši je pogled oči kakor tavanje poželenja. Tudi to je ničevost in draženje duha.
10 ૧૦ હાલ જે કંઈ છે તેનું નામ પહેલેથી પાડવામાં આવ્યું છે. તે મનુષ્ય છે એ વાત જાણવામાં આવેલી છે. જે તેના કરતાં વધારે બળવાન છે તેની સામે તે બાથ ભીડી શકતો નથી.
To, kar je bilo, je že imenovano in je znano, da je to človek; niti se ne more pričkati s tistim, ki je mogočnejši kakor on.
11 ૧૧ વ્યર્થતાની વૃદ્ધિ કરનારી ઘણી વાતો છે, તેથી માણસને શો ફાયદો થયો છે?
Ker je tukaj mnogo stvari, ki povečujejo ničevost, kaj je človek boljši?
12 ૧૨ કારણ કે મનુષ્ય છાયાની જેમ પોતાનું જીવન વ્યર્થ ગુમાવે છે, તેના જીવનના સર્વ દિવસોમાં તેને માટે શું સારું છે તે કોણ જાણે છે? કેમ કે કોઈ માણસની પાછળ દુનિયામાં શું થવાનું છે તે તેને કોણ કહી શકે?
Kajti kdo ve kaj je boljše za človeka v tem življenju, vse dni njegovega praznega življenja, ki jih preživlja kakor senca? Kajti kdo lahko človeku pove kaj bo za njim pod soncem?