< કરિંથીઓને બીજો પત્ર 11 >
1 ૧ હું ઇચ્છું છું કે તમે મારી થોડીઘણી મૂર્ખતાને સહન કરો; પણ તમે સહન તો કરો છો જ.
ⲁ̅ⲛⲁⲛⲟⲩⲥ ⲉⲛⲉⲧⲉⲧⲛⲁⲁⲛⲉⲭⲉ ⲙⲙⲟⲓ ⲛⲟⲩⲕⲟⲩⲓ ⲙⲙⲛⲧⲁⲑⲏⲧ ⲁⲗⲗⲁ ⲧⲉⲧⲛⲁⲛⲉⲭⲉ
2 ૨ કેમ કે ઈશ્વરમય આસ્થાથી, હું તમારા વિષે કાળજી રાખું છું. કેમ કે એક પતિની સાથે મેં તમારી સગાઈ કરી છે કે, જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું.
ⲃ̅ϯⲕⲱϩ ⲅⲁⲣ ⲉⲣⲱⲧⲛ ⲛⲟⲩⲕⲱϩ ⲛⲧⲉ ⲡⲛⲟⲩⲧⲉ ⲁⲓⲥⲃⲧⲱⲧ ⲅⲁⲣ ⲉⲡⲁⲣϩⲓⲥⲧⲁ ⲙⲙⲱⲧⲛ ⲛⲟⲩⲡⲁⲣⲑⲉⲛⲟⲥ ⲉⲥⲟⲩⲁⲁⲃ ⲛⲟⲩϩⲁⲓ ⲛⲟⲩⲱⲧ ⲡⲉⲭⲥ
3 ૩ પણ મને ડર લાગે છે કે, જેમ સર્પે પોતાના કપટથી હવાને છેતરી, તેમ ખ્રિસ્ત પ્રત્યેના નિખાલસ તથા પવિત્ર ભક્તિભાવમાંથી તમારાં મન ફેરવી દેવાય.
ⲅ̅ϯⲣ ϩⲟⲧⲉ ⲇⲉ ϫⲉ ⲙⲏⲡⲟⲧⲉ ⲛⲑⲉ ⲛⲧⲁⲡϩⲟϥ ⲉⲝⲁⲡⲁⲧⲁ ⲛⲉⲩϩⲁ ϩⲛ ⲧⲉϥⲡⲁⲛⲟⲩⲣⲅⲓⲁ ⲛⲥⲉⲧⲁⲕⲟ ⲛϭⲓ ⲛⲉⲧⲛϩⲏⲧ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲙⲛⲧϩⲁⲡⲗⲟⲩⲥ ⲙⲛ ⲡⲧⲃⲃⲟ ⲉⲧϫⲓ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲉⲭⲥ
4 ૪ કેમ કે જો કોઈ આવીને જે ઈસુને અમે પ્રગટ કર્યા તેમનાંથી જુદાજ ઈસુને પ્રગટ કરે, અથવા તમે જે આત્મા પામ્યા તેમનાંથી જુદોજ આત્મા પામો, અથવા જે સુવાર્તા તમે સ્વીકારી, તેનાથી જુદીજ સુવાર્તા સ્વીકારો; તો તમે તેને ખૂબ જ સારી રીતે સહન કરો છો.
ⲇ̅ⲉϣϫⲉ ⲡⲉⲧⲛⲏⲩ ⲅⲁⲣ ⲛⲁⲧⲁϣⲉⲟⲉⲓϣ ⲛⲏⲧⲛ ⲛⲕⲉⲓⲏⲥ ⲉⲙⲡⲉⲛⲧⲁϣⲉⲟⲉⲓϣ ⲙⲙⲟϥ ⲏ ⲧⲉⲧⲛⲁϫⲓ ⲕⲉⲡⲛⲁ ⲉⲙⲡⲉⲧⲛϫⲓⲧϥ ⲏ ⲕⲉⲉⲩⲁⲅⲅⲉⲗⲓⲟⲛ ⲉⲙⲡⲉⲧⲛϣⲟⲡϥ ⲉⲣⲱⲧⲛ ⲉⲓⲉ ⲕⲁⲗⲱⲥ ⲧⲉⲧⲛⲁⲛⲉⲭⲉ
5 ૫ મને નથી લાગતું કે તે બીજા ઉત્તમ પ્રેરિતો કરતાં હું કોઈ પણ પ્રકારે ઊતરતો છું.
