< પ્રેરિતોનાં કૃત્યો 27 >
1 ૧ અમોને જળમાર્ગે ઇટાલી લઈ જવામાં આવે એવું નક્કી કરાયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાક કેદીઓને બાદશાહી પલટણના જુલિયસ નામના સૂબેદારને સોંપ્યા.
১জলপথেনাস্মাকম্ ইতোলিযাদেশং প্রতি যাত্রাযাং নিশ্চিতাযাং সত্যাং তে যূলিযনাম্নো মহারাজস্য সংঘাতান্তর্গতস্য সেনাপতেঃ সমীপে পৌলং তদন্যান্ কতিনযজনাংশ্চ সমার্পযন্|
2 ૨ અદ્રમુત્તિયાનું એક વહાણ જે આસિયાના કિનારા પરના બંદરોએ જવાનું હતું તેમાં બેસીને અમે સફર શરુ કરી; મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો.
২ৱযম্ আদ্রামুত্তীযং পোতমেকম্ আরুহ্য আশিযাদেশস্য তটসমীপেন যাতুং মতিং কৃৎৱা লঙ্গরম্ উত্থাপ্য পোতম্ অমোচযাম; মাকিদনিযাদেশস্থথিষলনীকীনিৱাস্যারিস্তার্খনামা কশ্চিদ্ জনোঽস্মাভিঃ সার্দ্ধম্ আসীৎ|
3 ૩ બીજે દિવસે અમે સિદોનના બંદરે પહોંચ્યા, અને જુલિયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રોને ઘરે જઈને આરામ કરવાની પરવાનગી આપી.
৩পরস্মিন্ দিৱসে ঽস্মাভিঃ সীদোন্নগরে পোতে লাগিতে তত্র যূলিযঃ সেনাপতিঃ পৌলং প্রতি সৌজন্যং প্রদর্থ্য সান্ত্ৱনার্থং বন্ধুবান্ধৱান্ উপযাতুম্ অনুজজ্ঞৌ|
4 ૪ ત્યાંથી નીકળ્યા પછી પવન સામો હોવાને લીધે અમે સાયપ્રસની બાજુએ રહીને હંકારી ગયા;
৪তস্মাৎ পোতে মোচিতে সতি সম্মুখৱাযোঃ সম্ভৱাদ্ ৱযং কুপ্রোপদ্ৱীপস্য তীরসমীপেন গতৱন্তঃ|
5 ૫ અને કિલીકિયા તથા પામ્ફૂલિયાની પાસેનો સમુદ્ર વટાવીને અમે લૂકિયોના મૂરા (બંદરે) પહોંચ્યા.
৫কিলিকিযাযাঃ পাম্ফূলিযাযাশ্চ সমুদ্রস্য পারং গৎৱা লূকিযাদেশান্তর্গতং মুরানগরম্ উপাতিষ্ঠাম|
6 ૬ ત્યાં સૂબેદારને ઇટાલી તરફ જનારું આલેકસાંદ્રિયાનું એક વહાણ મળ્યું; તેમાં તેણે અમને બેસાડ્યા.
৬তৎস্থানাদ্ ইতালিযাদেশং গচ্ছতি যঃ সিকন্দরিযানগরস্য পোতস্তং তত্র প্রাপ্য শতসেনাপতিস্তং পোতম্ অস্মান্ আরোহযৎ|
7 ૭ પણ અમે ઘણા દિવસ સુધી ધીમે ધીમે વહાણ હંકારીને કનિદસની સામા મુશ્કેલીથી પહોંચ્યા, ત્યાર પછી પવનને લીધે આગળ જવાયું નહિ, માટે અમે સલ્મોનની આગળ ક્રીતની બાજુએ રહીને હંકાર્યું.
