< કરિંથીઓને બીજો પત્ર 1 >
1 ૧ કરિંથમાંના ઈશ્વરના વિશ્વાસી સમુદાયને તથા તેની સાથે સમગ્ર અખાયામાંના સર્વ સંતોને, પાઉલ જે ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત છે, તે તથા ભાઈ તિમોથી લખે છે
Pavel, apostol al lui Isus Hristos, prin voia lui Dumnezeu, și Timotei, fratele nostru, către adunarea lui Dumnezeu care este în Corint, împreună cu toți sfinții care sunt în toată Ahaia:
2 ૨ ઈશ્વર આપણા પિતા તથા ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ થાઓ.
Har și pace vouă, de la Dumnezeu, Tatăl nostru, și de la Domnul Isus Hristos!
3 ૩ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતા, જે દયાના તથા સર્વ દિલાસાના ઈશ્વર છે તેમની સ્તુતિ થાઓ.
Binecuvântat să fie Dumnezeul și Tatăl Domnului nostru Isus Hristos, Tatăl îndurărilor și Dumnezeul oricărei mângâieri,
4 ૪ તેઓ અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, કે જેથી અમે પોતે ઈશ્વરથી જે દિલાસો પામીએ છીએ, તેને લીધે જેઓ ગમે તેવી વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાને શક્તિમાન થઈએ.
care ne mângâie în toate necazurile noastre, ca să putem mângâia și noi pe cei ce se află în vreun necaz, prin mângâierea cu care noi înșine suntem mângâiați de Dumnezeu.
5 ૫ કેમ કે જેમ ખ્રિસ્તને કારણે ઘણાં દુઃખ અમારા પર આવે છે, તેમ ખ્રિસ્ત દ્વારા અમને પણ ઘણો દિલાસો મળે છે.
Căci, după cum suferințele lui Hristos abundă pentru noi, tot așa și mângâierea noastră abundă prin Hristos.
6 ૬ પણ જો અમે વિપત્તિ સહીએ તો તે તમારા દિલાસા તથા ઉદ્ધારને માટે છે; અને જો દિલાસો પામીએ છીએ, તો તે તમારા દિલાસાને માટે છે અને તેથી અમે જે રીતે દુઃખો સહીએ છીએ તેવી સહન કરવાની શક્તિ તમારામાં આવે.
Dar dacă suntem în suferință, este pentru mângâierea și mântuirea voastră. Dacă noi suntem mângâiați, este pentru mângâierea voastră, care produce în voi răbdarea răbdării acelorași suferințe pe care le suferim și noi.
7 ૭ તમારે વિશે અમારી આશા દૃઢ છે કારણ કે અમને ખબર છે કે જેમ તમે દુઃખોમાં ભાગીદાર, તેમ દિલાસામાં પણ ભાગીદાર થયા છો.
Nădejdea noastră pentru voi este statornică, știind că, întrucât sunteți părtași la suferințe, sunteți și la mângâiere.
8 ૮ કેમ કે ભાઈઓ, અમારી એવી ઇચ્છા નથી કે આસિયામાં જે વિપત્તિ અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો, એ વિપત્તિ અમારી સહનશક્તિ બહાર અમને બહુ ભારે લાગી, એટલી હદે કે અમે જીવવાની આશા પણ મૂકી દીધી હતી.
Căci nu vrem, fraților, să nu fiți informați despre nenorocirea noastră, care ni s-a întâmplat în Asia, că am fost împovărați peste măsură de mult, mai presus de puterile noastre, încât am ajuns la disperare de viață.
9 ૯ વળી અમને લાગ્યું હતું કે અમારું મરણ થશે, જેથી અમે પોતાના પર નહિ, પણ મૃત્યુ પામેલાંને સજીવન કરનાર ઈશ્વર પર વિશ્વાસ રાખીએ.
Da, noi înșine am avut în noi înșine condamnarea la moarte, ca să nu ne încredem în noi înșine, ci în Dumnezeu, care învie morții,
10 ૧૦ તેમણે આવાં મરણકારક જોખમથી અમારો બચાવ કર્યો અને કરશે; તેમના પર અમે આશા રાખીએ છે કે તેઓ ફરીથી પણ અમને બચાવશે.
care ne-a izbăvit dintr-o moarte atât de mare și care ne izbăvește și ne izbăvește, în care ne-am pus nădejdea că ne va izbăvi și pe noi în continuare,
11 ૧૧ તમે પ્રાર્થનાથી અમને સહાય કરજો, કે જે કૃપાદાન ઘણાંઓની મારફતે અમને અપાયું, તેને લીધે ઘણાં અમારે માટે આભારસ્તુતિ પણ કરે.
ajutând și voi împreună în favoarea noastră prin rugămințile voastre, pentru ca, pentru darul care ne-a fost dat prin intermediul multora, să se aducă mulțumiri de către mulți în numele vostru.