ⲉ̅ϯⲙⲉⲉⲩⲉ ⲅⲁⲣ ϫⲉ ⲙⲡⲓϣⲱⲱⲧ ⲛⲗⲁⲁⲩ ⲡⲁⲣⲁ ⲛⲛⲟϭ ⲛⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ
6 ૬ પણ જોકે બોલવામાં પ્રવીણ ન હોઉં, તોપણ જ્ઞાનમાં હું અપૂર્ણ નથી; આ બાબત અમે સર્વ પ્રકારે અને જેમ અન્યની સમક્ષ તેમ તમને જણાવી છે.
ⲋ̅ⲉϣϫⲉ ⲁⲛⲅ ⲟⲩϩⲓⲇⲓⲱⲧⲏⲥ ⲇⲉ ϩⲙ ⲡϣⲁϫⲉ ⲁⲗⲗⲁ ϩⲙ ⲡⲥⲟⲟⲩⲛ ⲁⲛ ⲁⲗⲗⲁ ϩⲛ ⲟⲩⲟⲉⲓϣ ⲛⲓⲙ ⲁⲛⲟⲩⲟⲛϩⲛ ⲉⲣⲱⲧⲛ ϩⲛ ϩⲱⲃ ⲛⲓⲙ
7 ૭ તમને ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કર્યો, એટલે મેં તમને ઈશ્વરની મફત સુવાર્તા પ્રગટ કરી, એમાં શું મેં પાપ કર્યું?
ⲍ̅ⲙⲏ ⲟⲩⲛⲟⲃⲉ ⲡⲉⲛⲧⲁⲓⲁⲁϥ ⲉⲁⲓⲑⲃⲃⲓⲟⲓ ϫⲉⲕⲁⲥ ⲛⲧⲱⲧⲛ ⲉⲧⲉⲧⲛⲉϫⲓⲥⲉ ϫⲉ ⲁⲓⲉⲩⲁⲅⲅⲉⲗⲓⲍⲉ ⲛⲏⲧⲛ ⲙⲡⲉⲩⲁⲅⲅⲉⲗⲓⲟⲛ ⲙⲡⲛⲟⲩⲧⲉ ⲛϫⲓⲛϫⲏ
8 ૮ તમારી સેવા બજાવવા માટે મેં બીજા વિશ્વાસી સમુદાયોને લૂંટીને તેઓની પાસેથી નાણાં લીધાં.
ⲏ̅ⲁⲓⲥⲩⲗⲁ ⲛϩⲉⲛⲕⲉⲉⲕⲕⲗⲏⲥⲓⲁ ⲁⲓϫⲓ ⲙⲡⲁⲟⲯⲱⲛⲓⲟⲛ ⲉⲉⲓⲇⲓⲁⲕⲟⲛⲓ ⲛⲏⲧⲛ
9 ૯ વળી હું તમારી સાથે હતો ત્યારે મને તંગી પડતી હતી તે છતાં પણ હું કોઈને ભારરૂપ થયો ન હતો; કેમ કે મકદોનિયામાંથી જે ભાઈઓ આવ્યા હતા, તેઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી હતી; અને હું સર્વ પ્રકારે તમને બોજારૂપ થતાં દૂર રહ્યો હતો અને દૂર રહીશ.
ⲑ̅ⲁⲩⲱ ⲛⲧⲉⲣⲓϣⲱⲱⲧ ⲉⲉⲓϩⲁⲧⲛ ⲧⲏⲩⲧⲛ ⲙⲡⲓⲟⲩⲉϩ ϩⲓⲥⲉ ⲉⲗⲁⲁⲩ ⲡⲁϣⲱⲱⲧ ⲅⲁⲣ ⲁⲛⲉⲥⲛⲏⲩ ϫⲟⲕϥ ⲉⲃⲟⲗ ⲛⲧⲉⲣⲟⲩⲉⲓ ⲉⲃⲟⲗ ϩⲛ ⲧⲙⲁⲕⲉⲇⲟⲛⲓⲁ ⲁⲩⲱ ϩⲛ ϩⲱⲃ ⲛⲓⲙ ⲁⲓϩⲁⲣⲉϩ ⲉⲣⲟⲓ ⲉⲧⲙϩⲣⲟϣ ⲉⲣⲱⲧⲛ ⲁⲩⲱ ⲟⲛ ϯⲛⲁϩⲁⲣⲉϩ
10 ૧૦ જેમ ખ્રિસ્તનું સત્ય મારામાં છે તેમ, અખાયાના કોઈ પણ પ્રાંતમાં આ પ્રમાણે અભિમાન કરતાં કોઈ મને રોકી શકશે નહિ.
