< Deuteronomy 6 >
1 “These are the commandments and rules and regulations that Yahweh our God commanded me to teach to you. He wants you to obey them in the land that you are about to enter and occupy.
૧હવે જે આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો ઈશ્વર તમારા યહોવાહે તમને શીખવવા માટે મને કહ્યું છે એ સારુ કે જે દેશનું વતન પામવા માટે તમે યર્દન ઊતરીને પ્રવેશ કરો છો, તેમાં તમે તે પાળો. તે આ છે:
2 He wants you to revere him, and he wants you and your descendants to always obey all these rules and regulations that I am giving to you, in order that you may live for a long time.
૨તેથી તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા જીવનભર યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખીને તેમના સર્વ નિયમો અને આજ્ઞાઓ જે હું તમને કહું છું તે પાળો; જેથી તમારું આયુષ્ય લાંબું થાય.
3 So, you Israeli people, listen to them carefully and obey them. If you do that, things will go well with you, and you will become a nation with a very large population when you are living in that very fertile [IDM] land. That is what Yahweh, the God whom our ancestors [worshiped], promised [would happen].
૩માટે હે ઇઝરાયલ સાંભળ અને કાળજીપૂર્વક એનું પાલન કર; એ માટે કે, જેમ યહોવાહ તારા પિતૃઓના ઈશ્વરે આપેલા વચન પ્રમાણે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશમાં તારું ભલું થાય અને તમે ખૂબ વૃદ્ધિ પામો.
4 “You Israeli people, listen! Only Yahweh is our God.
૪હે ઇઝરાયલ સાંભળ: યહોવાહ આપણા ઈશ્વર તે એકલા જ યહોવાહ છે.
5 You must love him with all your inner being and with all that you feel and with all that you do.
૫અને યહોવાહ તારા ઈશ્વર પર તું તારા પૂર્ણ મનથી તથા પૂર્ણ જીવથી તથા પૂર્ણ બળથી પ્રેમ રાખ.
6 Never forget [IDM] these commands that I am giving to you today.
૬આ વચનો જે હું તમને ફરમાવું છું તેને તારા અંત: કરણમાં રાખ.
7 Teach them to your children again and again. Talk about them [all the time]: When you are in your houses and when you are walking outside; talk about them when you are lying down and when you are doing things.
૭અને ખંતથી તું તારા સંતાનોને તે શીખવ અને જયારે તું ઘરમાં બેઠો હોય કે રસ્તે ચાલતો હોય, જયારે તું સૂઈ જાય કે ઊઠે તેના વિષે વાત કર.
8 [Write them on tiny scrolls and] fasten them to your arms/wrists, and write them on bands that you fasten to your foreheads [to help you to remember them].
૮તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ અને તારી આંખોમાં તેમને કપાળભૂષણ તરીકે રાખ.
9 Write them on the doorposts and on the gates of your houses.
૯અને તું તેમને તારા ઘરની બારસાખ ઉપર તથા દરવાજા ઉપર તે લખ.
10 “Yahweh our God vowed to your ancestors Abraham and Isaac and Jacob that he will give you a land that already has in it large and prosperous cities that you did not build.
૧૦અને એમ થશે કે જયારે યહોવાહ તારા ઈશ્વરે જે દેશ તારા પિતૃઓની સમક્ષ એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબની સમક્ષ સમ ખાધા હતા તે દેશમાં તમને લઈ જશે એટલે જે મોટાં અને ઉત્તમ નગરો તમે બાંધ્યાં નથી.
11 He said that the houses in those cities will already be full of many good things that [others put there]; you did not put them there. There will be wells that others have dug. There will be vineyards and olive trees that others planted. So when Yahweh brings you into that land, and you have all that you want to eat,
૧૧અને સર્વ પ્રકારની સારી વસ્તુઓથી ભરેલાં ઘર જે તમે ભર્યાં નથી, ખોદી કાઢેલા કૂવા જે તમે ખોઘ્યા નથી તથા દ્રાક્ષવાડીઓ અને જૈતૂનવૃક્ષો જે તમે વાવ્યાં નથી તેમાં લાવે અને તે તમે ખાઈને તૃપ્ત થાઓ.
12 be sure that you do not forget Yahweh who rescued you from being slaves [in Egypt and gave all these things to you].
૧૨ત્યારે સાવધાન રહેજો, રખેને મિસર એટલે કે ગુલામીના ઘરમાંથી તમને કાઢી લાવનાર યહોવાહ તમારા ઈશ્વરને તમે ભૂલી જાઓ.
13 “You must revere Yahweh our God, and you must serve only him and say that he should [MTY] punish you if you do not do what you have promised.