12 ૧૨ કેમ કે એ બાબતે અમને અભિમાન છે અને અમારી પ્રેરકબુદ્ધિ એવી સાક્ષી આપે છે કે ભૌતિક જ્ઞાનથી નહિ પણ ઈશ્વરની કૃપાથી અમે દુનિયામાં અને વિશેષ કરીને તમારા સંબંધમાં ઈશ્વરની દ્રષ્ટિએ પવિત્રતાથી તથા શુદ્ધ મનથી વર્ત્યા.
Căci lauda noastră este aceasta: mărturia conștiinței noastre că în sfințenie și în sinceritate față de Dumnezeu, nu în înțelepciune trupească, ci în harul lui Dumnezeu, ne-am purtat în lume și mai mult decât atât față de voi.
13 ૧૩ પણ તમે જે વાંચો છો અને માનો છો, તેનાથી વિપરીત અમે તમને બીજી વાતો લખતા નથી; અને આશા રાખું છું, કે તેમ અંત સુધી માનશો.
Căci nu vă scriem altceva decât ceea ce citiți sau chiar recunoașteți, și sper că veți recunoaște până la capăt —
14 ૧૪ જે રીતે તમે અમને સ્વીકાર્યાં, કે પ્રભુ ઈસુના પુનરાગમના જેમ તમે અમારા માટે, તેમ અમે તમારા માટે અભિમાનનું કારણ છીએ, તેવી આશા હું રાખું છું.
așa cum și voi ne-ați recunoscut în parte — că noi suntem lauda voastră, așa cum și voi sunteți lauda noastră, în ziua Domnului nostru Isus.
15 ૧૫ અને પહેલાં, એવી આશાથી હું તમારી પાસે આવવાને ઇચ્છતો હતો કે તમને બમણી કૃપા મળે;
În această încredere, am hotărât să vin mai întâi la voi, ca să vă dau un al doilea folos,
16 ૧૬ તમારી પાસે થઈને મકદોનિયા જવાને અને ફરી મકદોનિયાથી તમારી પાસે આવવાને, અને તમારાથી યહૂદિયા તરફ વિદાય થવાને હું ઇચ્છતો હતો.
să trec prin voi în Macedonia, iar din Macedonia să vin la voi și să fiu trimis de voi în Iudeea.
17 ૧૭ તો શું એવું ઇચ્છવામાં શું હું ઢચુપચુ કરતો હતો? અથવા જે ઇરાદો હું રાખું છું તે શું માનવીય ધોરણો પ્રમાણે રાખું છું, એવું કે મારું બોલવું હા ની ‘હા’ અને ના ની ‘ના’ હોય?
Așadar, când am plănuit aceasta, am dat oare dovadă de nestatornicie? Sau lucrurile pe care le plănuiesc, le plănuiesc eu după trup, ca la mine să fie “Da, da” și “Nu, nu”?”
18 ૧૮ પણ જેમ ઈશ્વર વિશ્વાસુ છે તેમ તમારા પ્રત્યે મારી વાતમાં હા કે ના નહોતું.
Dar, cum Dumnezeu este credincios, cuvântul nostru față de voi nu a fost “Da și nu”.
19 ૧૯ કેમ કે ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્ત જે અમારાથી, એટલે મારાથી તથા સિલ્વાનસ અને તિમોથી ધ્વારા, તમારામાં પ્રગટ કરાયા, તે હા તથા ના ન થયા, પણ તે હા થયા.
Căci Fiul lui Dumnezeu, Isus Hristos, care a fost propovăduit printre voi de noi — de mine, de Silvanus și de Timotei — nu a fost “Da și nu”, ci în El este “Da”.
20 ૨૦ કેમ કે ઈશ્વરનાં જેટલાં આશાવચનો છે તે બધામાં હા તથા તેમાં આમીન છે, એ માટે કે અમારાથી ઈશ્વરનો મહિમા થાય.
Căci oricât de multe ar fi promisiunile lui Dumnezeu, în el este “Da”. De aceea și prin el este “Amin”, pentru slava lui Dumnezeu prin noi.
21 ૨૧ અને અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે દૃઢ કરે છે તથા જેમણે અમારો અભિષેક કર્યો, તે તો ઈશ્વર છે;
Și Cel ce ne-a întemeiat împreună cu voi în Hristos și ne-a uns, este Dumnezeu,
22 ૨૨ તેમણે અમને મુદ્રાંકિત કર્યા અને અમારા હૃદયમાં આત્માની ખાતરી આપી છે.
care ne-a pecetluit și ne-a dat în inimile noastre plata Duhului.
23 ૨૩ હું ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું કે તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથમાં આવ્યો નથી;
Dar chem pe Dumnezeu ca martor al sufletului meu, că, pentru a vă cruța, n-am venit la Corint.
24 ૨૪ અમે તમારા વિશ્વાસ પર સત્તા ચલાવીએ છીએ એમ નહિ, પણ તમારા આનંદમાં સહાય કરનારા છીએ; કેમ કે તમે વિશ્વાસથી દૃઢ રહો છો.
Noi nu stăpânim credința voastră, ci suntem împreună-lucrători cu voi pentru bucuria voastră. Căci voi rămâneți tari în credință.