< પ્રેરિતોનાં કૃત્યો 8 >
1 ૧ શાઉલે તેની હત્યા કરવાની સંમતિ આપી હતી, તે જ દિવસે યરુશાલેમના વિશ્વાસી સમુદાય પર ભારે સતાવણી શરૂ થઈ, અને પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરુનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા.
Saul te fin dakò nèt ak lanmò li. Depi nan jou sa a, yon gran pèsekisyon te kòmanse kont legliz la nan Jérusalem. Yo tout, sof ke apòt yo, te gaye toupatou nan rejyon Juda avèk Samarie yo.
2 ૨ ધર્મનિષ્ઠ પુરુષોએ સ્તેફનને દફનાવ્યો, અને તેને સારુ ઘણો વિલાપ કર્યો.
Kèk moun fidèl te antere Étienne. Yo te fè yon gwo lamantasyon sou li.
3 ૩ પણ શાઉલે વિશ્વાસી સમુદાયને ભારે ત્રાસ આપ્યો, એટલે ઘેરેઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઈ જઈને જેલમાં પૂર્યા.
Men Saul te kòmanse ravaje legliz la. Li t ap antre de kay an kay pou rale fè sòti ni fanm, ni gason pou mete yo nan prizon.
4 ૪ જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ બધે સુવાર્તા પ્રગટ કરતા ગયા.
Konsa sila ki t ap gaye konsa yo, te ale toupatou e te preche pawòl la.
5 ૫ ફિલિપે સમારીઆ શહેરમાં જઈને તેઓને ખ્રિસ્ત વિષે પ્રચાર કર્યો.
Philippe te desann nan vil Samarie. Li te kòmanse preche Kris la bay yo.
6 ૬ ફિલિપે કહેલી વાતો સાંભળીને તથા કરેલા ચમત્કારિક ચિહ્નો જોઈને લોકોએ તેની વાતો પર એક ચિત્તે ધ્યાન આપ્યું.
Foul la avèk yon sèl panse t ap bay atansyon yo a sa ke Philippe te di yo, paske yo te wè e te tande mèvèy ke li t ap fè yo.
7 ૭ કેમ કે જેઓને અશુદ્ધ આત્માઓ વળગ્યા હતા તેઓમાંના ઘણાંમાંથી તેઓ મોટી બૂમ પાડતા બહાર નીકળ્યા, અને ઘણાં પક્ષઘાતીઓ તથા પગે અપંગો સાજાં કરવામાં આવ્યા.
Paske nan ka anpil moun ki te genyen lespri enpi yo, lespri yo t ap sòti nan yo. Yo te sòti pandan yo t ap rele avèk yon gwo vwa, e anpil moun ki te paralize e bwate te geri.
8 ૮ અને તે શહેરમાં બહુ આનંદ થયો.
Donk, te gen anpil moun ki t ap rejwi nan vil sila a.
9 ૯ પણ સિમોન નામે એક માણસ તે શહેરમાં અગાઉ જાદુ કરતો હતો, અને હું કોઈ મહાન વ્યક્તિ છું એમ કહીને સમરુનના લોકોને આશ્ચર્યચકિત કરી નાખતો હતો;
Alò, te gen yon nonm yo te rele Simon, ki te konn pratike maji nan vil la. Li t ap fè pèp Samarie a sezi, konsi li t ap vante tèt li, ke li menm te yon moun pwisan.
10 ૧૦ તેઓ નાનાથી તે મોટા સુધી સર્વ તેનું સાંભળતાં, તેઓ કહેતાં કે, ઈશ્વરનું જે મહાન પરાક્રમ કહેવાય છે, તે આ વ્યક્તિ છે.
Konsa, yo tout, soti nan pi piti jiska pi gran, te ba li anpil atansyon, e te di: “Mesye sila a se li ke yo rele Gran Pouvwa Bondye a.”
11 ૧૧ તેણે ઘણાં સમય સુધી પોતાની જાદુક્રિયાઓથી તેઓને આશ્ચર્યચકિત કરી નાખ્યા હતા, તેથી તેઓ તેનું સાંભળતાં હતા.