૧૩યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો; અને તેમની જ સેવા કરો અને તેમના જ નામના સમ ખાઓ.
14 You must not worship any other gods, the gods that the people-groups who will live near you worship.
૧૪તમારી આસપાસના અન્ય દેવદેવીઓની સેવા તમારે કરવી નહિ.
15 Yahweh our God, who lives among you, (will not accept/will punish) people who worship anyone or anything else. So if you worship any other god, Yahweh will be very angry with you, and he will get rid of you completely.
૧૫કારણ કે, તમારી મધ્યે રહેનાર યહોવાહ તમારા ઈશ્વર ઈર્ષ્યાળુ ઈશ્વર છે. રખેને યહોવાહ તમારા ઈશ્વરનો કોપ તમારા પર સળગી ઊઠે અને પૃથ્વીના પટ પરથી તમારો સંહાર કરે.
16 Do not do sinful things to find out if you can do them without Yahweh our God punishing you, like your ancestors did at Massah.
૧૬જેમ તમે માસ્સામાં તેમની કસોટી કરી, તેમ યહોવાહ તમારા ઈશ્વરની કસોટી કરશો નહિ.
17 Be sure that you always obey all the laws, the commandments, the rules, and the regulations that he has given to you.
૧૭તમારા ઈશ્વર યહોવાહના કાનૂનો, નિયમો અને તેમની આજ્ઞાઓ જે તેમણે ફરમાવ્યાં છે તેનું ખંતથી પાલન કરો.
18 Do what Yahweh says is right and good. If you do that, things will go well with you. You will be able to enter and occupy the good/fertile land that Yahweh vowed to give to our ancestors.
૧૮અને યહોવાહની નજરમાં જે યોગ્ય અને સારું છે તે તું કર, એ માટે કે તારું ભલું થાય. અને જે ઉત્તમ દેશ તારા પિતૃઓને આપવાના યહોવાહે સમ ખાધા છે તેમાં પ્રવેશ કરીને તું તેનું વતન પામે અને
19 He will do that by expelling your enemies from that land, just like he promised to do.
૧૯જેમ યહોવાહે કહ્યું તેમ તે તારી આગળથી તારા બધા દુશ્મનોને નસાડી મૂકે.
20 “In the future, when your children ask you, ‘Why did Yahweh our God command us to obey all these rules and regulations?’
૨૦ભવિષ્યકાળમાં જયારે તારો દીકરો તને પૂછે કે; “યહોવાહ આપણા ઈશ્વરે તમને જે કરારો, નિયમો અને કાનૂનો ફરમાવ્યા છે તેનો અર્થ શો છે?”
21 tell them, ‘Our ancestors were slaves of the king in Egypt, but Yahweh brought them out of Egypt by his great power [MTY].
૨૧ત્યારે તું તારા દીકરાને કહેજે કે, “અમે મિસરમાં ફારુનના ગુલામ હતા; ત્યારે યહોવાહ તેમના મહાન પરાક્રમી હાથ વડે અમને મિસરમાંથી બહાર લાવ્યા,
22 They saw him do many kinds of miracles [DOU] and do terrifying things to the people of Egypt and to the king and his officials.
૨૨અને તેમણે અમારા દેખતાં મિસર પર, ફારુન પર તથા તેના આખા ઘર પર મોટાં અને દુઃખ ભર્યાં ચિહ્નો તથા ચમત્કારો બતાવ્યા;
23 He rescued our ancestors from Egypt and brought them here to give them this land, just like he vowed that he would do.
૨૩તેઓ અમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા, કે જેથી આપણા પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે આપવા માટે તેઓ આપણને તેમાં લઈ જઈ શકે.
24 And he commanded us to obey all these laws and to revere him, for our own good and in order that he would protect our nation and enable us to prosper, as he is doing now.
૨૪આપણા ભલાને માટે હંમેશા આ બધા નિયમો પાળવાની તથા ઈશ્વરનો ભય રાખવાની તેમણે આપણને આજ્ઞા આપી કે, જેથી તેઓ આપણને જીવતા રાખે, જેમ આજે જીવતા છીએ તેમ.
25 Yahweh our God will (approve of us/consider us to be righteous) if we carefully obey everything that he has commanded us to do.’”
૨૫યહોવાહ આપણા ઈશ્વરે આપણને જે આજ્ઞાઓ આપી છે, તે પ્રમાણે જો આપણે બધી આજ્ઞાઓ કાળજીથી પાળીએ તો તે આપણા હિતમાં ન્યાયીપણાને અર્થે ગણાશે.”