ⲓ̅ⲟⲩⲛ ⲟⲩⲙⲉ ⲛⲧⲉ ⲡⲉⲭⲥ ⲛϩⲏⲧ ϫⲉ ⲙⲡⲉⲓϣⲟⲩϣⲟⲩ ⲛⲁⲱϫⲛ ⲁⲛ ⲉϩⲟⲩⲛ ⲉⲣⲟⲓ ϩⲛ ⲛⲉⲕⲗⲓⲙⲁ ⲛⲧⲁⲭⲁⲓⲁ
11 ૧૧ શા માટે? શું એ માટે કે હું તમારા ઉપર પ્રેમ રાખતો નથી? ઈશ્વર જાણે છે હું પ્રેમ રાખું છું.
ⲓ̅ⲁ̅ⲉⲧⲃⲉ ⲟⲩ ϫⲉ ϯⲙⲉ ⲙⲙⲱⲧⲛ ⲁⲛ ⲡⲛⲟⲩⲧⲉ ⲡⲉⲧⲥⲟⲟⲩⲛ
12 ૧૨ પણ હું જે કરું છું, તે કરતો રહીશ, કે જેથી જેઓ, જેમાં અભિમાન કરીને અમારા સમાન દેખાવા માગે છે તેઓને લાગ મળતો હું અટકાવું.
ⲓ̅ⲃ̅ⲡⲉϯⲉⲓⲣⲉ ⲇⲉ ⲙⲙⲟϥ ϯⲛⲁⲁⲁϥ ⲟⲛ ϫⲉⲕⲁⲥ ⲉⲓⲉϭⲱϫⲉ ⲉⲃⲟⲗ ⲛⲧⲁⲫⲟⲣⲙⲏ ⲛⲛⲉⲧⲟⲩⲉϣⲁⲫⲟⲣⲙⲏ ϫⲉ ⲉⲩⲉϩⲉ ⲉⲣⲟⲟⲩ ϩⲙ ⲡⲉⲧⲟⲩϣⲟⲩϣⲟⲩ ⲙⲙⲟⲟⲩ ⲛϩⲏⲧϥ ⲛⲧⲉⲛϩⲉ ϩⲱⲱⲛ
13 ૧૩ કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો, કપટી કાર્યકર્તાઓ અને ખ્રિસ્તનાં પ્રેરિતોનો વેશ ધરનારા છે.
ⲓ̅ⲅ̅ⲛⲁⲓ ⲅⲁⲣ ⲛⲧⲉⲉⲓⲙⲓⲛⲉ ϩⲉⲛⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ ⲛⲛⲟⲩϫ ⲛⲉ ϩⲉⲛⲉⲣⲅⲁⲧⲏⲥ ⲛⲕⲣⲟϥ ⲛⲉ ⲉⲩϫⲓϩⲣⲃ ϩⲱⲥ ⲁⲡⲟⲥⲧⲟⲗⲟⲥ ⲙⲡⲉⲭⲥ
14 ૧૪ આમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે શેતાન પોતે પ્રકાશના સ્વર્ગદૂતનો વેશ ધરે છે;
ⲓ̅ⲇ̅ⲁⲩⲱ ⲛⲟⲩϣⲡⲏⲣⲉ ⲁⲛ ⲧⲉ ⲛⲧⲟϥ ⲅⲁⲣ ⲡⲥⲁⲧⲁⲛⲁⲥ ϣⲁϥϫⲓϩⲣⲃ ϩⲱⲥ ⲁⲅⲅⲉⲗⲟⲥ ⲛⲧⲉ ⲡⲟⲩⲟⲉⲓⲛ
15 ૧૫ તેથી જો તેના સેવકો પણ ન્યાયીપણાના સેવકોનો વેશ ધરે, તો તે મોટા આશ્ચર્યની બાબત નથી; તેઓના કામ પ્રમાણે તેઓનું પરિણામ આવશે.