Yo te koute li, paske pandan anpil tan li te konn etone yo avèk metye maji sila a.
12 ૧૨ પણ ફિલિપ ઈશ્વરના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તનાં નામ વિષે સુવાર્તા પ્રગટ કરતો હતો ત્યારે તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, અને પુરુષોએ તેમ જ સ્ત્રીઓએ બાપ્તિસ્મા લીધું.
Men lè yo te kwè Philippe ki t ap preche bòn nouvèl wayòm Bondye a nan non Jésus Kris la, yo t ap batize; fanm, kou gason menm jan an.
13 ૧૩ સિમોને પોતે પણ વિશ્વાસ કર્યો, અને બાપ્તિસ્મા પામીને ફિલિપ સાથે રહ્યો; અને ચમત્કારો તથા મોટા પરાક્રમી કામો બનતાં જોઈને તે આશ્ચર્ય પામ્યો.
Menm Simon te vin kwè, epi apre li te batize li te kontinye avèk Philippe. Akoz li te wè anpil sign ak mirak ki t ap fèt, li te etone tout tan.
14 ૧૪ હવે સમરુનીઓએ ઈશ્વરનું વચન સ્વીકાર્યું છે એવું યરુશાલેમમાં પ્રેરિતોએ સાંભળ્યું, ત્યારે તેઓએ પિતર તથા યોહાનને તેઓની પાસે મોકલ્યા.
Alò, lè apòt nan Jérusalem yo te tande ke Samarie te resevwa pawòl Bondye a, yo te voye Pierre avèk Jean bay yo.
15 ૧૫ તેઓએ ત્યાં પહોંચ્યાં પછી તેઓને સારુ પ્રાર્થના કરી કે તેઓ પવિત્ર આત્મા પામે;
Lè yo te vin desann, yo te priye pou yo ta kapab resevwa Lespri Sen an.
16 ૧૬ કેમ કે ત્યાર સુધી તેઓમાંના કોઈ પર પવિત્ર આત્મા ઊતર્યો નહોતો; પણ તેઓ માત્ર પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા હતા.
Paske Li potko tonbe sou okenn nan yo. Yo te sèlman batize nan non Senyè a Jésus.
17 ૧૭ પછી પિતર તથા યોહાને તેઓ પર હાથ મૂક્યા, અને તેઓ પવિત્ર આત્મા પામ્યા.
Alò, yo te mete men sou yo, epi yo te resevwa Lespri Sen an.
18 ૧૮ હવે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા આપવામાં આવે છે, એ જોઈને સિમોને તેઓને પૈસા આપવા માંડ્યા.
Koulye a, lè Simon te wè ke Lespri a te bay lè apòt yo te poze men sou moun yo, li menm te ofri yo lajan.
19 ૧૯ તેણે કહ્યું કે, તમે મને પણ એ અધિકાર આપો કે જેનાં પર હું હાથ મૂકું તે પવિત્ર આત્મા પામે.
Li te di: “Ban mwen otorite sila a osi, pou tout sila ke m poze men m sou yo kapab resevwa Lespri Sen an.”
20 ૨૦ પણ પિતરે તેને કહ્યું કે, ઈશ્વરનું દાન પૈસાથી વેચાતું લેવાનું તેં વિચાર્યું માટે તારા પૈસા તારી સાથે નાશ પામો.
Men Pierre te di li: “Ke lajan ou an peri avè w, paske ou te panse ke ou ta kapab vin genyen don Bondye a avèk lajan.
21 ૨૧ આ બાબતમાં તારે કશી લેવા દેવા નથી. કારણ કે તારું અંતઃકરણ ઈશ્વરની આગળ પ્રમાણિક નથી.
Ou pa gen ni pati ni plas nan bagay sa a, paske kè ou pa dwat devan Bondye.
