< 2 શમએલ 18 >
1 ૧ દાઉદે તેના સૈનિકો જે તેની સાથે હતા તેઓની ગણતરી કરી અને તેણે સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ નીમ્યા.
೧ತರುವಾಯ ಅರಸನಾದ ದಾವೀದನು ತನ್ನ ಬಳಿಯಲ್ಲಿ ಇದ್ದ ಸೈನಿಕರನ್ನು ಎಣಿಸಿ, ಅವರ ಮೇಲೆ ಸಹಸ್ರಾಧಿಪತಿಗಳನ್ನೂ ಮತ್ತು ಶತಾಧಿಪತಿಗಳನ್ನು ನೇಮಿಸಿದನು.
2 ૨ દાઉદે ત્રીજા ભાગના લોકોને યોઆબના હાથ નીચે, ત્રીજા ભાગને યોઆબના ભાઈ સરુયાના દીકરા અબિશાયના હાથ નીચે અને ત્રીજા ભાગને ઇત્તાય ગિત્તીના હાથ નીચે સુપ્રત કર્યા. રાજાએ સૈન્યને કહ્યું “હું જાતે તમારી સાથે આવીશ.”
೨ಅವನು ಸೈನ್ಯವನ್ನು ಮೂರು ಭಾಗ ಮಾಡಿ, ಒಂದು ಭಾಗವನ್ನು ಯೋವಾಬನಿಗೂ, ಇನ್ನೊಂದನ್ನು ಚೆರೂಯಳ ಮಗನೂ ಯೋವಾಬನ ತಮ್ಮನೂ ಆದ ಅಬೀಷೈಗೂ, ಮತ್ತೊಂದನ್ನು ಗಿತ್ತೀಯನಾದ ಇತ್ತೈಗೂ ಒಪ್ಪಿಸಿ, “ನಾನು ನಿಮ್ಮೊಂದಿಗೆ ಬರುತ್ತೇನೆ” ಎಂದು ಹೇಳಿದನು.
3 ૩ પણ સૈનિકોએ કહ્યું, “તમારે યુદ્ધમાં આવવું નહિ, કેમ કે જો અમે નાસી જઈશું તોપણ તેઓ અમારી પરવા કરશે નહિ, જો અમારામાંથી અડધા લોકો મરી જાય તોપણ માણસોને અમારી દરકાર રહેશે. પણ તમે અમારા માટે દસ હજાર માણસોની ગરજ સારે એવા છો. એ માટે તમે અહીં નગરમાં રહીને અમને મદદ કરવા તૈયાર રહો એ વધારે સારું છે”
೩ಆಗ ಸೈನ್ಯದವರು ಅವನಿಗೆ, “ನೀನು ಬರಬಾರದು. ನಾವು ಸೋತು ಓಡಿಹೋದರೆ ಶತ್ರುಗಳು ಅದನ್ನು ಗಮನಿಸುವುದಿಲ್ಲ. ನಮ್ಮಲ್ಲಿ ಅರ್ಧ ಜನರು ಸತ್ತುಹೋದರೂ ಅದು ಅವರಿಗೆ ದೊಡ್ಡ ಲಾಭವಲ್ಲ. ನಮ್ಮಂಥ ಹತ್ತು ಸಾವಿರ ಜನರಿಗಿರುವ ಬೆಲೆ ನಿನ್ನೊಬ್ಬನಿಗೆ ಉಂಟು. ನೀನು ಊರಲ್ಲಿದ್ದುಕೊಂಡು ಅಲ್ಲಿಂದಲೇ ನಮಗೆ ಬೇಕಾದ ಸಹಾಯ ಮಾಡಬಹುದು” ಎಂದನು.
4 ૪ તેથી રાજાએ તેઓને કહ્યું, “તમને જેમ સારું લાગે તેમ હું કરીશ.” ત્યારે સૈન્ય સો અને હજારની ટુકડીમાં બહાર ગયું પછી રાજા નગરના દરવાજા પાસે ઊભો રહ્યો.
೪ಅರಸನು ಅವರಿಗೆ, “ನಿಮಗೆ ಸರಿಕಂಡ ಹಾಗೆ ಮಾಡುತ್ತೇನೆ” ಎಂದು ಹೇಳಿ ಊರಬಾಗಿಲಿನ ಒಂದು ಕಡೆಯಲ್ಲಿ ನಿಂತನು. ಸೈನಿಕರು ನೂರು ನೂರು ಮಂದಿಯಾಗಿಯೂ, ಸಾವಿರ ಸಾವಿರ ಮಂದಿಯಾಗಿಯೂ ಹೊರಟರು.