ⲓ̅ⲉ̅ⲛⲟⲩⲛⲟϭ ⲁⲛ ϭⲉ ⲡⲉ ⲉϣϫⲉ ⲛⲉϥⲕⲉⲇⲓⲁⲕⲟⲛⲟⲥ ϫⲓϩⲣⲃ ϩⲱⲥ ⲇⲓⲁⲕⲟⲛⲟⲥ ⲛⲧⲉ ⲧⲇⲓⲕⲁⲓⲟⲥⲩⲛⲏ ⲛⲁⲓ ⲉⲣⲉⲧⲉⲩϩⲁⲏ ⲛⲁϣⲱⲡⲉ ⲕⲁⲧⲁ ⲛⲉⲩϩⲃⲏⲩⲉ
16 ૧૬ હું ફરીથી કહું છું કે, કોઈ માણસે મને મૂર્ખ ન ધારવો, પણ જો તમે એમ ધારતા હો, તો તમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવો, જેથી હું પણ થોડું અભિમાન કરું.
ⲓ̅ⲋ̅ϯⲛⲁϫⲟⲟⲥ ⲟⲛ ⲙⲡⲣⲧⲣⲉ ⲟⲩⲁ ⲙⲉⲉⲩⲉ ⲉⲣⲟⲓ ϫⲉ ⲁⲛⲅ ⲟⲩⲁⲑⲏⲧ ⲉϣϫⲉ ⲙⲙⲟⲛ ⲕⲁⲛ ϣⲟⲡⲧ ⲉⲣⲱⲧⲛ ϩⲱⲥ ⲁⲑⲏⲧ ϫⲉⲕⲁⲥ ⲉⲓⲉϣⲟⲩϣⲟⲩ ⲙⲙⲟⲓ ⲛⲟⲩϣⲏⲙ
17 ૧૭ જે હું કહું છું, પ્રભુના કહેવા પ્રમાણે નથી કહેતો; પણ અભિમાનના આવેશમાં જાણે કે મૂર્ખાઈથી બોલું છું.
ⲓ̅ⲍ̅ⲡⲉϯϫⲱ ⲙⲙⲟϥ ⲛⲉⲓϫⲱ ⲙⲙⲟϥ ⲁⲛ ⲕⲁⲧⲁ ⲡϫⲟⲉⲓⲥ ⲁⲗⲗⲁ ϩⲱⲥ ϩⲛ ⲟⲩⲙⲛⲧⲁⲑⲏⲧ ϩⲙ ⲡⲧⲁϫⲣⲟ ⲙⲡϣⲟⲩϣⲟⲩ
18 ૧૮ સાંસારિક બાબતે ઘણાં અભિમાન કરે છે, માટે હું પણ કરીશ.
ⲓ̅ⲏ̅ⲉⲃⲟⲗ ϫⲉ ⲟⲩⲛ ϩⲁϩ ϣⲟⲩϣⲟⲩ ⲙⲙⲟⲟⲩ ⲕⲁⲧⲁ ⲥⲁⲣⲝ ϯⲛⲁϣⲟⲩϣⲟⲩ ϩⲱ ⲙⲙⲟⲓ
19 ૧૯ કેમ કે તમે પોતે બુદ્ધિમાન છો, તમે મૂર્ખોનું સહન કરો છો!
ⲓ̅ⲑ̅ⲧⲉⲧⲛⲁⲛⲉⲭⲉ ⲅⲁⲣ ⲉϩⲛⲏⲧⲛ ⲛⲛⲓⲁⲑⲏⲧ ⲛⲧⲉⲧⲛ ϩⲉⲛⲥⲁⲃⲉⲉⲩ
20 ૨૦ કેમ કે જો કોઈ તમને ગુલામ બનાવે, જો કોઈ તમારું ખાઈ જાય, જો કોઈ તમને સપડાવે, જો કોઈ પોતાને મોટો કરે, જો કોઈ તમને તમાચો મારે, તો તમે તેનું સહન કરો છો.
