< 1 રાજઓ 16 >
1 ૧ હવે બાશા વિરુદ્ધ હનાનીના પુત્ર યેહૂ પાસે યહોવાહનું વચન આવ્યું,
І було Господнє слово до Єгу́, Хананієвого сина, про Башу́, говорячи:
2 ૨ “મેં તને ધૂળમાંથી ઉઠાવીને ઊંચો કર્યો અને મારા ઇઝરાયલી લોકો પર અધિકારી તરીકે નીમ્યો. તો પણ તું યરોબામને પગલે ચાલ્યો અને મારા લોકો ઇઝરાયલીઓ પાસે પાપ કરાવીને તેમણે મને રોષ ચઢાવ્યો છે.
„Тому́, що Я підні́с тебе з по́роху, і настановив тебе володарем над Моїм наро́дом, Ізраїлем, а ти пішов Єровоамовою доро́гою та вводив у гріх наро́д Мій, Ізраїля, щоб гніви́ти Мене гріха́ми їх,
3 ૩ જો, હું બાશા અને તારા કુટુંબને નષ્ટ કરી નાખીશ અને હું તારા કુટુંબને નબાટના પુત્ર યરોબામના કુટુંબના જેવું છિન્નભિન્ન કરી નાખીશ.
то ось Я ви́гублю по Баші та по домі його, — зроблю́ твій дім, як дім Єровоама, Неватового сина.
4 ૪ બાશાના કુટુંબનાં જે માણસો નગરમાં મૃત્યુ પામશે તેઓને કૂતરાં ખાઈ જશે અને જેઓ ખેતરમાં મૃત્યુ પામશે તેઓને પક્ષીઓ ખાઈ જશે.”
Померлого в Баші в місті з'їдять пси, а померлого йому на полі, — поїсть пта́ство небесне“.
5 ૫ બાશાનાં બાકીનાં કાર્યો, તેણે જે સર્વ કર્યું તે તથા તેનું પરાક્રમ તે બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસનાં પુસ્તકમાં લખેલું નથી શું?
А решта діл Баші, і що́ він зробив був, і лица́рськість його, — ось вони написані в Книзі Хроніки Ізраїлевих царів.
6 ૬ બાશા તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને તિર્સામાં તેના પિતૃઓ સાથે દફનાવ્યો. તેના પછી તેના પુત્ર એલાએ તેની જગ્યાએ રાજ કર્યું.
І спочив Баша́ зо своїми батька́ми, і був похований в Тірці, а замість нього зацарював син його Ела́.
7 ૭ બાશા અને તેના કુટુંબની વિરુદ્ધ હનાનીના પુત્ર યેહૂ પ્રબોધક દ્વારા યહોવાહનું વચન આવ્યું. ત્યાર બાદ બાશાએ અને તેના કુટુંબે યહોવાહની દ્રષ્ટિમાં જે સઘળો દુરાચાર કર્યો અને યરોબામના કુટુંબના જેવા થઈને પોતાના હાથોના કામથી તેમને રોષ ચઢાવ્યો તેને લીધે તે યરોબામના કુટુંબની જેમ તેઓનો પણ નાશ કરશે.
І було слово Господнє через пророка Єгу, сина Хананієвого, до Баші та до дому його, а то через усе те зло, що ко́їв він у Господніх оча́х, щоб гніви́ти Його чином своїх рук, щоб бути, як Єровоамів дім, що Він побив його.
8 ૮ યહૂદિયાના રાજા આસાના છવ્વીસમા વર્ષે બાશાનો પુત્ર એલા તિર્સામાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો; તેણે બે વર્ષ રાજ કર્યુ.
Двадцять і шостого року Аси, царя Юдиного, зацарював Ела, Башин син, над Ізраїлем у Тірці, на два роки.
9 ૯ તેના એક ચાકર, અડધી રથસેનાના નાયક ઝિમ્રીએ તેની વિરુદ્ધ બંડ કર્યું. હવે એલા તિર્સામાં હતો. તિર્સામાં તેના મહેલનો એક કારભારી આર્સાના ઘરે મદ્યપાન કરીને ચકચૂર થયો હતો.