5 ૫ રાજાએ યોઆબ, અબિશાય અને ઇત્તાયને આજ્ઞા કરી, “મારી ખાતર તમે જુવાન આબ્શાલોમ સાથે શાંતિપૂર્વક બોલજો.” આબ્શાલોમ વિષે રાજાએ સેનાપતિને જે આજ્ઞા આપી તે સર્વ લોકોએ સાંભળી.
೫ಅರಸನು ಯೋವಾಬ, ಅಬೀಷೈ ಮತ್ತು ಇತ್ತೈ ಎಂಬುವರಿಗೆ, “ನನಗೋಸ್ಕರವಾಗಿ ಯೌವನಸ್ಥನಾದ ಅಬ್ಷಾಲೋಮನಿಗೆ ದಯೆ ತೋರಿಸಿರಿ” ಎಂದು ಆಜ್ಞಾಪಿಸಿದನು. ದಾವೀದನು ಸೇನಾಧಿಪತಿಗಳಿಗೆ ಕೊಟ್ಟ ಈ ಅಪ್ಪಣೆಯು ಸೈನ್ಯದವರಿಗೆಲ್ಲಾ ಕೇಳಿಸಿತು.
6 ૬ આ પ્રમાણે દાઉદનું સૈન્ય ઇઝરાયલની સેના સામે યુદ્ધ કરવા રણભૂમિમાં ગયું; અને એફ્રાઇમના જંગલમાં યુદ્ધ ચાલ્યું.
೬ಅನಂತರ ಸೈನಿಕರು ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಹೊರಟು ಬಯಲಿಗೆ ಬಂದರು. ಎಫ್ರಾಯೀಮಿನ ಕಾಡಿನಲ್ಲಿ ಯುದ್ಧವಾಯಿತು.
7 ૭ દાઉદના સૈનિકો આગળ ઇઝરાયલના સૈન્યની હાર થઈ. તે દિવસે યુદ્ધમાં વીસ હજાર માણસોએ પોતાના જીવ ગુમાવ્યા.
೭ಇಸ್ರಾಯೇಲರು ದಾವೀದನ ಸೈನಿಕರಿಂದ ಪೂರ್ಣವಾಗಿ ಸೋಲಿಸಲ್ಪಟ್ಟರು. ಆ ದಿನ ಇಪ್ಪತ್ತು ಸಾವಿರ ಜನರು ಹತರಾದರು.
8 ૮ દેશભરમાં યુદ્ધ ફેલાઈ ગયું તે દિવસે તલવારથી જેટલા માણસો મરાયા તેના કરતાં જંગલનાં વૃક્ષો વચ્ચે અટવાઈને વધારે માણસો મરાયા.
೮ಯುದ್ಧವು ಸುತ್ತಣ ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ಹಬ್ಬಿಕೊಂಡಿತು. ಆ ದಿನ ಕತ್ತಿಯಿಂದ ಹತರಾದವರಿಗಿಂತ ಕಾಡಿನಲ್ಲಿ ಹತರಾದವರೇ ಹೆಚ್ಚಾಗಿದ್ದರು.
9 ૯ યુદ્ધના સમયે એવું બન્યું કે આબ્શાલોમની દાઉદના કેટલાક સૈનિકો સાથે મુલાકાત થઈ. આબ્શાલોમ ખચ્ચર પર સવારી કરીને જતો હતો. તે ખચ્ચર એક મોટા એલોન વૃક્ષની ગીચ ડાળીઓ નીચે આવ્યું. તેની ગરદન એલોનવૃક્ષની ડાળીઓમાં ભરાઈ ગઈ. તે આકાશ તથા પૃથ્વી વચ્ચે લટકી રહ્યો. ખચ્ચર આગળ ચાલ્યું ગયું.