ⲕ̅ⲧⲉⲧⲛⲁⲛⲉⲭⲉ ⲅⲁⲣ ⲙⲡⲉⲧⲉⲝⲁⲡⲁⲧⲁ ⲙⲙⲱⲧⲛ ⲙⲡⲉⲧⲕⲕⲧⲟ ⲉⲃⲟⲗ ⲙⲡⲉⲧⲉⲓⲣⲉ ⲙⲙⲱⲧⲛ ⲛϩⲙϩⲁⲗ ⲙⲡⲉⲧⲟⲩⲱⲙ ⲙⲡⲉⲧϫⲓ ⲙⲡⲉⲧϫⲓⲥⲉ ⲙⲙⲟϥ ⲙⲡⲉⲧϩⲓⲟⲩⲉ ⲉϩⲟⲩⲛ ⲉⲡⲉⲧⲛϩⲟ
21 ૨૧ જાણે કે અમે અબળ હતા, એવું હું પોતાને હલકો ગણતાં કહું છું; પણ જેમાં કોઈ હિંમતવાન છે તેમાં હું પણ હિંમતવાન છું; આ હું મૂર્ખાઈથી બોલું છું.
ⲕ̅ⲁ̅ⲉⲓϫⲱ ⲙⲙⲟⲥ ⲕⲁⲧⲁⲟⲩⲥⲱϣ ϩⲱⲥ ϩⲟⲧⲓ ϫⲉ ⲁⲛⲟⲛ ⲁⲛϭⲃⲃⲉ ϩⲙ ⲡⲉⲧⲉⲣⲉ ⲟⲩⲁ ⲇⲉ ⲛⲁⲧⲟⲗⲙⲁ ⲛϩⲏⲧϥ ϩⲛ ⲟⲩⲙⲛⲧⲁⲑⲏⲧ ⲉⲉⲓϫⲱ ⲙⲙⲟⲥ ϯⲛⲁⲧⲟⲗⲙⲁ ϩⲱ
22 ૨૨ શું તેઓ હિબ્રૂ છે? હું પણ છું. શું તેઓ ઇઝરાયલી છે? હું પણ છું. શું ઇબ્રાહિમનાં સંતાન છે? હું પણ છું.
ⲕ̅ⲃ̅ϩⲉⲛϩⲉⲃⲣⲁⲓⲟⲥ ⲛⲉ ⲁⲛⲅ ⲟⲩⲁ ϩⲱ ϩⲉⲛⲓⲥⲣⲁⲏⲗⲓⲧⲏⲥ ⲛⲉ ⲁⲛⲅ ⲟⲩⲁ ϩⲱ ⲡⲉⲥⲡⲉⲣⲙⲁ ⲛⲁⲃⲣⲁϩⲁⲙ ⲛⲉ ⲁⲛⲟⲕ ϩⲱ
23 ૨૩ શું તેઓ ખ્રિસ્તનાં સેવકો છે? હું મૂર્ખની માફક બોલું છું હું તેઓના કરતાં વિશેષ છું. કેમ કે મેં વધારે સેવા કરી છે; વધુ પ્રમાણમાં જેલવાસ કર્યો છે; વધારે વખત ગણતરી વિનાનાં ફટકાનો માર ખાધો છે; વારંવાર મૃત્યુના મુખમાં ધકેલાયો છું.
ⲕ̅ⲅ̅ϩⲉⲛⲇⲓⲁⲕⲟⲛⲟⲥ ⲙⲡⲉⲭⲥ ⲛⲉ ⲉⲉⲓϫⲱ ⲙⲙⲟⲥ ϩⲛ ⲟⲩⲙⲛⲧⲁⲑⲏⲧ ⲁⲛⲅ ⲟⲩⲁ ⲉϩⲟⲩⲉⲣⲟⲟⲩ ϩⲛ ϩⲉⲛϩⲓⲥⲉ ⲉϩⲟⲩⲉⲣⲟⲟⲩ ϩⲛ ϩⲉⲛϣⲧⲉⲕⲱⲟⲩ ⲉϩⲟⲩⲉⲣⲟⲟⲩ ϩⲛ ϩⲉⲛⲥⲏϣⲉ ⲉⲛⲁϣⲱⲟⲩ ϩⲛ ϩⲉⲛⲙⲟⲩ ⲛϩⲁϩ ⲛⲥⲟⲡ
24 ૨૪ પાંચ વાર મેં યહૂદીઓથી ઓગણ ઓગણ ચાળીસ ફટકા ખાધા,
ⲕ̅ⲇ̅ⲉⲃⲟⲗ ϩⲓ ⲧⲟⲟⲧⲟⲩ ⲛⲛⲓⲟⲩⲇⲁⲓ ⲁⲓϫⲓ ϩⲙⲉ ⲛⲥⲁϣ ϣⲁⲧⲛⲟⲩⲁ ⲛϯⲟⲩ ⲛⲥⲟⲡ
25 ૨૫ ત્રણ વાર મેં ડંડાનો માર ખાધો, એક વાર પથ્થરનો માર ખાધો, ત્રણ વાર મારું વહાણ ભાંગી ગયું, એક રાતદિવસ હું દરિયામાં પડી રહ્યો હતો.