І змовився на нього його раб Зімрі, провідни́к половини колесни́ць. І коли він, п'я́ний, пив у домі Арци, що був над його домом У Тірці,
10 ૧૦ ઝિમ્રી ત્યાં ગયો અને એલાને ત્યાં મારી નાખ્યો. યહૂદિયાના રાજા આસાના સત્તાવીસમા વર્ષે તે તેની જગ્યાએ રાજા બન્યો.
то прийшов Зімрі й убив його, і вбив його в двадцятому й сьомому році Аси, царя Юдиного, та й зацарював замість нього.
11 ૧૧ જયારે ઝિમ્રી રાજ કરવા લાગ્યો અને તે રાજ્યાસન પર બેઠો ત્યારે એમ થયું કે તેણે બાશાના કુટુંબના સર્વ લોકોને મારી નાખ્યા. તેણે તેના કુટુંબમાંથી, કે તેના મિત્રોનાં કુટુંબોમાંથી એકેય નર બાળકને જીવિત રહેવા દીધો નહિ.
І сталося, як він зацарював та сів на його троні, то він ви́бив увесь Башин дім, — не позоста́вив навіть того, що мочить на стіну, ані рідних його́, ані дру́зів його́.
12 ૧૨ આમ, જે પ્રમાણે યહોવાહ પોતાનું વચન પ્રબોધક યેહૂની મારફતે બોલ્યા હતા તે પ્રમાણે ઝિમ્રીએ બાશાના કુટુંબોના સર્વ લોકોનો નાશ કર્યો.
І ви́губив Зімрі ввесь Башин дім, за словом Господа, що промовляв був до Баші через пророка Єгу,
13 ૧૩ કેમ કે બાશાએ અને તેના પુત્ર એલાએ જે સર્વ પાપો કર્યાં હતાં અને તે વડે ઇઝરાયલીઓને પાપમાં દોરી ગયા હતા તેને લીધે અને તેઓની મૂર્તિઓને લીધે યહોવાહને રોષ ચઢાવ્યો હતો.
за всі гріхи́ Баші та гріхи Елі, його сина, що грішили самі, і що вво́дили в гріх Ізраїля, щоб гніви́ти Господа, Бога Ізраїлевого, своїми гидо́тами.
14 ૧૪ એલાનાં બાકીનાં સર્વ કાર્યો અને તેણે જે સર્વ કર્યું તે બધું ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલાં નથી શું?
А решта діл Елі та все, що́ він робив, — ось вони написані в Книзі Хроніки Ізраїлевих царів.
15 ૧૫ યહૂદિયાના રાજા આસાના સત્તાવીસમા વર્ષે ઝિમ્રીએ તિર્સામાં ફક્ત સાત દિવસ રાજ કર્યુ. હવે તે વખતે ઇઝરાયલી સૈન્યએ પલિસ્તીઓના ગિબ્બથોનના શહેર તરફ છાવણી નાખી.
У році двадцятому й сьомому Аси, царя Юдиного, зацарював Зімрі в Тірці на сім день, коли наро́д обляга́в филистимський Ґіббетон.
16 ૧૬ જ્યારે સેનાને ખબર પડી કે “ઝિમ્રીએ રાજા વિરુદ્ધ બંડ કરી તેનું ખૂન કર્યુ છે.” ત્યારે તે દિવસે છાવણીમાં તેઓએ સેનાપતિ ઓમ્રીને ઇઝરાયલ પર નવા રાજા તરીકે જાહેર કર્યો.
І прочу́в наро́д, що облягав, таке: „Змо́вився Зімрі та й убив царя!“І ввесь Ізра́їль настанови́в царем над Ізраїлем Омрі, провідника́ війська, того дня в табо́рі.
17 ૧૭ ઓમ્રીએ અને આખી ઇઝરાયલી સેનાએ ગિબ્બથોન છોડીને તિર્સાને ઘેરો ઘાલ્યો.