೯ಅಬ್ಷಾಲೋಮನು ದಾವೀದನ ಸೇವಕರ ಕೈಗೆ ಸಿಕ್ಕಿದನು. ಹೇಗೆಂದರೆ ಅವನು ಹತ್ತಿದ ಹೆಸರುಗತ್ತೆಯು ಒಂದು ದೊಡ್ಡ ದೇವದಾರು (ಕರ್ಪೂರತೈಲದ) ಮರದ ಕೆಳಗೆ ಹಾದುಹೋಗುವಾಗ ಅವನ ತಲೆಯ ಕೂದಲು ಒಂದು ದೊಡ್ಡದಾದ ಕೊಂಬೆಗೆ ಸಿಕ್ಕಿಕೊಂಡಿತು. ಹೇಸರಗತ್ತೆಯು ಅವನ ಕೆಳಗಿನಿಂದ ಓಡಿಹೋಯಿತು. ಅವನು ಭೂಮಿಗೂ ಆಕಾಶಕ್ಕೂ ಮಧ್ಯದಲ್ಲಿ ನೇತಾಡುತ್ತಿದ್ದನು.
10 ૧૦ એક માણસે તે જોયું અને તેણે જઈને યોઆબને ખબર આપી, “જો, મેં આબ્શાલોમને એલોન વૃક્ષની ડાળીએ લટકી રહેલો જોયો.”
೧೦ಇದನ್ನು ನೋಡಿದ ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ಯೋವಾಬನಿಗೆ, “ಅಗೋ, ಆ ದೇವದಾರು ಮರದಲ್ಲಿ ಅಬ್ಷಾಲೋಮನು ನೇತಾಡುತ್ತಿರುವುದನ್ನು ಕಂಡೆನು” ಎಂದು ಹೇಳಿದನು.
11 ૧૧ આબ્શાલોમ વિષે ખબર આપનાર માણસને યોઆબે કહ્યું, “તેં તેને જોયો તો પછી તેં તેને શા માટે જમીનદોસ્ત કરી દીધો નહિ? જો એવું કર્યું હોત તો હું તને દસ-ચાંદીના સિક્કા અને એક કમરબંધ આપત.”
೧೧ಯೋವಾಬನು ಅವನಿಗೆ, “ನೀನು ಕಂಡ ಕೂಡಲೆ ಯಾಕೆ ಅವನನ್ನು ಕಡಿದು ನೆಲಕ್ಕುರುಳಿಸಲಿಲ್ಲ? ಹಾಗೆ ಮಾಡಿದ್ದರೆ ನಾನು ನಿನಗೆ ಹತ್ತು ತಲಾಂತು ಬೆಳ್ಳಿಯನ್ನು, ಒಂದು ನಡುಕಟ್ಟನ್ನೂ ಕೊಡುತ್ತಿದ್ದೆನು” ಎಂದನು.
12 ૧૨ પેલા માણસે યોઆબને કહ્યું, “જો તું મને ચાંદીના હજાર સિક્કા આપો તોપણ હું રાજાના દીકરા સામે મારો હાથ ઉગામું નહિ કેમ કે, રાજાએ તને, અબિશાયને તથા ઇત્તાયને જે હુકમ કર્યો હતો તે અમે સાંભળ્યો હતો કે ‘જુવાન આબ્શાલોમને કોઈ હાથ અડકાડે નહિ.’
೧೨ಅದಕ್ಕೆ ಆ ಮನುಷ್ಯನು ಯೋವಾಬನಿಗೆ, “ನೀನು ನನ್ನ ಕೈಯಲ್ಲಿ ಸಾವಿರ ಬೆಳ್ಳಿ ನಾಣ್ಯಗಳನ್ನು ಕೊಟ್ಟರೂ ನಾನು ಅರಸನ ಮಗನಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಕೈಯೆತ್ತುವುದಿಲ್ಲ. ಅರಸನು ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಕೇಳಿಸುವಂತೆ ನಿನಗೂ, ಅಬೀಷೈಗೂ ಮತ್ತು ಇತ್ತೈಗೂ, ‘ಜಾಗರೂಕತೆಯಿಂದಿರಿ, ಯೌವನಸ್ಥನಾದ ಅಬ್ಷಾಲೋಮನನ್ನು ಯಾರೂ ಮುಟ್ಟಬಾರದು’ ಎಂದು ಆಜ್ಞಾಪಿಸಿದ್ದಾನಲ್ಲವೇ?