৭ততঃ পরং বহূনি দিনানি শনৈঃ শনৈঃ র্গৎৱা ক্নীদপার্শ্ৱোপস্থ্তিঃ পূর্ৱ্ৱং প্রতিকূলেন পৱনেন ৱযং সল্মোন্যাঃ সম্মুখম্ উপস্থায ক্রীত্যুপদ্ৱীপস্য তীরসমীপেন গতৱন্তঃ|
8 ૮ મુશ્કેલીથી તેને કિનારે કિનારે હંકારીને સુંદર બંદર નામની જગ્યાએ આવ્યા; તેની પાસે લાસીયા શહેર છે.
৮কষ্টেন তমুত্তীর্য্য লাসেযানগরস্যাধঃ সুন্দরনামকং খাতম্ উপাতিষ্ঠাম|
9 ૯ સમય ઘણો થઈ ગયો હોવાથી, હવે સફર કરવી એ જોખમી હતું. ઉપવાસ (નો દિવસ) વીતી ગયો હતો, ત્યારે પાઉલે તેઓને સાવધ કરતા કહ્યું કે,
৯ইত্থং বহুতিথঃ কালো যাপিত উপৱাসদিনঞ্চাতীতং, তৎকারণাৎ নৌৱর্ত্মনি ভযঙ্করে সতি পৌলো ৱিনযেন কথিতৱান্,
10 ૧૦ ‘ઓ ભાઈઓ, મને માલૂમ પડે છે કે, આ સફરમાં એકલા સામાનને તથા વહાણને જ નહિ, પણ આપણા જીવનું પણ જોખમ છે; અને ઘણું નુકસાન થઈ શકે તેમ છે.
১০হে মহেচ্ছা অহং নিশ্চযং জানামি যাত্রাযামস্যাম্ অস্মাকং ক্লেশা বহূনামপচযাশ্চ ভৱিষ্যন্তি, তে কেৱলং পোতসামগ্র্যোরিতি নহি, কিন্ত্ৱস্মাকং প্রাণানামপি|
11 ૧૧ પણ પાઉલે જે કહ્યું, તે કરતા કપ્તાન તથા વહાણના માલિકના કહેવા પર સૂબેદારે વધારે ભરોસો રાખ્યો.
১১তদা শতসেনাপতিঃ পৌলোক্তৱাক্যতোপি কর্ণধারস্য পোতৱণিজশ্চ ৱাক্যং বহুমংস্ত|
12 ૧૨ વળી શિયાળો પસાર કરવા સારુ તે બંદર સગવડ ભરેલું નહોતું, માટે ઘણાને એ સલાહ આપી કે, આપણે અહીંથી નીકળીએ, કોઈ પણ રીતે ફેનિક્સ પહોંચીને ત્યાં શિયાળો ગાળીએ; ત્યાં ક્રીતનું બંદર છે, ઈશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે.
১২তৎ খাতং শীতকালে ৱাসার্হস্থানং ন তস্মাদ্ অৱাচীপ্রতীচোর্দিশোঃ ক্রীত্যাঃ ফৈনীকিযখাতং যাতুং যদি শক্নুৱন্তস্তর্হি তত্র শীতকালং যাপযিতুং প্রাযেণ সর্ৱ্ৱে মন্ত্রযামাসুঃ|
13 ૧૩ દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને ક્રીતને કિનારે કિનારે હંકાર્યું.
১৩ততঃ পরং দক্ষিণৱাযু র্মন্দং ৱহতীতি ৱিলোক্য নিজাভিপ্রাযস্য সিদ্ধেঃ সুযোগো ভৱতীতি বুদ্ধ্ৱা পোতং মোচযিৎৱা ক্রীত্যুপদ্ৱীপস্য তীরসমীপেন চলিতৱন্তঃ|
14 ૧૪ પણ થોડી વાર પછી તે તરફથી યુરાકુલોન નામનો તોફાની પવન ફુંકાયો.
১৪কিন্ত্ৱল্পক্ষণাৎ পরমেৱ উরক্লুদোন্নামা প্রতিকূলঃ প্রচণ্ডো ৱাযু র্ৱহন্ পোতেঽলগীৎ
15 ૧૫ વહાણ તેમાં એવું સપડાયું કે પવનની સામે ટકી શક્યું નહિ, ત્યારે અમે તેને ઘસડાવા દીધું.