ⲕ̅ⲉ̅ⲁⲩϩⲓⲟⲩⲉ ⲉⲣⲟⲓ ⲛⲛϭⲉⲣⲟⲟⲃ ⲛϣⲙⲧⲥⲱⲱⲡ ⲁⲩϩⲓⲱⲛⲉ ⲉⲣⲟⲓ ⲛⲟⲩⲥⲟⲡ ⲁⲡϫⲟⲓ ⲃⲱⲕ ϩⲁⲣⲟⲓ ⲛϣⲙⲧⲥⲱⲱⲡ ⲁⲓⲣⲟⲩϩⲟⲟⲩ ⲙⲛ ⲟⲩⲟⲩϣⲏ ϩⲙ ⲡⲛⲟⲩⲛ
26 ૨૬ ઘણી સફરો કરી, નદીઓનાં સંકટોમાં, લૂંટારાઓમાં, સ્વદેશીઓમાં, વિદેશીઓમાં તથા પાખંડી ભાઈઓએ મને ભયગ્રસ્ત કર્યો. મેં નગરમાં, જંગલમાં, સમુદ્રમાં જોખમો વેઠ્યાં.
ⲕ̅ⲋ̅ϩⲛ ϩⲉⲛϩⲓⲏ ⲙⲙⲟⲟϣⲉ ⲛϩⲁϩ ⲛⲥⲟⲡ ϩⲛ ⲛⲕⲓⲛⲇⲩⲛⲟⲥ ⲛⲉⲓⲉⲣⲱⲟⲩ ϩⲛ ⲛⲕⲓⲛⲇⲩⲛⲟⲥ ⲛⲛⲥⲟⲟⲛⲉ ϩⲛ ⲛⲕⲓⲛⲇⲩⲛⲟⲥ ⲉⲃⲟⲗ ϩⲙ ⲡⲁⲅⲉⲛⲟⲥ ϩⲛ ⲛⲕⲓⲛⲇⲩⲛⲟⲥ ⲉⲃⲟⲗ ϩⲛ ⲛϩⲉⲑⲛⲟⲥ ϩⲛ ⲛⲕⲓⲛⲇⲩⲛⲟⲥ ⲛⲧⲡⲟⲗⲓⲥ ϩⲛ ⲛⲕⲓⲛⲇⲩⲛⲟⲥ ⲙⲡϫⲁⲉⲓⲉ ϩⲛ ⲛⲕⲓⲛⲇⲩⲛⲟⲥ ⲛⲑⲁⲗⲁⲥⲥⲁ ϩⲛ ⲛⲕⲓⲛⲇⲩⲛⲟⲥ ϩⲛ ϩⲉⲛⲥⲛⲏⲩ ⲛⲛⲟⲩϫ
27 ૨૭ શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરાઓ, ભૂખ તથા તરસ, વારંવારના ઉપવાસો, ઠંડી તથા વસ્ત્રોની અછત એ બધું મેં સહન કર્યું.
ⲕ̅ⲍ̅ϩⲛ ⲟⲩϩⲓⲥⲉ ⲙⲛ ⲟⲩⲙⲕⲁϩ ϩⲛ ϩⲉⲛⲟⲩϣⲏ ⲛⲣⲟⲉⲓⲥ ⲛϩⲁϩ ⲛⲥⲟⲡ ϩⲛ ⲟⲩϩⲕⲟ ⲙⲛ ⲟⲩⲉⲓⲃⲉ ϩⲛ ϩⲉⲛⲛⲏⲥⲧⲓⲁ ⲉⲛⲁϣⲱⲟⲩ ϩⲛ ⲟⲩϫⲁϥ ⲙⲛ ⲟⲩⲕⲱⲕⲁϩⲏⲩ
28 ૨૮ આ બીજી વાતો ઉપરાંત, રોજ મારા પર બોજ, એટલે સર્વ વિશ્વાસી સમુદાયની ચિંતા, રહે છે.