13 ૧૩ એ હુકમની અવજ્ઞા કરીને જો મેં છાની રીતે આબ્શાલોમને મારી નાખ્યો હોત, તો તે બાબત રાજાની જાણમાં આવ્યા વગર રહેત નહિ તું પોતે જ મારી વિરુદ્ધ થઈ ગયો હોત. અને મારા પર આરોપ મૂકવામાં તું પહેલો હોત.”
೧೩ನಾನು ಅವನ ಪ್ರಾಣಕ್ಕೆ ಅಪಾಯವನ್ನುಂಟುಮಾಡಿದರೆ ಅದು ಅರಸನಿಗೆ ತಿಳಿಯದೆ ಇರುವುದಿಲ್ಲ. ಆಗ ನೀನೂ ನನ್ನನ್ನು ಕೈಬಿಟ್ಟು ದೂರ ನಿಲ್ಲುವಿ” ಎಂದು ಉತ್ತರ ಕೊಟ್ಟನು.
14 ૧૪ પછી યોઆબે કહ્યું, “હું તારી રાહ જોઈશ નહિ. “તેથી યોઆબે ત્રણ ભાલા હાથમાં લઈને આબ્શાલોમ જે હજુ સુધી વૃક્ષ પર જીવતો લટકેલો હતો, તેના હૃદયમાં ભોંકી દીધાં.
೧೪ಆಗ ಯೋವಾಬನು, “ಇಲ್ಲಿ ನಿಂತು ತಡಮಾಡುವುದೇಕೆ” ಎಂದು ಹೇಳಿ ಕೂಡಲೆ ಕೈಯಲ್ಲಿ ಮೂರು ಈಟಿಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಅಬ್ಷಾಲೋಮನ ಎದೆಗೆ ತಿವಿದನು. ಅವನು ಇನ್ನೂ ಜೀವದಿಂದ ಓಕ್ ಮರದಲ್ಲಿ ನೇತಾಡುತ್ತಿರುವಾಗಲೇ
15 ૧૫ પછી યોઆબના દસ જુવાન માણસ શસ્ત્રવાહકોએ આબ્શાલોમને ચારેબાજુથી ઘેરી લઈને તેના પર હુમલો કરી તેને મારી નાખ્યો.
೧೫ಯೋವಾಬನ ಆಯುಧಗಳನ್ನು ಹೊರುವ ಹತ್ತು ಮಂದಿ ಯೌವನಸ್ಥರು ಬಂದು ಅವನನ್ನು ಕೊಂದು ಹಾಕಿದರು.
16 ૧૬ પછી યોઆબે રણશિંગડું વગાડ્યું અને સૈન્ય ઇઝરાયલનો પીછો કરવાને બદલે પાછું વળ્યું. કેમ કે યોઆબે સૈન્યને પાછું બોલાવી લીધું હતું.
೧೬ಕೂಡಲೆ ಯೋವಾಬನು ತನ್ನ ಜನರನ್ನು ತಡೆಯುವುದಕ್ಕಾಗಿ ತುತ್ತೂರಿಯನ್ನು ಊದಿಸಲು ಸೈನ್ಯದವರೆಲ್ಲಾ ಇಸ್ರಾಯೇಲ್ಯರನ್ನು ಹಿಂದಟ್ಟುವುದನ್ನು ಬಿಟ್ಟು ಹಿಂದಿರುಗಿದರು.
17 ૧૭ યોઆબના માણસોએ આબ્શાલોમને લઈને જંગલમાં એક મોટા ખાડામાં ફેંકી દીધો; તેઓએ આબ્શાલોમના મૃતદેહને મોટા પથ્થરના ઢગલા નીચે દફ્નાવ્યો, પછી બધા ઇઝરાયલીઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા.
೧೭ಅವರು ಅಬ್ಷಾಲೋಮನ ಶವವನ್ನು ಆ ಕಾಡಿನಲ್ಲಿದ್ದ ಒಂದು ದೊಡ್ಡ ಗುಂಡಿಯೊಳಗೆ ಹಾಕಿ ಅದರ ಮೇಲೆ ದೊಡ್ಡದಾದ ಕಲ್ಲು ಕುಪ್ಪೆಯನ್ನು ಮಾಡಿದರು. ಇಸ್ರಾಯೇಲ್ಯರಾದರೋ ತಮ್ಮ ತಮ್ಮ ನಿವಾಸಗಳಿಗೆ ಓಡಿಹೋದರು.