১৫তস্যাভিমুখং গন্তুম্ পোতস্যাশক্তৎৱাদ্ ৱযং ৱাযুনা স্ৱযং নীতাঃ|
16 ૧૬ કૌદા નામના એક નાના બંદરની બાજુમાં થઈને અમે પસાર થયા, ત્યારે મછવાને (જીવનરક્ષક હોડીઓ) માં બચાવી લેવામાં ઘણી મુસીબત પડી;
১৬অনন্তরং ক্লৌদীনাম্ন উপদ্ৱীপস্য কূলসমীপেন পোতং গমযিৎৱা বহুনা কষ্টেন ক্ষুদ্রনাৱম্ অরক্ষাম|
17 ૧૭ તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની નીચે બચાવના બંધ બાંધ્યા, અને સીર્તસ આગળ અથડાઈ પડવાની બીકથી સઢ છોડી નાખ્યાં, અને વહાણ સાથે અમે તણાવા લાગ્યા.
১৭তে তামারুহ্য রজ্জ্চা পোতস্যাধোভাগম্ অবধ্নন্ তদনন্তরং চেৎ পোতো সৈকতে লগতীতি ভযাদ্ ৱাতৱসনান্যমোচযন্ ততঃ পোতো ৱাযুনা চালিতঃ|
18 ૧૮ અમને બહુ તોફાન નડવાથી બીજે દિવસે તેઓએ માલ બહાર નાખવા માંડ્યો;
১৮কিন্তু ক্রমশো ৱাযোঃ প্রবলৎৱাৎ পোতো দোলাযমানোঽভৱৎ পরস্মিন্ দিৱসে পোতস্থানি কতিপযানি দ্রৱ্যাণি তোযে নিক্ষিপ্তানি|
19 ૧૯ ત્રીજે દિવસે તેઓએ પોતાને હાથે વહાણનો સામાન નાખી દીધો.
১৯তৃতীযদিৱসে ৱযং স্ৱহস্তৈঃ পোতসজ্জনদ্রৱ্যাণি নিক্ষিপ্তৱন্তঃ|
20 ૨૦ ઘણા દિવસ સુધી સૂર્ય તથા તારાઓ દેખાયા નહિ, તોફાન સતત ચાલતું રહ્યું, તેથી અમારા બચવાની કોઈ આશા રહી નહિ.
২০ততো বহুদিনানি যাৱৎ সূর্য্যনক্ষত্রাদীনি সমাচ্ছন্নানি ততো ঽতীৱ ৱাত্যাগমাদ্ অস্মাকং প্রাণরক্ষাযাঃ কাপি প্রত্যাশা নাতিষ্ঠৎ|
21 ૨૧ કેટલાક દિવસ સુધી ખોરાક પાણી વિના ચલાવ્યા પછી પાઉલે તેઓની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, ‘ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું, ક્રીતથી નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર ન હતી.
২১বহুদিনেষু লোকৈরনাহারেণ যাপিতেষু সর্ৱ্ৱেষাং সাক্ষৎ পৌলস্তিষ্ঠন্ অকথযৎ, হে মহেচ্ছাঃ ক্রীত্যুপদ্ৱীপাৎ পোতং ন মোচযিতুম্ অহং পূর্ৱ্ৱং যদ্ অৱদং তদ্গ্রহণং যুষ্মাকম্ উচিতম্ আসীৎ তথা কৃতে যুষ্মাকম্ এষা ৱিপদ্ এষোঽপচযশ্চ নাঘটিষ্যেতাম্|
22 ૨૨ પણ હવે હું તમને વિનંતી કરું છું કે, હિંમત રાખો, કેમ કે તમારામાંથી કોઈના પણ જીવને નુકસાન નહિ થશે, એકલા વહાણને થશે.