І підняли́ся Омрі та ввесь Ізраїль із ним із Ґіббетону, і облягли́ Тірцу.
18 ૧૮ જયારે ઝિમ્રીને ખબર પડી કે નગરને જીતી લેવામાં આવ્યું છે ત્યારે તેણે રાજમહેલના કિલ્લામાં જઈને આખા મહેલને આગ લગાડી અને તે પોતે પણ બળીને મૃત્યુ પામ્યો.
І сталося, як побачив Зімрі, що місто здобуте, то ввійшов до пала́цу царе́вого дому, та й спалив над собою царськи́й дім огнем, і помер
19 ૧૯ યરોબામના માર્ગમાં તથા ઇઝરાયલની પાસે તેણે જે પાપ કરાવ્યું હતું તેમાં ચાલવાથી અને યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કરીને તેણે જે જે પાપો કર્યા તેને લીધે આ બન્યું હતું.
за гріх свій, що грішив ним, щоб робити зло в Господніх оча́х, щоб ходити дорогою Єровоама та в гріху́ його, який він чинив, щоб вводити в гріх Ізраїля.
20 ૨૦ ઝિમ્રીનાં બાકીનાં કાર્યો, તેણે કરેલો રાજદ્રોહ તે સર્વ વિષે ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલું નથી શું?
А решта діл Зімрі та змова його, що вчинив був, — ось вони написані в Книзі Хроніки Ізраїлевих царів.
21 ૨૧ ત્યાર બાદ ઇઝરાયલના લોકોમાં બે પક્ષો પડી ગયા. એક પક્ષ ગિનાથના પુત્ર તિબ્નીને અનુસરતો હતો અને તેને રાજા બનાવવા માગતો હતો અને બીજો ઓમ્રીને અનુસરતો હતો.
Тоді Ізраїлів народ поділи́вся пополовині: половина народу була за Тівні, Ґінатового сина, щоб настанови́ти його царем, а половина — за Омрі.
22 ૨૨ પણ જે લોકો ઓમ્રીને અનુસરતા હતા, તેઓ ગિનાથના દીકરા તિબ્નીને અનુસરનારા લોકો કરતાં વધુ બળવાન હતા. તેથી તિબ્નીને મારી નાખવામાં આવ્યો અને ઓમ્રી રાજા થયો.
Та був сильніший наро́д, що стояв за Омрі, від наро́ду, що був за Тівні, Ґінатового сина. І помер Тівні, а зацарюва́в Омрі.
23 ૨૩ યહૂદિયાના રાજા આસાના એકત્રીસમા વર્ષે ઓમ્રી ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે બાર વર્ષ સુધી રાજ કર્યું. તેમાંથી તેણે છ વર્ષ તિર્સામાં રાજ કર્યું.
У році тридцятому й першому Аси, царя Юдиного, над Ізраїлем зацарював на дванадцять літ Омрі. У Тірці царював він шість років.
24 ૨૪ તેણે શેમેર પાસેથી સમરુન પર્વત બે તાલંત ચાંદી આપીને ખરીદી લીધો. તેના પર તેણે નગર બંધાવ્યું અને શેમેરના નામ પરથી તેનું નામ સમરુન પાડયું.
І купив він від Шемера го́ру Шомеро́н за два тала́нти срібла, і забудував го́ру, і назвав ім'я́ міста, яке збудував, іменем пана тієї гори: Шомерон.
25 ૨૫ ઓમ્રીએ યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું અને તેની અગાઉના સર્વ કરતાં તેણે વિશેષ દુરાચારો કર્યા.
І робив Омрі зло в Господніх оча́х, і чинив зло більше від усіх, хто був перед ним.
26 ૨૬ તે નબાટના પુત્ર યરોબામને માર્ગે ચાલ્યો, તેના પાપ વડે ઇઝરાયલ પાસે પણ પાપ કરાવ્યાં તથા તેઓની મૂર્તિઓને લીધે ઇઝરાયલના ઈશ્વર યહોવાહને કોપાયમાન કર્યાં.