18 ૧૮ આબ્શાલોમે, જયારે તે જીવતો હતો ત્યારે તેણે પોતાના માટે રાજાઓની ખીણમાં સ્તંભ બાંધ્યો હતો, કેમ કે તેણે કહ્યું હતું કે, “મારું નામ સદા રાખવા માટે મારે કોઈ દીકરો નથી.” તેથી તેના નામ પરથી તેણે તે સ્તંભનું નામ આબ્શાલોમ રાખ્યું હતું, આજે પણ તે આબ્શાલોમના સ્મૃર્તિસ્તંભ તરીકે ઓળખાય છે.
೧೮ಅಬ್ಷಾಲೋಮನು ಜೀವದಿಂದ ಇದ್ದಾಗ ತನ್ನ ಹೆಸರನ್ನುಳಿಸಲು ಮಗನಿಲ್ಲದೆ ಇದ್ದುದರಿಂದ ಒಂದು ಕಲ್ಲಿನ ಕಂಬವನ್ನು ತರಿಸಿ, ಅದನ್ನು ಅರಸನ ತಗ್ಗಿನಲ್ಲಿ ತನ್ನ ಜ್ಞಾಪಕಾರ್ಥವಾಗಿ ನಿಲ್ಲಿಸಿ, ಅದಕ್ಕೆ ತನ್ನ ಹೆಸರನ್ನಿಟ್ಟಿದ್ದನು. ಅದು ಇಂದಿನ ವರೆಗೂ ಅಬ್ಷಾಲೋಮನ ಜ್ಞಾಪಕಸ್ತಂಭ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತಿದೆ.
19 ૧૯ ત્યાર પછી સાદોકના દીકરા અહિમાઆસે કહ્યું, “હવે મને દોડીને રાજા પાસે જઈને તેને ખબર આપવા દો, કે કેવી રીતે ઈશ્વરે તેને તેના શત્રુ આબ્શાલોમથી બચાવ્યો છે.”
೧೯ಚಾದೋಕನ ಮಗನಾದ ಅಹೀಮಾಚನು ಯೋವಾಬನಿಗೆ, “ಅಪ್ಪಣೆಯಾಗಲಿ ನಾನು ಅರಸನ ಬಳಿಗೆ ಓಡಿಹೋಗಿ ಯೆಹೋವನು ಅವನ ವೈರಿಗಳಿಗೆ ಮುಯ್ಯಿ ತೀರಿಸಿದ್ದಾನೆಂಬ ಶುಭ ವರ್ತಮಾನವನ್ನು ತಿಳಿಸುವೆನು” ಎಂದನು.
20 ૨૦ યોઆબે તેને જવાબ આપ્યો, “આજે તું ખબર લઈને જઈશ નહિ; પણ તું તે ખબર લઈને બીજા કોઈ દિવસે જજે. તું આજે ખબર આપવા જઈશ નહિ કારણ કે રાજાનો દીકરો મરણ પામ્યો છે.”
೨೦ಯೋವಾಬನು ಅವನಿಗೆ, “ಈ ಹೊತ್ತಿನ ಸುದ್ದಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗತಕ್ಕವನು ನೀನಲ್ಲ. ಇನ್ನೊಂದು ಸಾರಿ ನಿನ್ನನ್ನು ಕಳುಹಿಸುತ್ತೇನೆ, ಈ ಹೊತ್ತು ಅರಸನ ಮಗನು ಸತ್ತಿರುವುದರಿಂದ ವರ್ತಮಾನವು ಶುಭವಾದುದಲ್ಲ” ಎಂದು ಹೇಳಿದನು.
21 ૨૧ પછી યોઆબે કૂશીને કહ્યું, “તું જા, તેં જે જોયું છે તે રાજાને કહેજે.” કૂશી યોઆબને પ્રણામ કરીને રાજાને તે વાતની ખબર આપવાને ચાલી નીકળ્યો.
೨೧ಯೋವಾಬನು ತನ್ನ ಬಳಿಯಲ್ಲಿದ್ದ ಒಬ್ಬ ಕೂಷ್ಯನನ್ನು ಕರೆದು ಅವನಿಗೆ, “ನೀನು ಹೋಗಿ ಕಂಡದ್ದನ್ನು ಅರಸನಿಗೆ ತಿಳಿಸು” ಎಂದು ಆಜ್ಞಾಪಿಸಿದನು. ಅವನು ಯೋವಾಬನಿಗೆ ನಮಸ್ಕರಿಸಿ ಹೊರಟುಹೋದನು.