২২কিন্তু সাম্প্রতং যুষ্মান্ ৱিনীয ব্রৱীম্যহং, যূযং ন ক্ষুভ্যত যুষ্মাকম্ একস্যাপি প্রাণিনো হানি র্ন ভৱিষ্যতি, কেৱলস্য পোতস্য হানি র্ভৱিষ্যতি|
23 ૨૩ કેમ કે જે ઈશ્વરનો હું છું, અને જેમની સેવા હું કરું છું તેમના દૂતે ગઈ રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું કે,
২৩যতো যস্যেশ্ৱরস্য লোকোঽহং যঞ্চাহং পরিচরামি তদীয একো দূতো হ্যো রাত্রৌ মমান্তিকে তিষ্ঠন্ কথিতৱান্,
24 ૨૪ ‘પાઉલ, ડરીશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે, જો તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.
২৪হে পৌল মা ভৈষীঃ কৈসরস্য সম্মুখে ৎৱযোপস্থাতৱ্যং; তৱৈতান্ সঙ্গিনো লোকান্ ঈশ্ৱরস্তুভ্যং দত্তৱান্|
25 ૨૫ એ માટે, ભાઈઓ, હિંમત રાખો, કેમ કે ઈશ્વર પર મારો ભરોસો છે કે, જેમ મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે.
২৫অতএৱ হে মহেচ্ছা যূযং স্থিরমনসো ভৱত মহ্যং যা কথাকথি সাৱশ্যং ঘটিষ্যতে মমৈতাদৃশী ৱিশ্ৱাস ঈশ্ৱরে ৱিদ্যতে,
26 ૨૬ તોપણ આપણને એક બેટ પર અથડાવું પડશે.
২৬কিন্তু কস্যচিদ্ উপদ্ৱীপস্যোপরি পতিতৱ্যম্ অস্মাভিঃ|
27 ૨૭ ચૌદમી રાત આવી ત્યારે અમે આદ્રિયા સમુદ્રમાં આમતેમ ઘસડાતા હતા, અને આશરે મધરાતે ખલાસીઓને લાગ્યું કે અમે કોઈ એક દેશની નજદીક આવી પહોંચ્યા છીએ.
২৭ততঃ পরম্ আদ্রিযাসমুদ্রে পোতস্তথৈৱ দোলাযমানঃ সন্ ইতস্ততো গচ্ছন্ চতুর্দশদিৱসস্য রাত্রে র্দ্ৱিতীযপ্রহরসমযে কস্যচিৎ স্থলস্য সমীপমুপতিষ্ঠতীতি পোতীযলোকা অন্ৱমন্যন্ত|
28 ૨૮ તેઓએ પાણી માપવાની દોરી નાખી, ત્યારે વીસ મીટર પાણી માલૂમ પડ્યું અને થોડે આગળ ગયા પછી તેઓએ ફરીથી દોરી નાખી. ત્યારે પંદર મીટર પાણી માલૂમ પડ્યું.
২৮ততস্তে জলং পরিমায তত্র ৱিংশতি র্ৱ্যামা জলানীতি জ্ঞাতৱন্তঃ| কিঞ্চিদ্দূরং গৎৱা পুনরপি জলং পরিমিতৱন্তঃ| তত্র পঞ্চদশ ৱ্যামা জলানি দৃষ্ট্ৱা
29 ૨૯ રખેને કદાચ અમે ખડક સાથે અથડાઈએ, એવી બીકથી તેઓ ડબૂસા પાછળના ભાગ પરથી ચાર લંગર નાખ્યાં, અને દિવસ ઊગવાની રાહ જોતા બેઠા રહ્યા.
