< 2 શમએલ 9 >

1 દાઉદે પૂછ્યું કે, “શું હજી શાઉલના ઘરનું કોઈ બચી રહ્યું છે. કે હું તેના પર યોનાથાનને લીધે દયા બતાવું?”
І сказав Давид: „Чи є ще хто, хто позостався з Саулового дому? Я зроблю́ йому ласку ради Йоната́на“.
2 ત્યાં શાઉલના કુટુંબનો સીબા નામે એક ચાકર હતો. તેઓ તેને દાઉદ પાસે બોલાવી લાવ્યા. રાજાએ તેને કહ્યું કે, “શું તું સીબા છે?” તેણે કહ્યું કે, “હા. હું તમારો દાસ છું.”
А при Сауловім домі був раб, а ім'я́ йому — Ціва. І покликали його до Давида, а цар сказав йому: „Чи ти Ціва?“А той відказав: „Раб твій!“
3 તેથી રાજાએ કહ્યું કે, “શાઉલના કુટુંબનું હજી કોઈ રહ્યું છે કે જેઓનાં પર હું ઈશ્વરની દયા દર્શાવું?” સીબાએ રાજાને કહ્યું કે, “યોનાથાનનો એક દીકરો મફીબોશેથ હયાત છે, જે પગે અપંગ છે.”
І сказав цар: „Чи нема вже кого з Саулового дому, щоб я зробив йому Божу ласку?“. І сказав Ціва до царя: „ Є ще син Йонатанів, кривий на но́ги“.
4 રાજાએ તેને કહ્યું કે, “તે ક્યાં છે?” સીબાએ રાજાને જવાબ આપ્યો કે, “લો-દબારમાં આમ્મીએલના દીકરા માખીરના ઘરમાં તે છે.”
І сказав йому цар: „Де він?“А Ціва відказав цареві: „Ось він у домі Махіра, Амміїлового сина, в Ло-Деварі.“
5 પછી દાઉદ રાજાએ માણસ મોકલી તેને લો-દબારથી આમ્મીએલના દીકરા માખીરને ઘરેથી તેડી મંગાવ્યો.
І цар Давид послав, і взяв його з дому Махіра, Амміїлового сина, із Ло-Девару.
6 તેથી શાઉલના દીકરા યોનાથાનના દીકરા મફીબોશેથે દાઉદ પાસે આવીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. દાઉદે કહ્યું, “મફીબોશેથ.” તેણે ઉત્તર આપ્યો કે, “જુઓ હું તમારો ચાકર છું!”
І прийшов Мефівошет, син Йонатана, Саулового сина, до Давида, і впав на обличчя своє й поклонився. І Давид сказав: „Мефіво́шете!“А той відказав: „Ось твій раб!“
7 દાઉદે તેને કહ્યું, “બીશ નહિ, કેમ કે તારા પિતા યોનાથાનની ખાતર હું નિશ્ચે તારા પર દયા દર્શાવીશ, તારા દાદા શાઉલની તમામ સંપત્તિ હું તને પાછી આપીશ, તું હંમેશાં મારી સાથે મેજ પર ભોજન કરશે.”
І сказав йому Давид: „Не бійся, бо справді зроблю́ тобі ласку ради батька твого Йоната́на, і зверну́ тобі все поле твого батька Саула. А ти будеш за́вжди їсти хліб при моєму столі“.
8 મફીબોશેથે નમન કરીને કહ્યું, “આ દાસ કોણ છે, કે મૂએલા કૂતરા જેવા મારા પર તું કૃપા દર્શાવે?”
А той уклонився й сказав: „Що́ твій раб, що ти звернувся до такого мертвого пса, як я?“
9 પછી રાજાએ શાઉલના ચાકર સીબાને બોલાવીને તેને કહ્યું, “મેં તારા માલિકના દીકરાને શાઉલની તથા તેના કુટુંબની સર્વ સંપત્તિ આપી છે.
А цар кликнув до Ціви, Саулового слуги́, і до нього сказав: „Усе, що було́ Саулове та всього його дому, я дав синові твого пана.
10 ૧૦ તારે, તારા દીકરાઓએ તથા તારા દાસોએ તે ભૂમિ ખેડવી અને તેની ફસલનો પાક તારે લાવવો કે તારા માલિકના દીકરાનું ગુજરાન ચાલે. પણ તારા યોનાથાનનો દીકરો મફીબોશેથ તો હંમેશાં મારી મેજ પર ભોજન કરશે.” સીબાને પંદર દીકરા તથા વીસ ચાકરો હતા.
І бу́деш працювати йому на землі ти й сини твої та раби твої. І будеш прино́сити з урожаю, і буде хліб для сина твого пана, і він буде його їсти. А Мефіво́шет, син пана твого, буде за́вжди їсти хліб при моєму столі́“. А Ціва мав п'ятнадцять синів та двадцять рабів.
11 ૧૧ ત્યારે સીબાએ રાજાને કહ્યું, “મારા માલિક રાજાએ મને જે સર્વ આજ્ઞાઓ આપી છે તે પ્રમાણે હું તારો દાસ વર્તીશ.” રાજાએ કહ્યું, “મફીબોશેથ રાજાઓના દીકરા સમાન મારી મેજ પર જમશે.”
І сказав Ціва до царя: „Усе, як накаже мій пан цар своєму рабові, так зробить твій раб“. „А Мефіво́шет — сказав цар — буде їсти при моєму столі́, як один із царськи́х синів“.
12 ૧૨ મફીબોશેથને મીખા નામે એક નાનો દીકરો હતો. અને સીબાના ઘરમાં જેઓ રહેતા તે બધા મફીબોશેથના દાસો હતા.
А Мефівошет мав малого сина, а ім'я́ йому — Міха. І всі, хто ме́шкав у домі Цівн, були раби для Мефівошета.
13 ૧૩ મફીબોશેથ યરુશાલેમમાં રહેતો હતો, તે હંમેશાં રાજાની મેજ પર જમતો હતો, તે બન્ને પગે અપંગ હતો.
А Мефіво́шет сидів в Єрусалимі, бо він за́вжди їв при царсько́му столі́. І він був криви́й на оби́дві свої ноги́.

< 2 શમએલ 9 >