22 ૨૨ પછી સાદોકના દીકરા અહિમાઆસે યોઆબને ફરીથી કહ્યું, કંઈપણ થાય પણ, કૃપા કરીને મને પણ કૂશીની પાછળ જઈને રાજાને મળવા જવા દે.” યોઆબે જવાબ આપ્યો, “મારા દીકરા, તારે શા માટે જવું છે? કેમ કે આ સમાચાર આપવાનો કશો તને બદલો મળવાનો નથી?”
೨೨ಚಾದೋಕನ ಮಗನಾದ ಅಹೀಮಾಚನು ಪುನಃ ಯೋವಾಬನಿಗೆ, “ಆಗಿದ್ದಾಗಲಿ, ದಯವಿಟ್ಟು ಆ ಕೂಷ್ಯನ ಹಿಂದೆ ಹೋಗುವುದಕ್ಕೆ ನನಗೆ ಅಪ್ಪಣೆ ಕೊಡು” ಎಂದು ಬೇಡಿಕೊಂಡನು. ಅದಕ್ಕೆ ಅವನು, “ಮಗನೇ ಯಾಕೆ ಹೋಗಬೇಕೆನ್ನುತ್ತೀ? ಅದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಬಹುಮಾನ ಸಿಕ್ಕುವುದಿಲ್ಲವಲ್ಲಾ” ಎಂದನು.
23 ૨૩ અહિમાઆસે કહ્યું, “ગમે તે થાય,” હું તો જવાનો જ. “તેથી યોઆબે તેને ઉત્તર આપ્યો, “ઠીક તો જા.” પછી અહિમાઆસ મેદાનના રસ્તે દોડ્યો અને કૂશીની આગળ નીકળી ગયો.
೨೩ಆಗ ಅಹೀಮಾಚನು ಪುನಃ “ಚಿಂತೆಯಿಲ್ಲ ನನ್ನನ್ನು ಕಳುಹಿಸು” ಎಂದು ಒತ್ತಾಯಪಡಿಸಿದ್ದರಿಂದ ಯೋವಾಬನು “ಹೋಗು” ಎಂದು ಹೇಳಿದನು. ಆಗ ಅಹೀಮಾಚನು ಯೊರ್ದನ್ ತಗ್ಗಿನಲ್ಲಿರುವ ದಾರಿಯನ್ನು ಹಿಡಿದು ಆ ಕೂಷ್ಯನಿಗಿಂತ ಮುಂದಾಗಿ ಓಡಿದನು.
24 ૨૪ હવે દાઉદ બે દરવાજાની વચ્ચે બેઠો હતો. ચોકીદારે કોટના દરવાજાના છત ઉપર ચઢીને આંખો ઊંચી કરીને જોયું. તેણે જોયું કે એક માણસ દોડતો આવી રહ્યો છે.
೨೪ದಾವೀದನು ಒಳಗಣ ಮತ್ತು ಹೊರಗಣ ಬಾಗಿಲುಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡಿದ್ದನು. ಅಷ್ಟರಲ್ಲಿ ಕಾವಲುಗಾರರು ಗೋಪುರದ ಮಾಳಿಗೆಯನ್ನು ಹತ್ತಿ ಪ್ರಾಕಾರದ ಗೋಡೆಯ ಬಳಿಯಲ್ಲಿ ನಿಂತು ನೋಡಲು ಒಬ್ಬಂಟಿಗನಾಗಿ ಬರುವ ಒಬ್ಬ ಮನುಷ್ಯನನ್ನು ಕಂಡರು.
25 ૨૫ ચોકીદારે પોકારીને રાજાને કહ્યું. પછી રાજાએ કહ્યું, “જો તે એકલો હશે, તો તેની પાસે કોઈ સમાચાર હશે.” તે ઝડપથી દોડીને નગર પાસે આવ્યો.
೨೫ಅವನು ಕೂಡಲೆ ದಾವೀದನಿಗೆ ತಿಳಿಸಲು ದಾವೀದನು, “ಅವನು ಒಬ್ಬನಾಗಿ ಇದ್ದರೆ ಸಮಾಚಾರ ತರುವವನಾಗಿರಬಹುದು” ಎಂದನು. ಆ ಮನುಷ್ಯನು ಬರಬರುತ್ತಾ ಸಮೀಪವಾದನು.