22 ૨૨ માટે તારી આ દુષ્ટતાનો પસ્તાવો કર, અને પ્રભુને પ્રાર્થના કર કે, કદાચ તારા અંતઃકરણના વિચાર તને માફ થાય.
Pou sa, repanti de mechanste ou, e priye Senyè a pou, si posib, entansyon kè ou kapab vin padone.
23 ૨૩ કેમ કે હું જોઉં છું કે તું કડવાશમાં અને પાપના બંધનમાં છે.
Paske mwen wè ke ou nan fyèl anmè e mare nan inikite.”
24 ૨૪ ત્યારે સિમોને ઉત્તર આપ્યો કે, તમારી કહેલી વાતો મુજબ કંઈ પણ મને ના થાય તે માટે તમે મારે માટે પ્રભુને પ્રાર્થના કરો.
Men Simon te reponn e te di: “Priye a Senyè a pou mwen, nou menm, pou anyen nan sa nou di yo pa vin rive m.”
25 ૨૫ હવે ત્યાં સાક્ષી આપ્યા પછી તથા પ્રભુની વાત પ્રગટ કર્યા પછી સમરૂનીઓનાં ઘણાં ગામોમાં સુવાર્તા પ્રગટ કરીને તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.
Alò, lè yo te fin temwaye solanèlman, e te pale pawòl Senyè a, yo te fè wout yo pou retounen Jérusalem. Konsa, tou, yo te preche bòn nouvèl la nan anpil vilaj Samariten.
26 ૨૬ હવે પ્રભુના એક સ્વર્ગદૂતે ફિલિપને કહ્યું કે, ઊઠ, ને યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા; ત્યાં અરણ્ય છે.
Men yon zanj Senyè a te pale ak Philippe e te di: “Leve, ale nan sid nan wout ki desann soti Jérusalem vè Gaza a.” (Sa se yon wout nan dezè.)
27 ૨૭ તે ઊઠીને ગયો; અને જુઓ, ત્યાં ઇથિયોપિયાનો એક ખોજો કે જે ઇથિયોપિયાની રાણી કંદિકાના હાથ નીચે મોટો અધિકારી તથા તેના સઘળા ભંડારનો કારભારી હતો, તે ભજન કરવા સારુ યરુશાલેમમાં આવ્યો હતો.
Konsa, li te leve ale, epi konsa, te gen yon lenik Etyopyen, yon ofisye atache a Candace, larèn Etyopyen yo. Li te an chaj tout trezò li, e te la nan Jérusalem pou adore Bondye.
28 ૨૮ તે પાછા જતા પોતાના રથમાં બેસીને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતો હતો.
Li t ap retounen, epi pandan li chita nan cha li, li t ap li liv pwofèt Ésaïe a.
29 ૨૯ આત્માએ ફિલિપને કહ્યું કે, તું પાસે જઈને એ રથની સાથે થઈ જા.
Alò Lespri a te di Philippe: “Ale jwenn cha sila a”.
30 ૩૦ ત્યારે ફિલિપ તેની પાસે દોડી ગયો, અને તેને પ્રબોધક યશાયાનું પુસ્તક વાંચતા સાંભળીને પૂછ્યું કે, તું જે વાંચે છે તે શું તું સમજે છે?
Philippe te kouri kote li. Konsa, li te tande ke li t ap li Ésaïe pwofèt la, epi li te mande l: “Èske ou konprann sa w ap li a?”
31 ૩૧ ત્યારે તેણે કહ્યું કે, કોઈનાં સમજાવ્યાં સિવાય હું કેમ કરીને સમજી શકું? તેણે ફિલિપને વિનંતી કરી કે, મારા રથમાં ઉપર આવી મારી પાસે બેસ.
Li te reponn: “Kijan mwen ta kapab, amwenske yon moun gide m?” Li te envite Philippe monte chita avè l.