২৯চেৎ পাষাণে লগতীতি ভযাৎ পোতস্য পশ্চাদ্ভাগতশ্চতুরো লঙ্গরান্ নিক্ষিপ্য দিৱাকরম্ অপেক্ষ্য সর্ৱ্ৱে স্থিতৱন্তঃ|
30 ૩૦ ખલાસીઓ વહાણમાંથી નાસી જવાનો લાગ શોધતા હતા, અને વહાણના અગલા ભાગ પરથી લંગર નાખવાનો ડોળ કરીને તેઓએ સમુદ્રમાં મછવા (જીવનરક્ષક હોડીઓ) ઉતાર્યા.
৩০কিন্তু পোতীযলোকাঃ পোতাগ্রভাগে লঙ্গরনিক্ষেপং ছলং কৃৎৱা জলধৌ ক্ষুদ্রনাৱম্ অৱরোহ্য পলাযিতুম্ অচেষ্টন্ত|
31 ૩૧ ત્યારે પાઉલે સૂબેદારોને તથા સિપાઈઓને કહ્યું કે, જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી.
৩১ততঃ পৌলঃ সেনাপতযে সৈন্যগণায চ কথিতৱান্, এতে যদি পোতমধ্যে ন তিষ্ঠন্তি তর্হি যুষ্মাকং রক্ষণং ন শক্যং|
32 ૩૨ તેથી સિપાઈઓએ મછવાના દોરડાં કાપી નાખીને તેઓને જવા દીધા.
৩২তদা সেনাগণো রজ্জূন্ ছিৎৱা নাৱং জলে পতিতুম্ অদদাৎ|
33 ૩૩ દિવસ ઊગવાનો હતો એટલામાં પાઉલે સર્વને અન્ન ખાવાને વિનંતી કરીને કહ્યું કે, ‘આજ ચૌદ દિવસ થયા રાહ જોતાં જોતાં તમે છેલ્લા ઘણા દિવસથી કંઈ ખાધું નથી.
৩৩প্রভাতসমযে পৌলঃ সর্ৱ্ৱান্ জনান্ ভোজনার্থং প্রার্থ্য ৱ্যাহরৎ, অদ্য চতুর্দশদিনানি যাৱদ্ যূযম্ অপেক্ষমানা অনাহারাঃ কালম্ অযাপযত কিমপি নাভুংগ্ধং|
34 ૩૪ એ માટે હું તમને વિનંતી કરું છું કે, કંઈક ખોરાક લો, કેમ કે એ તમારા રક્ષણને માટે છે; કારણ કે તમારામાંના કોઈના માથાનો એક પણ વાળ ખરવાનો નથી.’”
৩৪অতো ৱিনযেঽহং ভক্ষ্যং ভুজ্যতাং ততো যুষ্মাকং মঙ্গলং ভৱিষ্যতি, যুষ্মাকং কস্যচিজ্জনস্য শিরসঃ কেশৈকোপি ন নংক্ষ্যতি|
35 ૩૫ પાઉલે એવું કહીને રોટલી લીધી, અને તે સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તેને ભાંગીને ખાવા લાગ્યો.
৩৫ইতি ৱ্যাহৃত্য পৌলং পূপং গৃহীৎৱেশ্ৱরং ধন্যং ভাষমাণস্তং ভংক্ত্ৱা ভোক্তুম্ আরব্ধৱান্|
36 ૩૬ ત્યારે તેઓ સર્વને હિંમત આવી, અને તેઓએ પણ ભોજન કર્યું.
৩৬অনন্তরং সর্ৱ্ৱে চ সুস্থিরাঃ সন্তঃ খাদ্যানি পর্প্যগৃহ্লন্|
37 ૩૭ વહાણમાં અમે સર્વ મળીને બસ્સો છોતેર માણસો હતા.
৩৭অস্মাকং পোতে ষট্সপ্তত্যধিকশতদ্ৱযলোকা আসন্|
38 ૩૮ બધા ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું.