26 ૨૬ પછી ચોકીદારે જોયું કે બીજો એક માણસ પણ દોડતો આવી રહ્યો છે. ચોકીદારે દરવાનને બોલાવીને કહ્યું, “જો ત્યાં બીજો કોઈ માણસ પણ આવે છે.” એટલે રાજાએ કહ્યું, “તે પણ સમાચાર લઈને આવતો હશે.”
೨೬ಅಷ್ಟರಲ್ಲಿ ಕಾವಲುಗಾರರು ಓಡುತ್ತಾ ಬರುವ ಇನ್ನೊಬ್ಬನನ್ನು ಕಂಡು ದ್ವಾರಪಾಲಕನ ಮುಖಾಂತರ, “ಇಗೋ, ಇನ್ನೊಬ್ಬನು ಒಬ್ಬಂಟಿಗನಾಗಿ ಬರುತ್ತಿದ್ದಾನೆ” ಎಂದು ಅರಸನಿಗೆ ತಿಳಿಸಿದನು. ಆಗ ಅರಸನು, “ಹಾಗಾದರೆ ಅವನೂ ಸಮಾಚಾರ ತರುವವನು” ಎಂದು ಹೇಳಿದನು.
27 ૨૭ ચોકીદારે કહ્યું, “મને લાગે છે કે, પ્રથમ માણસની દોડ સાદોકના દીકરા અહિમાઆસની જેવી લાગે છે.” રાજાએ કહ્યું, “તે સારો માણસ છે અને સારા સમાચાર લઈને આવે છે.”
೨೭ಆಗ ಕಾವಲುಗಾರನು, “ಮುಂದಾಗಿ ಬರುತ್ತಿರುವವನ ಓಟವು ಚಾದೋಕನ ಮಗನಾದ ಅಹೀಮಾಚನ ಓಟದ ಹಾಗೆ ಕಾಣುತ್ತದೆ” ಎಂದನು. ಅದಕ್ಕೆ ಅರಸನು, “ಅವನು ಒಳ್ಳೆಯವನು, ಶುಭವರ್ತಮಾನ ತರುವವನು” ಎಂದನು.
28 ૨૮ અહિમાઆસે બૂમ પાડીને રાજાને કહ્યું, “બધું ઠીક છે.” અને તેણે રાજાની આગળ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને કહ્યું, “તમારા પ્રભુ ઈશ્વરને ધન્ય હો, જેમણે મારા માલિક રાજા સામે હાથ ઉઠાવનાર માણસોને અમારા હાથમાં આપી દીધા છે.
೨೮ಅಹೀಮಾಚನು ಹತ್ತಿರ ಬಂದು ಅರಸನಿಗೆ, “ಶುಭವಾಗಲಿ” ಎಂದು ಹೇಳಿ ಸಾಷ್ಟಾಂಗನಮಸ್ಕಾರ ಮಾಡಿ, “ಅರಸನಿಗೆ ವಿರೋಧವಾಗಿ ಕೈಯೆತ್ತಿದವರನ್ನು ಸ್ವಾಧೀನಪಡಿಸಿದ ನಿನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ” ಎಂದನು.
29 ૨૯ તેથી રાજાએ જવાબ આપ્યો, “જુવાન આબ્શાલોમ ઠીક તો છે ને?” અહિમાઆસે જવાબ આપ્યો, “યોઆબે રાજાના ચાકરને, એટલે મને તારા દાસને, તારી પાસે મોકલ્યો, ત્યારે મારા જોવામાં ઘણી મોટી ધાંધલધમાલ આવી હતી. પણ તે શું હતું તેની મને ખબર નથી.”
೨೯ಆಗ ಅರಸನು ಅವನನ್ನು, “ಯೌವನಸ್ಥನಾದ ಅಬ್ಷಾಲೋಮನು ಸುರಕ್ಷಿತವಾಗಿದ್ದಾನೋ” ಎಂದು ಕೇಳಿದನು. ಅದಕ್ಕೆ ಅಹೀಮಾಚನು, “ಯೋವಾಬನು ಒಡೆಯರ ಸೇವಕನಾದ ನನ್ನನ್ನು ಕಳುಹಿಸುವಾಗ ನಾನು ಒಂದು ದೊಡ್ಡ ದೊಂಬಿಯನ್ನು ಕಂಡೆನು, ಆದರೆ ಸಂಗತಿ ಏನೆಂಬುದು ನನಗೆ ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ” ಎಂದು ಉತ್ತರಕೊಟ್ಟನು.