І ходив він усією дорогою Єровоама, сина Неватового, та в гріхах його, якими вводив у гріх Ізраїля, щоб гніви́ти Господа, Бога Ізраїля, гидо́тами своїми.
27 ૨૭ ઓમ્રીનાં બાકીનાં કાર્યો, તેણે જે સર્વ કર્યું તે તથા તેણે જે પરાક્રમો બતાવ્યાં તે સર્વ ઇઝરાયલના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલાં નથી શું?
А решта діл Омрі, що робив він, та лица́рськість його, яку він чинив був, — ото вони написані в Книзі Хроніки Ізраїлевих царів.
28 ૨૮ પછી ઓમ્રી તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને સમરુનમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર આહાબ રાજા બન્યો.
І спочив Омрі з своїми батька́ми, і був похований у Самарії. А замість нього зацарював його син Аха́в.
29 ૨૯ યહૂદિયાના રાજા આસાના આડત્રીસમા વર્ષે ઓમ્રીનો પુત્ર આહાબ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે સમરુનમાં બાવીસ વર્ષ સુધી રાજ કર્યું.
Аха́в, син Омрі, зацарював над Ізраїлем у році тридцятому й восьмому Аси, царя Юдиного. І царював Ахав, син Омрі, над Ізраїлем у Самарії двадцять і два роки.
30 ૩૦ ઓમ્રીના પુત્ર આહાબે યહોવાહની દ્રષ્ટિમાં દુષ્ટ હતું તે કર્યું અને તેની અગાઉના સર્વ કરતાં તેણે વધારે દુરાચારો કર્યા.
І робив Ахав, син Омрі, зло в Господніх оча́х більше від усіх, хто був перед ним.
31 ૩૧ એમ થયું કે, નબાટના પુત્ર યરોબામના માર્ગે ચાલવું તેને માટે એક નજીવી બાબત હોય તેમ તેણે સિદોનીઓના રાજા એથ્બાલની દીકરી ઇઝબેલ સાથે લગ્ન કર્યા. તેણે બઆલ દેવની પૂજા કરીને તેને દંડવત પ્રણામ કર્યા.
І було́ йому мало ходити в гріхах Єровоама, Неватового сина, — і він узяв за жінку Єзаве́ль, дочку́ Етбаала, сидонського царя. І він пішов, і служив Ваа́лові, і вклонявся йому.
32 ૩૨ તેણે સમરુનમાં બાલ દેવનું જે ભક્તિસ્થાન બાંધ્યું હતું તેમાં તેણે બઆલને માટે વેદી બનાવી.
І він поставив же́ртівника для Ваа́ла в Вааловому домі, якого збудував у Шомероні.
33 ૩૩ આહાબે અશેરાની પણ એક મૂર્તિ બનાવડાવી અને તેણે બીજા ઇઝરાયલી રાજાઓ કરતાં પણ વિશેષ દુષ્ટતા કરીને ઇઝરાયલના ઈશ્વર યહોવાહને રોષ ચઢાવ્યો.
І зробив Ахав Астарту. І Ахав далі чинив, щоб гнівити Господа, Бога Ізраїлевого, більше від усіх Ізраїлевих царі́в, що були перед ним.
34 ૩૪ તેના સમય દરમિયાન બેથેલના હીએલે યરીખો નગર ફરી બંધાવ્યું. તેણે જ્યારે તેનો પાયો નાખ્યો ત્યારે તેનો સૌથી મોટો પુત્ર અબિરામ મૃત્યુ પામ્યો અને જ્યારે તેના દરવાજાઓ બેસાડ્યા. ત્યારે તેનો સૌથી નાનો પુત્ર સગુબ મૃત્યુ પામ્યો. યહોવાહ જે વચન નૂનના પુત્ર યહોશુઆની મારફતે બોલ્યા હતા તે પ્રમાણે થયું.
За його днів Хіїл з Бет-Елу відбудува́в Єрихо́на, — на перворіднім своїм Авірамові він заклав його фундаме́нти, а на наймолодшім своїм Сеґівові повставляв брами його, за словом Господа, що говорив через Ісуса, Нави́нового сина.