৩৮সর্ৱ্ৱেষু লোকেষু যথেষ্টং ভুক্তৱৎসু পোতস্থন্ গোধূমান্ জলধৌ নিক্ষিপ্য তৈঃ পোতস্য ভারো লঘূকৃতঃ|
39 ૩૯ દિવસ ઊગ્યો ત્યારે તેઓએ તે પ્રદેશ ઓળખ્યો નહિ, પણ (રેતીના) કાંઠાવાળી એક ખાડી દીઠી, અને વહાણને હંકારીને તે (કિનારા) પર પહોંચી શકાશે કે નહિ એ બાબતે તેઓ વિચારવા લાગ્યા.
৩৯দিনে জাতেঽপি স কো দেশ ইতি তদা ন পর্য্যচীযত; কিন্তু তত্র সমতটম্ একং খাতং দৃষ্ট্ৱা যদি শক্নুমস্তর্হি ৱযং তস্যাভ্যন্তরং পোতং গমযাম ইতি মতিং কৃৎৱা তে লঙ্গরান্ ছিত্ত্ৱা জলধৌ ত্যক্তৱন্তঃ|
40 ૪૦ લંગરો છૂટાં કરીને સમુદ્રમાં રહેવા દીધાં, ને તેજ વખતે સુકાનના બંધ છોડીને આગલો સઢ પવન તરફ ચઢાવીને કિનારા તરફ જવા લાગ્યા.
৪০তথা কর্ণবন্ধনং মোচযিৎৱা প্রধানং ৱাতৱসনম্ উত্তোল্য তীরসমীপং গতৱন্তঃ|
41 ૪૧ વહાણ સમુદ્રમાં રેતીના ઢગલા સાથે અથડાવાથી રેતીમાં ખૂંપી ગયું, અને વહાણનો આગળનો ભાગ રેતીમાં સજ્જડ ભરાઈ ગયો. અને ડબૂસો મોજાના મારથી ભાંગી જવા લાગ્યો.
৪১কিন্তু দ্ৱযোঃ সমুদ্রযোঃ সঙ্গমস্থানে সৈকতোপরি পোতে নিক্ষিপ্তে ঽগ্রভাগে বাধিতে পশ্চাদ্ভাগে প্রবলতরঙ্গোঽলগৎ তেন পোতো ভগ্নঃ|
42 ૪૨ ત્યારે સિપાઈઓએ એવી સલાહ આપી કે તેઓ બંદીવાનોને મારી નાખે કે રખેને તેઓમાંથી કોઈ તરીને નાસી જાય.
৪২তস্মাদ্ বন্দযশ্চেদ্ বাহুভিস্তরন্তঃ পলাযন্তে ইত্যাশঙ্কযা সেনাগণস্তান্ হন্তুম্ অমন্ত্রযৎ;
43 ૪૩ પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેઓને એ સલાહને અમલમાં મૂકતા અટકાવ્યા, અને આજ્ઞા આપી કે, જેઓને તરતા આવડતું હોય તેઓએ દરિયામાં ઝંપલાવીને પહેલાં કિનારે જવું;
৪৩কিন্তু শতসেনাপতিঃ পৌলং রক্ষিতুং প্রযত্নং কৃৎৱা তান্ তচ্চেষ্টাযা নিৱর্ত্য ইত্যাদিষ্টৱান্, যে বাহুতরণং জানন্তি তেঽগ্রে প্রোল্লম্প্য সমুদ্রে পতিৎৱা বাহুভিস্তীর্ত্ত্ৱা কূলং যান্তু|
44 ૪૪ અને બાકીનામાંથી કેટલાકે પાટિયા પર તથા કેટલાકે વહાણના કંઈ બીજા સામાન પર ટેકીને કિનારે જવું. તેથી એમ થયું કે તેઓ સઘળા સહીસલામત કિનારા પર પહોંચ્યા.
৪৪অপরম্ অৱশিষ্টা জনাঃ কাষ্ঠং পোতীযং দ্রৱ্যং ৱা যেন যৎ প্রাপ্যতে তদৱলম্ব্য যান্তু; ইত্থং সর্ৱ্ৱে ভূমিং প্রাপ্য প্রাণৈ র্জীৱিতাঃ|