30 ૩૦ પછી રાજાએ કહ્યું, “એક બાજુ ફરીને અહીં ઊભો રહે.” તેથી અહિમાઆસ ફરીને એક બાજુએ ઊભો રહ્યો.
೩೦ಆಗ ಅರಸನು ಅವನಿಗೆ, “ನೀನು ಇತ್ತ ನಿಲ್ಲು” ಎಂದು ಆಜ್ಞಾಪಿಸಿದನು. ಅವನು ನಿಂತನು.
31 ૩૧ પછી તરત જ કૂશીએ આવીને કહ્યું, “મારા માલિક રાજા તારા માટે એક સારા સમાચાર છે, કેમ કે જેઓ તારી સામે ઊઠ્યા હતા તેઓ સર્વ પર ઈશ્વરે આજે વેર વાળ્યું છે.”
೩೧ಅಷ್ಟರಲ್ಲಿ ಕೂಷ್ಯನು ಬಂದು, “ನನ್ನ ಒಡೆಯನಾದ ಅರಸನಿಗೆ ಶುಭವರ್ತಮಾನ ತಂದಿದ್ದೇನೆ. ಯೆಹೋವನು ನಿನಗೆ ವಿರೋಧವಾಗಿ ಎದ್ದವರೆಲ್ಲರಿಗೂ ಮುಯ್ಯಿತೀರಿಸಿದ್ದಾನೆ” ಎಂದನು.
32 ૩૨ પછી રાજાએ કૂશીને કહ્યું, “શું જુવાન આબ્શાલોમ તો ઠીક છે ને?” કૂશીએ જવાબ આપ્યો, “મારા માલિક, જે રાજાના શત્રુઓ, તને નુકસાન પહોંચાડવા તારી સામે ઊઠે છે તેમના હાલ તે જુવાન માણસ આબ્શાલોમના જેવા છે.”
೩೨ಅರಸನು ಅವನನ್ನು, “ಯೌವನಸ್ಥನಾದ ಅಬ್ಷಾಲೋಮನು ಸುರಕ್ಷಿತನಾಗಿದ್ದಾನೋ?” ಎಂದು ಕೇಳಲು ಅವನು, “ನನ್ನ ಒಡೆಯನಾದ ಅರಸನ ಶತ್ರುಗಳಿಗೂ, ಅವನಿಗೆ ಕೇಡು ಮಾಡುವುದಕ್ಕೆ ಎದ್ದು ನಿಂತವರೆಲ್ಲರಿಗೂ ಆ ಯೌವನಸ್ಥನಿಗಾದ ಗತಿಯೇ ಆಗಲಿ” ಎಂದು ಉತ್ತರ ಕೊಟ್ಟನು.
33 ૩૩ પછી રાજાને ઘણો જ આઘાત લાગ્યો, તે નગરના દરવાજા પરથી ચઢીને ઓરડીમાં ગયો અને રડવા લાગ્યો. જયારે તે અંદર ગયો ત્યારે ઉદાસ થઈને બોલ્યો, “મારા દીકરા આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા આબ્શાલોમ તારા બદલે જો હું મરણ પામ્યો હોત તો કેવું સારું, આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા!”
೩೩ಇದನ್ನು ಕೇಳಿ ಅರಸನು ಎದೆಯೊಡದವನಾಗಿ, “ನನ್ನ ಮಗನೇ, ಅಬ್ಷಾಲೋಮನೇ, ನಿನಗೆ ಬದಲಾಗಿ ನಾನು ಸತ್ತಿದ್ದರೆ ಎಷ್ಟೋ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತಿತ್ತು. ಅಬ್ಷಾಲೋಮನೇ! ನನ್ನ ಮಗನೇ, ನನ್ನ ಮಗನೇ!” ಎಂದು ಕೂಗಿ ಅಳುತ್ತಾ ಪಟ್ಟಣದ ಹೆಬ್ಬಾಗಿಲಿನ ಮೇಲಿರುವ ಕೋಣೆಗೆ ಹೋದನು.