< 1 કાળવ્રત્તાંત 13 >
1 ૧ દાઉદે સહસ્ત્રાધિપતિઓની તથા શતાધિપતિઓની એટલે સર્વ સરદારોની સલાહ લીધી.
Тогава Давид се съветва с хилядниците, стотниците и всичките началници;
2 ૨ દાઉદે ઇઝરાયલની આખી સભાને કહ્યું, “જો તમને સારું લાગે અને જો આપણા યહોવાહની ઇચ્છા હોય, તો આપણા જે ભાઈઓ ઇઝરાયલના દેશમાં છે તેઓને તથા પોતાના શહેરોમાં રહેતા યાજકોને અને લેવીઓની પાસે સંદેશાવાહકોને મોકલીને તેઓને આપણી સાથે જોડાવા માટે જણાવીએ.
и Давид каза на цялото Израилево общество: Ако ви е угодно и ако е от Господа нашия Бог, нека пратим навсякъде до братята си, останали по цялата Израилева земя, и освен тях, и до свещениците и левитите, които са в градовете им и околностите, за да се съберат при нас;
3 ૩ આપણા ઈશ્વરનો કરારકોશ આપણી પાસે ફરીથી લાવીએ કેમ કે શાઉલના સમયમાં આપણે તેની ઇચ્છાને શોધતા નહોતા.”
и нека донесем при нас ковчега на нашия Бог, защото не го потърсихме в Сауловите дни.
4 ૪ તે બાબતમાં આખી સભા સહમત થઈ, કેમ કે બધા લોકોની દ્રષ્ટિમાં એ જ યોગ્ય હતું.
И целият събор каза, че ще направят така, защото това се видя право на всичките люде.
5 ૫ તેથી દાઉદે ઈશ્વરના કરારકોશને કિર્યાથ-યારીમથી લાવવા માટે, મિસરના શિહોરથી તે હમાથના નાકા સુધીના સર્વ ઇઝરાયલને ભેગા કર્યા.
Тогава Давид събра целия Израил от египетския поток Сихор дори до прохода на Емат, за да донесат Божия ковчег от Кириатиарим.
6 ૬ કરુબો પર બિરાજમાન ઈશ્વર, જે યહોવાહના નામથી ઓળખાય છે, તેમનો કોશ ત્યાંથી લાવવા માટે દાઉદ અને બધા ઇઝરાયલીઓ, બાલાહમાં એટલે યહૂદાના કિર્યાથ-યારીમમાં ભેગા થયા.
И Давид отиде с целия Израил във Ваала, то ест, в Юдов Кириатиарим, за да дигне от там Божия ковчег, който се нарича с името на Господа, Който обитава между херувимите.
7 ૭ તેઓએ ઈશ્વરનો કોશ નવા ગાડામાં મૂક્યો. તેઓ તે અબીનાદાબના ઘરમાંથી લઈ આવ્યા હતા. ઉઝઝા તથા આહ્યો ગાડું હાંકતા હતા.
И като изнесоха Божия ковчег от Авинадавовата къща, туриха го на нова кола; и Оза и Ахио караха колата.
8 ૮ દાઉદ તથા સર્વ ઇઝરાયલીઓ ગીતો ગાતા હતા અને વીણા, સિતાર, ખંજરી, ઝાંઝ તથા રણશિંગડાં વગાડીને ખૂબ આનંદથી ઈશ્વરની સમક્ષ ઉત્સવ કરતા હતા.
И Давид и целият Израил играеха пред Господа с всичката си сила, с песни, с арфи, с псалтири, с тъпанчета, с кимвали и с тръби.
9 ૯ જ્યારે તેઓ કિદ્રોનની ખળી આગળ આવ્યા, ત્યારે બળદોને ઠોકર વાગી એટલે ઉઝઝાએ કોશને સંભાળવા માટે પોતાનો હાથ લંબાવીને કોશને પકડ્યો.
А когато стигнаха до Хидоновото гумно, Оза простря ръката си та хвана ковчега, защото воловете го раздрусаха.
10 ૧૦ તેથી યહોવાહનો કોપ ઉઝઝા પર સળગી ઊઠ્યો અને તેને મારી નાખ્યો. કેમ કે ઉઝઝા તે કોશને અડક્યો હતો. તે ત્યાં ઈશ્વર સમક્ષ મૃત્યુ પામ્યો.
И гневът на Господа пламна против Оза и го порази за гдето простря ръката си на ковчега; и умря там пред Бога.
11 ૧૧ દાઉદને ઘણું ખોટું લાગ્યું કેમ કે યહોવાહે ઉઝઝાને શિક્ષા કરી હતી. તેથી તે જગ્યાનું નામ પેરેસ-ઉઝઝા પડ્યું, જે આજ સુધી તે જ નામે ઓળખાય છે.
И Давид се наскърби за гдето Господ нанесе поражение на Оза; и нарече онова място Фарез-оза както се казва и до днес.
12 ૧૨ તે દિવસે દાઉદને ઈશ્વરનો ડર લાગ્યો અને તે બોલ્યો, “હું મારા ઘરે ઈશ્વરનો કોશ કેવી રીતે લાવું?”
И в оня ден Давид се уплаши от Бога, и каза: Как ще донеса при себе си Божия ковчег?
13 ૧૩ તેથી દાઉદ કોશને પોતાને ત્યાં દાઉદનગરમાં લાવ્યો નહિ, પણ તેને બીજે સ્થળે એટલે ગિત્તી ઓબેદ-અદોમના ઘરમાં લઈ ગયો.
Затова Давид не премести при себе си ковчега в Давидовия град, но го отпрати в къщата на гетеца Овид-едома.
14 ૧૪ ઈશ્વરનો કોશ ઓબેદ-અદોમના ઘરમાં તેના કુટુંબની સાથે ત્રણ મહિના રહ્યો. તેથી યહોવાહે, તેના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ આપ્યો.
И Божият ковчег престоя със семейството на Овид-едома в къщата му три месеца; и Господ благослови дома на Овид-едома и всичко що имаше.