32 ૩૨ શાસ્ત્રવચનનું જે પ્રકરણ તે વાંચતો હતો તે એ હતું કે, “ઘેટાંની પેઠે મારી નંખાવાને તેમને લઈ જવાયા; અને જેમ હલવાન પોતાના કાતરનારની આગળ મૂંગું રહે છે, તેમ તેમણે પોતાનું મુખ ઉઘાડ્યું નહિ;
Alò, pòsyon lekriti li t ap li a se te sila a: “Li te mennen kon yon mouton nan labatwa. Kon yon jenn mouton an silans devan sa k ap taye lenn sou do l, li pa t louvri bouch li.
33 ૩૩ તેમની દીનાવસ્થામાં તેમનો ન્યાય ડૂબી ગયો; તેમના જમાનાનાં લોકનું વર્ણન કોણ કહી દેખાડશે? કેમ કે તેમનો જીવ પૃથ્વી પરથી લઈ લેવામાં આવ્યો.”
Nan imilyasyon, jistis li te rachte. Kilès ki va deklare a jenerasyon pa L la? Paske vi Li retire sou tè a.”
34 ૩૪ ત્યારે તે ખોજાએ ફિલિપને ઉત્તર દેતાં કહ્યું કે, હું તને વિનંતી કરું છું કે, પ્રબોધક કોનાં વિષે એ કહે છે? પોતાના વિષે કે કોઈ બીજાના વિષે?
Lenik lan te reponn Philippe e te di: “Silvouplè, a kilès pwofèt la ap di sa a? A li menm, oubyen a yon lòt?”
35 ૩૫ ત્યારે ફિલિપે કહેવાનું શરૂ કર્યું અને શાસ્ત્રવચનની તે વાતથી આરંભ કરીને તેને ઈસુ વિષેની સુવાર્તા પ્રગટ કરી.
Alò, Philippe te louvri bouch li e te kòmanse soti nan lekriti sen sila a, li te preche Jésus a li menm.
36 ૩૬ માર્ગમાં તેઓ એક જળાશય પાસે આવી પહોંચ્યા; ત્યારે ખોજાએ કહ્યું કે, જો, અહીં પાણી છે, બાપ્તિસ્મા પામવાથી મને શું અટકાવી શકે?
Pandan yo t ap prale nan wout la, yo te vin toupre yon dlo. Konsa, linik lan te di: “Men gade, dlo! Kisa ki anpeche m ta batize.”
37 ૩૭ ત્યારે ફિલિપે કહ્યું કે, જો તું તારા પૂરા મનથી વિશ્વાસ કરે છે તો એ ઉચિત છે; ખોજાએ ઉત્તર દેતાં કહ્યું કે, ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, એવું હું માનું છું.
Philippe te reponn: “Si ou kwè avèk tout kè ou, ou kapab.” Li te reponn e te di: “Mwen kwè ke Jésus Kris se Fis Bondye a.”
38 ૩૮ પછી તેણે રથ ઊભો રાખવાનો હુકમ કર્યો, અને ફિલિપ તથા ખોજો બન્ને જણ પાણીમાં ઊતર્યા, ફિલિપે તેને બાપ્તિસ્મા આપ્યું.
Li te kòmande cha a rete. Yo tou de te desann nan dlo a, Philippe avèk lenik lan, e li te batize li.
39 ૩૯ તેઓ પાણીમાંથી બહાર આવ્યા ત્યારે પ્રભુનો આત્મા ફિલિપને લઈ ગયો; અને ખોજાએ ફરી ફિલિપને જોયો નહિ, પરંતુ તે આનંદ કરતા કરતા પોતાના માર્ગે ચાલ્યો ગયો.
Lè yo te sòti nan dlo a, Lespri Senyè a te vin pran Philippe, e lenik lan pa t wè l ankò, men te kontinye wout li ak rejwisans.
40 ૪૦ પણ ફિલિપ આશ્દોદમાં દેખાયો; તે કાઈસારિયા પહોંચતાં સુધી માર્ગમાંના સર્વ શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો.
Men Philippe te twouve li menm nan Azot. Pandan li t ap travèse, li te kontinye preche bòn nouvèl la nan tout vil yo jiskaske li te rive Césarée.