ⲕ̅ⲏ̅ⲭⲱⲣⲓⲥ ⲛⲉⲧϩⲓⲃⲟⲗ ⲛⲉⲧⲛⲏⲩ ⲉϫⲱⲓ ⲙⲙⲏⲛⲉ ⲛⲣⲟⲟⲩϣ ⲛⲛⲉⲕⲕⲗⲏⲥⲓⲁ ⲧⲏⲣⲟⲩ
29 ૨૯ કોણ અબળને જોઈને, હું અબળ થતો નથી? કોણ ઠોકર ખાય છે અને મારું હૃદય બળતું નથી?
ⲕ̅ⲑ̅ⲛⲓⲙ ⲡⲉⲧϣⲱⲛⲉ ⲉⲛϯϣⲱⲛⲉ ⲁⲛ ⲛⲙⲙⲁϥ ⲛⲓⲙ ⲡⲉϣⲁϥⲥⲕⲁⲛⲇⲁⲗⲓⲍⲉ ⲁⲩⲱ ⲁⲛⲟⲕ ⲉⲙⲉⲉⲓϫⲉⲣⲟ
30 ૩૦ જો અભિમાન કરવું પડશે, તો હું મારી નિર્બળતાનું અભિમાન કરીશ.
ⲗ̅ⲉϣϫⲉ ϣϣⲉ ⲉϣⲟⲩϣⲟⲩ ⲉⲉⲓⲛⲁϣⲟⲩϣⲟⲩ ⲙⲙⲟⲓ ϩⲛ ⲛⲁⲧⲁⲥⲑⲉⲛⲓⲁ
31 ૩૧ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતા જે સર્વકાળ સુધી સ્તુત્ય છે, તે જાણે છે કે હું જૂઠું કહેતો નથી. (aiōn )
ⲗ̅ⲁ̅ⲡⲛⲟⲩⲧⲉ ⲁⲩⲱ ⲡⲉⲓⲱⲧ ⲙⲡⲉⲛϫⲟⲉⲓⲥ ⲓⲏⲥ ⲥⲟⲟⲩⲛ ⲡⲉⲧⲥⲙⲁⲙⲁⲁⲧ ϣⲁ ⲛⲓⲉⲛⲉϩ ϫⲉ ⲛϯϫⲓϭⲟⲗ ⲁⲛ (aiōn )
32 ૩૨ દમસ્કસમાં અરિતાસ રાજાના રાજ્યપાલે મને પકડવા ચાહીને, દમસ્કીઓનાં નગર પર ચોકી પહેરો ગોઠવ્યો.
ⲗ̅ⲃ̅ϫⲉ ϩⲣⲁⲓ ϩⲛ ⲇⲁⲙⲁⲥⲕⲟⲥ ⲁⲡϩⲉⲑⲛⲁⲣⲭⲏⲥ ⲛⲧⲉ ⲁⲣⲉⲧⲁ ⲡⲣⲣⲟ ϩⲁⲣⲉϩ ⲉⲧⲡⲟⲗⲓⲥ ⲛⲇⲁⲙⲁⲥⲕⲟⲥ ⲉϭⲟⲡⲧ
33 ૩૩ પણ ટોપલીમાં બેસાડીને બારીમાં થઈને કોટ પરથી મને નગરની બહાર ઉતારી મૂકવામાં આવ્યો. એ રીતે હું તેના સકંજામાંથી બચી ગયો.
ⲗ̅ⲅ̅ⲁⲩⲱ ⲉⲃⲟⲗ ϩⲓⲧⲛ ⲟⲩϣⲟⲩϣⲧ ϩⲛ ⲟⲩⲥⲁⲣⲅⲁⲛⲏ ⲁⲩⲭⲁⲗⲁ ⲙⲙⲟⲓ ⲡⲃⲟⲗ ⲙⲡⲥⲟⲃⲧ ⲁⲓⲣⲃⲟⲗ ⲉⲛⲉϥϭⲓϫ